Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વકુબારો-ર 133 કે ઉત્સર્પિણીના ૨૪મા તીર્થંકરનો અભિશાપ પ્રાપ્ત કરીને અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલ પ્રથમ તીર્થંકરના જેવો જ અભિલાપ કહેવો જોઇએ. કારણ કે એઓ બન્નેમાં ઘણું કરીને સમાનશીલતા છે, ઉત્સર્પિણી સંબંધી સુષમ દુષમના પ્રથમત્રિભાગમાં એ 15 કુલકર ઉત્પન્ન થશે. જેમ કે સુમતિ યાવતુ નાભિ તથા એ 15 કુલકરીમાંથી 5, 5 કલકરો વડે જે-જે દંડનીતિ ચાલુ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. ધીમે-ધીમે જેમ-જેમ કાળ વ્યતીત થતો જશે તેમ તેમ સર્વ મનુષ્યો અહમિન્દ્રત્વને પ્રાપ્ત કરતા જશે, એમાં સવન્તિમ કુલકર થશે, એ કાળમાં અંતિમ તીર્થંકર ભદ્રકૃત નામે થશે. અવસર્પિણી કાળના એ આરામાં જેમ 24 તીર્થકરોથયાથી અહીં તેમજ 24 તીર્થકરો અહીં પણ થશે. એ આ કાળમાં 89 પક્ષ પ્રમાણ જ્યારે આ કાળ વ્યતીત થઈ જશે. ત્યારે થશે. આમ આગમનું વચન છે. અવસર્પિણી કાળમાં જે પ્રથમ તીર્થંકર છે, તેના સ્થાને ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થંકર હોય છે. ઉત્સર્પિણીના એ ચતુર્થ આરકમાં પ્રથમ - ત્રિભાગમાં રાજધર્મ યાવતું ગુણધર્મ, પાખંડધર્મ નાશ પામશે. એ આરકના મધ્યમ અને પશ્ચિમ ભાગની વક્તવ્યતા અવસર્પિણીના ચતુર્થઆરકના પ્રથમ અને મધ્યમના ત્રિભાગ જેવી છે. સુષમા અને સુષમા સુષમા કાળની વક્તવ્યતા જે પ્રમાણે અવસર્પિણી કાળની પ્રરૂપણા કરતાં કહેવામાં આવી છે. તેવી જ છે. વકબારો-૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વફખારી-૩) પિ૪] હે ભદન્ત ! આ ભરતક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર એ રીતે શા કારણથી પ્રસિદ્ધ થયું છે ? હે ગૌતમ ! ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતના દક્ષિણભાગથી 114-1119 યોજનાના અંતરાલથી તેમજ દક્ષિણ લવણ સમુદ્રના ઉત્તરભાગમાં 114-11119 યોજનના અંતરાલથી ગંગા મહાનદીની પશ્ચિમ દિશામાં સિંધુ નદીની પૂર્વ દિશામાં અને દક્ષિણાઈ ભરતના મધ્યતૃતીય ભાગના બહુ મધ્યપ્રદેશ ભાગમાં વિનીતા નામક એક રાજધાની કહેવામાં આવેલ છે. પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળી છે. આ પ્રમાણે એની લંબાઈ 12 યોજન જેટલી છે. અને નવ યોજન જેટલી એની પહોળાઈ છે. ઉત્તર દિશાના અધિપતિ કુબેરે એની રચના કરી છે. સ્વર્ણમય પ્રાકારથી એ યુક્ત છે. પાંચ વર્ણવાળા અનેક મણિઓથી એના કાંગરાઓ બનેલા છે. જોવામાં એ ખૂબ જ સુંદર લાગે છે. અહીં રહેનારા સર્વદા પ્રસન્નચિત્ત રહે છે પ્રમાદિત્ત અને પ્રતીડિત રહે છે, જોનારાઓ માટે એ નગરી સાક્ષાત દેવલોક જેવી લાગે છે, એ નગરી વિભવ, ભવન આદિ વડે સમૃદ્ધિ સમ્પન્ન થઈ યાવત એ નગરી પ્રતિ રૂપ છે, પિપ) તે વિનીતા નામક રાજધાનીમાં ભરત નામે એક ચતુરન્ત ચક્રવતી રાજા ઉત્પન્ન થયો. એ ચાતુરન્ત ચક્રવર્તી ભરત રાજા હિમવાનું પર્વતના, મલય પર્વતન, મંદર પર્વતના અને મહેન્દ્ર પર્વતનાં જેવું વિશિષ્ટ અન્તર્બળ ધરાવતો હતો તે વિનીતા નગરીમાં અસંખ્ય કાળ પછી જેની વડે આ ક્ષેત્રનું નામ ભરત આ નામે પ્રખ્યાત થયું, એવો તે ભરત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. એ ભરત ચક્રવર્તી યશસ્વી –કીર્તિ સંપન્ન હોય છે, શ્રેષ્ઠ હોય છે તેમજ અભિજાત કુલીન હોય છે. કેમકે એમાં સત્ત્વ-સાહસ વીર્યપરાક્રમ એ સર્વે ગુણ હોય છે અન્ય રાજાઓની અપેક્ષા એનો વણદહકાંતિ, સ્વર-સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org