________________
નરજન્મ દુર્લભતા
તે રાધાનું વામનેત્ર તે ચપળ વીરથી પણ વીંધાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૮
દૃષ્ટાંત આઠમું (કાચબાનું)
કચ્છપ દેખી પૂર્ણચન્દ્રને છૂંદમાં દૂર થયે સેવાલ, આનન્દે એ જોણું જોવા લઈને આવ્યો નિજ પરિવાર; મળી ગયે સેવાળ સુધાકર કચ્છપથી ય કદી નિરખાય; પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૯ દૃષ્ટાંત નવમું (સમોલનું)
પૂર્વ પયોધિમાંહી સમોલને ધોંસરી પશ્ચિમ જલધિમાંય; દુર્ધર કલ્લોલે ખેંચાતા કોઈક સમયે ભેગા થાય, વળી સમોલ સ્વયં એ યુગના વિવર વિષે પણ પેસી જાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય. ૧૦
દૃષ્ટાંત દસમું (થાંભલાનું)
કોઈ કુતૂહલી દેવ મણિમય સ્તમ્ભનું ચૂર્ણ કરીને જાય, મેરુશિરે ચૂર્ણ નળીમાં નાંખી સર્વ દિશામાં એ વિખરાય; એ અણુઓને વીણી વીણી દેવે પાછો સ્તમ્ભ કરાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય ૧૧
અનાદિકાળથી પરિભ્રમણ કરતા આત્માએ અત્યાર સુધી જે જે પ્રવૃત્તિઓ કરી હશે, કરતો હશે કે કરશે, તે શા માટે એમ પૂછશો તો એક જ જવાબ મળશે કે સુખ ને શાન્તિ માટે. પછી ભલેને તે ક્રિયાથી તેને ઈચ્છિત ન સાંપડે, પણ તેની અભિલાષા તો એ જ રહેવાની. હવે કદાચિત માનો કે એવી પ્રવૃત્તિથી પણ શાન્તિ મળે તોય તે કેવી શાન્તિ. અસ્થિર દુઃખમિશ્રિત અને ખંડિત જ ને ! વાસ્તવિકમાં તેને આવી શાન્તિ ઈચ્છિત છે !