Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ વખારો-૧ 103 ક્યાંક ઊભા રહે છે. પાર્શ્વ પરિવર્તિત કરતાં રહે છે. રતિસુખ ભોગવતાં રહે છે. અનેક પ્રકારની ક્રીડાઓ કરતાં રહે છે. ગીતો ગાતાં રહે છે, પરસ્પર એ બીજાને મુગ્ધ કરતાં રહે છે. ભિન્ન ભિન્ન પ્રકારના વિલાસોથી દેવોના ચિત્તને દેવીઓ લુબ્ધ કરતી રહે છે. આ રીતે આ સર્વ દેવ અને દેવીઓ પૂર્વમાં આચરિત શુભાધ્યવસાયથી સવિધિ શોભન પરાક્રમપૂર્વક ઉલ્લાસની સાથે સેવન કરેલા એવા શુભકલ્યાણકારી ફળવાળા પુણ્ય કર્મોના કલ્યાણ રૂ૫ ફળ ને તેમના ઉદય કાળમાં ભોગવતાં પોતાના સમયને પસાર કરે છે. તે જગતની ઉપર જે પદ્મવરવેદિકા છે તે પાવર વેદિકાની અંદર એક બહુજ વિશાળ વનપંડ કહેવામાં આવેલ છે. આ વનખંડ ઈમાં કંઈક સ્વલ્પ બે યોજન જેટલો છે તેમજ આની પરિધિ નો વિસ્તાર વેદિકાની પરિધિ જેટલો જ છે. [7] જમ્બુદ્વીપની દ્વારા સંખ્યાનું વર્ણનઃ - તે દ્વાર ચાર છે વિજય-વૈજયંત-જયંત અને અપરાજિત જેનું વર્ણન જાણી લેવું. આ દ્વારો કયાં કયાં છે? | [8] હે ગૌતમ! જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં સ્થિત મન્દર પર્વતની પૂર્વ દિશામાં 45 હજાર યોજન આગળ જવાથી જંબૂઢીપની પૂર્વ દિશાને અંતે અને લવણ સમુદ્રથી પૂર્વ દિશાના પશ્ચિમ વિભાગમાં સીતા મહાનદીની ઉપર જંબૂદ્વીપનું વિજય નામક દ્વાર કહે વામાં આવેલ છે. આ દ્વારની ઊંચાઈ આઠ યોજન જેટલી છે તેમજ વિસ્તાર ઊંચાઈ કરતાં અધ છે અને પ્રવેશમાર્ગ ચાર યોજન જેટલો છે. આ દ્વાર ધવલવર્ણવાળું છે અને આનું શિખર ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. આ વિજયદ્વારનું વર્ણન વિજ્યા નામક રાજધાની સુધીનું જેમ ‘જીવાજીવાભિગમ સૂત્ર મુજબ જાણવું [9-10] જંબૂદ્વીપના એક દ્વારથી બીજાદ્વાર સુધીનું અવ્યવહિત અંતર 79 હજાર પર યોજન તેમજ કંઈક સ્વલ્પ અધ યોજન જેટલું છે. જેબૂદ્વીપની પરિધિનું પ્રમાણ 315227 યોજન 3 ગાઉ 128 ધનુષ અને 13 અંગુલ જેટલું છે. આ પ્રમાણમાંથી વિજ્યાદિ ચારદ્વાર ના 18 યોજનાનો જે વિસ્તાર છે તે જુદો જ રાખવો જોઈએ. પૂર્વોક્ત પરિધિના પ્રમાણમાંથી 18 યોજન કમ કરવાથી અવશિષ્ટ ૩૧૬૨૦૯ને નવ થી ભાજિત કરવાથી પર અધિક 79 હજાર યોજન અને 1 ગાઉ લબ્ધ થાય છે. એટલે કે 79 હજાર પર યોજન અને 1 કોશ આવે છે. (એજ વાત ગાથા વડે પ્રકટ કરવામાં આવી છે) [11] હે ભદન્ત ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત નામક વર્ષ ક્ષેત્ર-ક્યાં કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ભરતાદિ ક્ષેત્રોની સીમા કરનાર લઘુ હિમવાનું પર્વતના દક્ષિણ દિગુ ભાગમાં દક્ષિણ દિગૂવર્તી લવણ સમુદ્રના ઉત્તરદિભૂભાગમાં પૂર્વ દિગ્ગ ભાગવર્તી લવણ, સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગુભાગવર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂઢીપગત ભરત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્ર માં કાંટાંવાળા વૃક્ષોની અહીં અધિકતા છે. અહીં ઘણાં સ્થાનો એવા પણ છે કે ત્યાં પ્રવેશવું અશક્ય છે- ડગલે ને પગલે જ્યાં ખાડાઓ પુષ્કળ છે એવા સ્થાનવાળું છે. ડુંગરો પર ઠેકઠેકાણો ઘણી ગુફા ઓ વાળું છે. સ્થાન સ્થાન પર જેમાં નદીઓ છે ઠેકઠેકાણે જ્યાં પ્રાયઃ દ્રહ છે ઘણાં વૃક્ષો છે ઠેકઠેકાણે જ્યાં ગુચ્છાઓ છે ગુલ્મો અધિકાંશ રૂપમાં ઘણા છે એવું આ ક્ષેત્ર છે. જ્યાં લતાઓની હિંસક જાનવરોની તૃણની તસ્કરોની સ્વદેશોત્પન્નજનોથી ઉપદ્રવો પરદેશી રાજઓના ઉપદ્રવો દુર્ભિક્ષની દુષ્કાળની પાખંડો મિથ્યાવાદીઓની, પણ જનોની, યાચ કોની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, શલભ, શુક તેમજ અત્યાસન્ન રાજાઓ જેમાં બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 178