________________
૧૪૧
અપરિગ્રહવ્રત સિવાયના, ત્રાંબુ, પિત્તળ, કાંસુ વગેરે ધાતુનાં પાત્ર-વાસણો આદિ, ૮. દ્વિપદ-દાસ દાસી વગેરે, ૯, ચતુષ્પદ-ગાય, ભેંસ, ઘોડા, બળદ વગેરે.
આ સર્વ પરિગ્રહ છે. પરિગ્રહ સુખ-શાંતિમાં પણ વિધ્વરૂપ છે. પરિગ્રહ બહુ હોય તો આરંભ પણ બહુ કરવો પડે. આરંભ વધે એટલે ચિંતા વધે ને ચિંતાથી દુઃખ વધે. એ રીતે પરિગ્રહથી સંતોષમૂલક સુખશાન્તિ દૂર રહે છે. પરિગ્રહ આવે એટલે ઈચ્છા વધે, તૃપ્તિ રહે નહિં. ને ઈચ્છા એ એવો માર્ગ છે કે તેનો છેડો કદી આવતો જ નથી. સર્વથા પરિગ્રહનો ત્યાગ ન થાય એમ હોય તો તેનું પરિમાણ તો અવશ્ય કરવું જોઈએ. તેનાથી પણ ઘણા જ લાભ થાય છે.
વિદ્યાપતિએ પરિગ્રહનું પરિમાણ કર્યું ને તેમાં દૃઢ રહ્યા તો કેટલો જલ્દી ભવનો અંત આવ્યો. તે કથા આ પ્રમાણે છે.
પોતનપુર નામનું નગર હતું. ત્યાં સૂર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં વિદ્યાપતિ નામના એક શેઠ રહેતા હતા. તેઓને શૃંગારમંજરી નામની ધર્મપરાયણ પત્ની હતી. તેઓ ખૂબ ધનાઢ્ય હતા. પ્રકૃતિથી પણ ખૂબ ઉદાર હતા. કોઈપણ યાચક તેમના આંગણેથી ખાલી હાથે પાછો ફરતો નહિ. જૈન ધર્મમાં પણ પોતે ખૂબ આસ્થાવાળા હતા. વ્યાપાર-ધંધો પણ ધમધોકાર ચાલતો. પુણ્ય પાંસરું હતું. બધી વાતે સુખ હતું.
એકદા રાત્રિને વિષે વિદ્યાપતિ શેઠ નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને નિદ્રાધીન થયા. નિદ્રામાં સ્વમ આવ્યું. સ્વપ્રમાં લક્ષ્મીદેવી આવ્યાં, અને કહ્યું કે “આજથી દશમે દિવસે તારા ઘરમાંથી ચાલી જઈશ.” વિદ્યાપતિ તરત જ જાગી ગયા. મનમાં ચિંતા