Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વકબારો-૨ 115 3i5] હે ભદન્ત તે માણસોને કેટલા સમય પછી આહારની અભિલાષા થાય છે. હે ગૌતમ ! અષ્ટમભક્ત પ્રમાણ. કાળ પછી એટલે કે ત્રણ દિવસ પછી આહારની અભિલાષા થાય છે. તે મનુષ્યો નિશ્ચયપૂર્વક પૃથિવી, મૃત્તિકા, પુષ્પ અને ફળ કલ્પવૃક્ષો ના ફળ-આ સર્વેને આહાર રૂપમાં પ્રહણ કરે છે. હે ભદન્ત ! તે પૃથિવીનો આસ્વાદ કેવો. કહેવામાં આવ્યો છે ? હે ગૌતમ ! જેવો આસ્વાદ ગોળનો હોય છે, ખાંડનો હોય છે, શર્કરાનો હોય છે, મિશ્રીનો હોય છે, લાડવા વિશેષનો હોય છે, મૃણાલનો હોય છે, વિજયનો હોય છે. મહાવિજયાનો હોય છે, આકાશિકાનો આદર્શિકાનો હોય છે, એમનો આસ્વાદ અમૃત જેવો હોય છે. ત્યાંની પૃથિવી પૂર્વોક્ત ગોળ વગેરે પદ્યર્થો કરતાં પણ ઈષ્ટતરક છે. અતિશય રૂપથી સકલ ઇન્દ્રિયો માટે સુખજનક છે. હે ભદન્ત ! ત્યાં તે પુષ્પ ફળોના રસો કઈ જાતનાં કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જેવું પખંડાધિપતિ ચક્રવર્તિન રેશનું ભોજન કે જે એક લાખ દીનારના ખર્ચે નિષ્પન્ન થયેલ હોય, કલ્યાણપ્રદ, એકાત્તતઃ સુખજનક હોય છે, અને તે અતિ પ્રશસ્ત વર્ણથી, અતિ પ્રશસ્તરસથી, અતિ પ્રશસ્ત ગન્ધથી અને અતિ પ્રશસ્ત સ્પર્શ થી યુક્ત હોવાથી તે જેમ આસ્વાદનીય હોય છે, ઉત્સાહ વર્ધક હોય છે, મદનીય હોય છે, સર્વ ઈન્દ્રિયોને અને સર્વ શરીરને આનંદ આપનારું હોય છે, એટલે કે ચક્રવતિના ભોજન કરતાં પણ ઈષ્ટ તરક યાવત્ આસ્વાદ એ પુષ્પ ફલાદિકનો હોય છે. [36] હે ભદન્ત ! તે યુગલિકો તે આહારને ગ્રહણ કરીને પછી ક્યાં નિવાસ કરે? ગૌતમ ! વૃક્ષ રૂપ ગૃહોમાં નિવાસ કરે છે. તે વૃક્ષો કૂટશિખર-ના આકાર સદશ આકારવાળા હોય છે. નાટક ગૃહનો જેવો આકાર હોય છે, છત્રનો જેવો આકાર હોય છે. ધ્વજાનો જેવો આકાર હોય છે, સૂપનો તોરણનો ગોપુરનો ઉપવેશન યોગ્ય ભૂમિનો અટારીનો જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે, તે ભરતક્ષેત્રમાં એ પૂવક્ત વૃક્ષોથી ભિન્ન બીજા ઘણા વૃક્ષો એવા પણ છે કે શ્રેષ્ઠગૃહનો જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે. એ સર્વ દુમગણો શુભ-શીતળ છાયાવાળા છે. [37] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરતક્ષેત્રમાં ઘરો હોય છે. ગૃહ યુક્ત આપણ દુકાનો હોય છે. બજારો હોય છે. ઉત્તરમાં પ્રભુ કહે છે. કે હે ગૌતમ આ અર્થ સમર્થ નથી કેમકે વૃક્ષ રૂપ ગૃહ જ જેમનું આશ્રય સ્થાન છે. હે ભદન્ત તે સુષમ સુષમા આરકમાં ભરતક્ષેત્રમાં ગ્રામ યાવતું સન્નિવેશ હોય છે. આ અર્થ સમર્થ નથી કેમકે તે મનુષ્યો યથાભિષિત સ્થાનો પર અવર જવર કરનાર હોય છે, હે ભદન્ત તે કાળમાં અસિ, મણી, કષી, વાણિકકલા ક્રયવિક્રયકલા અને વ્યાપારકલા એ સર્વે જીવનોપાય ભૂત કલાઓ હોય છે ? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી હે ભદન્ત તે કાળમાં ભરતક્ષેત્રમાં હિરણ્ય ચાંદી સુવર્ણ હોય છે? કાંસું હોય છે. દૂષ્ય-વસ્ત્ર હોય છે. મણિ મૌકિતક, શંખઃ શિલા પ્રવાલસ રક્ત રત્ન અને સ્વાપતેય એ સર્વે હોય છે, ઉત્તરમાં પ્રભુ કહે છે. હા, ગૌતમ તે કાળમાં સર્વે હોય છે. પણ એ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. તે ભદન્ત ! સુષમ સુષમાં આરકના સમયમાં ભરતક્ષેત્રમાં રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર મારંબિક કૌટુંબિક શ્રેષ્ઠી, સેનાપતિ તેમજ સાર્થવાહો એ સર્વે હોય છે ! હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો વિભવ, ઐશ્વર્ય રૂપ ઋદ્ધિ અને સેવ્યતા રૂપ સત્કારથી રહિત હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમકાળના સદભાવમાં આ ભરત ક્ષેત્ર માં શું કોઈ દાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org