Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 130 જંબુદ્વીપનત્તિ-૨૪૯ બહુ જ વધારે પ્રમાણમાં થશે શુભકમથી એઓ રહિત હશે એઓ પ્રાયઃ ધર્મ, શ્રદ્ધા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ હશે, એમના શરીરની ઉંચાઈ ઉત્કૃષ્ટથી 24 અંગુલ પ્રમાણે એક હાથ જેટલી હશે એમની ઉત્કૃષ્ટ આયુ 16 વર્ષથી માંડીને 20 વર્ષ સુધી હશે અનેક પુત્ર અને પૌત્રરૂપ પરિવારમાં પ્રચુર પ્રણય-સ્નેહથી એઓ યૌવનાવસ્થા સમ્પન્ન થઈ એઓ ગંગા અને સિંધુ તેમજ વૈતાદ્ય પર્વતના આધારે રહેલ. બિલવાસી મનુષ્યો હશે. એમનાથી ફરી ભવિષ્યન્ મનુષ્યોના કુટુંબોની સૃષ્ટિ થશે. દુષ્પમદુષમકાળમાં પદથી માંડીને આ અંતિમ વિશેષણ રૂપ પદ્ય સુધીના પદો વડે અમોએ છઠ્ઠા આરાના વખતના મનુષ્યોનું વર્ણન કર્યું છે. તે કાળમાં અને તે સમયમાં ગંગા અને સિધુ નામે બે નદીઓ હશે એ બન્ને નદીઓ રથના ગમન માર્ગનું સિન્ધ નામે બે નદીઓ હશે એ બને નદીઓ રથના ગમન માર્ગનું જેટલું પ્રમાણ હોય છે, તેટલા પ્રમાણ જેટલા વિસ્તારવાળી હશે, બને નદીઓમાં રથના ચન્દ્રન છિદ્ર તુલ્ય જેની અવગાહનાનું પ્રમાણ હશે, તેટલું પાણી વહેતું રહેશે. તેમાં પણ અનેક મલ્યો અને કચ્છપો રહેશે. એ પાણીમાં સમજાતીય અષ્કાયના જીવો નહિ થશે. બિલવાસી મનુષ્યો જ્યારે સૂર્યોદય થવાનો સમય થશે ત્યારે અને જ્યારે સૂર્યાસ્ત. થવાનો સમય હશે ત્યારે પોત-પોતાના બિલોમાંથી બહાર નીકળશે અને બિલોમાંથી વેગ પૂર્વક નીકળીને તેઓ મત્સ્યો અને કચ્છપોને પાણીમાંથી, પકડશે અને પકડીને એઓ તે મચ્છ કચ્છપોને રાત્રીશીતમાં અને દિવસમાં તડકામાં સૂકવશે. તેમનાથી પોતાની બુભક્ષા મટાડશે આ પ્રમાણે આ આરાની સ્થિતિ 21 હજાર વર્ષ જેટલી છે ત્યાં સુધી એઓ તેમ કરતા રહેશે. એ છઠ્ઠા આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોકે જેઓ શીલ વર્જિત દુરાચારી થશે મહાવ્રતોથી હીન થશે-અનુવ્રતો અને મૂળગુણોથી રહિત હશે. ઉત્તમ ગુણોથી રહિત હશે. કુલાદિ મયદા થી પરિવર્જિત હશે પૌરુષિ વગેરે નિયમો અને અષ્ટમી વગેરે પર્વ સંબંધી ઉપવાસોના આચરણથી રહિત થશે. પ્રાયઃ માંસાહારી થશે, તુચ્છ આહાર કરશે દુર્ગધ આહાર ભક્ષી થશે. કાળ માસમાં મરણ પ્રાપ્ત કરીને એઓ નરકગતિ અને તિર્યંચ ગતિમાં જશે અને ત્યાં જ ઉત્પન થશે. સર્વે પૂર્વોક્ત માંસાહારાદિ વિશેષણો વાળા સિંહ, વાઘ વગેરે પ્રાણીઓ ઘણું કરીને નરક ગતિ અથવા તો તિર્થગ્ગતિમાં મરણ પ્રાપ્ત કરીને જશે કાક વિશેષ, કંક વૃક્ષ ફોડ પક્ષી મદ્રક જલ કૌઆ અને શિખી-મયૂર એ જીવો પ્રાયઃ નરક અને તિર્ય) યોનિકોમાં વાવત જશે. અને ત્યાંજ ઉત્પન્ન થશે. પિ૦] તે અવસર્પિણીના અવયવ રૂપ દુષમાં નામક આરાની 21 હજાર વર્ષરૂપ સ્થિતિ જ્યારે સપૂર્ણ થઈ જશે એટલે કે 21 હજાર વર્ષનો પંચમકાળ નીકળી જશે ત્યારે આગળ આવનારા ઉત્સર્પિણી કાળમાં-શ્રાવણ માસની કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં પૂર્વ અવસર્પિણી કાળના અષાઢ માસની પૂર્ણિમા તિથિ રૂપ અંતિમ સમયની સમાપ્તિ થઈ જશે. બાલવ નામના કરણમાં ચન્દ્રની સાથે અભિજિતુ નક્ષત્રનો યોગ થશે ત્યારે ચતુર્દશ કાળોનો જે ઉઠ્ઠવસ કે નિઃશ્વાસ રૂપ પ્રથમ સમય છે તે સમયે અનંતવર્ણ પાયોથી, અનંત ગબ્ધ પર્યાયિોથી, અનંતરસ પર્યાયોથી અનંત સ્પર્શ પર્યાયોથી, અનંત સંહનન પયયોથી, અનંત સંસ્થાન પર્યાયોથી, અનંત ઉચ્ચત્વ પયયોથી અનંત આયુષ્ક પર્યાયોથી અનંત અગુરુલઘુ પયયોથી, અનંત ઉત્થાન, કર્મ, બળ-વીર્ય પુરૂષકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org