Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 106 જંબુદ્વીપનૃત્તિ- 113 આ મણિ અને તૃણ ત્યાં કૃત્રિમપણ છે અને અકૃત્રિમ પણ છે. દક્ષિણ વિદ્યાધર શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે 50 નગરો છે તેમજ ઉત્તરવિદ્યા ધર શ્રેણીમાં રથનપુર ચક્રવાલ વગેરે 60 નગરો આવેલા છે. આ વિદ્યાધરોની રાજ ધાનીઓ વિભવ, ભવન વગેરેથી શ્રદ્ધા છે, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત છે, યાવતુ પ્રતિરૂપ છે વિદ્યાધર શ્રેણિદ્વય નિવાસી મનુષ્યોનું સ્વરૂપ સમચતુરસ્ત્ર આદિ સંસ્થાન વાળા હોય છે. એમના શરીરની ઉંચાઈ પાંચસો ધનુષ વગેરે જેટલી હોય છે. પૂર્વ કૌટિ વર્ષશત આદિ જેટલી આયુ હોય છે. યાવતું અવ્યાબાધ સુખના ભોક્તા છે તે વિદ્યાધર શ્રેણીઓને બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતના બન્ને પાર્શ્વ ભાગોમાં દશ દશ યોજન ઉપર જઈને બે આભિયોગ્ય શ્રેણિઓ છે શક્ર અને લોકપાલોના કિંકરભૂત જે વ્યંતર દેવ વિશેષ છે, તેમની આ નિવાસભૂત શ્રેણીઓ છે. એઓ બન્ને પૂર્વ પશ્ચિમમાં લાંબી છે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં ચોડી છે. એમનો વિસ્તાર દશ-દશ યોજના જેટલો છે. તેમજ પર્વતની લંબાઈ જેટલી એમની લંબાઈ છે. હે ગૌતમ! એ બન્ને શ્રેણી ઓન ભૂમિભાગ બહુ સમ છે અને એથી જ તે બહુજ રમણીય છે આ પૂર્વોક્ત આભિયોગ્ય શ્રેણીઓના સ્થાનો પર અનેક વાનવ્યંતર દેવો દેવીઓ સુખપૂર્વક ઉઠતા-બેસતા રહે છે, યાવતું શુભ ફળ વિશેષનો ઉપભોગ કરતા રહે છે. તેઓ બન્ને અભિયોગ્ય શ્રેણી ઓમાં દેવેન્દ્ર દેવરાજ શક્રના-જે પૂર્વ દિશાનાં દિપાલ સોમ છે. દક્ષિણ દિશાના દિક પાલ યમના પશ્ચિમ દિશાના દિક્યાલ વરુણના અને ઉત્તર દિશાના દિક્યાલ વૈશ્રવણના તેમના અનેક ભવનો કહેવાય છે. તે ભવનો બહારથી ગોળ છે. અને અંદરથી ચતુરસ્ત્ર છે. થાવત્રાસાદીય છે. પ્રત્યેક ભવનમાં 48-48 કોઠાઓ બનેલા છે. તેમજ 48-48 વન માળાઓ ગોઠવેલી છે. પરચક્રનો અહીં ભય નથી. તેમજ સ્વચક્રના ભયથી એ રહિત છે. જેમના હાથોમાં દંડ છે એવા કિંકરભૂત દેવોથી એ ભવનો સંરક્ષિત થયેલા છે. ગોમયા દિકના લેપનથી એ ભવનો પરિષ્કત છે. ગોશીર્ષચન્દન અને સરસ રક્ત ચંદનના અધિ કાધિક પ્રગાઢલેપાદિના, એ ભવનોમાં હાથના થાપાઓ લાગેલા છે. સ્થાન સ્થાન પર ચંદન નિમિત કલશો એ ભવનોમાં મૂકેલા છે. દરેક ભવનના દરેક દ્વાર પર ચન્દન કલશો ના તોરણો બનેલા છે. એ ભવનોમાં જે પુષ્પમાલા છે- વિસ્તીર્ણ છે. તેમજ વૃત્ત-ગોળ આકારવાળા છે. અને લટકતા છે. એ ભવનોમાં યત્ર તત્ર સરસ પંચવર્ણોપેત તેમજ સુગંધિત પુષ્પોના સમૂહો વિકીર્ણ થયેલા રહે છે. પ્રજ્વલિત કાલા ગુરુની, પ્રશ્નસ્તર કુન્દરુષ્કન્ધ દ્રવ્ય વિશેષની, લોબાનની અને દશાંગધૂપની મનોજ્ઞગબ્ધ સર્વત્ર વ્યાપ્ત છે અપ્સરાઓના સમુદાયો આમથી તેમ હરતા-ફરતા જ રહે છે. દિવ્ય વાજાઓનો નાદ થતો રહે છે. એથી એ મુખરિત રહે છે. એ સર્વાત્મના રત્નમય છે તેમજ અચ્છથી માંડીને પ્રતિરૂપ છે એ બન્ને આભિયોગ્ય શ્રેણી ઓના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુઓમાં પાંચ પાંચ યોજન ઉપર આગળ જવાથી વૈતાઢ્ય પર્વતનું શિખર કહેવાય છે. શિખર પૂર્વથી પશ્ચિમ સધી લાંબું છે. આનો વિસ્તાર 10 યોજન જેટલો છે. એથી આ લંબાઈની અપેક્ષાએ પર્વ તની બરાબર છે. તે શિખરતલ એક પદ્મવરવેદિકા અને એક વનપંડનથી ચારે તરફથી ઘેરાયેલું છે. એ બન્નેની લંબાઈ-ચોડાઈનું પ્રમાણ તેમજ એમના સંબંધનું વર્ણન જંબૂદ્વીપની ગતીની પદ્મવરવેદિકા અને વનખંડના વર્ણન જેવું જ છે. શિખર તલનો જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org