Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ - - વફખારો-૧ 107. ભૂમિભાગ છે તે સમરમણીય છે. છંદગ મુખ પટ જેવું બહુસમ રમણીય હોય છે ઈત્યાદિ રૂપથી તથા યાવતુ નાના પ્રકારના પંચવણોપેત મણિઓથી તે શોભિત છે. હે ભદત ! જબૂદ્વીપ નામદ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં પડતા વૈતાઢ્ય પર્વતના કેટલા શિખરો છે! નવ ફૂટ-શિખરો છે. સિદ્ધયતનકૂટ દક્ષિણાદ્ધ ભરતકૂટ, ખંડપ્રપાતગુફાકૂટ, માણિભદ્રકૂટ, વૈતાદ્યકૂટ, પૂર્ણભદ્રકૂટ, તમિસ્ત્રગુહાકૂટ, ઉત્તરાર્ધભરતકૂટ, વૈશ્રવણ કૂટ, [14] જે સિદ્ધયતન નામક કૂટ છે તે કયા ભાગમાં આવેલ છે? હે ગૌતમ! પૂર્વ દિગ્વતી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ દક્ષિણાર્દ ભરતકૂટની પૂર્વ દિશામાં જબૂદ્વીપ સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં આવેલ વૈતાઢ્ય પર્વતની ઉપર સિદ્ધાયતન કૂટ છે. આ સિદ્ધાયતન કૂટ એક ગાઉ 6 યોજન જેટલો ઊંચો છે. મૂલમાં આનો વિસ્તાર એક ગાઉ સહિત 6 યોજન જેટલો છે. મધ્યમાં આનો વિસ્તાર કંઈક ન્યુન પાંચયોજન જેટલો છે. ઉદ્ઘભાગમાં આનો વિસ્તાર ત્રણ યોજન તેમજ કંઈક વધારે અગાઉ જેટલો છે. મૂલમાં આની પરિધિ કંઈક કમ 22 યોજન જેટલી છે. મધ્યભાગમાં આની પરિધિ કંઈક કમ 15 યોજન જેટલી છે. ઉપરની એની પરિધિ કંઈક વધારે નવ યોજન જેટલી છે. તે સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. તે મૃદંગ મુખવતુ બહુસમ છે. વાવતુ અહીં અનેક વ્યંતર દેવ આદિ પોતાના સમયને આનંદ પૂર્વક પસાર કરે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બરાબર મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. સિદ્ધાયતન લંબાઈમાં એક ગાઉ જેટલું છે અને વિસ્તાર માં અદ્ધ ગાઉ જેટલું છે, કંઈક કમ એક ગાઉ જેટલું ઉંચું છે. આ અનેકસો થાંભલાઓની ઉપર સ્થિત છે. દરેક સ્તંભની ઉપર નિપુણ શિલ્પકારો વડે નિર્મિત વિજ વેદિકાઓ અને તોરણો છે તથા શ્રેષ્ઠ અને નેત્ર મનને હર્ષિત કરનારી શાલભંજિકાઓ બનેલી છે. સિદ્ધાયતનના વૈપૂર્વ રત્નનિર્મિત સ્તંભો છે. તે સુશ્લિષ્ટ છે. લષ્ટ-સંસ્થિત સુંદર આકાર વાળા છે, તેમજ પ્રશસ્ત છે અને વિમલ નિર્મલ છે. ભૂમિભાગ છે તે અનેક મણિયોથી સ્વણથી અને રત્નોથી ખચિત છે. એથી તે ઉજ્જવલ છે અને અત્યંત સમ છે. તેમજ અહીં ઈહામૃગ વૃક, વૃષભ, બળદ તુરગ અશ્વ, નર મનુષ્ય, મગર,-પક્ષી, સર્પ, કિન્નર યાવતુ પાલતા કુમલિની આ સર્વના ચિત્રો બનેલા છે. એથી આ સિદ્ધાયતન અદ્દભુત જેવું લાગે છે. કંચન સુવર્ણ મરકત વગેરે મણિ આદિ વૈર્ય આદિ રત્નોથી તેનું શિખર બનેલું છે. દિવાલો ચૂના વગેરેથી ધોળેલી રહે છે યાવતુ ધ્વજાઓ એની ઉપર લહેરાતી રહે છે. તે સિદ્ધાયતનના. ત્રણ દ્વારા ત્રણ દિશાઓમાં આવેલાં છે. એ દ્વારે પ૦૦ પાંચસો ધનુષ જેટલાં ઉંચાં છે. ૨પ૦ અઢીસો ધનુષ જેટલા વિસ્તાર વાળા છે. તેમજ એટલો એમનો પ્રવેશ છે. એ દ્વારા શ્વેતા છે અને એમનાં શિખરો શ્રેષ્ઠ સુવર્ણ નિર્મિત છે. તે સિદ્ધાયતનનો અંદરનો ભૂમિભાગ બહુસમરમણીય છે, તે ભૂમિ ભાગમૃદંગ મુખપુટવહુ બહુસમ છે. તે સિદ્ધયતન ના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ દેવચ્છેદક છે. આ દેવચ્છેદક ઊંચાઈમાં પાંચસો ધનુષ પ્રમાણ છે તેમજ સવત્મિના રત્નમય છે. દેવચ્છેદકમાં જિનોત્સધ પ્રમાણે પ્રમિત 108 જિન-અરિહંતની પ્રતિમાઓ વિરાજમાન છે, આ 108 જિન પ્રતિમાઓ નું વર્ણન વગેરે જીવાજીવા ભિગમ સૂત્રાનું સાર જાણવું. [15-18] હે ભદત વૈતાઢ્ય પર્વત પર દક્ષિણાદ્ધ ભરત નામે કૂટ ક્યાસ્થળે આવેલ છે. હે ગૌતમ ! ખંડપ્રપાત ફૂટની પૂર્વદિશામાં વૈતાઢ્ય પર્વત સંબંધી દક્ષિણાર્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org