Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 104 જંબુલીવપનતિ- 111 લતા છે એવા આ ભરત પ્રદેશ છે. મારિ કર્ષક- અનાવૃષ્ટિ અધિપતિત્વ કરનારા રાજા ઓની રોગોની અસમાધીઓની બહુલતા જ્યાં છે એવો આ પ્રદેશ છે. અને નિરંતર જ્યાં પ્રજાજનોના ચિત્તને કષ્ટ આપનારા દંડ જ્યાં વિદ્યમાન છે. એવો આ પ્રદેશ છે. આ ભર ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ ભરત ક્ષેત્ર ઉત્તર દિશામાં પલંગનું જેવું સંસ્થાન આકારવાળું છે. દક્ષિણ દિશામાંધનુષ પૃષ્ઠનું જેવું સંસ્થાન હોય છે ભરતક્ષેત્ર ત્રણ રીતે લવણ સમુદ્રને સ્પર્શી રહ્યું છે. ગંગા અને સિંધુ એ બન્ને મહાનદીઓથી અને વિજયાર્ધ પર્વતથી વિભક્ત થઈને છ ખંડોથી યુક્ત થઈ ગયેલ છે.આનો વિસ્તાર પ૨૬-૬૧૯હ્યોજન પ્રમાણ છે. જેબૂદ્વીપ કે જેનોવિઝંભ 1 લાખ યોજન જેટલો છે તેના૧૯૦ ભાગ કરવાથી ભરત ક્ષેત્ર નો વિસ્તાર ૧૦૦મા ભાગ જેટલો થાય છે. વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રના એકદમ મધ્યભાગમાં આવેલ છે. આ પર્વત ભરત ક્ષેત્રનેબેભાગોમાંવિભક્તકરેલછે.બેવિભાગો દક્ષિણાર્દ ભરત અને ઉત્તરાદ્ધ ભરત છે. [12] હે ભદન્ત જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં દક્ષિણાદ્ધ ભરત નામક ક્ષેત્ર કયા સ્થળ પર આવેલ છે. હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં દક્ષિણદિગ્વતી લવણ સમુદ્રની ઉત્તર દિશામાં, પૂર્વવર્તી લવણ સમુદ્રની પશ્ચિમદિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાંમ જંબૂઢીપાન્તર્ગત દક્ષિણાદ્ધ ભરત નામે ક્ષેત્ર કહેવાય છે. આ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. આનો આકાર અદ્ધ ચન્દ્ર જેવો છે. આ ત્રણ બાજુઓથી લવણ સમુદ્રને સ્પર્શે છે. ધનુષના આકારવાળો આ પ્રદેશ છે. ગંગા અને સિંધુ નામક બે મહાનદીઓ વડે આ ત્રણ ભાગોમાં સંવિભક્ત થયેલ છે. આ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રનો વિસ્તાર 2383/19 યોજન જેટલો છે. તે દક્ષિણાદ્ધ ભારતની જીવા-જેના ક્ષેત્ર વિભાગવિશેષ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. 9748-1219 યોજન જેટલું પ્રમાણ જીવાનું લંબાઈની અપેક્ષાએ છે. ધનુષ્પષ્ટનું પ્રમાણ ઊ૬૬ યોજન અને એક યોજનના 19 ભાગમાંથી કિંઈક વધારે એક ભાગ જેટલું છે. આ પરિધિની અપેક્ષાએ છે દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિ ભાગ બહુસમ હોવાથી રમણીય લાગે છે, તે આલિંગ મૃદંગના મુખ પૃષ્ઠ જેવો બહુ સમ છે. યાવતુ અનેક પ્રકારના પાંચ વણોવાળા મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત કહેવાય છે. મનુષ્યો વજ ઋષભ નારી વગેરે સંસ્થાનવાળા હોય છે, અનેક પ્રકારની પ૦૦ ધનુષ આદિ રૂપ શારીરિક ઊંચાઈવાળા હોય છે. અનેક પ્રકારની આયુવાળા હોય છે. કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને નરકમાં જાય છે કેટલાક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને તિર્યંચ ગતિમાં જાય છે, કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને મનુષ્ય ગતિમાં જાય છે અને કેટલાંક એવા હોય છે કે જેઓ મરીને દેવગતિ પામે છે તથા કેટલાંક એવો પણ હોય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પામે છે એટલે કે કૃત કૃત્ય થઈ જાય છે. બુદ્ધ અવસ્થા પામે છે. સકલ-કર્મકૃત વિકારોથી રહિત થઈ જાય છે. તેથી તેઓ પરિનિવણિ પામે છે. સ્વ સ્વરૂપમાં જ સમાહિત થઈ જાય છે. અવ્યાબાધ સુખના ભોક્તા થઈ જાય છે. [13] હે ભદત ! જંબૂદ્વીપમાં સ્થિત ભરત ક્ષેત્રમાં વૈતાદ્ય પર્વત ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં દક્ષિણ ભારત ક્ષેત્રની ઉત્તરદિશામાં પૂર્વ દિગ્વતીં લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org