Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વબારો-૨ 117 ગોકર્ણ- એ બધાં પ્રાણીઓ હોય છે? હા, ગૌતમ! એ સર્વ જીવો તે કાળમાં હોય છે. તે સમયના માણસોના ઉપયોગમાં કદ્યપિ આવતા નથી. હે ભદન્ત, તે કાળમાં, આ ભરત ક્ષેત્રમાં સિંહ વ્યાઘ, વૃક વરૂ દ્વીપિક વ્યાધ્ર ચિત્તો, રીછ તરફ શ્રગાળ બિડોલ કૂતરું કોક ત્તિક લોંકડી અને મોટા સ્વરો અથવા વન્ય શ્વાનો હોય છે? હા ગૌતમ! એ સર્વ વન્ય પ્રાણીઓ તે કાળમાં આ ભરતક્ષેત્રમાં હોય છે, પણ એ વન્ય પ્રાણીઓ તે માણસોને સહેજ પણ કષ્ટ આપતા નથી. એ શ્વાપગણો-વન્ય પ્રાણીઓ સ્વભાવતઃ ભદ્ર હોય છે. ભદન્ત ! શું તે કાળમાં ભરત ક્ષેત્રમાં શાલિ-કલમાદિ ધાન્ય વિશેષ વ્રીહિ-ધાન્ય, ગોધૂમ ગેહું યવ જવ યવયવ જુબર અથવા વિશેષ પ્રકારની યવ કલાય વષણા મસૂર મુદ્ગ મગ માષ અડદ તિલ કોદ્રવ ડુંગળી કંગુ મોટી કાંગની વરક ધાન્ય વિશેષ સરસવ અને મૂળક બીજ મૂળીનાં બી એ સર્વ જાતના બીજો હોય છે? હા, ગૌતમ ! તે કાળમાં ભરતક્ષેત્રમાં એ સર્વ જાતનાં બીજ હોય છે પરંતુ એ સર્વ પ્રકારનાં બીજો તે કાળના મનુષ્યોના ભોગોપભોગના ઉપયોગમાં આવતાં નથી, હે ભદત્ત ! શું તે કાળમાં સુષમસુષમા નામના આરામાં આ ભરત ક્ષેત્રમાં ખાડાઓ હોય છે ? દરીકંદરાઓ હોય છે? અલપાતો ગુપ્ત ખાડાઓ હોય છે? પ્રપાત ભૂગ હોય છે ? વિષમસ્થાનો હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે તે કાળમાં ભરતક્ષેત્રમાં એવા સ્થાનો હોતા નથી કેમકે તે તે કાળ તો ભરતક્ષેત્ર બેહુ સમરમણીય ભૂમિભાગથી સુશોભિત હોય છે. હે ભદત્ત ! તે કાળમાં આ ભરતક્ષેત્રમાં શું સ્થાણુઓ શાખાં પત્ર રહિત વૃક્ષો હોય છે ? કાંટાઓ હોય છે ? તૃણ ઘાસ હોય છે અને કાવર કચરો વગેરે હોય છે? આ અર્થ સમર્થ નથી એટલે સુષમસુષમા નામે કાળ સ્થાણું કંટક તૃણ કચવર વગેરેથી સર્વથા રહિત હોય છે. ભદન્ત ! તે કાળમાં તે ભરતક્ષેત્રમાં દેશ મશક મચ્છર મૂક જૂ લિક્ષા લીખ ઢિંકુણ માંકડ અનેપિશુક ડાંસો હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે કાળ જ એવો હોય છે કે જેમાં એ ઊપદ્રવકારી જીવો ભરતક્ષેત્રમાં ઉત્પન્ન જ થતાં નથી. હે ભદન્ત ! તે આરામાં ભરતક્ષેત્રમાં શું સર્પ અને અજગરો હોય છેહા, ગૌતમ! પણ તે જીવો માણ. સોને સહેજ પણ કષ્ટ આપતા નથી કારણ કે એ સર્વ સર્પ વગેરે સ્વભાવતઃ ભદ્ર હોય છે શું તે સુષમસુષમાનામના આરામાં આ ભરતક્ષેત્રમાં ઊપદ્રવો હોયછે ? ડમરો કલહ બોલ ઈષ્યભિાવ વૈર હિંસ્યહિંસક ભાવ મહાયુદ્ધ મહાસંગ્રામ મહાશસ્ત્રોનું પતન મહાપુરુષોનું પતન હોય છે ? મહારક્તપાત થાય છે? પ્રવાહરૂપમાં રક્તપાત થાય છે? આ અર્થ સમર્થ નથી તે કાળના મનુષ્યો વેરભાવથી રહિત હોય છે. હે ભદન્ત ! તે કાળે ભરતક્ષેત્રમાં દુષ્ટભૂતો-ધાન્યાદિને નુકસાન પહોંચાડનારા શલભ વગેરે ઈતિઓ હોય છે? કુલરોગો ગ્રામરોગ પોટ્ટરોગ સર્વવેદનાઓ હોય છે? દાહરોગ અરોગ હરસનો રોગ અજીર્ણ પાંડુરોગ એકાંતરિયો તાવ ઈન્દ્રગ્રહ ધનુગ્રહ સ્કન્દગ્રહ કુમારપ્રહ શ્રગ્રહ ભૂતગ્રહ એ સર્વ હોય છે? તેમજ તે મસ્તક શુળ દ્ધયશૂળ ઉદરશુળ કક્ષિશળ હોય છે? યોનિશૂળ રોગ વિશેષથી ગામમાં ઘણાં જીવોનું મરણ થાય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી કેમકે- સોળ પ્રકારના રોગો અને આતકોથી. તે કાળના લોકો વિહીન હોય છે. [38] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભારત ક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની હોય છે? હે ગૌતમ! તે સુષમ કાળના સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોનું આયુ જધન્ય-કંઈક સ્વલ્પ ત્રણ પલ્યોપમ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક કમ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org