Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૨ 127 એવી ત્રણ ચૈત્ય સ્તૂપોની-ચિતાત્રય ભૂમિપર રચના કરી એમાં એક ચૈત્યસ્તૂપ તીર્થંકર ભગવાનની ચિતામાં એક ગધણરોની ચિતામાં એક અવશેષ અનગારોની ચિતા માં તૈયાર કરો. ત્યાર બાદ તે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોને ત્યાં સર્વ રત્નમય ત્રણ ચૈત્ય સ્તૂપોની રચના કરી. ત્યાર બાદ તે સમસ્ત ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના ચતુર્વિધ નિકાયના દેવોએ તીર્થકર ભગવાનના નિવણ કલ્યાણની મહિમાની-આયોજના કરી. મોક્ષગમનના ઉત્સવ બાદ તે ચતુર્વિધ નિકાયના દેવો જ્યાં નંદીશ્વર નામે દ્વીપ હતો ત્યાં ગયા ત્યાં જઈને દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વ દિશામાં સ્થિત અંજનક પર્વત પર દેવેન્દ્ર દેવરાજ શક્રનાચાર લોકપાલોએ ચાર દધિમુખ પર્વતો પર દેવેન્દ્ર ઈશાને ઉત્તર દિશાના અંજન નામક પર્વત પર દેવેન્દ્ર ઈશાનના ચાર લોકપાલોએ ચાર દધિમુખ પર્વતો પર અહિનક મહોત્સવ કર્યો અસુરેન્દ્ર અસુર રાજ ચમરે દક્ષિણ દિશા ના અંજની પર્વત પર અને તેના લોકપાલોએ દધિમુખ પર્વતો પર વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ પશ્ચિમ દિશાના અંજન પર્વત પરઅને તેના ચાર લોકપાલોએ દધિમુખ પર્વતોની ઉપર અણહિક મહોત્સવ કર્યો. આ પ્રમાણે જ્યારે શક્રથી માંડીને બલિ સુધીના ઈન્દ્રોએ અહિક મહોત્સવનો સમ્પન્ન કર્યા ત્યારે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના સર્વ દેવોએ અણહિક મહોત્સવ કર્યો. અષ્ટાહિક મહોત્સવ કરીને પછી તે સર્વ ઈન્દ્રાદિક જ્યાં પોતપોતાના વિમાનો હતાં જ્યાં પોતપોતાના ભવનો હતાં. જ્યાં પોતપોતાની સુધમાં સભાઓ હતી અને જ્યાં પોતપોતાના માણવક નામે ચૈત્ય તંભો હતા, ત્યાં ગયા. તેમણે વજય ગોલવૃત્ત સમુદ્રકોમાં-વર્તુલાકાર ભાજન વિશેષોમાં તે જિનેન્દ્રની અસ્થિઓને પ્રસ્થાપિત કર્યા. પ્રસ્થાપિત કરીને પછી તેમણે ઉત્તમ કે નવીન શ્રેષ્ઠી મોટી-મોટી માળાઓથી તેમજ ગન્ધ દ્રવ્યોથી તેમની પૂજા કરી. પૂજન કરીને પછી તેઓ સર્વે પોતપોતાના સ્થાનો પર નિવાસ કરતા આનંદપૂર્વક વિપુલ ભોગ ભોગવવા લાગ્યા. _f47] જ્યારે બે કડા કોડી સાગરોપમ પ્રમાણ તૃતીય કાળ સમાપ્ત થયો. ત્યારે હે શ્રમણ આયુષ્યનું અનંત શુકલાદિ ગુણ રૂપ પયયોની હીનતા વાળો યાવતું અનંત ઉત્થાન, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ રૂપ પયયોની હીનતા વાળો દુપ્પમ સુષમાં નામક ચતુર્થ કાળ પ્રારંભ થયો. હે ભદન્ત ! આ ચતુર્થ કાળમાં ભરત ક્ષેત્રના સ્વરૂપ વિષે શું કહેવામાં આવ્યું છે? હે ગૌતમ, તે ચતુર્થ કાળમાં તે ભરત ક્ષેત્રની ભૂમિ અત્યંત સમતલ હતી, એથી તે રમણીય સુંદર હતી. પાંચ વર્ણો ના મણિઓથી ઉપશોભિત હતી. હે ભદન્ત તે ચતુર્થ કાળના માણસોનું સ્વરૂપ કેવું કહેવામાં આવ્યું છે. ? હે ગૌતમ ! ચતુર્થ કાળના માણસો ના છ પ્રકારના સંવનન કહેવામાં આવ્યા છે. તેમજ તે અનેક ધનુષ જેટલી ઉંચાઈ ધરાવતા હતા. આ કાળના માણસો નું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ જેટલું કહેવામાં આવે છે. આટલું દીર્ઘ આયુ ભોગવીને કેટલાક જીવો નરકગામી હોય છે. કેટલાક જીવો તિર્યંચગગામી હોય છે. કેટલાક જીવો મનુષ્યગામી હોય છે. કેટલાક જીવી દેવગામી હોય છે. તેમજ કેટલાક જીવો સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે, કેટલાક જીવી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. યાવતું સકળ કર્મોના બંધનોથી. મુક્ત થઈ જાય છે, પારમાર્થિક સુખને પ્રાપ્ત કરે છે, અને સમસ્ત દુઃખોનો અત્ત કરી નાખે છે. તે કાળમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા-અહં વંશ, ચક્રવતિ વંશ દશાઈ વંશ, તેમજ 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org