Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ o5 વકુબારો-૧ દિશામાં જેબૂદ્વીપસ્થ ભરત ક્ષેત્રમાં વૈતાય નામે પર્વત છે. આ વૈતાઢ્ય પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોડો છે. બે બાજુથી આ લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. ઊંચાઈ ૨પ યોજન જેટલી છે. આનો ઉધ એક ગાઉ અઘિક યોજન જેટલો છે. તેમજ વિસ્તાર પ૦ યોજન જેટલો છે. આ વૈતાદ્ય પર્વતની વાહા-દક્ષિ ણથી ઉત્તર સુધીની આડી અકાશ પ્રદેશ પંક્તિ-પૂર્વ અને પશ્ચિમ દિશામાં 84 યોજના જેટલી છે અને એક યોજનના 19 ભાગોમાંથી ૧શા ભાગ પ્રમાણે છે તે વૈતાઢ્યની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમદિશા સુધી લાંબી છે તેમજ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આની લંબાઈ 10720 યોજન જેટલી છે અને 1 યોજનના 19 ભાગોમાંથી 12 ભાગ, પ્રમાણ જેટલી છે. તે જીવાના દક્ષિણ દિભાગમાં વૈતાઢ્ય પર્વતનું ધનુપૃષ્ઠ 10743 યોજન જેટલું અને 1 યોજન ના 19 ભાગોમાંથી 15 ભાગ પ્રમાણ જેટલું છે, તે વૈતાદ્યનો આકાર રુચક જેવો છે. આ વૈતાદ્યપર્વત સર્વાત્મના રજતમય છે અને અચ્છ વિગેરે વિશેષણથી માંડીને પ્રતિરૂપક સુધીના વિશેષણોથી યુક્ત છે. વૈતાઢ્ય પર્વત બને બાજુએથી બે પદ્મવર વેદિકાઓને સ્પર્શી રહેલ છે. બન્ને તરફ બે વનખંડો છે. પદ્મવર વેદિકાઓ મણિમય પધની બનેલી છે તેમજ વનપંડ અનેક જાતીય ઉત્તમ વૃક્ષ સમૂહથી. યુક્ત એ પાવર વેદિકાઓ બબ્બે ગાઉ જેટલી ઊંચી છે અને 500, 500 ધનુષ જેટલી. પહોડી છે વૈતાઢય પર્વતની પશ્ચિમ અને પૂર્વ દિશામાં બે ગુફાઓ કહેવાય છે. એ ઉત્તર અને દક્ષિણ સુધી લાંબી છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી પહોડી છે. એમાંથી દરેકની લંબાઈ 50 પોજન જેટલી છે. અને વિસ્તાર 12 યોજન જેટલો છે. એમાંથી દરેકે દરેકની. ઊંચાઈ 9 યોજન જેટલી છે એ ઓ બને વજમય કપાટોથી આચ્છાદિત રહે છે. ત્યાં પ્રવિષ્ટ થવું બહુજ દુષ્કર કાર્ય છે. એમાં ગાઢ અંધકાર વ્યાપ્ત છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય તેમજ નક્ષત્રોનો ત્યાં પ્રકાશ પહોંચતો નથી. બન્નેને ગુફાઓ અચ્છથી માંડીને પ્રતિ રૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. એ ગુફાઓના નામ તમિસ્ત્ર ગુફા અને ખંડ પ્રપાત ગુફા છે. એમાંથી દરેક ગુફામાં બે દેવો રહે છે. એઓ વિમાન પરિવાર આદિ રૂપથી મહા ઋદ્ધિના સ્વામી છે. મહાદ્યુતિવાળા છે, મહાબળવાન છે. મહાયશવાળા છે. મહાસુખ શાલી છે, મહા પ્રભાવ સંપન્ન છે. આ દેવોનાનામો કૃતમાલક અને નૃત્યમાલક છે. આમાંથી જે કતમાલક દેવ છે તે તમિસગુનો અધિ પતિ છે. અને નૃત્યમાલક છે. તે ખંડપ્રપાત ગુફાનો અધિપતિ છે. એ વનખંડોનો ભૂમિ ભાગ બહુસમ છે અને ખૂબજ રમણીય છે. વૈતાદ્ય પર્વતના બન્ને પાર્શ્વભાગોમાં દશ યોજન ઉપર જઈને વિદ્યાધરોની બે શ્રેણી પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એમાંથી દરેકનો વિસ્તાર દશ દશ યોજન જેટલો છે અને દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. એઓ અને વિદ્યાધર શ્રેણીઓ પોતાના બન્ને પાર્શ્વભાગમાં દક્ષિણથી અને ઉત્તરથી બબ્બે પદ્મવરવેદિકાઓથી અને વનખંડોથી પરિવેષ્ઠિત છે, એ જ પવર વેદિકાઓ અદ્ધ અદ્ધ યોજન જેટલી ઊંચાઈ વાળી છે. અને પાંચસો પાંચસો ધનુષની જેટલી વિસ્તાર વાળી છે. તથા આમાંથી દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. વિદ્યાધર શ્રેણીઓનો આકારભાવ પ્રત્યવતાર-સ્વરૂપ વિશે શું કહ્યું છે? હે ગૌતમ ! વિદ્યાધર શ્રેણીઓનો ભૂમિભાગ બહુસમ-છે.-એથી રમણીય છે. તે મૃદંગના મુખવત બહુસમ છે. યાવતુ તે અનેક જાતના પંચવણોથી યુક્ત મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org