Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફબારો-૧ 19 વર્તમાનમાં પણ છે. તેમજ ભવિષ્ય કાળમાં પણ વિદ્યમાન રહેવાનો છે. એથી આ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે [2] હે ભદત 1 ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે ? લધુહિમવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં અને વૈતાઢ્ય પર્વતની ઉત્તરદિશામાં તથા પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પાશ્ચાત્ય લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જેબૂદ્વીપ નામક દ્વીપમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વ તેમજ પશ્ચિમ દિશામાંલાંબુ છે. ઉત્તર અને દક્ષિણદિશામાં વિસ્તારયુક્ત છે. પર્યકાસન સંસ્થાનથી કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને આ સ્પર્શી રહેલ છે. ગંગા અને સિધુ એ બે મહાનદીઓ એને ત્રણ વિભાગોમાં વિભક્ત કરેલ છે. સવણસમુદ્રમાં મળનારી મહાનદી ગંગાએ આનો પૂર્વ ભાગ કર્યો છે, સિન્ધએ આનો પશ્ચિમ ભાગ કર્યો છે. અને ગંગા અને સિધુએ આનો મધ્યભાગ કર્યો છે. આનો વિસ્તાર 238319 યોજન જેટલો છે. આ ઉત્તરાર્ધ ભારતની વાહા- પૂર્વ પશ્ચિમ દિશામાં 1892 યોજન અને એક યોજનના ૧૯માં ભાગમાંથી કાં ભાગ પ્રમાણ છે. તે ઉત્તરાર્ધ ભરતની જીવા ક્ષુલ્લહિમવાનું પર્વતની દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને પૂર્વ દિશ્વર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને તેમજ પશ્ચિમ દિગ્દર્તી કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. આનો આયામ 14471 યોજન અને એક યોજનના 19 ભાગોમાંથી કંઈક કમ 6 ભાગ પ્રમાણ છે. ઉત્તરાર્ધ ભરતની જીવાનું દક્ષિણદિશામાં દક્ષિણધનુષ્પષ્ટ ક્ષેત્ર વિશેષ-૧૪૫૨૮ યોજન અને એક યોજનના 19 ભાગમાંથી 11 ભાગ પ્રમાણ છે. ઉત્તરાધભરતક્ષેત્રનું સ્વરૂપ આ પ્રમાણે છે. ત્યાંનો ભૂમિભાગ બહુસમ રમણીય છે અને તે આલંગ પુષ્કરના જેવો છે. યાવતુ ત્યાંનો ભૂમિ ભાગ કૃત્રિમ અને અકત્રિમ તૃણોથી તેમજ મણિઓથી સુશોભિત છે. ત્યાંના નિવાસી મનુષ્યોના સ્વરૂપો - વજઋષભનારાચ વગેરે અનેક પ્રકારના સંહનનવાળા હોય છે. વાવતુ એમાંથી કેટલાક તેજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવતું સવ દુઃખોને વિનષ્ટ કરે છે. [21] ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં ઋષભકૂટ નામે પર્વત ક્યાં આવેલો છે? હે ગૌતમ! હિમવાને પર્વતથી ગંગા મહાનદી જે સ્થાન પરથી નીચે પ્રવાહિત થાય છે, તે ગંગા કુંડની પશ્ચિમદિશામાં અને હિમવાન થી સિન્થ મહાનદી જે સ્થાન પરથી નીચે પ્રવાહિત થાય છે તે સિન્ધકુંડની પૂર્વદિશામાં તથા લઘુહિમાવાન વર્ષધર પર્વતની દક્ષિણદિશાના નિતંબમેખલા સમીપવર્તી પ્રદેશ-પર બૂઢીપસ્થિત ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ નામે પર્વત આવેલ છે. ઊંચાઈમાં આઠ યોજન જેટલો છે. બે યોજન જેટલો જમીનની અંદર છે. મૂલમાં આનો વિખંભ બાર યોજન છે. મધ્યમાં આઠ યોજન છે. અને ઉપરમાં ચાર યોજન છે. મૂલમાં આની પરિધિ કંઈક અધિક ૨પ યોજન જેટલી છે. અને ઉપરમાં એની પરિધિ કંઈક અધિક 12 યોજન જેટલી છે. આ મૂલમાં વિસ્તીર્ણ મધ્યમાં સંકુચિત અને ઉપરમાં પાતળો થઈ ગયો છે. એથી ગાયના પૂંછડાનું જેવું સંસ્થાન છે. આ પર્વત સવત્મિના જબૂનદ-સ્વર્ણ નિમિત છે અચ્છ થી માંડીને પ્રતિરૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. આ ઋષભકૂટ પર્વત ચોમેર એક પાવર વેદિકાથી પરિવેષ્ટિત છે. આનું વિશેષ વર્ણન સિદ્ધાયતન કૂટના જેવું જ છે. તથા ઋષભકૂટ પર્વત એક વનપંડથી ચોમેર ઘેરાએલ છે. મધ્યભાગમાં એક વિલ ઋષભ નામના દેવનું ભવન છે. આ ભવનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org