Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६
માટે આજે પ્રત્યેક હિન્દી અભિમાન લઈ શકે છે તેમાં શ્રી નથુભાઇ વારીયાનું ધર્મ પ્રધાનપણું અને શ્રી હરખચંદભાઇનું દુર ંદેશીપણુ", કાર્યપ્રણાલીની ઉત્તમતા અને એકનિષ્ઠા મુખ્ય ગણાય
વાંચન અને મનન :
ઉપરની વાતે તે તેમના વ્યાપારી જીવનની સફળતા અને એક નાનામાં નાની વ્યકિત આગળ કઈ રીતે વધી શકે છે તેને આ ખ્યાલ આપવા પૂરતી થઈ, ત્યારે તેની ખીજી એક ખાસ ખાજુ છે. અતિ સામાન્ય અભ્યાસ પરંતુ સ્વાનુભવે મેળવેલ જ્ઞાનસિદ્ધિ, જે કાળમાં અણખેડાયેલા દેશેામા આવવા જવાનાં સાધના પણુ ન હતાં, એડન સુધીની મુસાફરી પછી જેલા ખરખરા જવામાં નાના વહાણાથી સફર થતી, જીબુટીથી ઈથાપિયા જવામાં દીરદવા પછી (ખગલ) ખર્ચના ઉપર અને પગપાળા મુસાફરી થતી. દેશા બધા ખુબજ જંગલી અવસ્થામાં હતા તેવા યુગમાં હિમ્મત હાર્યા વિના આંગળીને વેઢે ગણાય તેટલા હિન્દી વ્યાપારમાં આગળ વધ્યા હતા તે યુગમા શ્રી હરખચદભાઈ હતા. ખુબ જ અંધકારમાંથી પ્રકાશ મેળવવાને હતા. અત્યારે ઈથાપિયાના પાટનગર આડીસઅબાળા જવા માટે Air રસ્તે ૧૦ થી ૧૨ કલાકમા પહાંચાય છે ત્યારે તે જમાનામા આગોાટ વહાણુ ખડખડ પાચમ જેવી રેલ્વે અને તે પછી ખચ્ચરો ઉપર અને થાડુંક પગપાળા અગર તેા ગધેડા ઉપર પણુ સફર કરવી પડતી. જુના જમાના હતા એટલે હિન્દુ તરીકેના ધર્મો જાળવવામાં પશુ લેક ચુસ્ત હતા, કાઇનું અડેલું ખવાય નહીં રસાઇ તૈયાર હેાય પશુ એક સામાલી કે આરમ અગર થપિયનને હાથ અડકી જાય એટલે ખાવાનું તેને આપી દઈ કડાકા કરવા પડે અગર તે પલાળેલા ચણા કે મકાઈ ખાઈને ગુજારો કરવા પડે તેવા જમાનામા શ્રી હરખચંદજીભાઈએ ખુબ જ ધાકિય સફળતા મેળવી હતી તે સામાન્ય વાત તે નથીજ, અને પાતે ખુબજ ઓછુ ભણ્યા હૈાવા છતાં ભણતર કરતાં ગણતર તેમાં ઘણું હતું. સાહિત્ય અને તે પણ ધાર્મિક અને ગુજરાતી શિષ્ટ સાહિત્યનૢ વાંચન મનન એટલુ બધુ તેઓએ કરેલ કે પાતાના અભ્યાસ આછે છે એમ તેએ ખુલાસા કરે ત્યારેજ ખખર પડે, અજાણ્યા માણસને તે તેમનુ અગ્રેજી જ્ઞાન પણુ સારૂ હશે તેમ લાગતું વ્યાપારી તાર લખવા ઓછા શબ્દેમાં ઘણું સમળવી દેવું ઉપરાત અગ્રેજી પત્ર વ્યવહારના બહારથી આવતા પત્રા આંટીઘુંટી સહિત હાય તેા પણ થેછ રીતે સમજી લેવામાં તે એટલા પધા પારંગત થઇ ગયેલા કે જોનારને તેમની શકિત ઉપર માન થઇ જતું. અને તેએ નિખાલસ ભાવથી જ્યારે કહેતા કે હું માત્ર ગુજરાતી ચાર પાંચ ચેપડી ભણ્યે એમ વાત ધતી ત્યારે તે માન અનેકગણુ વધી જતુ.