________________
પ્રશસ્તિ
વિશદાર્થ :
૧૪૫
સંસાર એ મહાવ્યાધિ છે. સંસારમાં સર્વવ્યાધિઓ મળશે. એ વ્યાધિથી-રોગથી આત્મા અનાદિકાળથી પીડાય છે. રોગોએ આત્મામાં ઘર બાંધ્યાં છે. ઔષધ કરવાને બદલે જીવ કુપથ્ય કરે છે ને રોગ ઉબળે છે, વધે છે. જીવ શરીરની ચળ શમાવવા માટે કુવેચ ઘસે છે. અગ્નિને શાંત કરવા માટે ઘી હોમે છે. પરિણામ વિપરીત આવે છે, જીવ મૂંઝાય છે. વ્યાધિ શાંત થતો નથી, વેદના શમતી નથી, આરોગ્ય મળતું નથી, એવી સ્થિતિમાં આ આત્મબોધ એ આત્માને થયેલા રાગ-દ્વેષના હઠીલા રોગ ઉપર અકસીર અસર કરે એમ છે. આત્માને વળગેલા રાગ-દ્વેષ-અજ્ઞાન-મોહ વગેરે રોગોને દૂર કરવા માટે સંસારના મૂળ જેવા કષાયો તેનો ત્યાગ, પાંચે ઈન્દ્રિયો ઉપર વિજય, પંચમહાવ્રતનું પાલન, જિનપૂજા, સત્સંગ, સાધુસેવા ને વિરતિતિ એ રામબાણ ઈલાજ છે. રસાયનનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. તો તેની અસર થાય ને વ્યાધિ મટે. વેદના બંધ થાય તેને માટે જીવને વૈરાગ્યનો રાગી બનાવવો જોઈએ. ભવાભિનંદીપણું જીવને રઝળપાટ કરાવે છે. સમકિતનાં પાંચ લક્ષણોમાં પણ સંવેગ આવે છે. આત્મા જ્યાં સુધી સંસારાભિમુખ છે ત્યાં સુધી રોગો શાંત ન થાય. આત્માભિમુખ બનવું જોઈએ. રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત વીતરાગ પરમાત્મા એ જ મારા દેવ છે, કંચન-કામિનીના ત્યાગી પંચ-મહાવ્રતધારી ગુરુ ભગવંત એ જ મારા ગુરુ મહારાજ છે. ને કેલિ ભગવંતે ભાખેલો શુદ્ધ દયામય ધર્મ તે જ મારો ધર્મ છે. એવી નિશ્ચળ શ્રદ્ધા હૃદયમાં રાખવી જોઈએ. જીવને આનાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી સંસારની મર્યાદા બંધાઈ જાય છે. અમૃત સ્વરૂપ રસાયનનું પાન નિરંતર કરવાથી જીવને ભાવ