Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ [10] SS नमो नमो निम्मल देखणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ izzzzzzzz 1 જંબુદ્ધીવ-પત્નત્તિ , ઉવંગ-૭-ગુર્જરછાયા ssssssss s SSSSSSSSSS (-કવન્બારો-૧ [1] અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. આ અવસર્પિણીના ચોથા આરામાં જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો વિહાર થઈ રહ્યો હતો, તે સમયે મિથિલા નામે એક નગરી હતી. આ નગરીનું વર્ણન ઉવવાઈ સૂત્ર વર્ણિત ચંપાનગરીના વર્ણન ની જેમ જ છે. આ મિથિલા નગરીની બહાર ઈશાન કોણમાં મણિભદ્રનામનું એક ચૈત્ય હતું. આ નગરીનો રાજા જિતશત્રુ હતો અને તેની પટ્ટરાણીનું નામ ધારિણી હતું તે કાલે અને તે સમયે ત્યાં ભગવાનું મહાવીર સ્વામી સમવસૃત થયા- નગરથી જનમેદની નીકળી ભગવાને ધર્મની પ્રરૂપણા. કરી ધર્મ સાંભળીને તે જનપરિષદ જે દિશા તરફથી આવેલ હતી તે તરફ પાછી જતી રહી. | [2] તે કાળમાં તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીરના જ્યેષ્ઠ પ્રધાન અંતે વાસી- શિષ્ય કે જેમનું નામ ઇન્દ્રભૂતિ અણગાર હતું અને જેઓ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલ હતા તથા જેમની ઊંચાઈ 7 હાથ જેટલી હતી- સંસ્થાન સમચતુરસ્ત્ર હતું તપસ્યાની આરાધના એઓ કર્મોની નિર્જરા માટે જ કરતા હતા. એમને માટે કહેવામાં આવેલ તપસ્યા બીજા સાધારણ તપસ્વીઓ માટે એકદમ અશક્ય જ હતી. પરીષહ અને ઉપસર્ગથી એઓ વિચલિત થતા નહીં દુશ્મર એમના વતો હતા. મૂલગુણાદિક જે એમના ગુણો હતા એઓ ચતુર્દશ પૂર્વના પાઠી હતા. અને એની સાથે મતિજ્ઞાન, શ્રત અવધિ જ્ઞાન અને મન પર્યવજ્ઞાનના ધારી હતા તેમણે પ્રભુને આ પ્રમાણે નિવેદન કર્યું. [3] કયા સ્થાન પર જંબૂઢીપ નામક દ્વીપ આવેલ છે? કેટલો વિશાળ છે? સંસ્થાન કેવું છે? આકાર-સ્વરૂપ-કેવો? અને એમાં કઈ કઈ જાતના પદાર્થો છે? હે ગૌતમ! આ જે દ્વીપ છે, તેનું નામ જ જંબૂદ્વીપ છે. આ જંબૂઢીપ નામક દ્વીપ બધા દ્વીપો તેમજ સમુદ્રોની વચ્ચે અવસ્થિત સૌથી પહેલો દ્વિીપ છે. “આનો આકાર તેલમાં તળેલા પુડલા જેવો છે. પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ ચંદ્રમા જેવી આકૃતિ હોય છે તેવી ગોલાકૃતિ છે. આની લંબાઈ, ચોડાઈ એક યોજન જેટલી છે. પરિધીનું પ્રમાણ 33 લાખ 16 હજાર બસો 37 યોજન અને 3 કોશ 28 ધનુષ 13 અંગુલ કરતાં કંઈક વધારે છે. [૪].આ જંબૂદીપ નામક દીપ વજમી જગતી થી ચોમેર સારી રીતે આવૃત્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org