Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વકબારી-૩ ใใ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. અને ઉભો થઇને તે જ્યાં તે નામાંકિત બાણ પડેલું હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે તે નામાંકિત બાણને પોતાના હાથમાં લીધું અને નામના અક્ષરો વાંચ્યા, નામાંકિત અક્ષરો વાંચીને તેને એવો આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત કિલ્પિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. ઓહ! જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્ર વર્તી ભરત નામે રાજ ઉત્પન્ન થયો છે એથી અતીત પ્રત્યુત્પન્ન માગધ તીર્થના અધિ પતિ કુમારોનો આ જીત-પરંપરાગત વ્યવહાર-છે કે તેઓ તેને નજરાણું કરે. તો હવે હું જઉં અને જઇને ભરત રાજાને નજરાણું ઉપસ્થિત કરું. સારી રીતે વિચાર કરીને તેણે હાર, મુગટ, કુંડળ, કટક, ત્રુટિત-બાહુના આભરણ વિશેષ નાનામણિ રત્નાદિકથી ખચિત પહેરવા યોગ્ય વસ્ત્રો ભારતના નામથી અંકિત બાણ તેમ જ માગધતીર્થનું રાજ્યાભિષેક યોગ્ય ઉદક એ બધી વસ્તુઓ લીધી. સર્વે ઉપહાર યોગ્ય વસ્તુઓ લઈ ને તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ અતિ મહાનુ વેગથી ઉદ્ધત દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો જ્યાં ભરતરાજ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે ક્ષુદ્રઘંટિકા ઓથી યુક્ત એવા પાંચવર્ણોવાળાં વસ્ત્રો પહેરીને આકાશમાં જ ઊભા રહીને દસનનો જેમાં સંયુક્ત થઈ જાય એવી અંજલી બનાવીને અને તેને મસ્તક ઉપર મૂકીને ભરત રાજાને જયવિજય શો સાથે અભિનંદન વધામણી આપ્યા. પછી તેણે આ પ્રમાણે કહ્યું- આપ દેવાનુપ્રિય વડે કેવલ કલ્પ-સમસ્ત ભરતક્ષેત્ર પૂર્વદિશામાં દેશાનો માગધ તીર્થ સુધી સારી રીતે જીતી લેવામાં આવ્યું છે. હું આપ દેવાનુપ્રિય વડે વિજિત દેશાનો નિવાસી છું. હું આપશ્રીનો આજ્ઞપ્તિ કિંકર છું. હું આપ દેવાનુપ્રિયનો પૂર્વ દિશાનો અંતરાલ છું આપ દેવાનુપ્રિય મારા આ પ્રીતિદાનનો-ભેટનો સ્વીકાર કરો ભરત રાજાએ પણ માગધ તીર્થકુમાર દેવના આ જાતના એ પ્રીતિદાન નો સ્વીકાર કર્યો. ભેટનો સ્વીકાર કરીને પછી તે ભરત રાજાએ તે માગધ તીર્થ કુમારનો અનુગમનાદિ દ્વારા સત્કાર કર્યો અને મધુર વચનાદિ દ્વારા તેનું સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને પછી તેને વિદાય આપી. ત્યાર બાદ તે ભરત રાજાએ પોતાના રથને પાછો વાળ્યો. અને પાછો વાળીને માત્રધ તીર્થમાંથી પસાર થઈ ને તે લવણ સમુદ્ર તરફથી પાછો ભરત ક્ષેત્ર તરફ આવી ગયો. અને આવીને તે જ્યાં વિજય કંધાવારનિવેશ હતો અને તેમાં પણ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે ઘોડાઓને ઉભા રાખ્યા. પછી જ્યાં સ્નાનગૃહ હતું-ત્યાં ગયો ત્યાં આવીને તે સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થયો ત્યાં પ્રવિષ્ટ થઈને તેણે પૂર્વવત્ સ્નાન કર્યું સ્નાન કરીને પછી ધવલમહામેઘથી નિષ્પન્ન ચન્દ્ર જે પ્રિયદર્શી તે ભરત રાજા તે સુધાધવલીકૃત સ્નાનગૃહમાંથી બહાર આવ્યો. પછી તે જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગયો. ત્યાં આવીને તે ભોજન મંડપમાં સુખાસન ઉપર બેઠો અને ત્યાર બાદ તેણે અષ્ટમ ભક્તની પારણા કરી. પારણા કરીને પછી ભોજન શાળામાંથી બહાર આવ્યો. બહાર આવીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને પછી તેણે 18 શ્રેણિ-પ્રશ્રેણિના લોકોને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે સૌ મળીને માગધ તીર્થ કુમાર ઉપર વિજય મેળવ્યો તે ઉપલક્ષ્યમાં આઠ દિવસ સુધી બહુ જ ઠાઠ-માઠથી ઉત્સવ કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલા તે અષ્ટાદશ એરિણ-પ્રશ્રેણિ જનો બહુ જ હર્ષિત તેમજ જ તુરચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org