Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આધ મુરબ્બીશ્રી, ભાણવડ નિવાસી શેઠ હરખચંદ કાલીદાસ વારીયાનું
જીવન ચરિત્ર,
આ સંસ્થાને રૂ. ૬૦૦૦) છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપનાર સ્વ શ્રીમાન હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડ નિવાસી ટુંક જીવનચરિત્ર અત્રે આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીને ફેટે આપવા માટે તેઓશ્રીની હયાતીમાં વાત થયેલ, પરંતુ તેઓ આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. તેમના અવસાન બાદ તેમના સુપુત્રે આગળ પણ ફેટાની માગણી કરી પરંતુ તેઓએ પણ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફેટે આપવામાં નારાજી બતાવી. એટલે તેઓશ્રીનું ટુંક જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહાનુભાવના જીવનમાંથી વાચકને ઘણું મળી રહેશે.
જન્મ સ્થાન : ઘડેચી (ઓખા મંડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫. પિતાનું નામઃ વારીયા કાલીદાસ મેઘજીભાઈ
માતાનું નામ: કેશરબાઈ અભ્યાસ :
ભાણવડમા અને રિબંદરમાં રહી ફક્ત જરૂર પુરતું ભણ્યા. પરદેશગમનઃ
માત્ર બારવર્ષની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં જેલા ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલ (બી. સેમાલીલેન્ડ) છબુટી (ફૂન્ચ સેમાલી લેન્ડ) એડન અને ઈથીએપીઆ તરફ પણ અનુભવ મેળવ્યું પ્રથમ ભાગીદારી ?
બુલહારમાં શ્રી કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ સંવત ૧૯૬૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા. લગ્ન :
સંવત ૧૯૬૭માં તેમના લગ્ન બાજુના ગામ ગુંદા મુકામે ખૂબ જ પ્રતિક્તિ કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જ્યેષ્ઠ પુત્ર લેવાન સુદરજીનાં સુપુત્રી મણીબેન સાથે થયા