________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
છે, તે પછી પ્રજા તેમ કહું તેમાં આશ્રય શું? પરંતુ આ નિષેધમાં અમે ઋતુનું વન, તેના હીન, મિથ્યા અને અતિયેાગથી હવામાં શું ફેરફાર થાય છે અને તેથી કયા કયા અને કઈ કઈ જાતના રંગે પેદા થાય છે તે ખુલ્લી રીતે બતાવી આપ્યુ છે. એટલે એ નિબધ ધ્યાન દર્દને વાંચે અને થાડા વિચાર કરી અવલોકન કરવાની ટેવ પાડે તો, સાધારણ વૈદ્યા પણ હવાના ગુણદોષ જાણી શકે. માટે એ નિબંધ વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. ચાર્થા નિબંધ વિદ્યાષસિદ્ધાન્તને છે. એ નિબંધ દરેક વૈદ્યકના ધંધા કરનારાઓએ અભ્યાસીની રીતે વાંચવાના છે. જે વૈદ્ય આ નિબંધને અભ્યાસ કરશે, તેને આખું નિદાનશાસ્ત્ર હસ્તામલકવત્ દેખાશે. એટલે હાલમાં કેટલાક વિદ્વાનમાં ગણાતા વૈદ્યો એમ સમજેલા છે કે, આયુર્વેદનું નિદાનશાસ્ત્ર અપૂર્ણ છે અથવા તેમાં સુધારા કરવાની ઘણીજ જરૂર છે; તેઓની ખાતરી થશે કે, આયુર્વેદનુ નિદાન અપૂ નથી, પણ બીજાઓને હજુ નિદાનશાસ્ત્રની બારાખડી શીખવાની છે.
આ નિધમાળાના કોલેરાના નિષધ ઘણાજ ધ્યાન ખેંચનારા છે; કારણ કે હાલના જંતુવિદ્યાના શેાધકાની શેષ જોને આપણા લે। મુગ્ધ બતી જાય છે; પણ જંતુવિદ્યાના પિતા જંતુ ઉત્પન્ન થયા પછી તે જંતુ ફલાણી જાતનાં છે એટલુ કહી શકશે. પણ તે જંતુ ઉત્પન્ન થવાનુ કારણ શુ અને તે એની મેળે શી રીતે શાન્ત થાય છે, તે સમજાવી શકતા નથી. પરંતુ અમારા વૈદ્ય ઋતુને હિન, મિથ્યા કે અતિયેાગ સમજી વાતાવરણને ફેરફાર તપાસી સાબિત કરશે કે, આવી જાતનાં જંતુઓ આવી હવામાં પ્રગટ થશે અને તે ઋતુને ફેરફાર થવાથી શાંત થઇ જશે. એજ પ્રમાણે ખીજા નિબંધો લખીને અમારા અનુભવના અમારા દવાખાનામાં ચાલતા તમામ ઉપાયેા
આ નિબંધમાળમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપાયેાની બના વટ, વાપરવાની રીત અને કયે! ઉપાય કેવી અવસ્થામાં આપવા તેની વિગતવાર હકીકત એવી રીતે લખવામાં આવી છે કે, સાધારણુ વૈદ્ય પણ ધ્યાન રાખીને કામ કરે અને પેાતાને હાથે તેમાં લખેલી ઔષિધ બનાવી વાપરે તે એક મહાન વૈદ્યરાજ બની જાય.
For Private and Personal Use Only