Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 110 જંબુદ્ધીવપન્નત્તિ-૧૨૧ લંબાઈ એક ગાઉ અને ચોડાઈ અધ ગાઉ છે. તેમજ કંઈક કમ એક ગાઉ જેટલી એની ઉંચાઈ છે. ઋષભકૂટ નામ આનું યથાર્થ જ છે. આ પર્વતનું જે ઋષભકૂટ નામ કહેવાય છે તેનું કારણ આ છે કે તેની ઉપર ઋષભ નામનો દેવ કે જે મહર્તિક મહાદ્યુતિક મહાબલ, મહાયશસ્વી, મહાસુખી તેમજ પલ્યોપમની સ્થિતિવાળો છે. ઋષભદેવની ઋષભા નામક રાજધાની 8ષભકૂટની દક્ષિણદિશામાં છે ઈત્યાદિ. પૂર્વવતુ. વખાર-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વખારો-૨ ). [2] હે ભદંત ! જેબૂદ્વીપ નામક આ દ્વીપમાં કેટલા પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે? બે પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે. એક અવસર્પિણી કાળ અને બીજો ઉત્સર્પિણી કાળ. અવસર્પિણી કાળ 6 પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમ “સુસ્સમદુસ્સ માકાળ, સુસમાકાળ, સુસમદુસ્યમકાળ, દુસ્સમસુસમાકાળ, દુસ્સમાકાળ, દુસ્સમ દુમકાળ” સુસમસુષમા કાળ ઉત્સર્પિણી કાળ 6 પ્રકારનો કહેવામાં આવેલ છે, દુષમદુષમકાળ યાવત્ સુષમસુષમા કાળ હે ભદત એક એક મુહૂર્તના કેટલા ઉચ્છ વાસ નિઃશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહેવાય છે ? હે ગૌતમ ! આગળ પ્રસિદ્ધ સમયનું સ્વરૂપ કે જેમ શાસ્ત્રકારોએ પટશાટિકાની ફાડવાના દ્રષ્ટાંતથી કહેલ છે જે કાલ નું સર્વથી જઘન્ય રૂપ પ્રમાણ છે એવા અસંખ્યાત સમયોનો સમુદાય રૂપ એક આવલિકા કહેવામાં આવી છે. 256 આવલિકાઓનો એક ક્ષુલ્લક ભવ હોય છે. કંઈક વધારે 17 ક્ષુલ્લકભવોનો એક ઉવાસ નિઃશ્વાસ રૂપ કાળ હોય છે. ( [23-25 એવો પુરુષ હોય કે જેને યુવાવસ્થા પ્રાપ્ત હોય અને સમર્થ હોય ગ્લાનિ વર્જિત હોય, સર્વદા વ્યાધિ વિહીન હોય એવા તે નિરોગી મનુષ્યનો જે એક ઉચ્છવાસ યુક્ત નિઃશ્વાસ છે તેનું નામ પ્રાણ કહેવામાં આવેલ છે. એવા સાત પ્રાણોનો એક સ્ટોક હોય છે. સાત સ્તોકોનો એક લવ હોય છે. 77 લવોનું એક મુહૂર્ત હોય છે. 3733 ઉચ્છવાસનનિઃશ્વાસોનું એક મુહૂર્ત હોય છે. એવા મુહૂર્ત પ્રમાણથી 30 મુહૂર્તનો એક અહોરાત્ર હોય છે. પંદર અહોરાત્રનો એક પક્ષ હોય છે. બે પક્ષનો એક માસ હોય છે. બે માસની એક ઋતુ હોય છે. ત્રણ ઋતુઓનું એક અયન હોય છે. બે અયનો નો એક સ્વંત્સર હોય છે, પાંચ સંવત્સરનો એક યુગ હોય છે. વીસ યુગોના એક સો વર્ષ હોય છે. 10 સો વર્ષોના એક હજાર વર્ષ હોય છે. 100 હજાર વર્ષોના એક લાખ વર્ષો હોય છે. 84 લાખ વર્ષોનું એક પૂર્વાગ હોય છે, 84 લાખ પૂવગનો એક પૂર્વ હોય છે, પૂર્વવર્ષનું પ્રમાણ આ પ્રમાણે કહેવામાં આવેલ છે. ૭૦પ0000000000. 84 લાખ પૂર્વનું એક ત્રુટિતાંગ હોય છે 84 લાખ ત્રુટિતાંગ બરાબર એક એડડાંગ હોય છે. 84 લાખ અડડાંગ બરાબર એક અડડ હોય છે. 84 લાખ અડડનું એક અવવાંગ હોય છે. 84 લાખ અવવાંગ બરાબર એક અવવ હોય છે. 84 લાખ અવવનું એક હુહુકાંગ હોય છે. 84 હુહુકાંગ બરાબર એક હુછુક હોય છે, 84 લાખ હુહુક બરાબર એક ઉત્પન્સાંગ હોય છે. 84 લાખ ઉ૫લાંગ બરાબર એક ઉત્પલ હોય છે. 84 લાખ ઉત્પલનું એક પધાંગ હોય છે. 84 લાખ પધ્રાંગનું એક પદ્ધ હોય છે. 84 લાખ પદ્મનું એક નલિનાંગ હોય છે. 84 લાખ નલિનાંગ બરાબર એક નલિન હોય છે. 84 લાખ નલિનનું એક અર્થનિપૂરાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org