Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 116 જબલવપનનિ- રા૩૭ હોય છે? પ્રેષ્ય-પ્રેષણાહ-દૂત વગેરે હોય છે? ભૂતક - ગૃહ સંબંધી સામાન્ય કાર્ય કરનાર હોય છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો કાર્ય કરવા માટે જેમની ઉપરથી પરપ્રેરણા રૂપ અભિયોગ દૂર થઈ ગયો છે, એવા હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમાં કાળમાં ભરત ક્ષેત્રમાં માતા હોય છે? પિતા હોય છે? ભાઈ હોય છે? બહેન હોય છે, પુત્ર હોય છે દુહિતા-પુત્રી-હોય છે? પુત્ર વધુ હોય છે? હા, ગૌતમ! આ સર્વ સંબંધો તે કાળમાં હોય છે પણ તે માણસોને તે સંબંધોમાં તીવ્ર પ્રેમ ભાવ હોતો નથી. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં શું કોઈ કોઈનો શત્રુ હોય છે? કોઈ ઘાતક બીજા વડે વધકરાવનાર હોય છે શું પોતે કોઈની હત્યા કરનાર હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે મનુષ્યો. વૈરાનુબન્ધથી પર હોય છે. હે ભદન્ત ! તે કાળમાં આ ભરત ક્ષેત્રમાં શું કોઈ નેહી હોય છે? શું કોઈ વયસ્ય હોય છે? શું કોઈ સ્વજાતીય હોય છે? અથવા શું કોઈ સંઘટિક હોય છે? અથવા શું કોઈ સખા હોય છે? હા ગૌતમ ! આ બધું ત્યાં હોય છે પરસ્પર કોઈ કોઈની સાથે અતિશય તીવ્રઝેબન્ધનમાં આબદ્ધ રહેતું નથી તે ભદન્ત! તે સુષમ સુષમા કાળના સમયમાં આ ભરત ક્ષેત્રમાં આવાહનવિવાહ પહેલાની વાગ્દાન રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? વિવાહ પરિણયન રૂપ ઉત્સવ વિશેષ હોય છે? અગ્નિમાં વૃતાદિકથી હવન કરવા રૂપ ઉત્સવ વિશેષ હોય છે? મૃત્યુ પછી પંક્તિભોજન આદિ રૂપ ક્રિયા-હોય છે ? પાક-લોકગમ્ય મૃતક ક્રિયા વિશેષ હોય છે? તે કાળના મનુષ્યો આવાહ, વિવાહ, યશ, શ્રાદ્ધ સ્થાલીપાક અને મૃતપિંડ નિવેદન એ સર્વ ક્રિયાઓથી રહિત હોય છે. હે ભદન્ત ! શું તે સુષમસુષમા કાળના સમયમાં આ ભરતક્ષેત્રમાં ઇન્દ્રના નિમિત્ત ઉત્સવો યોજવામાં આવે છે ? કાર્તિકેયને અનુલક્ષી નાગ કુમારને અનુલક્ષીને યક્ષના નિમિત્તે ભૂતોનાં નિમિત્તે કૂપોના નિમિત્તે તડાગ તળાવોના નિમિત્તે કહને, નદીને, વૃક્ષને, પર્વતને, સૂપકોને, સ્મૃતિરૂં ભોને તેમજ ચૈત્યને મૃતક સ્મૃતિચિન્હને અનુલક્ષીને ઉત્સવો યોજવામાં આવે છે તે ગૌતમ આ અર્થ સમર્થ નથી, કેમકે તે કાળમાં મનુષ્યો એવા હોય છે કે દરેક જાતના ઉત્સવો યોજવાની ભાવનાઓથી તેઓ દૂર રહે છે. તે સુષમસુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શું નટોના ખેલ તમાશાઓને જોવા મનુષ્યોના ટોળાઓ એકત્ર થાય છે? નાટ્ય-નાટકના અભિનય વિગેરેને જોવા માટે મનુષ્યો એકઠા થાય છે? જલ્લવત પર અનેક જાતનાં ખલ તમાશાઓ મલ્લો વડે કરવામાં આવેલ બાહુ યુદ્ધોને મુષ્ઠિઓ વડે યુદ્ધ કરનારા મલ્લો વિદૂષકોના સુલલિત કથાના વાંચનથી શ્રોતાઓના હૃદયોમાં રસ ઉત્પન્ન કરાવનારા કથક પુરુષ વડે કહેવામાં આવેલ કથાને સાંભળવા માટે માણસો એકત્રિત થાય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, કેમકે જેમના ચિત્તમાંથી આ જાતનાં કૌતુકો જોવાનો ભાવ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો છે ' હે ભદન્ત શું તે સુષમ સુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં કટ સામાન્ય બળદ ગાડીઓ હોય છે ? રથો હોય છે? યાનો શકૂટ તેમજ રથાતિરિક્ત સવારી ગાડી ઓ હોય છે? નાની નાની પાલખીઓ હોય છે? ગિલ્લિઓ હોય છે? થિલિયો હોય છે? શિબિકાઓ હોય છે? સ્વન્દમાનિકાઓ હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ત્યાંના માણસો પાદચારી જ હોય છે. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં અશ્વ હસ્તી ઉષ્ટ્ર- ગાય, ગવય. રોઝ, અજા એડક. પસય મૃગ વરાહ શરભ ચમાર- કુરંગ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org