Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વજ્ઞારો-૨ સ્થિતિ એક પલ્યોપમ જેટલી હોય છે, 79 રાત-દિવસ સુધી એ ઓ પોતાના અપત્યોની સંભાળ રાખે છે. યાવતુ પછી એઓ કાલમાસમાં મૃત્યુ પ્રાપ્ત કરીને દેવલોકમાં જન્મ ધારણ કરે છે. આ તૃતીય કાળ રૂપ આરાના પ્રથમ મધ્યમ ત્રિભાગમાં ભિન્ન જાતીના મનુષ્યોની-જાતિ પરંપરા હોતી નથી, કેમકે એ કાળનો સ્વભાવ જ એવો છે, તૃતીય કાળના પ્રથમ વિભાગ અને મધ્યમ વિભાગનું વર્ણન કરીને હવે સૂત્રકાર અંતિમ ત્રિભા ગના સંબંધમાં કહે છે. તૃતીય કાળના પશ્ચિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ બહુસમરમણીય હોય છે યાવતુ આ મણિઓથી ઉપશોભિત હોય છે, શરીરની ઊંચાઈ સેંકડો ધનુષ જેટલી હોય છે, એમના આયુષ્યની અવધિ જઘન્યથી સંખ્યાત વર્ષની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષો જેટલી હોય છે. આયુને ભોગવીને એમાંથી કેટલાક તો નરક ગતિમાં જાય છે, કેટલાક તિર્યંગ ગતિમાં જાય છે, કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક મનુષ્ય ગતિમાં જાય છે, તેમ જ કેટલાક એવા પણ હોય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. [41] તે સુષમદુષ્યમાં નામક તૃતીય આરાના અંતિમ વિભાગની સમાપ્તિ થવામાં જ્યારે પલ્યોપમનો આઠમો ભાગ માત્ર બાકી રહે છે ત્યારે સુમતિ પ્રતિકૃત સીમંકર, સીમંધર સેમેકર ક્ષેમંધર વિમલવાહન ચક્ષુખાન યશસ્વાન અભિચન્દ્ર ચન્દ્રા ભ પ્રસેનજિતુ મરુદેવ નાભિ, અને ઋષભ એ 15 કુલ કરો ઉત્પન્ન થાય છે [42] એ 15 કુલકરીમાંથી સુમતિ, પ્રતિકૃતિ સીમંકર, સીમન્વર, અને ક્ષેમકર એ પાંચ કુલકરોના સમયમાં હાહાકાર’ નામે દાડનીતિ હતી. તે મનુષ્યો જ્યારે હાકાર રૂપ દથી જ્યારે આહત થયા, ત્યારે પોતાની જાતને હિતના રૂપમાં માનીને પહેલાં તો સામાન્ય રૂપમાં લજ્જા યુક્ત થયા પછી વિશેષ રૂપમાં લજ્જિત થયા. શાસન તેમના માટે ડાદિ ઘાત કરતાં પણ વધારે મર્મ ઘાતી થઈ પડ્યું. એ પ્રમાણે ભયભીત થઈને તેઓ ચુપ બેસી રહેતા અને પોતાની ભૂલ કબૂલ કરી તેઓ વિનયાવનત થઈ જતા આ હાકાર દંડનીતિ પછી ક્ષેમધૂર, વિમલવાહન, ચક્ષુબ્બાનું, યશસ્વાનું અને અભિચન્દ્ર એ પાંચ કુલકરોના કાળમાં માકાર નામની દંડનીતિનું પ્રચલન થયું. નહિ કરો આ પ્રકારની જે નિષેધાત્મક નીતિ છે તે જ માકાર.ચન્દ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરીના કાળમાં ' ધિક્કાર” નામક દેડનીતિનું પ્રચલન હતું. [43 નાભિકુલકરની મરદેવી ભાયીની ઋષભ અહંન્ત દેવ, મનુષ્ય અને અસ રોથી નમસ્કારણીય આદિનાથ પ્રભુ ઉત્પન્ન થયા. એઓ કૌશલિક હતા, પ્રથમ રાજા હતા, અવસર્પિણી કાળના એઓ સર્વપ્રથમ જિન હતા એઓ પ્રથમ મનઃપર્ય વ જ્ઞાની હતા સર્વપ્રથમ કેવલી થયા છે, આદ્ય સર્વજ્ઞ થયા છે, ચતુર્વિધ સંઘના સ્થાપક થયા છે. ધર્મવર ચાતુરન્ત ચટ્ઠી થયા. જન્મ પછી તે કૌશલિક ઋષભનાથ અહંન્ત 20 લાખ પૂર્વ કુમારકાળમાં સમાપ્ત કર્યો. પછી તેઓ 3 લાખ પૂર્વે સધી મહારાજ પદે રહ્યા. 3 લાખ પૂર્વે સુધી મહારાજ પદ પર સમાસીન રહીને તે ઋષભનાથે લેખાદિક કલાઓનો અક્ષર વિન્યાસ આદિ રૂપ વિદ્યાઓનો, ગણિત પ્રધાન રૂપ કલાઓનો, આ રીતે સર્વ 72 કલાઓનો તેમજ 64 સ્ત્રીઓની કલાઓનો, જીવિકાના સાધનભૂત કર્મોના સંદર્ભમાં વિજ્ઞાન શત રૂપ શિલ્પોનો પ્રજાહિત માટે ઉપદેશ કર્યો. એટલે કે એ સર્વ કલાઓનો સર્વ પ્રથમ ઉપદેશ ઋષભદેવે જ કર્યો છે. યુગલિક પુરુષો મન્દ જઠરાગ્નિવાળા થઈ ગયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org