________________
અહિંસા વ્રત
૧૧૩
નામ દામજ્ઞક એવું રાખ્યું. દિવસે દિવસે તે મોટો થવા લાગ્યો. તે આઠ વર્ષનો થયો ત્યારે તેના ઘરમાં મનો ચેપી રોગ થયો. રાજાએ તેના ઘરની આગળ ભીંત ચણાવી દીધી કે જેથી ચેપ ફેલાય નહિં. એ મારિથી ઘરના બધા માણસો મરી ગયા. ફક્ત પુણ્યના પ્રભાવે દામન્નક બચી ગયો, ને કૂતરાએ કરેલી બખોલ વાટે તે બહાર નીકળી ગયો.
ભૂખ્યો થયેલો તે ફરતો ફરતો સાગરપોત નામના એક શેઠના ઘેર ગયો. ત્યાં બે મુનિઓ ગોચરી લેવા આવ્યા હતા. તેમાં મોટા મુનિરાજ સામુદ્રિક જ્ઞાનવાળા હતા. તેમણે દામજ્ઞકને જોઈને બીજા મુનિને કહ્યું કે- “આ છોકરો આ ઘરનો સ્વામી થશે.” ભીંત પાછળ રહેલા શેઠે આ વાત સાંભળીને જાણે વજ પડ્યું ન હોય એવો એ થઈ ગયો. મેં કેટલીયે મહેનત કરીને પ્રાણની પણ પરવા કર્યા વગર સમુદ્રની સફરો કરીને આ ધન એકઠું કર્યું છે. આ સર્વ ધનનો માલિક શું આ રૅક થશે ? બીજને જ બાળી નાંખીએ તો વૃક્ષ ક્યાંથી ઊગે ? એમ વિચારીને લાડવાની લાલચ આપીને તેને ચંડાળ પાસે લઈ ગયો. ત્યાં ખગિલ નામનો એક ચંડાળ રહેતો હતો, તેને આ બાળકનો વધ કરવાનું સોંપ્યું ને ચિહ્ન આપી જવા કહ્યું. સાગરે તો નિરાંતનો દમ ખેંચ્યો. મનમાં થયું કે હાશ ! કાંટો નીકળી ગયો. ખગિલે ભોળા હરણિયા જેવા દામન્નકને જોઈને દયાર્દ્ર થઈને વિચાર્યું કે આ બાળકે એવું શું દુષ્કૃત કર્યું હશે કે મને મારવા સોંપ્યો. મારા જેવો પરધન લાલચુ એવો કોણ હોય કે આવું ક્રૂર કૃત્ય કરવા તૈયાર થાય. મારી બુદ્ધિને ધિક્કાર થાઓ. આવા કુમળા બાળકના વધથી ને તેના પૈસાથી સર્યું. આ બાળક જીવતો હશે તો ઘણું ધન મળશે. એમ વિચાર કરી પોતાની છરી