Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મ કે ફલ ભોગતે વિષયમેં ગ્વાલિન કો ઠગનેવાલે વણિક કા દ્રષ્ટાંત
આના ઉપર એક ભલીભેળી ગોવાલણને ઠગવાવાળા એક વાણીઆનું દૃષ્ટાન્ત આ પ્રકારનું છે –
વસુમતિ નગરીમાં ધનપ્રિય નામનો એક વાણિયો રહેતો હતો. તે વેપાર કરી ખાઈ પિતાનું જીવન ગુજારતે હતે. એક દિવસ તેની દુકાને એક ભલીભળી ગોવાલણ બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. આવીને તેણે કહ્યું કે, મને બે રૂપિયાને કપાસ આપે. આ સાંભળીને ધનપ્રિયે કહ્યું, ભલે આપું છું. ગેવાલણે તેને બે રૂપિયા આપી દીધા. વણિકે રૂપિયા લઈને તેને બે વખત તેળીને કુલ એક રૂપિયાને કપાસ આપે. બે વખત તળેલું જોઈને ગોવાલણે માન્યું કે, વાણિયાએ મને બે રૂપિયાને કપાસ આપે છે. કપાસ લઈને તે સીધી ઘેર ચાલી ગઈ. તેના ચાલ્યા ગયા પછી વણિક વિચાર કર્યો કે, આજનો દિવસ કે ભાગ્યશાળી છે? આજે તે મને એક રૂપિયાને ચોકખે લાભ થયો. ભાગ્યવશ પ્રાપ્ત થયેલા આ રૂપીયાથી જ આજ હું મીઠું ભજન કરીશ એ વિચાર કરી તેણે તે રૂપીયાનું ઘી, ખાંડ, વગેરે ખરીદી ઘેર મેકહ્યું અને તેની પત્નીને ઘેવર બનાવવા સૂચના આપી. તેની પત્નીએ આ ભાગ્યશાળી માટે ઘેબર બનાવી તૈયાર કર્યા. એટલામાં પરગામથી પિતાના મિત્રો સાથે તેમના જમાઈરાજ અચાનક પધાર્યો વણિકની પત્નીએ ઘણે દહાડે આવેલા જમાઈ અને તેમના મિત્રોને ઘેવરનું સારી રીતે ભોજન કરાવ્યું. જમાઈરાજ ખાઈ પીને જેવા આવ્યા હતા તેવા મિત્રો સાથે ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા બાદ ઘેવર ખાવાની હોંશે વણિક ઘેર આવ્યું. નહિ પરવારીને વાણિયાભાઈ ભેજન કરવા રસોડામાં ગયા, અને ત્યાં જઈ રજની માફક તે જમવા બેસી ગયે. તેની પત્નિએ રોજ જે જાતનું ભેજન તેને પીરસતી હતી તેવું રાજીદુ ભેજન લાવીને તેની થાળીમાં પીરસી દીધું. તે જોઈને વાણિયાએ કહ્યું કેમ ! આજે ઘેવર નથી બનાવ્યાં? પત્નિએ કહ્યું કે, બનાવ્યાં તે હતાં પરંતુ જમાઈરાજ તેમના મિત્રો સાથે આવ્યા હતા તેથી તેમના સત્કારમાં ઘેવર પુરાં થયાં. આ સાંભળીને ધનપ્રિયે વિચાર કર્યો–મેં વિના કારણે તે બીચારી ગોવાલણને બીજાના નિમિત્તે ઠગી. મને તે એથી કંઈ જ લાભ ન થયો. મજા તે બીજાઓએ ઉડાવી. તેની પંચનાથી થવાવાળા પાપનું ફળ તે મારે જ ભેગવવું પડશે.–ખાનારાઓ એ નહીં. જુઓ ! જમાઈ તે માલ ઉડાવીને ચાલ્યા ગયા અને પાપ કરનાર એવા મારા હાથમાં તે કાંઈ જ ન આવ્યું. ફક્ત પાપ જ મારા માથે પડ્યું. તે પાપ જ્યારે ઉદય આવશે ત્યારે મારે જ ભોગવવું પડશે. જેઓ ઘેવર ખાવા તૈયાર થયા પણ તેના પાપનું ફળ ભેગવવામાં તેઓ સામેલ થવાના નથી. ખરેખર એ જ મૂર્ણ છે કે, જેઓ પુત્ર, કુટુંબ આદિના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૪