Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિમિત્ત રાજ પાપકર્મ કરી કમાતા રહે છે. આ પ્રકારના વિચાર કરતાં કરતાં તે વણિક દુઃખ ભુલવા ઘરથી મહાર નીકળ્યા. ગરમીના એ સમય હતા, તાપ જોરથી પડી રહ્યો હતેા, મધ્યાહ્નના સમય હતેા, ચિન્તાતુર વદને તે ગરમીના આતાપથી બચવા ત્યાં એક ઝાડની છાયામાં વિશ્રાંતિ લેવા બેસી ગયા. આ સમયે એક સાધુ ભિક્ષા માટે જઈ રહ્યા હતા તે ત્યાંથી નીકળ્યા. સાધુ મહારાજને જોઈ તે વિષુકે કહ્યું કે, હું મુનિરાજ! ઊભા રહેા-ઘેાડો સમય અહીં વિશ્રાંતિ કરેા. વણિકની વાત સાંભળીને મુનિરાજે કહ્યુ-મને ઉતાવળ છે, મારા કાર્ય માટે હું જઇ રહ્યો છું, મુનિરાજની વાણી સાંભળીને વિણુંકે કહ્યુ–ભગવન્ ! ખીજાના કામ અર્થે પણ શું કેાઈ જાય છે ? મુનિરાજે કહ્યું-હા સંસારના અનેક જીવ બીજાના માટે જ કલેશ પામે છે. જેમ તમે પોતે શ્રી આદિને માટે ભેાગવી રહ્યા છે. મુનિરાજનાં વચન સાંભળીને વિક સચેત બની ગયા અને ખેલ્યા મહારાજ! આપ કાં ઉતર્યાં છે ? મુનિરાજે કહ્યું-બગીચામાં. આમ કહી મુનિરાજ ચાલ્યા ગયા. વણિક્ તેમના પાછા ફરવાની રાહ જોઈને એજ સ્થળે બેસી રહ્યા. જ્યારે મહારાજ ભિક્ષા લઈને એ રસ્તેથી પાછા ફર્યા ત્યારે વણિક્ તેમની સાથે સાથે ગયા અને બગીચામાં જઇ તેણે યુનિરાજ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યા. ઉપદેશ સાંભળીને તેણે મુનિ રાજને કહ્યું-મહારાજ ! હું... દીક્ષા લેવા ચાહું છું. પરંતુ મારી પત્ની તેમજ સગા વહાલાંની સંમતિ લઈ આવું. આથી જ્યાં સુધી હું પાછા ન ક્રૂ ત્યાં સુધી આપ અહીં જ બિરાજજો. એવું કહીને તે વણિક ત્યાંથી પોતાને ઘેર આવ્યા અને પત્ની તેમજ બંધુજનોને કહેવા લાગ્યા કે,-મને આ દુકાનમાં કોઈ અધિક લાભ મળતા નથી, આથી મારા વિચાર પરદેશમાં જવાના છે. મને એ સાવાહ મળી ગયા છે. એમાં એકસાથે વાહ મૂળદ્રવ્ય આપે છે અને મારી ઈચ્છા પ્રમાણેના સ્થાને પહાંચાડી દે છે, છતાં કમાણીમાંથી કાંઈ પણ લવાની ઈચ્છા રાખતા નથી. જ્યારે ખીન્ને સાથે વાહ મૂળદ્રવ્ય તે આપતા નથી પણ ઉપાર્જીત કરેલ અધુ` હડપ કરી જવાનું કહે છે. હવે તમે લેાકેા જ કહો કે કાની સાથે જવામાં મારૂં શ્રેય છે ? આ સાંભળીને માધવાએ કહ્યું-આમાં પૂછવાની વાત જ શું છે. પ્રથમ સા વાહની સાથે જ આપે જવુ' જોઈ એ. વણિકે એ વખતે પેાતાના આત્મીયજનાને સાથે લીધા અને તે બધાને સાથે લઈ ને તે બગીચામાં આવી પહોંચ્ચા. બગીચામાં પહેાંચીને તેણે પાતાના આત્મીયજનાને કહ્યું-જુએ આ મુનિરાજ સિદ્ધિપુ રીના સાવાહ છે. તેઓ ધર્મરૂપ પાતાના મૂળદ્રવ્યથી આપ લે ને વહેવાર કરાવે છે તથા સિદ્ધિપુરી લઈ જાય છે. ઉપાર્જીતમાંથી તે કાંઇ હિસ્સા પણ માગતા નથી. મા કારણે હું તેમની સાથે સિદ્ધિપુરી જવા ચાહું છું. બીજા સાવાહ આ પત્ની વિગેરે સ્વજન છે, જે પહેલેથી જ પૂર્વોપાર્જીત ધર્મધનનું હરણ કરી લ છે અને આપતા કાંઈ નથી. આપ બધાંએ મળીને મને પ્રથમ સાÖવાહ સાથે જવાની અનુમતિ તે આપી દીધી છે, એટલે હું આપના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૫