Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 13 જબુતીવપનત્તિ-૩૦ પવિત્ર માલાઓથી ને મંડનકારી કુંકુમ આદિ વિલેપનોથી તે યુક્ત કરવામાં આવ્યા. મણિ અને સુવર્ણ નિર્મિત આભૂષણો તેને પહેરાવ્યાં. આભૂષણોમાં હાર-અઢાર સેરનો હાર નવ સેરનો અદ્ધહાર અને ત્રિસરિક હાર એ બધા તેને યથા સ્થાન પહેરાવવામાં આવ્યા. તેથી તેની શોભા ચાર ગણી વધી ગઈ. કંઠાભરણો પહેરાવવામાં આવ્યા, આંગળીઓમાં મુદ્રિકાઓ પહેરાવી તેમજ સુકુમાર મસ્તકાદિ ઉપર શોભા સંપન વાળોના આભરણ રૂપ પુષ્પાદિકો ધારણ કરાવ્યાં. અનેક મણિઓથી નિર્મિત કટક અને ત્રુટિત તેની ભુજાઓમાં પહેરાવ્યા. આ પ્રમાણે સજાવટથી તેની શોભી ઘણી વધી ગઈ. તેનું મુખમંડળ કુંડલોની મનોહર કાંતિથી પ્રકાશિત થઈ ગયું. મુગુટની ઝળહળતી દીપ્તિથી તેમનું મસ્તક ચમકવા લાગ્યું. હારથી આચ્છાદિત થયેલું તેનું વક્ષસ્થળ દર્શકો માટે આનંદ પ્રદ બની ગયું. જે મુદ્રિકાઓ અંગુઠીઓ તેની આંગળીઓમાં પહેરાવામાં આવી હતી તેથી બધી આંગળીઓ પીતવર્ણવાળી દેખાતી હતી. આ પ્રમાણે તે નરેન્દ્ર મુગુટ વગેરેથી અલંકૃત થયો અને વસ્ત્રાભરણાદિકોથી. ભૂષિત થયો તે કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. તેને જોતાં જ લોકો “જય થાઓ, જય થાઓ’ આ પ્રમાણે માંગલિક શબ્દોના ઉચ્ચારણો કરવા લાગ્યા. અનેક ગણનાયકોથી, અનેક દંડ નાયકોથી યાવતુ અનેક ઈશ્વરોથી, યુવરાજથી અથવા અણિમાદિ રૂપ એશ્વ યથી યુક્ત ધની પુરુષોથી, અનેક તલવારોથી પરિતુષ્ટ થયેલા નૃપ વડે પ્રદત્ત પટ્ટબધ થી વિભૂષિત થયેલા જા જેવા પૂરપોથી, યાવત રાજાદેશ નિવેદકોથી તેમજ અનેક સંધિપાલોથી રાજ્યસંધિરક્ષકોથી વીંટળાયેલો તેનૃપતિ મજ્જન ગૃહ થી બહાર આવ્યો. તે સમયે તે જોવામાં એવો પ્રિય લાગતો હતો કે જેવો ધવલ મહોમેઘથી નિર્ગતું ચન્દ્ર જોવામાં પ્રિય લાગે છે. મજ્જનગૃહમાંથી નીકળીને તે જ્યાં તેમની આયુધશાળા હતી, અને તેમાં પણ જ્યાં ચક્રરત્ન હતું. તે તરફ તે ભરત રાજા ચાલવા લાગ્યો તે સમયે અનેક ઈશ્વર આદિ તલવરોથી માંડીને સંધિપાલ સુધીના સર્વ મનુષ્યો તે ભરત રાજાની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. એ મનુષ્યોમાંથી કેટલાક મનુષ્યોના હાથોમાં પડ્યો. હતાં. કેટલાક મનુષ્યોના હાથોમાં ઉત્પલ હતાં. એ સર્વે સામન્ત નૃપોની પાછળ આ પ્રમાણે અઢાર દેશની દાસીઓ ચાલવા લાગી. એ દાસીઓમાંથી કેટલીક દાસીઓના હાથોમાં મંગળ કળશો હતા, કેટલીક દાસીઓના હાથોમાં ક્લની નાની છાબડીઓ હતી. અને તેમાં અનેક જાતના પુષ્પો હતા. કેટલીક ઘસીઓના હાથમાં, શૃંગારકો હતા, કેટ લીક દાસીઓના હાથોમાં-આદર્શ હતાં. યાવતુ કેટલીક ઘસીઓ એવી હતી કે જેમના હાથોમાં આબદ્ધ મયૂર પિચ્છોની પોટલીઓ હતી. કેટલીક દાસીઓના હાથોમાં તાલ વત્રો-પંખાઓ હતા. અને કેટલીક દાસીઓના હાથમાં ધૂપ મૂકવાની કડછીઓ હતી. એ સર્વે દાસ પણ ભરત રાજાની પાછળ પાછળ ચાલી રહી હતી. આ જાતના ઠાઠમાઠથી ચાલતો તે ભરત રાજા જ્યાં આયુધ શાળા હતી, ત્યાં ગયો. તે સમયે તે ભરત રાજા સર્વ અલંકારોથી વિભૂષિત હતો. એથી તે સંપૂર્ણ દીપ્તિથી પ્રકાશિત થઈ રહ્યો હતો. સંપૂર્ણ સૈન્ય તેની સાથે-સાથે ચાલી રહ્યું હતું તેનો સમગ્ર પરિવાર તેની સાથે સાથે ચાલતો હતો. તેના હૃદયમાં ચક્રરત્ન પ્રત્યે અતીવ ભકિત તેમજ બહુમાન ઉત્પન્ન થયાં. આ પ્રમાણે તે ભરત રાજા પોતાની સમસ્ત રાજ્ય વિભૂતિની સાથે આયુધશાળા તરફ જઈ રહ્યો હતો. ત્યાં પહોંચીને તેણે તે ચક્રરત્નને જોઈને પ્રણામ કર્યા. કેમકે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org