Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૨ 121 આવતાં જ પ્રભુએ પહેરેલાં આભરણો તેમજ અલંકારોને પોતાના શરીર પરથી ઉતાય અને ત્યાર બાદ તેમણે શ્રદ્ધા પૂર્વકચાર મુષ્ટિઓ વડે કેશ લુચન કર્યું પ્રથમ એક મુષ્ટિ વડે મૂછ અને દાઢીના વાળોનું લુચન કર્યું ત્રણ મુષ્ટિઓ વડે માથાના વાળોનું લુચન કર્યું. એના પછી બાકીની એક મુષ્ટિ કે જે પવનના ઝોકાથી હાલી રહી હતી. અને કનકના જેવા અવદાત પ્રભુના કંધો પર આળોટી રહી હતી તેમજ જોવામાં જે મરકતમણિ સદ્રશ કાંતિવાલી હતી, પરમરમણીય તે દ્રશ્યને જોઈને આનંદ રસના પ્રવાહમાં જેનું અત્તઃ કરણ તરબોળ થઈ રહ્યું છે એવા ઈન્દ્ર બન્ને હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવન્ મારા ઉપર અનુગ્રહ કરીને આ કેશ મુષ્ટિને આપ હવે રહેવા દો. હવે પ્રભુએ ઈન્દ્રની પ્રાર્થનાને સાંભળીને તે કેશમુષ્ટિને તે પ્રમાણે જ રહેવા દીધી લંચિત થયેલા તે વાળોને શકે હંસ ચિત્રથી ચિત્રિત થયેલા વસ્ત્રમાં મૂકીને ક્ષીર સાગરમાં નિશ્ચિત કરી દીધા. આ. પ્રમાણે લુચન કર્યા બાદ બે ચોવિહાર ઉપવાસો કરેલા. તેમણે ઉત્તરાષાઢાનક્ષત્રની સાથે ચન્દ્રનોયોગ થયો ત્યારે પોતાના વડે આરક્ષક રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ ઉોની, ગુરૂપમાં વ્યવસ્થાપિત કરવામાં આવેલ ભોગોની, નિમ્નરૂપમાં સ્વીકત કરવામાં આવેલ રાજન્યોની અને પ્રજ જનોની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ ક્ષત્રિયોની ચતુસહસ્ત્રની સાથે એક દેવદૂષ્યને સ્વીકારીને મુંડીત થઈને, ઘરનો પરિત્યાગ કરીને, અનગારિતા ધારણ કરી, [44] તે કૌશલિક ઋષભનાથ અરહંત કંઈક વધારે એક વર્ષ પર્યન્ત વસ્ત્રધારી રહ્યા. તે પછી તેઓ અચેલક બની ગયા. જ્યારથી કૌશલિક ઋષભનાથ અહત મુંડિત થઈને અગાર અવસ્થાનો ત્યાગ કરી અણગાર અવસ્થામાં આવ્યા. ત્યારથી તેઓએ પોતાના શરીરના સંસ્કાર કરવાનું છોડી દીધું, તેઓ ત્યક્ત દેહ બની ગયા. જે કોઈ ઉપસર્ગ તેમનાં પર આવતો દેવો દ્વારા હોય યાવતુ મનુષ્યકત અગર તિર્યંચ દ્વારા કરવામાં આવેલ હોય તે બધાને તેઓ સારી રીતે સહન કરતા હતા. આ ઉપસર્ગ પૈકી જો કોઈ ઉપસર્ગ તેમનાથી વિરૂદ્ધ હોય તો તેને પણ એઓ અત્યંત શાંત ભાવોથી સહન કરતા હતા એ જ પ્રમાણે અનુકૂળ સ્થિતિમાં તેઓ હર્ષન્વિત થતા ન હતા. પ્રભુ આવા પ્રતિકૂળ અનુકળ પરીક્ષણો અને ઉપસર્ગોને સારી રીતે-સહન કરતા હતા. એ ઋષભ એવા શ્રમણ બન્યા કે ઈયસિમિતિના, ભાષાસમિતિ ના, એષણાસમિતિના, આદાન ભાંડમાત્રનિક્ષેપણ સમિતિના અને ઉચ્ચારપ્રસ્ત્રવણખલજલ્લશિંઘાણપ રિષ્ઠા- પનિકા સમિતિના પાલનમાં રાગદ્વેષથી વિહીન પરિણતિથી એઓ પ્રવૃત્ત રહ્યા. મનઃ સમિતિ વચઃ સમિતિ, કાય સમિતિ મનોગુપ્ત ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધહીન યાવતુ લોભહીન હતા, શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા, પરિનિવૃત્ત હતા, શોક વિહીન હતા, ઉપલેપ રહિત હતા, શંખની જેમ નિરંજન હતા, એથી જ શીતલી ભૂત થઈ ગયા હતા. તથા એમનો સંસાર પ્રવાહ સર્વથા છિન્ન છિન્ન થઈ ગયો હતો. દ્રવ્યમલ અને ભાવમલ એ બન્ને પ્રકારના મતોથી વિહીન થઈ ગયા હતા. જીવને મલિન કરનારા અંજનના જેવું કર્મરૂપ મલ જેનાથી દૂર થઈ ગયું છે, વિશુદ્ધ સુવર્ણની જેમ પ્રભુ રાગાદિક કુત્સિત દ્રવ્ય વિહીન હોવા બદલ શુદ્ધસ્વરૂપ યુક્ત હતા. પ્રભુ આદર્શ-દર્પણના પ્રતિબંધની જેમ અનિગૂહિત અભિપ્રાય વાળા હતા. કચ્છપ જેમ પ્રભુ પણ શબ્દાદિ વિષયોમાં આસક્તિ ન થઈ જાય તે ભયથી સદા પોતાની પંચેન્દ્રિયોને તેમના વિષયોથી સંગોપિત-સુરક્ષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org