Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 114 બુદ્ધીવપનતિ- ર૩૪ હોય છે. પોતપોતાના શરીરના અનુરૂપ પ્રમાણવાળા હોય છે. આ ચરણો અત્યન્ત. વધારે સુકોમળ છે. તેમજ જેવું કચ્છપનું સંસ્થાન એમના ચરણોનું હોય છે, એમના ચર ણોની આંગળીઓ ઋજુ સરલ હોય છે. રેજિત હોય છે પાતળા હોય છે. મલ વિહીન હોય છે. જંઘાયુગલ રોમરહિત હોય એમનું સુજાનુમંડળ અતીવ સપ્રમાણ હોય છે. ગુણ વગેરે ઉપદ્રવથી વિહીન ધુતફલકની જેમ પ્રષ્ઠ સંસ્થાન યુક્ત શ્રેષ્ઠ આકાર યુક્ત એમનો શ્રોણિ પ્રદેશ હોય છે, એમનો પ્રધાન કટિપૂર્વભાગ એટલે કે જઘન મુખની દ્વાદશ અંગુલ પ્રમાણ લંબાઈ કરતાં બે ગણું હોય છે, એથી તે વિસ્તીર્ણ માંસલ પુષ્ટ અને સુબદ્ધ સુદ્રઢ હોય છે. એમનો જે મધ્યભાગ છે તે વજના જેવો મનોહર હોય છે. એમની રોમરાજિ સરળ હોય છે. સ્વભાવતઃ પાતળી હોય છે. કૃષ્ણ વર્ણવાળી હોય છે, એમના ઉદરનો વામ-દક્ષિણ ભાગ અનુદુ ભટ અસ્પષ્ટ હોય છે. પ્રશસ્તિ ગ્લાધ્ય હોય છે. અને પીન સ્કૂલ હોય છે, એમની શરીરષ્ટિ અકડુક માંસલ હોવાથી નુપલક્ષ્યમાણ છે એમના બને પયોધરો સુવર્ણ ઘટના જેવા મનોહર હોય છે. સમય હોય છે પરસ્પરમાં સમાન હોય છે. પરસ્પર મળેલા હોય છે, બન્ને સ્તનોના જે અગ્રભાગ હોય છે. તે બહુજ સુંદર હોય છે, એ બન્ને સ્તનો સમશ્રેણિમાં હોય છે. અને યુગ્મ રૂપ હોય છે. એ બન્નેની આકૃતિ ગોળ હોય છે અને વક્ષસ્થલ પણ આગળ બહુજ સુંદર રીતે ઉંચે ઉઠેલા હોય છે એ સ્થૂલ હોય છે અને પ્રીતિકારક હોય છે તેમજ માંસથી સુપુષ્ટ હોય છે. એમની બન્ને બાજુઓ સર્ષની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી હોય છે એથી તે ગોપુચ્છની જેમ ગોળાકાર હોય છે. એમના નખોનો વર્ણ તામ્ર હોય છે. એમના હાથોના અગ્રભાગ માંસલ-પુષ્ટ હોય છે, એમના કક્ષ. પ્રદેશ વક્ષસ્થળ અને ગુહ્ય પ્રદેશ એ સર્વે પુષ્ટ હો છે, ઉન્નત હોય છે તેમજ પ્રશસ્ત હોય છે. એમના ગાલ અને કંઠ એ બન્ને પ્રતિ પૂર્ણ પરિપુષ્ટ સુંદર હોય છે. એમની જે ગ્રીવા હોય છે તે ચતુરંગુલ પ્રમાણ વાળી હોય છે એમના કપોલના અઘોભાગ હનુ માંસલ હોય છે. એમનો જે અધરોષ્ઠ હોય છે તે દાડમના પુષ્પની જેમ પ્રકાશયુક્ત હોય છે. તેમજ ઓષ્ઠ બહુજ સુંદર હોય છે. એમના દાંત દહીં જલકણ ચન્દ્ર કુન્દ પુષ્પ અને વાસન્તીની કળી જેવા અતીર જેત વર્ણવાળા હોય છે. એમનાં તાલ અને જિહુવા રક્તોત્પલના પત્રની જેમ રક્ત હોય છે. તેમનાં નેત્રો પત્રલપર્મલ-શોભન પર્મથી યુક્ત હોય છે, એમના બને શ્રવણો-કાનો આલીન સંગત હોય છે. એથી તે સપ્રમાણ હોય છે એમનું મસ્તક છત્ર જેવું ઉન્નત હોય છે. એમનાં મસ્તકના વાળ અકપિલ કૃષ્ણ હોય છે. સુસ્નિગ્ધ સ્વભાવતઃ સુચિકવર્ણ હોય છે. શોભન ગંધથી યુક્ત રહે છે હંસના જેવી એમની ગતિ હોય છે, એમના સ્વર-આમની મંજરીના રસાસ્વાદથી ઉત્પન્ન થવાવાળા આનન્દથી મત્ત થએલી કોકિલની વાણી જેવો મધુર હોય છે. એમની ઉંચાઈ માણસોની ઉચાઈ કરતાં સહેજ ઓછી હોય છે. એમના શરીરાવન્તવર્તી વાયુનો વેગ સદા અનુકૂલ રહે છે. એમનો પૃષ્ઠભાગ. બને ઉરુઓ પરિનિષ્ઠિત હોય છે. છ હજાર ધનુષ જેટલા એઓ ઉંચા હોય છે. તે મનુષ્યોની રપ૬ પાંસળીઓના અસ્થિઓ હોય પદ્ય અને ઉત્પલનો જેવો ગંધ હોય છે એ મનુષ્યો પ્રકૃતિથી શાન્ત સ્વભાવવાળા હોય છે. મૃદુ શોભન પરિમાણવાળા પરિમાણ માં સુખકારી એવા માર્દવભાવથી સંપન્ન હોય છે. સર્વ ગુણ સંપન્ન, કલ્યાણ ભાગી હોય એ અભેચ્છા હોય છે. પ્રાસાદ જેવા આકારવાળા વૃક્ષો પર નિવાસ કરે છે તેમ જ યથેષ્ટ શબ્દાદિક ભોગોને ભોગવનાર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org