Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 134 બુદ્ધીવપનતિ- 355 શુભ પુદ્ગલોપચય જન્ય ધાતુ વિશેષ, સંહનન તનુ શરીર, ધારણા શક્તિ-મેધા બુદ્ધિસંસ્થાન શીલ પ્રકૃતિ એ સર્વે તત્કાલવત મનુષ્યોની અપેક્ષા શ્લાઘનીય હોય છે. ગૌરવ- શરીર શોભા અને ગતિ એ સર્વે એમાં અસાધારણ હોય છે. શ્રેષ્ઠ વક્તા હોય છે. આયુ, બળ અને વીર્યથી એ યુક્ત હોય છે. ઉપહત-વીર્યવાળો થતો નથી વજઋષભ, નારાચ સંતાનવાળો દેહ હોય છે. એમની હથેળીઓમાં અને પગના તળીયામાં એક હજાર પ્રશસ્ત તેમજ વિભક્ત રૂપમાં રહેલા સુલક્ષણો હોય છે. એમનું વક્ષસ્થળ વિપુલ હોય છે. અને તે ઉર્ધ્વમુખવાળા તેમજ નવનીત પિંડાદિના જેમ મૃદુતાવાળા અને દક્ષિણા વર્તવાળા એવા પ્રશસ્ત હોય છે. તે કાળમાં એવાબુંદર આકારવાળો દેહ કોઇનેય હોતો નથી. એમના શરીરની કાંતિ તરણ રવિથી નીકળતાં સૂર્યના કિરણોથી વિકસિત કમલના ગર્ભના વર્ણ જેવી હોય છે. એમનો જે ગુદાભાગ હોય છે. તે ઘોડાના ગુદાભાગની જેમ પરિષથી અલિપ્ત રહે છે. એમના શરીરની ગંધ પધ, ઉત્પલ, આદિ મુજબ કસ્તુ રીની જેવી ગંધ હોય છે, તેવી હોય છે. અધિક પ્રશસ્ત પાર્થિવગુણોથી એઓ સંપન હોય છે. એમનો માતૃપિતૃપક્ષ જગતમાં વિખ્યાત હોય છે. એથી એઓ પોતાના કલેકહીન કુલ રૂપ ગગનમંડળમાં મૃદુસ્વભાવને લીધે પૂર્ણ ચન્દ્ર મંડળની જેમ નેત્ર અને મનને આનંદ આપનાર હોય છે. નિર્ભય હોય છે, ક્ષીરસમુદ્ર વગેરેની જેમ એઓ ચિત્તારૂપ કલ્લોલોથી વર્જિત રહે છે. કુબેરની જેમ એઓ ભોગોના સમુદાયમાં પોતાના વિદ્યમાન દ્રવ્યોને ખર્ચ કરતા હોય છે. રણાંગણમાં એઓ અપરાજિત હોય છે. તેમનું રૂપ શક્ર જેવું અતીવ સુંદર હોય છે. આવો ભરત ચક્રવર્તી એ ભરતક્ષેત્રનું શાસન કરે છે. તે સમયે એમને કોઈ પણ શત્રુ પ્રતિપક્ષી રહેતો નથી. એથી હે ગૌતમ! આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. પિડ- તે ભારતની કોઈ એક સમયે જ્યારે માંડલિકત્વ પદ પર સમાસન રહેતાં એક હજાર વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે શસ્ત્રગારશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. જ્યારે આયુધ શાળાના રક્ષક ભરતની આયુધ શાળામાં દિવ્ય ચરિત્ન ઉત્પન્ન થયેલું જોયું તો જોઈને તે હૃષ્ટ-તુષ્ટ અત્યંત તુષ્ટ થયો અને ચિત્તમાં આનંદિત થયો. મેં અપૂર્વ વસ્તુ જ જોઈ છે. એ વિચારથી વિસ્મિત પણ થયો તે પરમ સૌમનશ્ચિત થયો- અને પછી તે જ્યાં તે દિવ્ય ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે ત્રણ વાર પ્રદક્ષિણા કરી ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પછી તેણે કરતલ યાવતુ કરીને ચક્રરત્નને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તે આયુધ શાળામાંથી બહાર નીકળ્યો જ્યાં બહાર ઉપસ્થાન શાળા હતી અને તેમાં જ્યાં ભરત રાજા બેઠા હતા. ત્યાં ગયો. ત્યાં જઈને જયવિજય શબ્દો ઉચ્ચારતા તેણે તેમને વિધામણી આપી. હે દેવાનુપ્રિય ! તમારી આયુધશાળામાં આજે દિવ્ય ચક્રરત્ન ઉત્પન થયું છે. તો હે દેવાનુપ્રિય! હું તમારી પાસે એ ઈષ્ટ અર્થ વિષે નિવેદન કરવા આવ્યો છું. મારા વડે નિવેદિત એ અર્થ તમને પ્રિય થાઓ. આ પ્રમાણે તે આયુધશાળાના માણસ ના વચન સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તે ભરત રાજા હૃષ્ટ યાવત સૌમન સ્થિત થયો. તેના બન્ને સુંદર નેત્રો અને મુખ શ્રેષ્ઠ કમળની જેમ વિકસિત થઇ ગયાં ચક્ર રત્નની ઉત્પત્તિજનિત અત્યંત સંભ્રમના વંશથી હાથોના શ્રેષ્ઠ કટક, ત્રુટિક-બાહુરક્ષક, મુકુટ અને કુંડળો ચંચળ થઈ ગયા. વક્ષસ્થળ-સ્થિર હાર હાલવા લાગ્યો. ગળામાં લટકતી લાંબી-લાંબી પુષ્પ માળાઓ ચંચળ થઈ ગઈ એકદમ ઉતાવળથી પોતાના કાર્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org