Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 118 જંબુદ્વિવપનતિ- 238 પલ્યોપમ જેટલું હોય છે. તે કાળ માં ભરત ક્ષેત્રમાં માણસો જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ ગાઉ જેટલા હતા. તે મનુષ્યો વજઋષભ નારાય સંહનનવાળા હોય છે. તેમનું શરીર સમતુરઐસંસ્થાનવાળું કહેવામાં આવ્યું છે. તેમના પૃષ્ઠ કરંડકો ૨પ૬ હોય. છે. જ્યારે એમનું આયુ છ માસ જેટલું બાકી રહે છે ત્યારે એ પરભવના આયુનો બન્ધ કરે છે અને યુગલિકને ઉત્પન્ન કરે છે. યુગલિકની ઉત્પત્તિ પછી એઓ યુગલિકનું 49 રાત દિવસ સુધી ઉચિત ઉપચાર વગેરેથી લાલન પાલન કરે છે, પછી એઓ ઉધરસ ખાઈને, છીંક ખાઇને અને બગાસું ખાઈને વગર કોઈ પણ જાતના કષ્ટ વગર કોઈ પણ જાતના પરિતાપ રહિત કાળ માસમાં મરણ પામીને દેવલોકમાં ભવનપતિથી માંડીને ઈશાન પયંત દેવલોકમાં ઉત્પન્ન થાય છે છ પ્રકારના મનુષ્યો તે કાળે ઉત્પન્ન થયા. જેમકે પગબ્ધ મૃગગન્ધ મમત્ત્વહીન મનુષ્યો, તેજપ્રભા અને તલ રૂપ એઓ બનેથી સમ્પના મનુષ્યો અને સુક્યાભાવથી મંદ-મંદ ગતિથી ચાલનારા મનુષ્યો. 39] જ્યારે ચાર કોડાકોડી સાગર વ્યતીત થઈ જાય છે ત્યારે દ્વિતીય અવા સર્પિણી કાળ પ્રારંભ થાય છે. અવસર્પિણી કાળમાં ક્રમશઃ આયુ, કાળ વગેરેની પ્રતિ સમય હ્રાસ થતો જાય છે. એટલા માટે ધીમે ધીમે અનન્ત વર્ણપયયોનો, અનન્તગબ્ધ પર્યાયોનો, અનંત રસપર્યાયોનો અનંત સ્પર્શ પર્યાયો હ્રાસ થતાં થતાં જ્યારે ચાર કોડા કોડી પ્રમાણ સમય સમાપ્ત થઈ જાય છેઆ પ્રમાણે અનંત સંહનન પયિોના અનંત સંસ્થાના પર્યાયોનો અનેક ઉચ્ચત્વ પર્યાયોનો અનંત આયુપર્યાયોનો અનંત ગુરુ- લઘુ પર્યાયોનો અનંત અગુરૂ લઘુ પર્યાયોનો અનંત ઉત્થાન કર્મબળવીર્ય પુરુષકારપરાક્રમ પર્યાયોનો હ્રાસ થતાં થતાં જ્યારે 4 કોડાકોડી પ્રથમ આરો અવસર્પિણીનો સમાપ્ત થઈ જાય છે ત્યારે અવસર્પિણી કાળનો દ્વિતીય સુષમા નામક આરો આ ભરતક્ષેત્રમાં પ્રારંભ થઈ જાય છે. એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય રહે છે, અતીવ સમ અને મનોરમ હોય છે. તે કાળમાં જન્મેલ મનુષ્ય ચાર હજાર ધનુષ જેટલી અવગાહના વાળા હોય છે, એટલે કે બે ગાઉ જેટલા ઉંચા શરીરવાળા હોય છે. 128 એમના પૃષ્ઠ કરંડકો હોય છે. બે દિવસો પસાર થાય પછી એમને આહારની અભિલાષા થાય છે એ ઓ પોતાના બાળકોની સંભાળ 64 દિવસ-રાત સુધી કરે છે. એમના આયુષ્યની અવધિ બે પલ્યોપમ પ્રમાણ જેટલી હોય છે એ કાળમાં આ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યો હોય છે. એક શ્રેષ્ઠ, બીજા કઇક જ ત્રીજા પુષ્પની જેમ સુકુમાર અને ચોથા સુશમન [40] ગૌતમ ! જ્યારે અનંતવર્ણ પર્યાયોનો યાવતુ અનંત પુરુષકાર પરાક્રમ પર્યાયિોનો ધીમે ધીમે લાસ થતાં થતાં ત્રણ સાગરોપમ પ્રમાણે સુષમા નામક દ્વિતીય આરક સમાપ્ત થાય છે. ત્યારે આ ભરત ક્ષેત્રમાં સુષમદુષમા નામક તૃતીય કાળ પ્રારંભ થાય છે. આ તૃતીય કાળને ત્રણ ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે. એક પ્રથમ ત્રિભાગમાં, દ્વિતીય મધ્યમ વિભાગમાં અને તૃતીય પશ્ચિમ ત્રિભાગમાં આ તૃતીય કાળનો સમય બે કોડા-કોડી સાગરોપમ પ્રમાણે છે. સુષમ દુષમા કાળના પ્રથમ અને મધ્યના વિભાગોમાં આ ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય હોય છે. ઈત્યાદિ રૂપમાં આ સમયનું કથન બધું પૂર્વોક્ત રૂપમાં સમજી લેવું જોઈએ. એટલે કે એમના શરીરની ઊંચાઈ બે હજાર ધનુષ જેટલી અથતિ એક ગાઉ જેટલી હોય છે. એમના પૃષ્ઠ કરંડકો 64 હોય છે. એક દિવસના અંતરે એમને ભૂખ લાગે છે. એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org