Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૩ 135 સિદ્ધિમાં ચંચળ જેવો થઈને તે ભરત રાજા સિંહાસન ઉપરથી ઊભો થયો. પાદપીઠ ઉપર પગ મૂકીને નીચે ઉતર્યો. પહેરેલી પાદુકાઓ ઉતારી નાખી. ઉત્તરસંગ ધારણ કર્યું પછી તેણે પોતાના બંને હાથોને કુહૂમલાકારે કરીને અને ચક્રરત્ન તરફ ઉન્મુખ થઈને તે સાત-આઠ ડગલા આગળ વધ્યો તેણે પોતાની ડાબી જાનુ ને ઊંચે કરીને પછી તેણે પોતાની જમણી બાજુ ને પૃથ્વી પર મૂકી અને કરતલ પરિગ્રહીતવાળી, દશનખોને પર સ્પર જોડનારી એવી અંજલિ કરીને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરતાં ચક્રરત્નને વંદન ક્યાં. પછી તે ભરત રાજાએ તે આયુધ ગૃહિકાને પોતાના મુકુટ સિવાય ધારણ કરેલાં બધાં આભૂષણો ઉતારીને આપી દીધા અને ભવિષ્યમાં તેની આજિવિકા ચાલતી રહે તે પ્રમાણે વિપુલ પ્રમાણમાં પ્રીતિદાન આપ્યું તેનું વસ્ત્રાદિકે વડે સન્માન કર્યું બહુમાન કર્યું. પછી તેણે તેને વિસર્જિત કરી દીધો. પછી તે પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને સારી રીતે બેસી ગયો. ત્યાર બાદ તે ભરત રાજાએ પોતાના કૌટુમ્બિક માણસોને બોલાવ્યાં આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો! તમે સૌ શીધ્ર વિનીતા રાજધાની ને અંદર અને બહારથી એકદમ સ્વચ્છ કરો, સુગંધિત પાણીથી સિંચિત કરો, સાવરણીથી કચરો સાફ કરો, જેથી રાજમાર્ગો અને અવાન્તરમાર્ગે સારી રીતે સ્વચ્છ થઈ જાએ. દર્શકોને બેસવા માટે પંચોની ઉપર મંચોને સુસજજીત કરો. અનેક જાતના રંગોથી રંગાએલા વસ્ત્રોની ધ્વજા ઓથી જેની અંદર સિંહ, ગરૂડ વગેરેના ચિલો હોય તેમજ અતિ પતાકાઓથી- લાંબી પતાકાઓથી-વિનીતા નગરીને મંડિત કરો. જેમની નીચેની ભૂમિ છાણ વગેરેથી લિપ્ત હોય અને ચૂનાની કલાઈથી જેમની દીવાલો લીધેલી હોય એવા પ્રાસાદિકોવાળી તે નગ રીને બનાવીને શોભા નિમિત્ત દરેક દ્વાર પર એવા કળશો મૂકો કે જેઓ ગોશીષ ચન્દન, અને રક્ત ચંદનથી ઉપલિપ્ત હોય. દરેક દ્વાર પર ચંદનના કળશોને તોરણના આકારમાં સ્થાપિત કરો. તમે સૌ મળીને એ કામ જાતે કરો તથા બીજાઓ પાસેથી પણ કરાવો. આ પ્રમાણે પોતાના અધિપતિ ભરત રાજા દ્વારા આજ્ઞાપિત થયેલા તે કૌટુમ્બિક પુરૂષો બહુજ પ્રમુદિત પોતાના સ્વામીએ આપેલી આજ્ઞા સવિનય સ્વીકારી. પછી તેમણે ભારત રાજાએ જે રીતે આદેશ આપેલો તે મુજબ વિનીતા રાજધાનીને સારી રીતે સુસજ્જ કરીને અને કરાવીને તેમજ કામ સંપૂર્ણ થવાની ખબર ભરત મહારાજ પાસે પહોંચાડી તે ભરત મહારાજ સ્નાનશાળા તરફ ગયા. ત્યાં જઈને તેઓ તે સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થયા. પ્રવિષ્ટ થઈને તે મુક્તાજાલથી વ્યાપ્ત ગવાક્ષોવાળા તેમજ અનેક મણિઓ અને રત્નોથી ખચિત કૃદ્ધિમતલવાળા મંડપમાં મૂકેલા સ્નાન પીઠ પર કે જે અનેક પ્રકારના મણિઓ અને રત્નો દ્વારા કુતચિત્રોથી વિચિત્ર છે. આનંદ પૂર્વક વિરાજમાન થઈ ગયા. ત્યાં તેમણે શુભોદકથી-તીર્થોદકથી શીતલ પાણીથી, ગન્ધોદકોથી ચન્દનાદિ મિશ્રિત પાણીથી, પુષ્પાદકોથી પુષ્પસુવાસિત પાણીથી અને શુદ્ધોદકથી સ્વચ્છ પવિત્રજલથી પૂર્ણ કલ્યાણ કારી પ્રવર મજ્જનવિધિપૂર્વક અન્તઃપુરની વૃદ્ધાસ્ત્રીઓએ સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરવાના અવસરમાં કૌતૂહલિક જનોએ અનેક પ્રકારના કૌતુકોબતાવ્યા.જ્યારે કલ્યાણકરક સુન્દર શ્રેષ્ઠ-સ્નાનક્રિયા પૂરી થઈ ચૂકી ત્યારે તેમનો દેહ પલ્મમલ રૂવાવાળા સુકુમાર સુગંધિત ટુવાલથી લુછવામાં આવ્યો અને ત્યાર બાદ ગોશીષ ચન્દનનો લેપ કરવામાં આવ્યો. ત્યાર બાદ મલ બહુમૂલ્ય દૂષ્યરત્ન પ્રધાન વસ્ત્રો તેને પહેરાવ્યા, શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org