Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 132 જબુતીવપનત્તિ- 2/51 જેમાં ત્વક પત્રાદિકોનો ઉપભોગ અનાયાસ રૂપમાં થઈ શકશે એવું તે ભરતવર્ષ થશે. [પ૨] ભરતક્ષેત્રમાં સ્થિત થઈને તત્કાલીન તે મનુષ્યો ભરતક્ષેત્ર રૂઢ ગુચ્છો. વાળું પ્રરૂઢગુલ્મોવાળ, પ્રરૂઢ લતાઓ અને યાવત ઉપસ્થિત થયેલ ફલોવાળ એથી તે મનુષ્ય જોશે કે આ ક્ષેત્ર સુખોપભોગ્ય થઈ ચુક્યાં છે તો આ રીતે ખ્યાલ કરીને તેઓ પોતપોતાના બિલોમાંથી બહાર નીકળી આવશે અને બહાર નિકળીને પછી તેઓ બહુજ આનંદિત અને સંતુષ્ટ થયેલાં તેઓ પરસ્પર એક-બીજાની સાથે વિચાર વિનિમય કરશે હે દેવાનુપ્રિયો ભારતક્ષેત્ર યાવતું સુખોપભોગ્ય બની ગયું છે. આ પ્રમાણે નિશ્ચય કરીને તેઓ વ્યવસ્થા કરશે. પછી તે આ ભરત ક્ષેત્રમાં બહુ જ આનંદપૂર્વક બાધા રહિત થઈને વિવિધ પ્રકારની ક્રીડાઓ કરતાં પોતાના સમયને વ્યતીત કરશે [પ૩ હે ભદન્ત ઉત્સર્પિણી સંબંધી એ દુષ્પમા કાળમાં ભરત ક્ષેત્રના આકાર ભાવના પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું હશે? હે ગૌતમ ! એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરણીય થશે યાવતુ તે કૃત્રિમ અકૃત્રિમ મણિઓથી સુશોભિત થશે. તે મનુષ્યોને છ પ્રકારનું તો સંહનન થશે, છ પ્રકારનું સંસ્થાન થશે અને શરીરની ઊંચાઈ અનેક હસ્ત પ્રમાણ જેટલી હશે. એમની આયુષ્યનું પ્રમાણ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ કંઈક વધારે 100 વર્ષ જેટલું હશે. આયુષ્યની સમાપ્તિ પછી નરક ગતિમાં યાવત તિર્યગ ગતિ અને દેવગતિમાં જશે પણ સિદ્ધગતિ કોઈ મેળવી શકશે નહિ. તે ઉત્સર્પિણીમાં 21 હજાર વર્ષ પ્રમાણવાળો જ્યારે એ દુષમ નામક દ્વિતીયકાળ સમાપ્ત થઈ જશે ત્યારે અનંત વર્ણ પયયોથી પાવતુ અનંત ગંધ આદિ પયયિોથી વૃદ્ધિગત થયો આ ભરતક્ષેત્રમાં દુબમ સુષમાનામક તૃતીય આરક પ્રાપ્ત થશે. એ આરામાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય થશે. યાવતુ અકૃત્રિમ પાંચ વણના મણિઓથી તે ઉપશોભિત થશે ઉત્સર્પિણીના દુષમાં સુષમા કાળના ભાવી મનુષ્યોના 6 પ્રકારના સંહનનો થશે, 6 પ્રકારના સંસ્થાનો થશે તેમ જ તેમના શરીરની ઊંચાઈ અનેક ધનુષ પ્રમાણ જેટલી હશે. એમનું આયુષ્ય જઘન્યથી એક અત્તમહૂર્ત જેટલું અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકોટિ સુધી હશે. આટલું દીર્ઘઆયુષ્ય ભોગવીને જ્યારે એઓ મરણ પામશે ત્યારે એમનામાંથી કેટલાંક મનુષ્યો તો નરકમાં જશે યાવતુ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોનો વિનાશ કરશે. તે ઉત્સર્પિણી કાળના એ તૃતીય આરકમાં ત્રણ વંશો. ઉત્પન્ન થશે અહ, વંશ, ચક્રવર્તીવંશ અને દશાર્વવંશ યદુવંશ. તે ઉત્સર્પિણી કાળના એ તૃતીય આરામાં 23 તીર્થંકરો, 11 ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો ઉત્પન્ન થશે. હે આયુષ્મન શ્રમણ ! ઉત્સપિનીના 42 હજાર વર્ષ કમ 1 સાગરોપમ કોટાકોટિ પ્રમાણવાળા આ તૃતીય આરકની જ્યારે પરિસમાપ્તિ થઈ જશે ત્યારે અનંતવર્ણ પર્યાયોથી યાવતુ અનંત ગણી વૃદ્ધિથી વર્ધમાન એ ભરત ક્ષેત્રમાં સુષમદુષ્ણમાનામક ચતુર્થ આરક લાગશે. એ આરકના ત્રણ ભાગો થશે. એમાં એક પ્રથમ ત્રિભાગ થશે. દ્વિતીય મધ્યમત્રિભાગથશે અને તૃતીય પશ્ચિમત્રિભાગ થશે એમાંથી જે પ્રથમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય થશે. યાવત્ અવસર્પિણી સંબંધી સુષમ દુષમના પશ્ચિમ વિભાગમાં જેવું મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું જ વર્ણન જાણવું ફક્ત કુલકરના તેમજ અષભ સ્વામીના વર્ણનને બાદ કરીને અહીં પણ સમજવું જોઇએ. ભદ્રકૃતનામક તીર્થકરનો અભિશાપ કહેવો. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org