Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 138 જબલીવપનત્તિ-૩/૧ ઊજવ્યો છે. [61] ત્યાર બાદ તે ચક્રરત્ન જ્યારે અષ્ટાલિકા મહોત્સવ સારી રીતે સમ્પન થઈ ચૂક્યો આયુધ ગૃહશાળાથી નીકળ્યું નીકળીને તે અંતરીક્ષ આકાશમાં અદ્ધર ચાલવા લાગ્યું તે એક હજાર યક્ષો-દેવોથી પરિવૃત્ત હતું. તે વખતે અંબર તળ દિવ્ય વાજાઓના નિનાદ અને પ્રતિનિનાદોથી ગુક્તિ થઈ રહ્યું હતું આ પ્રમાણે આકાશમાં અદ્ધર ચાલતું તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની ઠીક વચ્ચે થઈને પસાર થયું. પાર થઈને તે ગંગા મહાનની દક્ષિણ દિશા તરફના કિનારાથી પસાર થતું પૂર્વ દિશા તરફના માગધ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ભરત. રાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણ દિશાના તટથી પૂર્વ દિશાના તરફ વર્તમાન માગધ તીર્થ તરફ જતું જોયું તો જોઈને તે હૃષ્ટ અને તુષ્ટ થયો. ચિત્તમાં આનંતિ તેમજ પરમ સૌમનસિત થઈને, હષવિષ્ટ થઈને. કૌટુંબિક પુરુષોને બોલાવ્યાં બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા શીધ્ર અભિષેક યોગ્ય પ્રધાન હાથીને સુસજ્જ કરો. તેમજ હય-ગજ-રથ-પ્રવર યોદ્ધા ઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જ કરો. ભરત રાજા વડે આ પ્રમાણે અજ્ઞાત થયેલા તે કૌટુંબિક જનો હૃષ્ટ-તુષ્ટ થયા અને ચિત્તમાં આનંદિત થયા અને રાજા ભરતે જે પ્રમાણે કરવાનો તેમને આદેશ આપ્યો હતો. તે બધું સમ્પન્ન કરીને તેમણે નિવેદન કર્યું પછી ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું, ત્યાં જઈને તે મજ્જન ગૃહમાં પ્રવિષ્ટ થયા. પ્રવિષ્ટ થઈને તે જેની બારીઓ મુક્તાફળોથી ખચિત છે અને એથી જ જે અતીવ મનોરમ લાગે છે તેમજ વાવતુ પદાનુસાર જે વિચિત્ર મણિરત્નોની ભૂમિવાનું છે એવા. મંડપમાં મૂકેલા નાના મણિઓથી ખચિત સ્નાન પીઠ ઉપર સુખપૂર્વક બેસી ગયો. ત્યાં તે રાજાને સારી રીતે સ્નાન કરાવામાં આવ્યું. સ્નાન કરાવ્યા બાદ તે ભરત રાજા ધવસ મહામેઘ-સ્વચ્છ શરતુ કાલીન મેઘથી નિર્ગત શશી-ચંદ્રની જેમ તે મજ્જનગૃહમાંથી બહાર નીકળ્યા. તે સમયે તેએ જોવામાં અતીવ સોહામણા લાગતા હતા. તે ભરત રાજા કે જેમની કિર્તિ હય-ગજ રથ-શ્રેષ્ઠ વાહન અને યોદ્ધાઓના વિસ્તૃત વૃન્દથી વ્યાપ્ત સેના સાથે વિખ્યાત છે તે જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી અને તેમાં પણ જ્યાં અભિષેક યોગ્ય હરિત્ન હતું. ત્યાં આવ્યાં ત્યાં આવીને તે નરપતિ અંજન ગિરિનાં કટક-ભાગ-જેવા ગજપતિ ઉપર સમારૂઢ થઈ ગયા. તે ભારતાધિપતિ નરેન્દ્ર કે જેમનું વક્ષસ્થળ હારથી વ્યાપ્ત થઈ રહ્યું છે, એથી જે બહુ જ સોહામણું લાગી રહ્યું છે, મુખમંડળ જેમના બન્ને કર્ણના કુંડળોથી ઉદ્યોતિત થઈ રહ્યું છે, મુકુટથી જેમનું મસ્તક ચમકી રહ્યું છે, શૂરવીર હોવાથી જે મનુષ્યોમાં સિંહવત પ્રતીત થઈ રહ્યા છે, સ્વામી હોવાથી જે નર સમાજ માટે પ્રતિ-પાલક રૂપ છે. પરમ ઐશ્વર્યના યોગથી જે મનુષ્યોમાં ઈન્દ્ર તુલ્ય ગણાય છે, સ્વકૃત કૃત્યના સમ્પાદક હોવાથી જે નર-વૃષભ તરીકે પ્રખ્યાત છે, વ્યન્તરાદિક દેવોના ઈન્દ્રોની વચ્ચે જે મુખ્ય જેવા છે. અત્યધિક રાજ તેજની લક્ષ્મીથી જે તેજસ્વી થઈ રહ્યા છે. બદ્ધિજનો વડે ઉચ્ચારિત સહસ્ત્રાધિક મંગળ વાચક શબ્દોથી જે સંસ્તુત થઈ રહ્યા છે, તેમજ 'તમારી જય થાઓ, જય થાઓ’ આ પ્રમાણે જેમના દર્શન થતાં જ જે લોકો વડે મંગળ શબ્દોથી પુરસ્કૃત થઈ રહ્યા છે પોતાના પટ્ટા હાથી ઉપર બેઠાલા જ્યા તે માગધતીર્થ હતું, ત્યાં આવ્યા તે સમયે તેમની ઉપર સકોરટ- માળાથી યુક્ત છત્ર છત્રધારીઓએ તાણી રાખ્યું હતું. એની ઉપર ચામર ઢોળનારાઓ વારંવાર શ્વેત-શ્રેષ્ઠ ચામર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org