Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 128 જંબુલીવપન્નતિ- ર૪૭ તીર્થકરો, 12 ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો થયા. [48] તે કાલે જ્યારે 42 હજાર વર્ષ કમ એક કોટા કોટી સાગરોપમ પ્રમાણવાળો ચતુર્થ કાળ સમાપ્ત થયો ત્યારે ધીમે ધીમે અન્ત રહિત વર્ણપયયોના વાવતુ ગબ્ધ પયયોના અનંત બળવીય આ ભરતક્ષેત્રમાં દુષમાં નામના પાંચમાં કાળ નો પ્રારંભ થશે. હે ભદન્ત ! આ પંચમ કાળના સમયમાં ભરતક્ષેત્રના આકાર ભાવ પ્રત્યવતાર સ્વરૂપ-કેવું કહેવામાં આવેલ છે ? હે ગૌતમ તે સમયે આ ભરત ક્ષેત્રનો ભૂ-ભાગ એવો. અત્યંત સમતલ, રમણીય થશે જેવો કે વાધવિશેષ મુરજ નો, યાવતુ અનેક પ્રકારના પાંચ વર્સોવાળા કૃત્રિમ મણિઓ તેમજ અકૃત્રિમ મણિઓથી ઉપશોભિત થશે- તે કાળમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર ભાવપ્રત્યવતાર-સંહનન, સંસ્થાન શરીરનાં ઉંચાઈ વગેરે કેવા હશે? હે ગૌતમ ! તે કાળના મનુષ્યોના 6 પ્રકારના સંહનનો હશે. 6 પ્રકારના સંસ્થાનો હશે, વગેરે કંઈક વધારે એક સો વર્ષ જેટલું આયુષ્ય ધરાવનારા હશે, આટલું આયુષ્ય ભોગવીને કેટલાક મનુષ્યો નરકગામી થશે. યાવતુ કેટલાક તિર્યગતિગામી થશે, કેટલાક મનુષ્યગતિ ગામી થશે. કેટલાક દેવગતિગામી થશે તેમજ કેટલાક સિદ્ધપદને પ્રાપ્ત કરશે. કેવળ જ્ઞાનથી ચારચર લોકનું અવલોકન કરશે. સમસ્તકમથી રહિત થઈ જશે. સમસ્ત દુખોનો અન્ન કરશે. તે કાળમાં પાશ્ચાત્ય ત્રિભાગમાં અંશાત્રતયમાં-ગણધર્મ-સમુદાયધર્મ-નિજજ્ઞાતિધર્મ પાખંડધર્મ- શાક્યા દિધર્મ- નિગ્રહા નિગ્રહાદિરૂપ નૃપધર્મ, જાત તેજ-અગ્નિ, ધર્માચરણ-સંયમરૂપધર્મ અને ગચ્છ વ્યવહાર એ સર્વેછિન્ન-વિચ્છિન્ન થઈ જશે. અગ્નિ જ્યારે રહેશે નહીં ત્યારે અગ્નિ નિમિત્તિક જે રધુનાદિ વ્યવહાર છે, તે પણ સંપૂર્ણરૂપમાં છિન્ન-વિચ્છિન્ન થઈ જશે. હા કેટલાક જીવો ને સમ્યકત્વરૂપ ધર્મ થતો રહેશે. પણ બિલોમાં રહેનારાઓ માટે અતિ કિલષ્ટ હોવા બદલ ચારિત્ર હશે નહિ. [49] અવસર્પિણીનો દુષ્ણમાનામક પાંચમો આરક કે જે 21 હજાર વર્ષ જેટલો કહેવામાં આવેલ છે. જ્યારે વ્યતીત થઈ જશે અને કાલક્રમથી. જ્યારે અનંતવર્ણ પર્યાયો અનંત ગબ્ધપયિો, અનંતરૂપ પર્યાયો, અનંત સ્પર્શ પયયો અને યાવિત્પદ અનંત. સંસ્થાન પયયો, અનંત અગુરુલઘુ પયરયો અનંત ઉત્થાનકમ, બળવીર્ય, પરુષકાર પરા ક્રમ પયિો અનંત રૂપમાં ઘટિત થતા જશે. ત્યારે હે શ્રમણ આયુષ્માનું દુષ્પમ દુષમાં નામક છઠ્ઠો આરો પ્રારંભ થશે. એ કાળ એવો થશે કે એમાં દુઃખથી સંત્રસ્ત થયેલા લોકો હાહાકાર કરશે ભેરીની જેમ એ કાળ જનક્ષયનો હેતુભૂત હોવા બદલ ભીતરમાં શૂન્ય રહેશે. એ કોલાહલભૂત થશે એવો કઠોરમાં કઠોર હશે, ધૂલિથી માલન હશે. દુખથી સહ્ય હશે. વ્યાકુળતા ઉત્પન્ન કરે તેવો હશે, ભયપ્રદ હશે. આ વાયુનું નામ સંવર્તક વાયુ હશે. કેમ કે એ તૃણ-કાષ્ઠાદિકોને એક દેશમાંથી દેશાન્તરમાં પહોંચાડનાર હશે. એ દુષમ દુષમકાળમાં દિશાઓ સતત ધૂમ-જેવી પ્રતીત થશે અધિકમાત્રામાં ચન્દ્ર હિમવષા કરશે. સૂર્ય એટલી બધી માત્રમાં ઉષ્ણતાની વર્ષા કરશે કે તે અસહ્ય થઈ પડશે. ત્યાર બાદ હે ગૌતમ ! વારંવાર સ્વાદુરસ વર્જિત જલવર્ષે મેઘો-ખારમેઘોઅગ્નિમેઘો- વિધુત્મઘો- વિષમેઘો કુષ્ઠાદિક રોગરૂપ પરિણામોત્પાદકજલયુક્ત મેઘો. કે જેમનું પાણી. અરુચિરકારક થશે, એવી અરૂચિકારક જલવૃષ્ટિ કરનારા મેઘો, એવી વર્ષા કરશે કે જેમાં વૃષ્ટિધારા પ્રચંડ પવનના આઘાતોથી આમ તેમ વેરાઈ જશે. અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org