Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ જબુતીવપનરિ-૨૪૬ વિમનસ્ક અને નિરાનંદ બની ને આંસુઓથી ભરેલા નેત્રો વડે ભગવાન તીર્થકર કે જેઓએ જન્મ જરા અને મરણનો વિનાશ કરેલ છે તેમના શરીરને પાલખીમાં પધરાવ્યું તે ભવનપતિ દેવોથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ કે જેમણે જન્મ જરા અને મરણ ને સર્વથા વિનષ્ટ કરી દીધા છે એવા ગણધર અને અનગારોના શરીરોને શિબિકામાં આરોપિત કર્યા અને આરોપિત કરીને પછી તેમણે શરીરોને ચિતા મૂકી દીધાં બાદ દેવેન્દ્ર દેવરાજ શકે અગ્નિકુમાર દેવોને બોલાવ્યા હે દેવાનુપ્રિયો તમે તીર્થંકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં અને અનગારોની ચિતામાં અગ્નિને કરો, ત્યાર બાદ તે અગ્નિકુમાર દેવોએ ખેદ ખિન્ન ચિત્તવાળા થઈને અને અશ્વપૂર્ણ નેત્રવાળા થઈ ને તીર્થકરની ચિતામાં યાવતું ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકુવણા શક્તિથી ઉત્પત્તિ કરી તે દેવેન્દ્ર દેવરાજે વાયુકુમાર દેવોને બોલાવ્યા બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતું શેષ અનગારોની ચિતામવાયુકાયને વિકુર્વિત કરો અગ્નિકાયને પ્રદીપ્ત કરો તીર્થકરના શરીરને ધાવતુ ગણધરોના શરીરને તેમજ શેષ અનગારોના શરીરને અગ્નિસંયુક્ત કરો ત્યાર બાદ તે વાયુકુમાર દેવોએ વિમનસ્ક તેમજ આનંદ વિહીન થઈને તેમજ અશ્રુભીના નેત્રોથી જિનેન્દ્રની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા કરી. તેમજ તેને પ્રદીપ્ત તીર્થંકરના શરીરને યાવતુ ગણધરોના શરીરોને અનગારોના શરીરોને અગ્નિ સંયુક્ત કર્યો. આ પ્રમાણે અગ્નિની સાથે જિનાદિકના શરીરો જ્યારે સંયુક્ત થઈ ગયા ત્યારે તે શક સર્વ ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયો તમે એકદમ શીઘ્રતાથી તીર્થકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ શેષ અનગારીની ચિતામાં અગર, તુરૂષ્ક, ધૃત અને મધુને નાખવામાટે લાવો. ત્યારે તે ભવનપતિથી માંડીને વૈમા નિક સુધીના સમસ્ત દેવગણોએ તીર્થકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં નાખવા માટે અનેક કુંભ પ્રમાણ અને અનેક ભાર પ્રમાણ અગુરુ. તુરૂષ્ક, ધૃત અને મધુ લઈ આવ્યા. દેવેન્દ્ર દેવરાજ તે શક્રે મેઘકુમાર દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! આપ સર્વે શીધ્ર તીર્થકર ની ચિતા ને વાવતુ ગણધરોની ચિતાને તેમજ શેષ અનગારોની ચિતાને ક્ષીરસાગર માંથી લઈ આવેલા જલથી શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવોએ તીર્થકરની ચિતાને યાવતુ ગણધરોની ચિતાને અને અનગારોની ચિતાને ક્ષીર સાગરમાંથી લઈ આવેલા પાણી વડે શાંત કરી. ત્યાર બાદ તે દેવન્દ્ર દેવરાજે ભગવાનું તીર્થંકરની ઉપરિતન દક્ષિણ અસ્થિને લીધી દેવેન્દ્ર દેવરાજ ઇશાન ઈન્દ્ર ઉપરિતન વામભાગની અસ્થિને લીધા તેમજ અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અધસ્તન દક્ષિણ અસ્થિને-લીધી. વૈરીચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ અધસ્તન અસ્થિને-લીધી શેષ-શક્રાદિક સિવાયના ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ યથાયોગ્ય અવશિષ્ટ અંગોના અસ્થિઓને ઉઠાવ્યા એમાંથી કેટલાક દેવોએ જિનેન્દ્રની ભક્તિથી કેટલાંક દેવોએ આ જીતનામક કલ્પ છે આ અભિપ્રાયથી કેટલાક દેવોએ અમારી આ ફરજ છે, આ ખ્યાલથી તે અસ્થિઓને ઉઠાવ્યા. અસ્થિ ઓના ચયન બાદ દેવેન્દ્ર દેવરાજ શકે તે સમસ્ત ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને યથાયોગ્ય રૂપમાં આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સર્વરત્નનિર્મિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org