Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ - - - - - - વક્કારો-૩ 137 દેવાધિષ્ઠિત હતું, પ્રણામ કરીને પછી તે જ્યાં ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે મયુરચ્છિન નિર્મિત પ્રમાનીને હાથમાં લીધી અને તેના વડે તેણે ચક્રરત્નની સફાઈ કરી સફાઈ કરીને પછી તેણે તેની ઉપર નિર્મળ જળધારા છોડી ગોશીર્ષ ચન્દનનું લેપન કર્યું. તેની પૂજા કરી. પછી તેણે તેની ઉપર પુષ્પો ચઢાવ્યાં, માળાઓ ધારણ કરાવી ગબ્ધ દ્રવ્યો ચઢાવ્યાં, સુગન્ધિત ચૂર્ણ ચઢાવ્યું, વસ્ત્ર ચઢાવ્યું અને આભરણો ચઢાવ્યાં. પુષ્પ વગેરે ચઢાવીને તેણે તે ચક્રરત્નની સામે સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત એવો રજતમય સ્વચ્છ સરસ તંડુલોથી આઠ આઠ મંગળ દ્રવ્યો આલેખ્યા. તે મંગળ દ્રવ્યોના નામો આ પ્રમાણે છે સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત , વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ અને દર્પણ, એ આઠ મંગળ દ્રવ્યોને આલેખીને તેમજ તેમની અંદર અકારાદિ વણને લખીને આ પ્રમાણે તેમનો ઉપચાર કર્યો પુષ્પોને પાંચે આંગળીઓથી પકડીને તે લિખિત વણદિકની ઉપર ચઢાવ્યાં તે પુષ્પો પાંચ વણના હતાં. એ પુષ્પોને તેણે ત્યાં આટલી બધી માત્રામાં ચઢાવ્યાં કે ત્યાં તેમની ઉંચાઈ જાનુના પ્રમાણ સુધી એટલેકે 28 અંગુલ પ્રમાણ થઈ ગઈ, ત્યાર બાદ ચન્દ્રકાંત મણિઓના હીરાના તેમજ વૈડૂર્યમણિઓના જેવા વિમળદડવાળા અથવા એ મણિઓથી નિર્મિત દંડવાળા તેમજ કાંચન અને મણિરત્નોથી જેમાં અનેક પ્રકારના ચિત્રોની રચના થઈ રહી વૈર્યમણિનિમિત. ધૂપદહન પાત્રને હાથમાં લઈને બહુજ સાવધાની પૂર્વક તેમજ આદરપૂર્વક તેણે ધૂપને તેમાં સળગાવ્યો. ચક્રરત્નની આશાતના ન થાય એ વિચારથી તે ધૂપ સળગાવીને પછી સાત-આઠ પગલાં ત્યાંથી દૂર ખસી ગયો. ત્યાંથી સાત-આઠ પગલાં પાછા ખસીને તેણે પોતાના ડાબા ઘૂંટણને ઉપર ઉઠાવ્યો. પાવતુ પ્રણામ કર્યા, પ્રણામ કરીને ત્યાર બાદ તે આયુધ શાળામાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા બેસવાની જગ્યા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો.. ત્યાં આવીને તે પૂર્વદિશા તરફ મુખ કરીને તે સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને તેણે અાદશ શ્રેણી...શ્રેણિના પ્રજાજનોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે અલિકામહોત્સવ ઉજવો તેમાં વિકેય વસ્તુ પર જે રાજ્ય કર લે છે. તેને માફ કરી દો. ગાય વગેરે ઉપર જે દર, રાજદેય દ્રવ્ય લેવામાં આવે છે તેને પણ માફ કરી દો. લભ્ય વસ્તુને ગ્રહણ કરવા માટે જે ભૂમિ વગેરેને ખેડવામાં આવે છે, તેને પણ આઠ દિવસ માટે બંધ કરી દો. તથા જેના ઉપર જે કંઈ પણ લેણ દેણ હોય તે પણ બંધ કરી છે અથવા તો આ મહોત્સવ થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો વેપાર વગેરે થાય નહિ એવી રાજાજ્ઞાની ઘોષણા કરી દરેક વિનીતાવાસીજન એ ઉત્સવમાં મુદિત મનવાળો થઈને કોશલદેશવાસીઓની સાથે સાથે અનેકવિધ ક્રીડાઓ કરે. આ પ્રમાણે અષ્ટાલિકા મહોત્સવથી એ આયુધ રત્નની સારી રીતે આરાધના કરવા માટે આયોજન કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞાપિત થએલા તે શ્રેણિ પ્રશ્રેણિ રૂપ પ્રજાજન હષથ અત્યાધિક આનંદિત થયા, સંતુષ્ટ થયા અને ભરત રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ સર્વે ભરત રાજા પાસેથી પાછા પોત-પોતાના સ્થાન પર આવી ગયા. પાછા, ફરીને તેમણે ભરતરાજાની આજ્ઞા મુજબ નગરીમાં અષ્ટાલિકા મહોત્સવ ઊજવ્યો. એ ઉત્સવને ઊજવાવી ને પછી જ્યાં તે ભરત રાજા હતો ત્યાં આવ્યા આપી કે હે રાજા મહોત્સવ ઊજવવાની જેવી આજ્ઞા આપશ્રીએ આપી હતી તે મુજબ અમે તે મહોત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org