________________
૧૨૬
આત્મબોધ વિરુદ્ધ આચરણ-નિર્ગસ્થ પ્રવચનમાં જેનો નિષેધ કહ્યો હોય તેની આચરણ કરવી તે તીર્થકર અદત્ત છે. જે કોઈ વસ્તુ સર્વ દોષ રહિત હોય છતાં ગુરુ મહારાજની આજ્ઞા વિના લે કે વાપરે તે ગુરુ-અદત્ત ગણાય. મહાવ્રતધારી મુનિરાજ આ ચારે પ્રકારના અદત્તને ટાળે છે. દાંત ખોતરવાની સળી પણ ગૃહસ્થ પાસે યાચ્યા-માંગ્યા વિના મુનિઓ ગ્રહણ કરતા નથી.
આવું સૂક્ષ્મ મહાવ્રત પાલન કરનાર તો ભવ તરી જાય છે. પણ સ્કૂલ-અચૌર્યવ્રત સ્વીકારીને તેનું અણિશુદ્ધ પાલન કરે છે તેને આ ભવમાં યશ-કીર્તિ મળે છે ને પરભવમાં સ્વર્ગાદિ સાંપડે છે. ગુણધર સાર્થવાહને એ વ્રત ફળ્યું તે કથા આ પ્રમાણે છે.
પૂર્વે મણિપુર નામનું નગર હતું ત્યાં ગુણધર નામનો સાર્થવાહ રહેતો હતો. સ્વભાવે તે ભદ્રપરિણામી હતો. તેને ધર્મ ઉપર ખૂબ જ આસ્થા હતી. એકદા મુનિમહારાજની દેશના સાંભળવા ગુણધર ગયો હતો. મુનિરાજે દેશનામાં કહ્યું કે
અદત્ત ગ્રહણ કરવાથી જીવને મહાહાનિ થાય છે. ચોરી એ તો પાપ આવવાનો રસ્તો છે. ચોરી કરનારનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી. ચોરને તો કાયમ ભૂખે જ મરવાનું હોય તે સુખે ખાઈ પણ શકતો નથી. તેને માથે ભય ભમ્યા કરે છે. માટે કોઈએ પણ બંને ભવમાં દુઃખદાયી ચોરી કરવી નહિ. તેનું વ્રત લેવું જોઈએ. તેનાથી આ ભવમાં સુખ-શાંતિ ને પરભવમાં પણ સુરભવ વગેરે સુખ મળે છે.” આ પ્રમાણે મુનિમહારાજની ધમદિશના સાંભળીને ગુણધરના મનમાં ચોરી કરવી નહિં એવી ભાવના જાગી. તેણે ગુરુમહારાજ પાસે ચોરી નહિ કરવાનો ને કોઈની પણ વસ્તુ તેને પૂછડ્યા વિના કે તેના આપ્યા વિના નહિં લેવાનો નિયમ લીધો, પ્રતિજ્ઞા કરી.