Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વબારોર 131 પર્યાયોથી, અનંત ગુણ વૃદ્ધિયુક્ત થતો આ દુષમ દુષ્યમાં નામનો કાળ પ્રારંભ થશે. હે ભદન્ત ! આ ઉત્સર્પિણી કાળના પ્રથમ આરામાં ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ થશે. પ્રભુ કહે છે- એ કાળ એવો થશે કે જેવો અવસર્પિણી કાળના વર્ણનમાં છઠ્ઠા આરાનું વર્ણન તેવું જ વર્ણન આ પ્રસંગે અહીં પણ જાણી લેવું જોઈએ. જ્યારે ઉત્સર્પિણીનો આ દુષમ દુષ્ણમા નામનો પ્રથમકાળ કે જે 21 હજાર વર્ષ જેટલો છે. સમાપ્ત થઈ જશે ત્યારે ત્યારે ધીમે ધીમે કાળના પ્રભાવથી અનંત શુક્લાદિ વર્ણ પયયિોથી યાવતુઅનંત રસ આદિ પૂર્વોક્ત પયિોથી અનંત ગુણ પરિવદ્ધિત, થતો બીજો દુષ્યમા નામક આરાનો પ્રારંભ થશે. [51] આ ઉત્સર્પિણીના દ્વિતીય આરક રૂપ દુષમકાળમાં-આ. કાળના પ્રથમ સમયમાં પુષ્કલ સંવર્તક નામક મહામેઘ, પ્રકટ થશે. આ પુષ્કલસંવર્તક મહામેઘનું પ્રમાણ ભરતક્ષેત્રના પ્રમાણ જેટલું થશે. તેમજ ભરતક્ષેત્રનો જેટલો વિખંભ અને સ્થૌલ્ય છે તેટલા જ પ્રમાણ જેટલો આનો વિખંભ અને સ્થૌલ્ય થશે. ત્યાર બાદ તે પુષ્કલ સંવર્તક પર્જન્યાદિ ત્રણ મેઘોની અપેક્ષાએ વિશાલતાવાળો મહામેઘ અતીવ શીઘ્રતાથી ગર્જના કરશે. ગર્જના કરીને પછી તે શીધ્ર વિદ્યુતોથી યુક્ત થશે પછી તે મહામેઘ યૂકા પ્રમાણ, મૂસલ પ્રમાણ તથા મુષ્ટિ પ્રમાણ જેવી ધારાઓથી સાત દિવસ સુધી કે જેમાં સામાન્ય રૂપથી મેઘનો અભાવ રહેશે વર્ષા કરતો રહેશે આ મેઘ ભરતક્ષેત્રના ભૂમીપ્રદેશને કે જે અંગાર જેવો તેમજ તુષાગ્નિ જેવો થઈ રહ્યો છે અને ભસ્મીભૂત થઈ ચૂક્યો હતો તેને સપૂર્ણતઃ શાન્ત કરશે. શીતલ કરશે. સાત દિવસ-રાત્રિ સુધી સતત વરસશે ત્યાર બાદ અહીં ક્ષીરમેઘ નામક મહમેઘ પ્રકટ થશે એની લંબાઈ પણ ભરતક્ષેત્રના પ્રમાણ જેટલી થશે અને ભરતક્ષેત્ર પ્રમાણે જ એનો વિખંભ અને બાહલ્ય થશે. તે ક્ષીર નામનો મહામેઘ બહુ જ શીઘ ગર્જના કરશે. વીજળીઓ ચમકાવશે સાત દિવસ-રાત્રિ સુધી વષ કરતો રહેશે. એથી તે ક્ષીરમેઘ ભરતક્ષેત્રની ભૂમિના વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શને શુભ બનાવી દેશે ત્યારબાદ અહીં ધૃતમેઘ નામક મહામેઘ પ્રકટ થશે. આ મેઘ પણ ભરતક્ષેત્ર પ્રમાણ જેટલી ચોડાઈ વાળો અને વિશાળ હશે. પ્રકટ થવાબાદ તે ધૃતમેઘ ગર્જના કરશે. યાવતું વર્ષા કરશે. આથી ભરતક્ષેત્રની ભૂમિમાં નેહભાવ- નિગ્ધતા થઈ જશે. ત્યારબાદ અહીં અમૃત મેઘ નામક મહામેઘ પ્રકટ થશે. આ મેઘ લંબાઈ પહો બાઈ અને સ્કૂલતામાં ભરતક્ષેત્ર જેટલી લંબાઈ, પહોળાઈ અને સ્થૂલવાળો થશે. આ પણ સાત દિવસ અને રાત સુધી અમૃતની વર્ષા કરશે. આ મેઘ ભરત ક્ષેત્રમાં વૃક્ષોને, ગુચ્છોને, સ્કંધરહિત વનસ્પતિ વિશેષોને લતાઓને, વલ્લિઓને અશીરાદિક તૃણોને. પર્વજ ઈક્ષ આદિ કોને અંકુરોને ઈત્યાદિ બાદરવનસ્પતિકાયિકોને ઉત્પન્ન કરશે. અહીં એક બીજો મહામેઘ પ્રકટ થશે.જેનું નામ રસમેઘ હશે. આ રસમેઘ પણ લંબાઈ, પહોળાઈ અને પૂલતામાં ભરતક્ષેત્રના પ્રમાણ જેટલો હશે. સાત દિવસ અને રાત સુધી સતત વર્ષતો રહેશે. એ રસમેઘ અનેકવૃક્ષોમાં,ગુચ્છોમાં,ગુલ્મોમાં,લતાઓમાં,અને અંકુરાદિ કોમાં તિક્ત, કટક, કષાયલા, આડુ અને મધુર એ પાંચ પ્રકારના રસવિશેષો ને ઉત્પન્ન કરશે. ત્યાર બાદ જેમાં વૃક્ષથી માંડીને હરિત ઔષધી સુધી વનસ્પતિઓ ઉત્પન થઈ ચુકી છે એવું ભરતક્ષેત્ર વર્ષ થઈ જશે તેમજ પરિપુષ્ટ વલ્કલો પાંદડાઓ, કિસલયો. અંકુર, વ્રીહિ વગેરેના, બીજોના અગ્રભાગોપુષ્પો અને ફૂલ વિગેરેથી વ્યાપ્ત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org