Page #1
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
: પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા
અમદાવાદ.
Page #2
--------------------------------------------------------------------------
________________
ઓં હું અહું નમઃ | નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે ! વિજયામૃતસૂરીશ તાવ્યાખ્યાનકલાપ્રદ
આત્મબોધ
(ગૂર્જર ભાવાર્થ વિશદાર્થ-સહિતમ્)
મૂળ આ.શ્રી. ધુરન્ધરસૂરિજી મહારાજ
વિવરણ: મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી (હાલ) આ. શ્રી. પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ
: પ્રેસક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ-૩૮૦ ૦૧૪
વિ.સં. ૨૦૬૭
ઈ.સ. ૨૦૧૧
Page #3
--------------------------------------------------------------------------
________________
લેખક વિવરણ
આત્મબોધ આત્મબોધ : મૂળઃ આ.શ્રી. ધુરન્ધરસૂરિજી મહારાજ. : મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી.
(હાલ) આ. શ્રી. પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ. : ૧૦૦૦ (એક હજાર). : ૭૦=૦૦ (રૂપિયા સિત્તેર)
પ્રકાશક પ્રતિ મૂલ્ય પૃષ્ઠસંખ્યા પુનઃમુદ્રણ
:
સં. ૨૦૬૭
: પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઇ કાપડિયા
C/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ-૧૪. ફોન : (ઓ) ૨૭૫૪પપપ૭, (રહે.) ૨૬૬૦0૯૨૬
શરદભાઇ શાહ ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧. ફોન : ૨૪૨૬૭૯૭ વિજયભાઇ બી. દોશી
સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. રોડ, બોરીવલ્લી (વેસ્ટ) મુંબઈ-૯૨ મો. ૯૩૨૦૪૭૫૨૨૨
મુદ્રકઃ કિરીટ ગ્રાફીક્સ - અમદાવાદ. ફોન : ૯૮૯૮૪૯૦૦૯૧.
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉત્થાન
૩
આ ગ્રન્થનું ‘આત્મબોધરસાયન' એ નામ સાંભળતાં કે વાંચતાં સહેજે સમજાય કે આ ઉપદેશનો ગ્રન્થ છે. આમાં આત્માને બોધક એવું લખાણ છે. આ ગ્રન્થ રસસિદ્ધ વ્યાખ્યાતા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયપુરન્ધસૂરીશ્વરજી મહારાજે સંસ્કૃત ભાષામાં પદ્યમય રચ્યો છે. તેનું વાચન વિદ્વાનો સહેલાઈથી કરી શકે, પરંતુ સંસ્કૃતના અજ્ઞો તો તેના વાચન ને બોધથી વંચિત રહે. એટલે સંસ્કૃત ભાષા નહિ જાણનાર પણ આ રસાયનનું પાન સુખે કરી શકે એ ઉદ્દેશથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મને વિશદ વિવેચન લખવા પ્રેરણા કરી.
આ પૂર્વે મેં કાંઈ પણ ગુજરાતી લખ્યું જ નો'તું તેથી તે ક્ષેત્રમાં સહસા પગલું ભરતાં સંકોચ થતો હતો. સાથે અશક્તિ પણ જણાતી હતી, છતાં પણ પૂજ્યશ્રીના આશીર્વાદ ને પ્રેરણાથી કામ શરૂ કર્યું અને પર્વત-ચઢાણની જેમ વિસામા ને ટેકા લેતાં લેતાં પૂર્ણ પણ કર્યું ને આજે તે આપની સમક્ષ છે.
3
Page #5
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
આમાં જે કાંઈ સારું ને ગ્રાહ્ય લાગે તે પૂજ્ય મૂલકર્તાને જ આભારી છે. બાકી સર્વ પ્રથમ પ્રયત્ન હોઈ ત્રુટિઓ, ક્ષતિઓ તો ઘણી હશે જ પણ ઉદાર પ્રકૃતિવાળા, વિવેકી સજજનો તે સુધારશે ને સૂચવશે એવો તેમના ઉપરનો વિશ્વાસ વધુ પડતો નહીં લેખાય.
આવા પ્રસંગે પરમોપકારી પૂજ્યોના ઉપકારનું સ્મરણ કરવાની તક મળી છે તો વધાવી કાં ન લઉં? આમ તો અમારા આખા ઘરમાં ધાર્મિક સંસ્કારો સિંચવાનો મુખ્ય ફાળો (મારા સંસારીપણાનાં પૂજ્ય માતુશ્રી) સાધ્વીજી શ્રી પઘલતાશ્રીજીનો છે. જેઓ ખૂબ તપસ્વી શાન્ત ને વત્સલ છે. જેઓના આન્તરિક ગુણો ગંભીરતા, સહનશીલતા, તપસ્વિતા, શાત્તવૃત્તિતા વગેરે યાદ કરતાં પણ મસ્તક સહજભાવે ઝૂકી જાય છે.
જેઓની વારંવારની લાગણીભરી પ્રેરણા, ને પ્રબળ ભાવના મહામૂલી સંયમયાત્રાના પથિક બનવામાં મને ખૂબ જ ઉત્સાહપૂરક બની છે. બીજું (મારા સંસારીપણાના પૂજ્ય પિતાશ્રી) મુનિશ્રી હીરવિજયજી મહારાજ જેઓની અનુમતિથી આ માર્ગે આવ્યો ને આટલી હદે પહોંચ્યો. તેમનો ઉપકાર પણ ભુલાય તેવો નથી. (મારા સંસારી વડીલ બન્યું ને વર્તમાનમાં) પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કે જેઓએ અમારા બધા માટે સંયમનો રાજમાર્ગ ખુલ્લો કર્યો ને મને સંસારમાંથી ઉદ્ધર્યો, ને અભ્યાસ ને જીવનઘડતરમાં પૂરતું લક્ષ્ય આપ્યું. તેઓનો ઉપકાર તો
ક્યા શબ્દમાં વર્ણવું? સર્વ પ્રથમ તેઓએ દીક્ષા લીધી ત્યારબાદ (મારાં સંસારી મોટાં બહેન ને હાલમાં) સાધ્વીશ્રી હેમલતાશ્રીજી જેઓ સારી ને સ્થિર બુદ્ધિવાળાં ને ગંભીર છે. ત્યારબાદ સાધ્વીજીશ્રી પઘલતાશ્રીજી ને ત્યારબાદ હું, એમ બધાને આ માર્ગે ચઢાવીને મુનિશ્રી હીરવિજયજી મહારાજ એમ પાંચ જણા સંયમના શ્રેયસ્કર
Page #6
--------------------------------------------------------------------------
________________
માર્ગે આવ્યા. મારા સંયમજીવનના પ્રાથમિક ઘડતરમાં ને અભ્યાસમાં ખૂબ કાળજી ને ચીવટ રાખનારા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ જેઓનો બહુમૂલ્ય ઉપકાર જીવનભર ભુલાય એવો નથી. તથા અભ્યાસની ખબર રાખનાર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની લાગણીભરી મમતા તો કેમ વિસરાય!
અને મારા પરમહિતસ્વી ઉદારાશથી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિદ્યામૃતસૂરીશ્વરજી મહારાજના ઉપકાર તો સદા
સ્મરણીય છે. ને અત્તે વીતેલાં બે વર્ષ દરમિયાન મને પૂર્ણ મમત્વથી ભણાવનાર ને વચ્ચે વચ્ચે નિરુત્સાહ થતા મને ઉત્સાહ આપનાર પરમોપકારી પૂજ્યશ્રી વિજયધુરધરસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર આ જીવનભર સ્મૃતિપટ પર તાજો રહેશે.
આ લેખનમાં કથાઓ મુખ્યત્વે ઉપદેશપ્રાસાદને સામે રાખીને લખી છે. એમાં થોડો ઘણો ફેરફાર લાગે તો યે અત્તે તો પરિણામ ને બોધ સમાન રહેવાના. નદીઓનું વહેણ વાંકુંચૂકું ગમે તેમ હોય તો યે બધીએ નદીઓ અન્ને સાગરમાં જ ભળે છે તેમ. પ્રાન્ત આ ગ્રન્થને રાજહંસની દૃષ્ટિએ ક્ષીર-નીરના ન્યાયે કરી સારને ગ્રહણ કરવાની સજ્જનોને પ્રાર્થના કરી વિરમું છું.
શત્રુંજયવિહાર, પાલીતાણા(સૌરાષ્ટ્ર) તા. ૨૨-૩-૧૯૬૮
-લેખક મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી (હાલ) આ.શ્રી.પ્રદ્યુમ્નસૂરિ.
|
Page #7
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
બીજી આવૃત્તિ વેળાએ
ઈ. ૧૯૬૮માં પહેલી આવૃત્તિ બહાર પડી હતી. ૪૦ વર્ષ થઈ ગયાં, આખી પેઢી બદલાઈ ગઈ. એથી નવી પેઢી આ લખાણ ફરીથી વાંચે તે જરૂરી છે. માટે બીજી આવૃત્તિ કરી છે. આના વાંચન દ્વારા નવી પેઢી પણ લાભાન્વિત થાય એ આશયથી આ આખું પુસ્તક ઈટાલિક ટાઇપમાં છપાયું છે. એ જ. આના વાંચનથી મોક્ષને નજીકમાં લાવે એ જ ઈચ્છાઅભિલાષા.
વિ.સં. ૨૦૬૭ ઉમરા જેને ઉપાશ્રય,
સુરત.
Page #8
--------------------------------------------------------------------------
________________
અ.નુ...ક્ર...મ
ક્રમ
વિષય
••••••
I
ણણત......,
...•••••• ••••••••••
.....
હું
....૧૫
. ૧૮
•••••••
૧૭
૨૦.
..... ૨૯
પૃષ્ટાંક ૧...... મંગલ............... ૨..... નરજન્મ દુર્લભતા................................ ૩...... દશ દષ્ટાંત ૪... ગ્રન્થમાં આવતા ૨૨ અધિકાર...........
..... ક્રોધ ત્યાગ........... ૬...... માન ત્યાગ................................ ......... માયા ત્યાગ ......
........... ૮...... લક્ષ્મણા અને રૂમિની ટૂંક કથા................
૯...... લોભ ત્યાગ .•••••••••••• ૧૦...... કપિલની કથા ............. ૧૧...... સ્પર્શનેન્દ્રિય .............. ૧૨...... મેઘકુમાર................................................ ૧૩...... આદ્રકુમાર .............
૨૯ ૧૪....રસનેન્દ્રિય................... ૧૫...... મંગુસૂરિ................... ૧૬...... શિલકાચાર્ય................
૩૪ ૧૦...... ધ્રાણેન્દ્રિય............................................... ૩૦. ૧૮...... ધનશ્રી (દુર્ગધા) ૧૯...... ચક્ષુરિન્દ્રિય ય......... ૨૦...... બિલ્વમંગળ ................................. ૨૧...... શ્રવણેન્દ્રિય............ ૨૨... સુકુમાલિકા...............
• ૪૮ ૨૩...... દાન .
૪...... શાલિભદ્ર .... ૨૫...... ગુણસાર •••
.... પહ ૨૬...... શીલ.................. ૨૦...... નારદ .............
પછ ૨૮...... વિજયશેઠ-વિજ્યાશેઠાણી.....
..... પ૦
..... ૩૧
..... ૩૩
...............
.............
૪૦
•••••
જ
••• ૪૬
Чо
•....
૧
..... પક
Page #9
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
•••••••••• ૫૯
છે
છે.
ક્રમ વિષય
પૃષ્ઠક ૨૯.... સુદર્શન શેઠ (પૂર્વભવની કથા સાથે) ................ ૩૦..... તપ .......................... ૩૧...... પરમાત્મા મહાવીર ......................................... ૩૨...... તપના પ્રકાર ..........
............. ૩૩...... ધન્ના અણગાર (કાકંદીના) ..............
•••••••• ૩૪..... દેટપ્રહારી............. ૩૫...... ભાવ....... ૩૬...... ચાર ભાવના .............. ૩૦...... ઈલાચીપુત્ર (પૂર્વભવની વાત સાથે) .................. ૩૮...... પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ ....................... ૩૯...... જિનપૂજા................... .......................... ૪૦...... અષ્ટપ્રકારી પૂજા ને તેનાં દૃષ્ટાંતનાં નામ ...... ૪૧...... દેવપાલ .......... ૪૩...... સત્સંગ ............
જ..... પાણીનું બિંદુ................. ૪૫....... બે પોપટની વાત ૪૬...... સાધુસેવા ............... ૪૦.... નંદિષેણ.......................
.... ૫ ૪૮...... વિરતિ વૈરાગ્ય) ............
... ૧૦૧ ૪૯...... શિવકુમાર (જંબૂવામીનો પૂર્વભવ) ... ૫૦...... અહિંસાવત .... પ૧... દામન્નક (પૂર્વભવની વાત સાથે)............... પર...... સત્યવ્રત ..........
••••••••• ૫૩...... કાલકસૂરિ કથા .........
૧૧૯ ૫૪...... અચૌર્ય વ્રત ............... પપ... સ્વામી અદત્ત વગેરેનું સ્વરૂપ................. ••••••••• ૫૬.... ગુણધર સાર્થવાહની કથા (ઉત્તર ભવ સાથે)......... ૫૦...... બ્રહ્મચર્ય વ્રત .........
..... કળાવતીની કથા (પૂર્વભવ સાથે) ............................ ૫૯...... અપરિગ્રહ વ્રત.............. ........................................
... ૧૩૯ ૬૦...... વિધાપતિની કથા ..............
૧૪૧ ૬૧...... પ્રશક્તિ ....................................................... દર...... અર્થલેખકની પ્રશસ્તિ..........
.... ૧૦૯
, ૧૧૧
૧૧૦
૧ર
..••••••
• ૧૩૩
Page #10
--------------------------------------------------------------------------
________________
s
मङ्गलम्
(શાર્દૂત્વવિદિતમ્) શ્રેય શ્રીવવિપ્રમાર્મિતર, ધીરં, મીરં, પરં, देवेन्द्रार्चितपादपद्मयमलं, हृत्कोमलं, निर्मलम् । वाञ्छापूरणकल्पकल्पमकलं विघ्नानलाम्भोधरं, श्रीशङ्केश्वरपार्श्वनाथमनिशं, संस्तौमि सन्मङ्गलम् ॥ १ ॥ ભાવાર્થમંગળ
૧ કલ્યાણ લક્ષ્મી સાથેના વિલાસથી અદ્ભુત રસવાળા, ૨, ધીર, ૩. ગંભીર, ૪. ઉત્કૃષ્ટ, ૫. દેવેન્દ્રથી પૂજાયેલાં છે ચરણકમળ જેનાં એવા, ૬. કોમળ હૃદયવાળા, ૭. નિર્મળ અભિલાષાને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, ૯. વિઘ્નરૂપી અગ્નિને શાન્ત કરવા મેઘતુલ્ય, ૧૦. અકળ, ૧૧. મંગલસ્વરૂપ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નિત્યે હું સ્તવું છું. (એ રીતે ઈષ્ટદેવને નમસ્કાર કરવારૂપ
મંગલ કર્યું છે.) ૨. સૂર્યાશ્વેગાતતઃ સવઃ શાહૂવિત્રહિતમ્ ા આ રીતે દરેક છન્દનું બંધારણ આ પુસ્તકમાં આપેલ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
ર
વિશદાર્થ :
-
આત્મબોધ
શ્રેયોમાર્ગમાં આગળ વધવા માટે ગુરુના ઉપદેશની પતત જરૂર છે. ઉપદેશને અંગે પુષ્કળ સાહિત્ય રચાયેલું છે. પ્રસ્તુત આત્મબોધ પણ ઉપદેશનો ગ્રન્થ છે. તેમાં શ્લોક તો માત્ર પચ્ચીસ છે. પણ દરેક શ્લોક ઉપદેશના તે તે વિષયને સમજાવતો હોવાથી મહત્ત્વનો બની જાય છે. આ ગ્રન્થમાં બાવીસ વિષયોનો સમાવેશ છે. તે વાત ગ્રન્થકાર આગળ જણાવશે. ગ્રન્થના પ્રારંભમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ સ્વરૂપ સમર્થ મંગળ કર્યું છે. આ પાર્શ્વનાથની પ્રસિદ્ધિ કોઈ અનેરી છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ, પૂજ્યપાદ વીરવિજયજી કવિ વગેરે તો ડગલે ને પગલે આ નામના સ્મરણપૂર્વક રચનાઓ રચે છે. અનેક મહાપુરુષો આ આરાધ્યપાદ પરમાત્માનું નામ લે છે ને કાર્યસિદ્ધિને સાધે છે. અહીં પણ એ સ્મરણથી સઘઃ કાર્યસિદ્ધિ થઈ છે. અહીં ૧૧ વિશેષણોથી એ પ્રભુને સ્તવ્યા છે.
(૧) શ્રેયઃ- આ વિશેષણમાં કલ્યાણ-લક્ષ્મી સાથેના વિલાસથી અદ્ભુત રસ ઉત્પન્ન કરતાં અનુભવતા કહ્યા છે. સામાન્ય રીતે સાહિત્યમાં નાયિકા સાથે નાયકના વિલાસથી શૃંગારરસ જન્મે પણ અહીં અદ્ભુત રસ જન્મે છે. એ અદ્ભુત છે. અને વાસ્તવ છે. (૨) ધીર (૩) ગંભીર અને (૪) ઉત્કૃષ્ટ એ ત્રણ વિશેષણો સ્પષ્ટ છે. ધીરતા મેરુસમાણી, ગંભીરતા સાગરસમાણી અને ઉત્કૃષ્ટતા તો સર્વથી અધિક-અજોડ પરમાત્મામાં છે. (૫) દેવેન્દ્રાર્ચિત પરમાત્મા ત્રણે લોકના પૂજ્ય છે. એમાં દેવો તો જધન્યથી ક્રોડની સંખ્યામાં નિરંતર સેવા કરતા હોય છે. (૬) કોમલ અને (૭) નિર્મલ એ બે વિશેષણો પ્રભુના જીવનમાં (સહજભાવે) સ્વાભાવિક રીતે જ
=
Page #12
--------------------------------------------------------------------------
________________
મંગલ
કોઈના સિદ્ધાઇપત્ર અને વિશેષ
વણાયેલા હોય છે. (૮) વાંછાપૂરણ - ત્રણ જગતના ભક્તિપ્રધાન જીવોની અભિલાષાને પૂરવામાં કલ્પવૃક્ષ જેવા પરમાત્મા છે. (૯) અકલ - જેઓનું જીવન કોઈપણ રીતે કોઈનાથી કળી શકાય એવું નથી. (૧૦) વિજ્ઞાનલા - જેઓ જે વાતમાં સિદ્ધહસ્ત છે એ વાતને દ્યોતક-વ્યક્ત કરનાર આ વિશેષણ છે. કોઈપણ જાતના વિઘ્નરૂપી અગ્નિને શમાવવામાં મેઘ જેવા. આ તેઓનું સાર્થક વિશેષણ છે. આ વિશેષણનો પ્રતીતિકર અનુભવ અનેક શ્રદ્ધાળુ જીવોને પ્રત્યક્ષ રીતે થાય છે અને આવા જ ઘણા હેતુઓથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અનેક ભવ્યાત્માના જીવનનું મધ્યબિંદુ છે. આરાધ્ય છે. (૧૧) સમંગલ - જે મંગળ સ્વરૂપ છે. જેના નામસ્મરણથી આત્માને પગલે પગલે મંગળમાળા થાય છે. એની સેવા તો શું ન કરે ? એવા પરમ પુરુષ પુરુષાદાનીય-આદેય નામકર્મના ઉદયવાળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને હું સમ્ય રીતે સ્તવું છું.સ્તુતિ કરું છું. ૧.
Page #13
--------------------------------------------------------------------------
________________
नरजन्म दुर्लभता
(૩૫નાતિ ) अवाप्य मानुष्यमिदं नु भूयो, दृष्टांतदिग्दुर्लभमेव यूयम् । . धृत्वा धृति स्वात्महित प्रकामं, રસાયન હી પિતાવિરામમ્ | ૨ |
ભાવાર્થનરજન્મ દુર્લભતા
જેના સિવાય જગતમાં આત્મકલ્યાણકર સાધનોની પ્રાપ્તિ નથી, મહામૂલા અને ચુલ્લક આદિ દશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્યજન્મને પામીને ધીરજ ધારણ કરીને પોતાના આત્મહિતને હિતકર આ “આત્મબોધ રસાયન”નું નિરંતર ખૂબ પાન કરો. ૨.
१. अनन्तरोदीरितलक्ष्मभाजौ, पादौ यदीयावुपजातयस्ताः ।
Page #14
--------------------------------------------------------------------------
________________
નરજન્મ દુર્લભતા વિશદાર્થ :
હવે બીજા સૂક્તમાં કર્તા સકલ આરાધનાનું બીજ સ્થાન, અનેક સુકૃતની ખાણ, અભૂતપૂર્વ અનુપમ સુખ મેળવવાનો રસ્તો અત્યારના આધુનિક શબ્દોમાં કહીએ તો Gate way of Mukti એવા માનવભવની દુર્લભતા અને તેને પ્રાપ્ત કરી કરવાયોગ્ય કરણિ કરવા સૂચન કરે છે. આ માનવભવ દશ દષ્ટાંતે દુર્લભ છે, તે વાત શાસ્ત્રમાં આવે છે અને પ્રસિદ્ધ છે. આ વાતને પદ્યમાં પૂજયપાદ આચાર્ય મ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજે વૈરાગ્યશતકમાં ખૂબ જ સુંદર રીતે ગૂંથી છે. તે પદ્યો ત્યાંથી ઉદ્ધત કર્યા છે.
| (સવૈયા) બહુકાલે બહુવિધ દુઃખ સહેતા ધર્મક્રિયા કરવાનો કાલ, નરભવરૂપે પ્રાપ્ત થયો છે પુણ્ય પ્રચયથી ચેતન ! હાલ; અલ્પકાલ સ્થાયી સુખદાયી સુર સમકિતી જેને હાય, દશ દષ્ટાંતે દુર્લભ એને હારી જઈને જન પસ્તાય. ૧
દષ્ટાન્ત પહેલું (ચૂલાનું) ભરતક્ષેત્રમાં ઘર ઘર ભોજન બ્રાહ્મણને આપે ચક્રીશ, ચોસઠ સહસ અન્નેઉરી જસ નરપતિ સેવે સહસ બત્રીશ; દૈવયોગથી એક ઘરે તે બીજી વખતે જમવા જાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય. ૨
દિષ્ટાન્ત બીજું (ધાન્યનું) ભરતક્ષેત્રમાં સર્વ ધાન્યની દેવે ઢગલી કીધી એક, તેમાં પાલી સરસવ નાંખી લાવ્યો ડોશી વૃદ્ધ જ છેક; તે વૃદ્ધાથી કદાચ સરસવ સર્વ ધાન્યથી ભિન્ન કરાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૩
Page #15
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
દિષ્ટાન્ત ત્રીજું (પાસાનું) દેવી ધૂતકલાથી જીતી શ્રીમંતોને વારંવાર, જે ચાણાક્ય ચંદ્રગુપ્ત નૃપનો ભરપૂર ભર્યો ભંડાર; માની લે કે તે મ7ી તે વણિક જનોથી પણ જિતાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૪
દૃષ્ટાન્ત ચોથું (રાજસભાનું) એક હજાર ને આઠ સ્થંભથી શાલા સ્તબ્બે સ્તબ્બે હાંસ, અષ્ટોત્તર શત હાર્યા વિણ તે સર્વ જીતવા નૃપની પાસ; એ ઘટનાથી જીતી જનકને રાજપુત્ર પણ રાજા થાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૫
દષ્ટાંત પાંચમું (રત્નનું) દૂર દેશવાસી વણિકોને શ્રેષ્ઠિસુતોએ આપ્યાં રત્ન, પિતૃવચનથી પશ્ચાત્તાપે તે જ રત્ન મેળવવા યત્ન; કરતા કોઈ દિન સર્વ રત્નથી જનક હૃદય પણ સંતોષાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૬
દૃષ્ટાંત છઠું (સ્વપ્નનું) પૂર્ણ શશીને દેખી સ્વપ્રમાં રાજપુત્રને રંક વિશેષ, વિવેકનિકલ લહે રંક ક્ષીરને નૃપસુત પામ્યો રાજ્ય વિશેષ; એ જ મઠે સૂતા સ્વપ્રામાં તેને પૂણેન્દુ ય જણાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૭
દષ્ટાંત સાતમું (રાધાવેધનું). રાધાના મુખ નીચે ચક્રો સવળા અવળા ફરતા ચાર, તૈલકટાહીમાં પ્રતિબિમ્બિત નિરખતો ઊભો રાજકુમાર;
Page #16
--------------------------------------------------------------------------
________________
નરજન્મ દુર્લભતા
તે રાધાનું વામનેત્ર તે ચપળ વીરથી પણ વીંધાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૮
દૃષ્ટાંત આઠમું (કાચબાનું)
કચ્છપ દેખી પૂર્ણચન્દ્રને છૂંદમાં દૂર થયે સેવાલ, આનન્દે એ જોણું જોવા લઈને આવ્યો નિજ પરિવાર; મળી ગયે સેવાળ સુધાકર કચ્છપથી ય કદી નિરખાય; પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૯ દૃષ્ટાંત નવમું (સમોલનું)
પૂર્વ પયોધિમાંહી સમોલને ધોંસરી પશ્ચિમ જલધિમાંય; દુર્ધર કલ્લોલે ખેંચાતા કોઈક સમયે ભેગા થાય, વળી સમોલ સ્વયં એ યુગના વિવર વિષે પણ પેસી જાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય. ૧૦
દૃષ્ટાંત દસમું (થાંભલાનું)
કોઈ કુતૂહલી દેવ મણિમય સ્તમ્ભનું ચૂર્ણ કરીને જાય, મેરુશિરે ચૂર્ણ નળીમાં નાંખી સર્વ દિશામાં એ વિખરાય; એ અણુઓને વીણી વીણી દેવે પાછો સ્તમ્ભ કરાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય ૧૧
અનાદિકાળથી પરિભ્રમણ કરતા આત્માએ અત્યાર સુધી જે જે પ્રવૃત્તિઓ કરી હશે, કરતો હશે કે કરશે, તે શા માટે એમ પૂછશો તો એક જ જવાબ મળશે કે સુખ ને શાન્તિ માટે. પછી ભલેને તે ક્રિયાથી તેને ઈચ્છિત ન સાંપડે, પણ તેની અભિલાષા તો એ જ રહેવાની. હવે કદાચિત માનો કે એવી પ્રવૃત્તિથી પણ શાન્તિ મળે તોય તે કેવી શાન્તિ. અસ્થિર દુઃખમિશ્રિત અને ખંડિત જ ને ! વાસ્તવિકમાં તેને આવી શાન્તિ ઈચ્છિત છે !
Page #17
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ નથી જ. છતાં પણ મળે તો ક્ષણભર ઠીક રહે પછી એવું ને એવું. હવે ખરેખરી શાન્તિ જો ક્યાંય હોય તો કેવળ મોક્ષમાં જ છે. તો મોક્ષ મેળવવા માટે આશ્રવત્યાગ, સંવરસ્વીકાર આવશ્યક છે. તે સર્વ સંવરવર્ધક અનુષ્ઠાનો ક્યાં થાય ? તો એક જ જવાબ છે કે માનવભવ સિવાય બીજે ક્યાંય નહિ. તો એવા ઉપરોક્ત દશ દૃષ્ટાન્ત દુર્લભ, સકલ સુખની ચાવીરૂપ, મનુષ્યભવ આપણને પૂર્વના કોઈ જબ્બર પુણ્યોદયે પ્રાપ્ત થયો છે. તો તેવા મનુષ્યજન્મને મેળવીને કર્તા કહે છે કે ધીરજને ધારણ કરી આત્માને હિતકર એવા રસાયનનું પાન સતત કરો ને આરોગ્ય-પુષ્ટિ પ્રાપ્ત કરો. ૨.
Page #18
--------------------------------------------------------------------------
________________
विषयसूचा
(ાથર) क्रोधादीनां समन्ताद्विषयविषभृतां चेन्द्रियाणां निरोधो, दानं शीलं तपस्या सुविहितचरिता भावना श्रीजिनार्चा । सत्सङ्गः साधुसेवा विरतिरतितरां पञ्चकं सद्यमानां, स्वान्ते कान्ते मुमुक्षा यदिह तव तदैतद्विधेयं विधेयम् ।।
ભાવાર્થ
વિષય સૂચન
હવે આગળ કહેવાના બાવીસ વિષયોનો ક્રમ આપતાં કહે છે. જો તમારા સ્વચ્છ હૃદયમાં મોક્ષે જવાની ઈચ્છા હોય તો આટલું અવશ્ય કરવું. ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવો. સ્પર્શનેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ. દાનશિયલ-તપ-ભાવધર્મનું સેવન. શ્રી જિનપૂજા, સત્સંગ, સાધુ-પુરુષની સેવા, વિરતિમાં રુચિ, પાંચ મહાવ્રતોનો આદર. આટલું કરવાથી
મોક્ષમાર્ગ સુલભ બને છે. ૩ १. मधैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्त्रग्धरा कीर्तितेयम् ।
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
આત્મબોધ
વિશદાર્થ:
મોક્ષમાં જવું જ હોય તો મોક્ષનગર જતા રસ્તામાં આવતાં વિનોને દૂર કરવાં જોઈએ. ૧. ક્રોધ-દાવાનલ માર્ગમાં આવશે.
ઓળંગવાની મૂંઝવણ થશે. તેને સમતાપૂર્વક ક્ષમાના વારિથી શાન્ત કરવો જોઈએ. ૨. માન-મહીધર આડો આવશે. તેના આરોહ-અવરોહ ભારે પડશે. ખૂબ સાવધ રહેવું પડશે. નમ્ર રહીને જ આગળ વધાશે. જો ! શાશ્વત શાન્તિ મેળવવી હોય, આધિ-વ્યાધિ અને ઉપાધિની ત્રિવિધતાથી મુક્ત થવું હોય તો ! ૩. માયા તો બહુ જ વિચિત્ર છે. ક્રોધ પ્રવેશ કરશે તે દેખાશે, માન દેખાશે. લોભ દેખાશે, પણ માયાનો વાસ જો થશે ! તો ખબર જ નહિ પડે. માયા કાદવ છે. લપસી ન પડતા હો ! ૪. લોભ તો પાતાલ-કૂવા કરતાં યે ઊંડો છે અને દેખાય કે હમણાં તેનું તળિયું આવશે, પણ આકાશનો અંત કોઈ દી જોયો, જાણ્યો કે સાંભળ્યો છે ? જો આભનો છેડો આવે તો લોભનો છેડો આવે હો ! તેનાથી જરાયે લલચાતા નહિ. ૫ થી ૯. જેના ભક્ષણથી મૃત્યુના મહેમાન બનાય તે વિષ તો સારું કે એક ભવથી જ પતે, પણ ભૂલેચૂકે જો વિષયનું આસેવન કર્યું તો મર્યા જ સમજો ! અનેક ભવે પાર નહિ આવે હો ! એ વિષયોનું આકર્ષણ કરનાર પાંચ ઇન્દ્રિયો છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિદ્રિય ને શ્રોત્રેન્દ્રિય તેના ઉપર કાબૂ મેળવવો. ઇન્દ્રિયનિગ્રહ કરવો. ૧૦. આ બધું કરીને કરણીય તે જેને અત્યારના શબ્દોમાં કહીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછું આપનાર Safe Deposit Bank જેવું દાન. ૧૧. જેના પ્રભાવે દેવેન્દ્રો પણ ચરણે આવી સેવા કરે તે શિયળ. ૧૨. સર્વ સિદ્ધિ ને સમૃદ્ધિના કારણભૂત તપ અને ૧૩. સર્વમાં પ્રાણ સ્વરૂપ ભાવ, તેની ત્રિકરણ યોગે આરાધના, ૧૪. જે પ્રભુનો અનન્તો
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષયસૂચન ઉપકાર તે પરમાત્મા તરણતારણહાર, શરણાગત વત્સલ પ્રભુજીની પૂજા. ૧૫. સજજન-સમાગમ. ૧૬. સાધુઓની સેવા. ૧૭. વિરતિમાં રતિ=રાગ અને ૧૮થી ૨૨. પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ ને પરિગ્રહવિરમણ એ પાંચ મહાવ્રતનું પાલન. એ પ્રમાણે બાવીસ વાતોને વિચારીને તેનું અનુસરણ કરવામાં આવે તો કહી શકાય કે તમે કિયા સિદ્ધી અમૂલ્ય જીવન પ્રાપ્ત કરી આ જ કરવું. આ જ કરણીય છે, બાકી તો જન્મ-મરણના ફેરાનો અંત આવે એવો નથી. ૩.
Page #21
--------------------------------------------------------------------------
________________
क्रोधत्याग
( ) दुरदुर्गत्यनलामलाज्यं, निर्बाधसंवर्धितमोहराज्यम् । सर्वेष्टसम्बन्धसुगन्धपूर्ति, क्रोधं विरोधं त्यजतादभूतिम् ॥४॥
ભાવાર્થક્રિોધત્યાગ
ક્રોધ દુર્ગતિ-અગ્નિને વધારવામાં ચોખ્ખા ઘી જેવો છે. કોઈ જાતના બાધ વગર જે મોહના રાજ્યને વધારનાર છે. સારામાં સારા સંબંધોની સુગંધને ક્ષણમાત્રમાં દુર્ગન્ધરૂપ કરનાર છે, બગાડનાર છે. સંપત્તિને નાશ કરનારો છે, અને વિરોધને વધારનારો છે. એવા ક્રોધનો ત્યાગ કરો.
૨. વિઝા હિ તી નો :
Page #22
--------------------------------------------------------------------------
________________
ક્રોધત્યાગ
૧
૩
વિશદાર્થ:
ક્રોધ–ગુણ-દોષના ટકા વિચારવા બેસીએ-માર્ક મૂકીએ તો જીવનમાં કોઈ દિવસ અન્તર્મુખ દૃષ્ટિ કરીને વિચારજો કે મેં ક્રોધ કેટલીવાર કર્યો ? અને તે વખતે ક્રોધ ન કર્યો હોત તો શું થાત? ક્રોધ કરવાથી શું ફાયદો થયો ? ક્રોધના આશ્રયથી કોને સુખશાંતિ સાંપડ્યાં છે ? અને તેના આશ્રયથી અનર્થોની વણનોતરી વણઝાર પોતાના આંગણે કોણે નથી ઉતારી ? તે પૂછ્યું? પેલા ચંડકૌશિકને. ક્રોધ કરવો કે ન કરવો તેનો અભિપ્રાય ઓલા અગ્નિશમ પાસેથી સવિસ્તર જાણો ! પછીથી જે કરવું હોય તે કરો ! અરે ! ચંડકૌશિક કે અગ્નિશમ સુધી જવાની ક્યાંય જરૂર નથી, આપણા જ જીવનમાં જુઓ ને ! તપાસો ને! ક્રોધ કેટલો ફળદાયી કે હિતકારી છે. અમસ્તો ક્રોધને સર્વભક્ષી અગ્નિનો જોડીદાર બનાવ્યો હશે, મહર્ષિઓએ.
વર્ષોના જીવનના ઘનિષ્ઠ સંબંધોને ક્ષણવારમાં તોડી નાંખનાર ક્રોધને આપણે કેવો કહીશું. આવા આવા ક્રોધના જેટલા ઓળખ-પત્ર લખીએ તેટલા ઓછા છે. માટે ક્રોધનો ત્યાગ કરો, ક્ષમા અને સમતાના સહવાસી બનો.
દુર્ગતિમાં જવું નથી ને ! દુર્ગતિ તો અગ્નિ છે, જેમ અગ્નિમાં ઘી પડે એટલે એ વધે જ. એ જ પ્રમાણે ક્રોધ આવે એટલે દુર્ગતિની પરંપરા-જવાળા વધે જ. સંસારમાં ભયંકર મોહનું સામ્રાજ્ય છે, તેના પાયા મજબૂત રાખનાર-કરનાર ક્રોધ છે. જો મોહના સામ્રાજ્યમાંથી નીકળી જવું હોય તો ક્રોધની દોસ્તી દૂર કરવી જ રહી. સારા સારા સંબંધો એમને એમ બંધાતા નથી. સારા સંબંધો બધાને ગમે છે. એનાં મીઠાં ફળો
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
આત્મબોધ
મીઠાં લાગે છે. પણ ક્રોધની કડવાશ બધું બગાડી મૂકે છે. વિરોધ વધી જાય છે. સંબંધો તૂટી જાય છે. જે સંબંધોની સુગન્ધ મહેકી ઊઠતી હતી ત્યાંથી જ ક્રોધને કારણે દુર્ગન્ધ ઊછળતી હોય છે. માટે ક્રોધને ખસેડો-હક્સેલીને દૂર કરો. નહિં તો સારા સ્થાનથી તમને એ ખસેડી મૂકશે. ક્રોધ નારક ગતિમાં સ્થાન જમાવી બેઠો છે. જો તેની દોસ્તી કરશો તો તે તમને તેના સ્થાનમાં લઈ જશે. ૪.
Page #24
--------------------------------------------------------------------------
________________
मानत्याग
( शालिनी )
यन्माहात्म्यादुद्धतत्वं विदूरे नम्रीभावः सद्विनीतत्वमिष्टम् । विद्याप्राप्तिः क्लेशसंक्लेशनाशो मानत्यागं तं कुरुध्वं कुरुध्वम् ॥ ५॥
भावार्थ -
માનત્યાગ
જે માનત્યાગથી ઉદ્ધતાઈ દૂર રહે છે, નમ્રતા, ઇષ્ટ-સારો વિનીતભાવ, વિદ્યાની પ્રાપ્તિ અને ક્લેશનો નાશ થાય છે, તે માનત્યાગને डरो अवश्य रो. 4.
१. मात्तौ गौ चेच्छालिनी वैदलोकैः
Page #25
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ વિશદાર્થ:
માન, અભિમાન સ્વમાન વગેરે સર્વ અમુક દષ્ટિએ માનનાં પર્યાયવાચક નામો છે. આપણે તો અભિમાનને જ માન માની બેઠા છીએ. સ્વમાન તો હોવું જ જોઈએ ? એવો દાવો કરીએ છીએ પણ સ્વમાન એ પણ માન છે અને તે પણ અભિમાનની જેમ જ ત્યાજ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે વિનીતભાવની અતિ આવશ્યકતા છે. માન ને વિનયને પરસ્પર શત્રુતા છે. “જો માનમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત.” એમ કોઈએ કહ્યું છે. તે પણ અમુક અપેક્ષાએ સત્ય લાગે છે.
સ્થૂલભદ્રજીમાં માન-અભિમાને પ્રવેશ ન કર્યો હોત તો કેટલું જ્ઞાન મેળવ્યું હોત, પણ માન-કાઠિયો આવવાથી શું પરિણામ આવ્યું ? રાવણના માનનું પરિણામ તો આપણ સૌને વિદિત જ છે, મહાભારતના મહાયુદ્ધના મૂળમાં આ જ માન હતું ને ? અરે આપણામાં પણ માનને બદલે સરળતા હોત તો કેટલો અપૂર્વ લાભ થાત ! દશાર્ણભદ્ર માન કર્યું પણ ઈન્દ્ર એ માનને પ્રશસ્ત બનાવી દોષને બદલે ગુણરૂપે પરિણમાવ્યું. પરલોકને તો માન બગાડે જ છે, પણ આલોકમાં પણ ઉદ્ધત મનુષ્યની કેવી દશા થાય છે ? પૂછી જુઓ નોકરને - જરા અભિમાન કરવા ગયો ને નોકરીમાંથી પાણીચું મળી ગયું. વેપારી પણ માનને પરવશ વેપાર ગુમાવી બેસે છે. સામે પક્ષે નમ્રતા, વિનય જીવને ખૂબ ખૂબ લાભ આપે છે. “નમે એ પ્રભુને ગમે.” આ વચન જીવનમાં ઉતારવા જેવું છે. કૂવામાંથી પાણી કાઢવું હોય તો ઘડાને નમવું પડે છે. એમ ને એમ અક્કડ રહે કાંઈ પાણી ભરાય નહિએ જ પ્રમાણે ગુરુ પાસેથી જ્ઞાન
Page #26
--------------------------------------------------------------------------
________________
માનત્યાગ
૧૭
મેળવવું હોય, વિદ્યાપ્રાપ્તિ કરવી હોય તો નમ્ર બનવું જરૂરી છે. વિનય વગર વિદ્યા મળતી નથી. પેલો સંગમ દેવ પહેલા દેવલોકમાં ઈન્દ્ર મહારાજ જેટલી જ ઋદ્ધિસિદ્ધિ ધરાવતો હતો. એને કોણે કહ્યું હતું કે “ઊઠ પાણા પગ ઉપર” કર. અભિમાનથી પ્રતિજ્ઞા કરી છ મહિના સુધી પરમાત્મા મહાવીર સ્વામીને ચળાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. કાંઈ વળ્યું નહિ. છેવટે પરિણામ શું આવ્યું ! દેવલોકથી દૂર કરાયો. એ પેલા મેરુપર્વતની ચૂલિકા ઉપર પડ્યો છે. એવા અભિમાનને દૂર કરોદૂર કરો. ૫.
Page #27
--------------------------------------------------------------------------
________________
sa
मायात्याग
(પેન્દ્રવજ્ઞા') अनेककोटीकनकीयदानं, सुरेन्द्रशंसात्मविलासि शीलम् । તપ: સુતતં ચ નાથ નાહ્ન, निराकृता चेन्निकृतिर्न चित्तात् ॥ ६॥
ભાવાર્થ - માયાત્યાગ -
માયા કેટલી દુષ્ટ છે તે કહે છે. અનેક કરોડ સુવર્ણનું દાન કર્યું હોય, ઈન્દ્ર પણ જેની પ્રશંસા કરે તેવું શિયળ પાળ્યું હોય, સારામાં સારું તપ કર્યું હોય, પણ હૃદયમાંથી જો માયા દૂર ન કરી હોય તો તે યથાર્થ ફળદાયક બનતું નથી.
૨. ઉપેન્દ્રવ
ગતિ જ્ઞાતિ ના
Page #28
--------------------------------------------------------------------------
________________
માયાત્યાગ
૧૯
વિશદાર્થ :
માયામાં તે એવું શું દૂષણ છે કે એનાથી જીવનભર આચરેલ, આરાધલ, જ્ઞાન-તપ અને ધર્મ નિષ્ફળ બની જાય છે ? ઉપાધ્યાયજી તો આને બહુ કડક રીતે કહે છે કે હૃદયમાં માયા રાખી પોતે આચરેલા જીવનભરના તપ-ત્યાગના ફળની જે ઈચ્છા રાખે છે તે તો “તોદના સમાઈ, સોળે: પરં યિયાતિ ” સમજ્યા ! માયાનો મહિમા ! “સાધ્વી લખમણા તપ નવિ ફળીયું, દંભ ગયો નવિ મનનો ભવિયા ! તપપદને પૂજીજે” લક્ષ્મણા નામનાં સાધ્વી થઈ ગયાં. સંયમપરાયણ, તેમના જીવનમાં એક દિ' શલ્ય પ્રવેશ કર્યો. પક્ષીયુગલને દેખી મનમાં વિકલ્પ જાળ ઉત્પન્ન થઈ, દોષ સમજાર્યો, ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવા ગયાં, માયા રાખીને આલોચના લીધી, ખૂબ તપશ્ચર્યા કરી પણ પરિણામ વિપરીત જ આવ્યું.
રુકમીને જુઓ, એનું પણ કર્યું કારવ્યું માયાએ ધૂળમાં મેળવી દીધું. રુકમી એ સ્ત્રી હતી-રાજપુત્રી હતી, આજીવન શીલધારી રહી હતી, તેના પિતાને પુત્ર ન હોવાથી તે રુકમીને જ રાજયાસને સ્થાપના કરી હતી. રાજ્યનું શાસન સુંદર રીતે કરતી હતી. એકદા રુકમી દરબાર ભરીને બેઠી હતી. બહારથી કોઈ સાર્થવાહ તેના રાજ્યમાં આવ્યો, સભામાં બેઠો. તે ખૂબ રૂપવાન હતો, તેની ઉપર ખરાબ દષ્ટિથી જોયું, ત્યારપછી
કમીએ પછીની અવસ્થામાં સંયમ સ્વીકાર્યું. યોગ્ય ગુરુમહારાજ પાસે ભવની આલોયણા લીધી. તેમાં જીવનભરમાં જે કોઈ પાપ-દોષ સેવ્યા હતા તે બધાયે ગુરુમહારાજ પાસે સરળભાવે પ્રગટ કર્યા. પણ તે દિવસે તે સાર્થવાહની સામે જે દૃષ્ટિ કરીને
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મબોધ
મનમાં દુષ્ટ ભાવોનું પૂર આવ્યું હતું તે વાત ન કરી. કારણ કે માયાએ તેને માનહાનિનો ભય દેખાડ્યો. ત્યારપછી સર્વ દોષોના પ્રાયશ્ચિત્તરૂપે ઘણુંએ તપ કર્યું. તેમાં કેટલાંયે માસક્ષમણ કર્યા, પણ જે તપ-આચરણથી ભવભ્રમણની ભાવઠ ભાંગવી જોઈએ એના બદલે ભવભ્રમણ વધ્યું. એણે હૃદયમાં માયા-શલ્ય રાખ્યું ન હોત તો તેના જીવનમાં કેટલો ફાયદો થાત? એ ભવને પાર પહોંચી જાત. | માયા તો કાદવ છે. તેમાં જો પગ દીધો તો એવા ઊંડા ઊંડા ખૂંચી જશો કે પૂછો મા વાત. સંસારમહેલના ચાર પાયામાં એક પાયો છે આ માયાનો. ખરેખર કહ્યું છે કે “માયાળુ થજો. માયાવી કદી ન થાશો.” માયાળુ અને માયાવીમાં મેઘ અને ધૂમ જેટલો તફાવત છે. માટે માયાની માયામાં કદી પણ ફસાતા નહિં. ૬.
Page #30
--------------------------------------------------------------------------
________________
लोभत्याग
(અનુષ્ટV') लोभश्चेद् हृदयेऽस्तोभो, दूषणैरितरैरलम् । नो चेल्लोभस्य संक्षोभो, भूषणैरितरैरलम् ॥ ७॥
ભાવાર્થ - લોભત્યાગ
જો હૃદયમાં થોભ વગરનો લોભ હોય તો બીજાં દૂષણો હોય તો શું અને ન હોય તો ય શું અને હૃદયમાં લોભનો સંક્ષોભ ન હોય તો બીજી ભૂષણો હોય તો ય શું અને ન હોય તોય શું એટલે લોભ સર્વ દોષોનો ભંડાર છે અને સંતોષ સર્વ સુખનો ભંડાર છે.
૨.૫નાયુ સર્વત્ર, સામે વિતુર્થયો.
षष्ठं गुरु विजानीयादेतत् श्लोकस्य लक्षणम् ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
આત્મબોધ વિશદાર્થ :
આપણે લોભી માનવોનાં જીવન જોઈએ તો માલુમ પડે છે કે આ લોભી માનવને કેટલો લોભ છે ? પણ ! આપણે એ લોભનો ત્યાગ કરી ક્ષણવાર જીવને તપાસીએ તો એમ જ લાગશે કે જીવનમાં કેટલો બધો ફેર પડી ગયો. દૃષ્ટાંતરૂપે લઈએ તો એક મમ્મણ શેઠ! કે એના જીવનને પણ લોભે કેવું ધૂળધાણી કરી મૂક્યું, પણ મમ્મણ શેઠના લોભની બાદબાકી કરીએ તો તેને સુખસમૃદ્ધિને આપનારી શાન્તિ સાંપડી હોત કે નહિં ! કેમ લાગે છે !
લોભને લાભની આવશ્યકતા, લાભથી લોભને તૃપ્તિ થાય છે. કદાચ અસત્ કલ્પનાએ માનો કે વિશ્વના સમસ્ત લાભોનો અત્ત આવે પણ લોભનો હરગીઝ અન્ન આવે જ નહિં. ઉદર માટે પણ કોઈએ કહ્યું છે કે- સવાસો મણ કોઠી ભરાય પણ સવાશેરની કોઠી (પેટ) કદીપણ ભરાતી નથી. લાભ અને લોભમાં આટલું આંતરું છે. - લોભની આશા તે દાસી ! તેને દિશા કે કાળનાં બંધન નથી હોતાં, તેને કોઈ પ્રદેશ અ-ગમ્ય નથી. કોઈ વખત તો આશા બિચારી ગરીબડી ગાય જેવી લાગે છે. આપણને એમ લાગે છે કે,
આ આશાને સંતોષીએ તો સદાને માટે તૃપ્ત થઈ જશે પણ ક્યારેય : એને તૃપ્તિ થતી જ નથી. એ તો લગ્ને લગ્ને કુંવારી જ છે.
હવે થોડા માઈલ ચાલીશું એટલે ક્ષિતિજ આવી જશે. એવી અબૂઝ કલ્પનાવાળા માણસને તેટલા માઈલ ચાલ્યા પછી જે પરિસ્થિતિ થાય છે તેવી જ રીતે આપણે આ પ્રાપ્ત કરીએ એટલે બસ, પણ એ પ્રાપ્ત થયા પછી પણ આશારૂપી ક્ષિતિજ આપણાથી એટલી ને એટલી દૂર જ રહે છે ખરું ને ? સંસ્કૃતમાં દિશાના પર્યાયવાચક
Page #32
--------------------------------------------------------------------------
________________
લોભત્યાગ તરીકે આશા આવે છે તે ખૂબ સૂચક છે, જેવી રીતે આશા-દિશાનો અન્ત નથી આવતો તેવી રીતે આશા-તૃષ્ણાનો પણ... સમજ્યા ?
ભર્તુહરિએ આ આશા-તૃષ્ણાને વિનવીને કહ્યું છે કે હવે તો મારો છેડો છોડ, તે પહેલાં કહ્યું કે અહીંયાં નિધાન મળશે. અહીં ખનન કરશો તો અઢળક લક્ષ્મી પ્રાપ્ત થશે. એ પ્રમાણે તારા ઉપર વિશ્વાસ રાખી આખી યે પૃથ્વી ખોદી વળ્યો, પણ કાંઈ વળ્યું નહિ, ત્યારે તે કહ્યું, જો તારે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ગિરિની પ્રકાશશત્રુ ગુફામાં જઈ ધાતુઓને ગાળ, સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થશે.
ત્યાં પણ પ્રયત્ન કરવા છતાં સુવર્ણસિદ્ધિ મળી નહિં. એટલે તે કહ્યું કે, લક્ષ્મી તો સમુદ્ર પાર જવાથી મળે, લક્ષ્મીને સમુદ્રસંભવા કહી છે, પરદેશ ખેડવા છતાં લક્ષ્મી પ્રાપ્ત ન થઈ. ત્યારે તે સેવા કરવા સમજાવ્યું કે મેં રાજાઓને પણ પ્રયત્નપૂર્વક સંતોષ્યા, ને પરિણામ શૂન્ય આવ્યું. પછી તે કહ્યું મંત્ર-જાપથી યથેચ્છ લક્ષ્મી મળશે એટલે જીવનને જોખમમાં મૂકીને પણ ભયંકર રાત્રિઓ સ્મશાનમાં મ7 ગણવાપૂર્વક ગાળી પણ ફૂટી કોડીયે હાથ લાગી નહિ. માટે છે તૃષ્ણા ! હે આશા ! હવે તો મારો છેડો છોડ !
| (શાર્દૂલ) રાખી દ્રવ્યની આશ ખોદી પૃથિવી ગાળી ગિરિ-ધાતુઓ, સંતોષ્યા બહુ રાયને જતનથી ઓળંગિયા સિંધુઓ; ગાળી રાત્રિ સ્મશાનમાં દઢમને મત્રો તણા જાપમાં; તૃષ્ણા ! છોડ હવે મને નવ દીઠી- કોડી ફૂટી હાથમાં. ૧
(પદ્યાનુવાદ-નાથુરામ શર્મા) १. उत्खातं निधिशङ्कया क्षितितलं, ध्माता गिरेर्धातवो, निस्तीर्णः सरितां-पतिर्नपतयो यत्नेन संतोषिताः। मन्त्राराधनतत्परेण मनसा, नीता स्मशाने निशा, પ્રાત: પવરદિપિ ન મા તુજે ! –ડથુન મુ મામ્ II ( દરિ:)
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
આત્મબોધ
લોભ અને તેની દાસી આશા તે સર્વનો સર્વથા ત્યાગ કરી - કપિલ કેવળી બન્યા હતા ને ! તેઓ એક બ્રાહ્મણના પુત્ર હતા. અત્યંત ગરીબાઈ હતી. તેઓને ઘેર પુત્રને ભણાવવા જેટલી પણ સગવડ ન હતી. તે સમયે માધુકરી કરીને વિદ્યાર્થીઓ વિદ્યોપાર્જન કરતા. બીજા ગામમાં પોતાના પિતાના મિત્રની ઓળખાણથી એક સારા ગૃહસ્થને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રહ્યા. વિદ્યા મેળવતા. શેઠનું કામ પણ કરતા. યોગ્ય વયે એક સ્ત્રી સાથે તેઓનાં લગ્ન થયાં. તે સ્ત્રી દાસીપુત્રી હતી. પછી તે થોડા કાળ પછી સગર્ભા થઈ. પ્રસૂતિનો સમય નજીક આવ્યો એટલે તે સ્ત્રી તેની ચિંતાથી રુદન કરવા લાગી. કપિલ આવ્યા. તેણીએ બધી વાત કરી. હવે શું કરવું ? એ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે સ્ત્રીએ કહ્યું કે આપણા રાજા સવારમાં વહેલી પ્રભાતે સર્વ પ્રથમ જે કોઈ તેને દ્વારે જઈને આશીર્વાદ આપે છે, તેને બે માસા સુવર્ણ આપે છે, માટે તમે કાલે સવારે સર્વ પ્રથમ રાજાને ત્યાં જજો એટલે બે માસા સુવર્ણ આવશે, તેનાથી મારી પ્રસૂતિ સુખરૂપ થઈ જશે. તો આવતી કાલે ચીવટ રાખીને જરૂર જઈ આવજો. આ કાર્ય પત્ની માટેનું હતું. તેથી કપિલ ખૂબ વહેલી સવારે રાજાના મહેલ આગળ પહોંચી ગયો. સમય ઘણો વહેલો હતો તેથી રાજાના પહેરગીરોએ ચોર સમજી કપિલને પકડ્યો. સવારે રાજા સિંહાસન પર વિરાજયા ત્યારે બીજા કોઈ ગુન્હેગારો ન હતા. એટલે સિપાઈઓએ કપિલ ચોરને હાજર કર્યો. કપિલ હૃદયનો સાવ સરલ હતો. તેનું અંતર નિષ્પાપ હતું. એટલે જે વાત જેવી હતી તે સર્વ વાત યથાર્થ કહી દીધી. તેની પરિસ્થિતિ જાણ્યા પછી રાજાને મનમાં થયું કે આ વ્યક્તિ તદ્દન સરલ છે, એટલે તેને કહ્યું કે તારે ઈચ્છા હોય
Page #34
--------------------------------------------------------------------------
________________
૨ ૫
લોભત્યાગ તે વસ્તુ માંગી લે. રાજાનું આવા પ્રકારનું વચન સાંભળીને પોતે એવી તો કોઈ અગોચર સૃષ્ટિમાં સરી પડ્યો કે મારે બે માસા સુવર્ણ આવશે તેનાથી મારી પત્નીની પ્રસૂતિ સુખપૂર્વક થશે. પછીથી નવજાત શિશુને માટે જોઈશે. એટલે ૨૫ માસા તો જોઈએ. રાજા જેવો રાજા આપવા તૈયાર થયો છે તો આ પ્રસંગે મારા માટીના ઘરને પણ ઠીક ઠીક કરી લઉં એટલે ૫૦ માસા તો જોઈએ. જો ઘર સારું કરાવીએ તો તેના પ્રમાણમાં સ્વરાં વાસણો બે-પાંચ જોઈએ. મારે પત્નીને બે-ત્રણ જોડ સારાં વસ્ત્રો પણ જોઈએ, અને કોઈ અતિથિ અભ્યાગત આવે તો તેની સારી સરભરા થઈ શકે તેટલા માટે ૧૦૦ માસા તો જોઈએ. આવી સારી સ્થિતિ થયા પછી તો કોઈ સારા લત્તામાં સુંદર ઘર લઈએ તો તેના પ્રમાણમાં વાહન આદિ જોઈએ એટલે ૫00 માસા તો સુવર્ણ જોઈએ, તેના પ્રમાણમાં (દાસ-દાસી હોય તેઓની આજીવિકા માટે પણ જોઈએ) હું સંસ્કૃતનો સુંદર વિદ્વાન છું. પછી તો રાજયસભામાં મારું માન પણ ખૂબ થશે. એટલે હું રાજ્યને માન્ય થઈશ, પ્રતિદિન રાજયસભામાં જવાનું થશે તે વખતે પગે ચાલીને જવું ઠીક ન લાગે. માટે મેના કે પાલખીમાં જવું ઉચિત દેખાય, તે પ્રમાણમાં ૧000 માસા હોય તો જ થઈ શકે. આમ એક પછી એક આશાના ધારાખંડ વટાવતો-વટાવતો તે અપાર આશાના મિનારાને આંગળો-પાંગળો માનવ બે ફુટ કૂદકો મારી આભના ચંદ્રને પકડવા ઇચ્છે છે તેમ-પછી તો મારો પુત્ર થશે, તેનાં લગ્નાદિ પણ મારા મોભા અનુસાર કરવાં પડે માટે મારે ઓછામાં ઓછું પ000 માસા તો સુવર્ણ તો જોઈએ જ, ત્યારપછી તેના પરિવાર માટે એક સુંદર ઘર રૂપે જુદું તંત્ર જોઈએ તેથી ૧0000 માસા તો જોઈએ, એમ કરતાં લાખ-દશ લાખ ને ક્રોડ સુધી પહોંચી જવાયું, પણ મન શાંત ન રહ્યું. પછી
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
આત્મબોધ રાજા માંગણી કરવાનું કહે છે તો આખું રાજય જ કેમ ન માંગું? એવા ચકડોળ ઉપર તે ચડી ગયો. આશારૂપી આકાશનો અંત આવ્યો નહિં, તેને કોઈપણ રીતે પૂર્ણવિરામ દેખાયો જ નહિં, એટલે તુરત જ એના મનમાં વિદ્યુતની જેમ એક લિસોટો ઝબકી ગયો ! અરે હું તો રાજા પાસે બે માસા દ્રવ્યની માંગણી કરવા આવ્યો હતો. પણ રાજાએ જરા છૂટ આપી ત્યાં તો ક્રોડ સુધી પહોચી ગયો અને હજુયે અલ્પવિરામ ! ફિ... આવી આશાથી! એના કરતાં તો સંયમ સારું, કોઈ જાતની ચિંતા તો નહિં. નક્કી કર્યું કે કાંઈ ન જોઈએ. મનમાં ચમકારો થયો. અરે ! રાજ્ય માંગ્યા પછી પણ ! ક્યાં છેડો આવે છે ? સકલ સુખનું સાધન પ્રાપ્ત કર્યા પછી બીજું કાંઈપણ મેળવવાની વૃત્તિ ન રહે તે ચારિત્ર લેવાનું મનમાં નક્કી કરી પોતાનો મક્કમ નિર્ણય રાજા સમક્ષ જાહેર કર્યો. રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો ! આખરે રાગની સામે ત્યાગનો જ જય થયો, અને ખરેખર ત્યાગમાં જ જાય છે એવું અનાદિકાળથી બનતું આવ્યું છે. રાગ અને ત્યાગ એ બન્ને સામસામા છે. રાગના પક્ષમાંથી છૂટવું હોય તો ત્યાગને શરણે જવું જ જોઈએ. બાકી રાગ હશે ત્યાં સુધી લોભ કેડો નહિ છોડે. ત્યાગનો અર્થ દાન થાય છે એટલે ત્યાગ કરતા જાવ પછી જોઈ લો મજા ! ત્યાગ લોભની કેડ ભાંગી નાંખશે ને તમે તેનાથી છુટ્ટા. બસ ત્યાગ કરવા માંડો. ૭.
Page #36
--------------------------------------------------------------------------
________________
स्पर्शनेन्द्रियनिरोध
(दोधकम्) आर्द्रकुमारमुखाः समभूवन्, संयमतो विमुखास्त्वचिसक्ताः । बन्धनमावृणुते च करीन्द्रः, स्पर्शवशत्वमितीह नचेष्टम् ॥ ८॥
ભાવાર્થ - સ્પર્શનેન્દ્રિયનિરોધ
સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત એવા આદ્રકુમાર વગેરે સંયમથી વિમુખ થઈ ગયા. હાથી પણ તેને આધીન થઈ બન્ધનમાં પડે છે. એટલે અહીં ખરેખર સ્પર્શની પરવશતા સુખદાયી નથી, ઈષ્ટ
नथी.
१. दोधकवृत्तमिदं भभभाद् गौ ।
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
આત્મબોધ વિશદાર્થ :
સ્પર્શનેન્દ્રિયસ્પર્શ, સુંવાળો, આપણી ત્વચાને ગમે એવો મેવળવાનો આપણે વિચાર રાખીએ છીએ, અને એવા વિષયના સ્મરણ માત્રથી ગલગલિયાં થઈ આવે છે. માનો કે કદાચ આપને મનપસંદ એવો સ્પર્શનેન્દ્રિયજન્ય સુખાનુભવ પ્રાપ્ત થયો પણ ખરો, પણ એ સ્પર્શનેન્દ્રિયજન્ય સુખ મેળવી આપનાર સાધનો તો પરકીય અને બાહ્ય જ ને તે જયારે ન હોય ત્યારે અરે ! તેથી વિપરીત અવસ્થામાં રહેવાનો પ્રસંગ આવે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે ! શું સ્પર્શ સુખાભિલાષી જીવને એ અનુભવ છે ને એ વાતનો ? તો ઠીક ! - માનો કે એક ગર્ભશ્રીમંત પોતાની કમળ-સુકોમળ શય્યામાં નિત્ય નિંદરમાં પોઢી ખૂબ જ સુખાનુભવ કરે છે. પ્રત્યેક ઋતુમાં ઋતુના ધર્મોને અનુકૂળ જેવી રીતે ગ્રીષ્મ-ઋતુમાંsઝીણા, પાતળા અને સુખસ્પર્શી વસ્ત્રોનું પરિધાન, હેમન્ત અને શિશિરમાં =કાળજાફાટ ટાઢ પડે ત્યારે પૂરેપૂરું શરીર સંરક્ષણ અને સંપૂર્ણ દેહ ઉષ્માભર્યો રહે તેવા પ્રકારનાં વસ્ત્રો, તથા વર્ષાઋતુમાં= ગગન મેઘમંડળથી છવાયેલું હોય તેવા સમયે શરીરમાં શૈત્યનો પ્રવેશ ન થાય તે માટે બરાબર કટિબદ્ધ રહે છે, તો શું ? તેવાઓને પણ કાયમને માટે એવો સ્પર્શજનિત સુખાનુભવ સાંપડશે ખરો ? અને જ્યારે તેમાંથી મનને જરાપણ પ્રતિકૂળ પ્રાપ્ત થશે ત્યારે તે જીવની શી વલે ! કેવો વલોપાત ! કેવી બળતરા ! અરે ! ઘણીવાર સ્પર્શનેન્દ્રિયના પૂરેપૂરા વિષયો અને તેના સુખાનુભવ કરાવનારાં સાધનો ઉપસ્થિત હોય તો એ,
સાડાત્રણ મણની મખમલની તળાઈમાં સૂવા છતાં તરફડિયાં . માર્યા જ કરે, એમ રાત્રિને પસાર કરતાં કાંઈક જીવો નજરે
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૯
સ્પર્શનેન્દ્રિયનિરોધ પડશે ત્યારે આપણને પ્રતીતિ થશે કે સુંવાળી શય્યાના શયનથી સુખ પ્રાપ્ત થતું નથી. | મેઘકુમારને સંયમ વિરુદ્ધ વિચાર કરાવનાર આ સ્પર્શનેન્દ્રિય જ હતી. મહારાજા શ્રેણિક અને ધારિણીના પુત્ર મેઘકુમાર આઠ આઠ રમણી સાથે સુખભોગ ભોગવતા હતા. પરમાત્મા મહાવીર સ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય જાગ્યો. માતાને સમજાવીને અનુમતિ મેળવી, અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક સંયમ લીધું. સ્થવિરો પાસે વસતિમાં અનુક્રમે બારણા પાસે સંથારો કરવાનું આવ્યું. બારણમાંથી જતા-આવતા મુનિઓના પગની ધૂળ બધી તેમના સંથારામાં ભરાણી. આખી રાત ઊંઘ ન આવી. જીવ વિચારે ચડી ગયો. ગઈ રાત કેવી હતી અને આજની રાત કેવી છે. ક્યાં એ પુષ્પ બિછાવેલી સુખશયા અને ક્યાં આ ધૂળમાં આળોટવાનું ! આમ જીવન કેમ જશે ! પ્રભુને પૂછીને પાછો ઘરે જઉં. એ પ્રમાણે વિચાર કર્યો ને સવારે જયાં સમોસરણમાં આવ્યા ત્યારે પ્રભુએ મિષ્ટ વચને બોલાવ્યા અને પૂર્વભવો સંભળાવીને સંયમમાં સ્થિર કર્યા. મિથ્યા સુખોની વાસનાએ પોતે ઉન્માર્ગે ચડી ગયા એ સમજાયું અને પ્રભુ પાસે પ્રતિજ્ઞા લીધી કે જીવું ત્યાં સુધી આંખ સિવાય ગમે તેમ થાય તો પણ શરીરને દવા કરાવીશ નહિં. નિર્મળ સંયમ પાળીને અનુત્તર સ્વર્ગમાં વિજય વિમાનમાં દેવ થયા ને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ મેળવશે.
આદ્રકુમાર જો શ્રીમતી અને પુત્રના પ્રણયમાં ન પડ્યા હતા તો તેમના જીવનમાં કોઈ જુદા જ રંગ પુરાયા હોત. ક્યાં પિતાએ મૂકેલા ૫૦૦-૫૦૦ રક્ષકો વચ્ચેથી અનાર્ય દેશમાંથી નાસી છૂટતા આદ્રકુમાર ને ક્યાં સંયમને અભરાઈએ ચડાવીને શધ્યામાં સૂતેલા આકુમાર ! પણ એ તો સમર્થ આત્મા એટલે
Page #39
--------------------------------------------------------------------------
________________
so
આત્મબોધ એમણે તો એ સ્પર્શ વગેરે સુખોને ફેંકી દીધાં ને પાછા ચડી ગયા. છેવટે ભવનો અંત કરીને મોક્ષ મેળવ્યું. પણ બીજા તો મરે જ. ' અરે પેલો હાથી કેવળ સ્પર્શસુખની કલ્પનામાત્રથી કેવા પ્રકારના બંધનનો ભોગ થાય છે ? આ વાત કોઈવાર હાથી પકડતાં જોયું હોય; વાંચ્યું હોય કે સાંભળ્યું હોય તો ખ્યાલ આવે. એટલે કે ખૂબ ટૂંકાણમાં કહીએ તો ઇન્દ્રિયોની પુષ્ટિ એ જ જ્યાં ધ્યેય બની ચૂક્યું ત્યાં “બારે વ્હાણ બૂડ્યાં” સમજો. એટલે જીવનને સફળ, આદર્શ અને ઉજ્જવળ બનાવવું હોય તો ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. તેને ફટવવામાં સુખ નથી. તેના દમનમાં સુખ છે. સ્પર્શના સુખમાં ન ફસાવે તો તમે સ્પર્શમણિપારસમણિ બની જશો માટે સ્પર્શનેન્દ્રિયને કાબૂમાં રાખો. ૮.
Page #40
--------------------------------------------------------------------------
________________
९
रसनेन्द्रियनिरोध
( મુન પ્રયાતમ્ ) क्षणं बुध्यतां जिह्वया यत् कृतं तत्, तया दुष्ट्या दुर्गतो मगुसूरिः । तथा शैलकाचार्यवर्योऽथ मीनस्ततो रक्षणीया स्वजिह्वावशेऽसौ ॥ ९ ॥
ભાવાર્થ -
રસનેન્દ્રિયનિરોધ
એક ક્ષણ વિચાર કરો ! જિલ્લાએ શું કર્યું છે! એ દુષ્ટ જીભલડીના જોરે જ મંગુસૂરિ દુર્ગતિના ભાગી બન્યા અને શૈલકાચાર્ય દુ:ખી થયા. વળી માછલી પણ રસલાલસાથી મૃત્યુ પામે છે. આવી કટુ પરિણામી રસનાને જાણ્યા પછી તેને વશમાં રાખવી પણ તેને વશ ન થવું. ૭
१. भुजङ्गप्रयातं भवेद्यैश्चतुर्भिः ।
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
વિશદાર્થ :
-
આત્મબોધ
કોઈ પણ જીવ જન્મ ધારણ કરે ત્યારથી માંડી પ્રત્યેક સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, આમ તો ખા... ખા... ખા...(ચોર્યાશીમાં જા...જા) જ કરે છે. આહારના ત્રણ પ્રકાર= ૧. લોમાહાર, ૨. ઓજાહાર અને ૩. કવલાહાર. આ ત્રણ આહારમાંથી સામાન્ય રીતે પ્રાણી ગર્ભમાં હોય તે વખતે જે આહાર કરે તે ઓજાહાર, ચાલુ રીતે સર્વ સમયે ગ્રહણ કરે તે લોમાહાર, અને અન્નાદિને ગ્રહણ કરે તે કવલાહાર, ર્જે આપણે સૌ આહારમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ લઈએ છીએ. તે આહારનું જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય છે તે રસના (જિલ્લા) દ્વારા આહાર ઉદરમાં જાય છે. ઉદર એ મુખ્ય કેન્દ્ર સ્થળ છે. ત્યાંથી શરીરના અન્ય વિભાગોમાં શક્તિનો સંચાર થાય છે, તેથી શરીરમાં હલન-ચલનની શક્તિ રહે છે. અને ખરેખર, આહાર તે પ્રાણને ધારણ કરવા માટે અને શરીરની રક્ષા માટે અનિવાર્ય છે. એને થોડા આધ્યાત્મિક શબ્દોમાં કહીએ તો તે સાધન પાસેથી યોગ્ય કામ લેવા માટે ભાડારૂપે આહારની જરૂર છે. એ વાત સર્વને માન્ય છે. પણ એ શરીરમાં શક્તિસંચાર કરનાર આહાર દલાલ જેવી જિલ્લાની પસંદગીની અનુસારે લેવો જોઈએ કે ઉદરની જરૂરિયાત અનુસાર તે વિચાર કરવો.
સામાન્ય રીતે કહેવાય કે “જેણે સ્વાદ જીત્યો તેણે બધું જીત્યું" રોગનું મૂળ સ્વાદમાં મળી આવશે, અને આરોગ્યનું સૌથી અગત્યનું સ્થાન સ્વાદનો વિજય સાબિત થશે. જે માણસ પેટને નજર સામે રાખીને ખાતો નથી ને કેવળ જીભની લોલુપતાને જ લક્ષ્ય રાખીને આહાર કરે છે તે રોગનો ભોગ બન્યા વગંર રહેતો નથી. જીભને કેન્દ્રમાં રાખીને નક્કી કરાતા
Page #42
--------------------------------------------------------------------------
________________
રસનેન્દ્રિયનિરોધ
૩૩ આહારમાં શું ખાવું અને શું ન ખાવું ? કેટલું ખાવું ? ક્યારે ખાવું ? કેમ ખાવું ? વગેરે વિચારો જીવ કર્યા કરે છે. એની આહારમીમાંસા કોઈ અનેરી હોય છે. તેને આરોગ્યના કે શાસ્ત્રના નિયમો રુચતા નથી. કારણ કે તેની સામે ભૂખ નથી પણ કેવળ શોખ છે. રસનેન્દ્રિયને અનુકૂળ ભોગો ભોગવવાથી શું મળે છે ? થોડો વિચાર કરજો. આહાર કેમ કરવો? આહાર આરોગતા જીવને કયા ભાવો આવવા જોઈએ ? કહ્યું છે કે :
“પન્ના રૂવાગ્યવહાર પુત્રપત્રવત્ત” (પ્રશમરતિ) આ ભાવના આવે તો અણાહારી પદ દૂર નથી કેમ ખરું ને ? શાસ્ત્રમાં રસલોલુપી મંગુસૂરિજીનું દૃષ્ટાંત આવે છે, તે ખૂબ પ્રેરક છે. રસલાલસાનાં ફળ કેવાં કટુ આવે છે તેનો આબેહૂબ ચિતાર તેમાં છે.
મથુરા નામની નગરી હતી, તેમાં મંગુસૂરિજી નામના એક આચાર્ય મહારાજ ત્યાં સ્થિરવાસે રહ્યા હતા. તેઓને પાંચસો શિષ્યોનો સુંદર પરિવાર હતો, પોતે બહુશ્રુત હતા, નગરમાં તેઓનો રાગીવર્ગ પણ સારો હતો. તે વર્ગ તેઓને યુગપ્રધાન તરીકે માનતો હતો અને ગૌચરી વગેરેની ભક્તિ પણ ખૂબ આદરપૂર્વક કરતો હતો. પ્રતિદિન મળતા સ્નિગ્ધ અને મધુર આહારથી સૂરિજીની રસના રસલોલુપ બની અને તેવા વૃત-પ્રચુર આહારને નિત્ય આરોગવાથી ક્રિયામાં પ્રમાદ સેવવા લાગ્યા. વિહાર નહિ હોવાથી સ્થિરવાસ રહ્યા. રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવમાં ગળાબૂડ બૂડી ગયા અને તેવી ને તેવી સ્થિતિમાં કાળધર્મ પામી તે જ નગરની ખાળમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયા. કેવો છે કર્મનો વિપાક ? સમર્થ આચાર્ય જેવા આચાર્ય, પાંચસો-પાંચસો તો જેના શિષ્યો હતા, તેવાને પણ રસલાલસાએ
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪.
આત્મબોધ કેવી થપાટ મારી ? ત્યાં યક્ષ વિભંગ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જુવે છે અને મનમાં ખૂબ દુઃખ થાય છે. મનમાં વિચાર કર્યો કે હું તો રસનાથી હેરાન થયો પણ મારા શિષ્યોને તો અટકાવું. એવો વિચાર કરી મંદિર પાસેથી જતા-આવતા સાધુઓને તે પોતાની જીભ બહાર કાઢીને બતાવતો. ઘણા સાધુ તો તેનાથી ભય પામતા. તેમાંથી એક હિંમતવાન સાધુએ આવીને પૂછ્યું કે “તું કોણ છે ? અને શા માટે જતા-આવતા સાધુને આમ જીભ બહાર કાઢીને ડરાવે છે?” તે સાંભળીને યક્ષે કહ્યું કે “ભાઈ ! હું ધર્મમાર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય છું, પ્રમાદથી મૂળોત્તર ગુણોનો ઘાત કરી આ ખાળમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયો છું. તેથી જીભ કાઢીને તમને બધાને ચેતાવું છું. કે રસનેન્દ્રિયનો આ ભંડો વિપાક છે. માટે તમે કોઈ રસનાને પરવશ બનતા નહિ.” ત્યારપછી સર્વ સાધુઓ રસમાં લોલુપ ન થતાં તપમાં પ્રવૃત્ત થયા.
આવા સમર્થ આત્માઓ પણ રસનાના ચીકણા માર્ગે લપસી પડ્યા તો આપણું શું ગજું ? માટે રસનેન્દ્રિયનો નિરોધ કરી તેના ઉપર વિજય મેળવવા યત્નશીલ બનવું.
રસને પરવશ ન થવા માટે રસની લોલુપતાથી હજાર-હજાર વર્ષના ચારિત્રને વિફળ કરી સાતમી નરકે ઉત્પન્ન થનાર કંડરીક પણ ભૂલવા જેવો નથી ! એવી જ બીજી વાત આવે છે શૈલકાચાર્યની, તે આ પ્રમાણે -
શૈલક નામનું નગર છે, ત્યાં શૈલક નામના રાજા સુંદર રાજય કરે છે, રાજાને વૈરાગ્ય આવવાથી પોતાના પુત્ર મહુકને રાજય ઉપર સ્થાપન કરી પ્રવ્રજયાને ગ્રહણ કરે છે. તેમને
Page #44
--------------------------------------------------------------------------
________________
રસનેન્દ્રિયનિરોધ
પાંચસો શિષ્યો છે. દેશ-પરદેશ ભવ્ય જીવો ઉપર ઉપકાર કરતા વિચરે છે. સંતપુરુષો મેઘ જેવા હોય છે. કેવળ પરોપકાર એ જ એમનું વ્રત હોય છે, અન્નપ્રાન્ત આહાર કરવાને કારણે તેઓના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. અનુક્રમે તેઓ વિચરતા વિચરતા શૈલકનગરમાં આવે છે. પુત્રને ખબર પડી, એટલે તે સુંદર સ્વાગતપૂર્વક સૂરિમહારાજને નગરપ્રવેશ કરાવે છે. તે સૂરિમહારાજને ઔષધોપચાર કરાવે છે. ઔષધોપચારથી શરીર તો નીરોગી થયું પણ પછી અશક્તિ ઘણી રહેવા લાગી, તે કારણે રાજા તરફથી સુંદર અશન, પાન વગેરની ભક્તિ થવા માંડી. આવા સ્નિગ્ધ પદાર્થો નિત્ય મળતા હોવાથી સૂરિજી તેમાં આસક્ત થયા, ને તે જ કારણે તેઓના પાંચસોએ પાંચસો શિષ્યો તેઓશ્રીને છોડીને બીજે વિહાર કરી ગયા. શિષ્યોને એમ થયું કે જ્યાં ગુરુ પોતે જ રસગારવમાં ચકચૂર છે ત્યાં આપણી આરાધના સુંદર ક્યાંથી થાય ? તે વિચારે જુદા વિહાર કરી ગયા, કેવળ એક અનન્યભાવે ગુરુમહારાજને સમર્પિત એકનિષ્ઠ એવા પંથક નામના શિષ્ય જ તેઓની આવી અવસ્થામાં પણ સેવા-શુશ્રુષા કરવા રહી ગયા, સૂરિજી તો રસની લાલસામાં એવા ખૂંપી ગયા કે માદક પદાર્થો પણ વિના સંકોચે લેવા માંડ્યા, પછી આરાધના ઊભી જ શેની રહે ?
૩૫
એક દિવસ કાર્તિકપૂર્ણિમાને દિવસે પ્રતિક્રમણ કરતા શિષ્ય પંથક પૂજ્ય ગુરુમહારાજને ચૌમાસી ખામણાં ખમાવે છે. સૂરિજી સવારના સૂતેલા છે. પોતાના ચરણે શિષ્યનું મસ્તક સ્પર્શે છે. ગુરુ એકદમ બોલી ઊઠ્યા, “આ કોણ મને જગાડે છે ?” ત્યારે પંથક બોલે છે કે “ગુરુદેવ ! આજે ચાતુર્માસ પૂર્ણ થયું હોવાથી ખામણાં કરવા માટે આપને જગાડ્યા છે. ધિક્કાર છે મને કે મેં
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
આત્મબોધ
આપની નિદ્રામાં ખલેલ પહોંચાડી. આપ મારા અપરાધની ક્ષમા આપો.” આવા પ્રકારનો શિષ્યનો ઉચ્ચ વિનીતભાવ જોઈને આચાર્યશ્રી પોતાના આત્માને નિંદવા લાગ્યા, “રસનેન્દ્રિયથી જિતાયેલા મારા આત્માને ધિક્કાર થાઓ ! આ પંથક દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારની નિદ્રામાં ઘોરતા એવા મને જગાડ્યો છે, ધન્ય છે આને !” એ પ્રમાણે આત્મગહણા કરીને, ઘણો કાળ આ પૃથ્વી પર વિચરી પ્રાન્ત એક માસનું અનશન કરી પાંચસો મુનિવરો સાથે શ્રી સિદ્ધગિરિ ઉપર મોક્ષપદવીને વર્યા.
આ રસનાના વિપાક બહુ ભૂંડા છે, માટે જિલ્લા ઉપર કાબૂ રાખો. તે વાતને જીવનમાં શક્ય બનાવવી હોય તો તપના આશ્રયથી, આયંબિલથી રસના કાબૂમાં આવે છે. ૯.
Page #46
--------------------------------------------------------------------------
________________
घ्राणेन्द्रियनिरोध
(मालिनी') अतिसुरभिपदाथै-र्नासिकां प्रीणयन्तः मधुकरभवमाप्य भ्रान्तिमासादयन्ति । असुरभिसुरभिभ्यां ये विकारं न यन्ति श्वसनकरणदोषादुज्झितास्ते जयन्ति ॥१०॥
(भावार्थ - ધ્રાણેન્દ્રિયનિરોધ
ઘણા સુરભિ-સુગન્ધિ પદાર્થોથી નાસિકાને ખુશ કરનારા મનુષ્યો ભ્રમરના ભવને પ્રાપ્ત કરીને ભ્રમણ કરે છે અને દુર્ગન્ધિ અને સુગન્ધિમાં જેઓ ફસાતા નથી તેઓ ધ્રાણેન્દ્રિયના દોષથી મુક્ત બનીને જય પામે છે. ૧૦
१. ननमयययुतेयं, मालिनी भोगिलोकैः ।
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
આત્મબોધ
વિશદાર્થ:
ધ્રાણેન્દ્રિયનિરોધ–નાસિકાને યોગ્ય પ્રિય વિષય તે સુગન્ધ, નાસિકાને સુગન્ધ ગમે, દુર્ગન્ધ તેને અપ્રિય છે. આ વિષયની હેયતા સમજાવવા માટે શાસ્ત્રમાં તથા અન્ય પ્રસંગે પ્રસંગે ભ્રમરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અહીંયાં મૂળમાં કતએ પણ ભ્રમરનું દૃષ્ટાંત આપ્યું છે, તે આ પ્રમાણે–
સમસ્ત જગતને પોતાનાં ઉગ્ર કિરણોથી પૂરેપૂરા તપાવી પોતાની બાજી સંકેલતો સૂર્ય અસ્તાબ્ધિમાં જઈ રહ્યો હતો, પોતાના સ્વામીએ જગત ઉપર શી શી કારીગરી કરી ? વિશ્વને કેવું પ્રકાશદાન કર્યું છે ? તે નિરખવા સભ્યારાણી પણ આવતી હતી, સરોવરનાં પાણી શાંત અને સ્વચ્છ હતાં, બપોર ક્યારના યે વીતી ચૂક્યા હતા. કમળ પણ સવારનું ખીલી ખીલીને થાકી ગયું ન હોય તેમ સંકોચાવાની તૈયારી કરતું હતું, તે વખતે આ બાજુ ભ્રમરે પોતાની ઈષ્ટ ગંધની પ્રાપ્તિ અર્થે સવારે-પ્રભાતથી જ ભ્રમણ શરૂ કર્યું હતું. સર્વ પ્રથમ તે તો ગયો ચંદનના વનમાં, ત્યાં બાવના ચંદનનાં વૃક્ષો હતાં ચારે બાજુ સુગન્ધથી વાતાવરણ મહેકતું હતું. સુગન્ધના લોભે તે વૃક્ષો ઉપર બેઠો, પણ મનમાની સુગન્ધ ત્યાં પ્રાપ્ત ન થઈ, ત્યાંથી તે ઊપડ્યો, નવમલ્લિકાના ઉપવનમાં. ત્યાં પણ તેનું મન માન્યું નહિં. ત્યાંથી તે ચંપાના વનમાં ગયો. તીવ્રતાના કારણે તે ગબ્ધ રુચી નહિં. ત્યાંથી ફરતો ફરતો સાંજ પડવાની તૈયારી હતી ત્યારે તે કમળવનમાં આવ્યો અને થાકી ગએલો તે ભ્રમર કમળમાં પડ્યો. થોડીવાર થઈ ન થઈ ત્યાં તો અંદર પૂરો શ્વાસ લે છે ત્યાં તો જેને માટે સવારથી ભ્રમણ શરૂ કર્યું હતું તે સુગન્ધને લેવા તૈયાર થાય છે. કમળના પરિમલને સુંઘતો સુંઘતો તે ત્યાં સ્થિર થઈ
Page #48
--------------------------------------------------------------------------
________________
ઘ્રાણેન્દ્રિયનિરોધ
૩૯
જાય છે. એટલામાં તો સવિતાનારાયણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયા. તેની પાછળ સાંજની સંધ્યા પણ ખીલીને ચાલી ગઈ. રાત્રિએ પોતાની સાડીથી સમસ્ત જગતને લપેટી લીધું. કમળ મીંચાઈ ગયું. ભ્રમર પુરાઈ ગયો. મોટા મોટા સઘન કાષ્ઠોમાં કાણું પાડનાર ભ્રમર અત્યંત સુકોમલ કમલની પાંદડીઓને કોતરીને બહાર નીકળવા માટે અસમર્થ નીવડ્યો !. આ એક અણઉકલી સમસ્યા છે.
!
(હરિગીત) `પૂરી થશે આ રાત ને હસશે પ્રભાત સોહામણું, દિનકર ઉદયને પામશે ને ખીલશે વન કમળનું; એમ ચિત્તમાં જ્યાં ચિંતવે કોશે પૂરાયો ભ્રમર ત્યાં, રે ! રે ! અરેરે ! કમળને ગજરાજ ગળતો પલકમાં.
એ પ્રમાણે મધુકર રાતના મનમાં મનોરથો પડતો હતો. ત્યાં તો સવારે એક હાથી આવ્યો ને તેનો કોળિયો કરી ગયો; ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ તેની પાછળ પડ્યો તો ભ્રમર કેવો મરણને શરણ થયો. ખરેખર વિષયાસક્ત ઇન્દ્રિયો દુઃખને જ દેનારી છે.
સુગન્ધમાં આસક્ત જીવ છતી શક્તિએ ભાવના હોવા છતાં માંદા માણસોની સેવા કરી શકતો નથી. પોતે જેને પૂજ્ય માને છે, જેના અનેક ઉપકારોથી પોતે દબાયેલો છે, છતાં તેમની ભક્તિ કરવામાં તેનું મન આનાકાની કરતું હોય છે. કારણ કે એ માંદા માણસોની મલિનતા-દુર્ગન્ધ તેની નાસિકાને
૧. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । ફત્હ વિચિન્તયતિ જોશાતે જેિ, હા ! હા ! હા ! નલિની મન ઉન્નહાર્ II
Page #49
--------------------------------------------------------------------------
________________
४०
• આત્મબોધ રુચતી નથી. એ સ્થિતિમાં એવા જીવો એવા ઉંધે વિચારે ચડી જાય છે કે તેનું પરિણામ ઘણું ખરાબ તેને ભોગવવું પડે છે. આવી વાત ધનશ્રીને બની.
મગધદેશમાં શાલિગ્રામમાં ધનમિત્રની ધનશ્રી પુત્રી હતી. વિલાસમાં રહેલી તેને જરી પણ દુર્ગન્ધ ગમતી નહિં. તે યૌવનમાં આવી ને તેનાં લગ્ન કરવામાં આવ્યાં. વિવાહ મહોત્સવ ચાલતો હતો, તે પ્રસંગે ત્યાં તપસ્વી મુનિઓ ગોચરી માટે આવ્યા. ધનથી વહોરાવવા લાગી, દાન દેવા માંડી પણ મુનિઓની ગંધ તેને રુચી નહિં. તે જુગુપ્સા કરવા લાગી ને તેને વિચાર આવ્યો કે આ મુનિઓ સ્નાનવિલેપન કરતા હોય તો કેવું સારું ! એથી તેણે દુર્ગન્ધ નામકર્મ બાંધ્યું ને કાળક્રમે મરીને રાજગૃહી નગરીમાં એક વેશ્યાને ત્યાં ઉત્પન્ન થઈ. ગર્ભમાંથી જ તે માતાને ખૂબ પીડા કરવા લાગી. તે ગર્ભનો નાશ કરવાનો વેશ્યાએ ખૂબ પ્રયત્ન કર્યો પણ તે નાશ ન પામ્યો. જેમ કોઈ ગટરનું દ્વાર ઊઘડે ને દુર્ગન્ધ વછૂટે તેમ આ બાલિકાનો જન્મ થયો ને દુર્ગન્ધ – અસહ્ય દુર્ગન્ધ - વછૂટી. વેશ્યાએ રસ્તાની એકબાજુ તેને ફેંકી દીધી ને ચાલી ગઈ. એ અવસરે ત્યાં પરમાત્મા મહાવીરસ્વામીજી સમવસર્યા હતા. પરમાત્માના દર્શને મહારાજા શ્રેણિક પધારતા હતા, ત્યારે તેમના સૈનિકો રસ્તામાં આ છોકરીની દુર્ગન્ધથી નાકે કપડું દાબીને વાતો કરતા ચાલતા હતા. મહારાજા શ્રેણિકે જોયું ને કર્મના પરિણામનો વિચાર કરતા સમોસરણમાં આવ્યા. વન્દન કરીને પ્રભુને આની વાત પૂછી. પ્રભુએ બધુ સમજાવ્યું. રાજાએ પૂછ્યું કે- “હવે આને થશે ?' પ્રભુએ કહ્યું કે- “તેનું તે કર્મ હવે ભોગવાઈ ગયું છે ને હવે મુનિને દાન દીધું હતું - તેથી શુભ કર્મનો તેને ઉદય થયો
Page #50
--------------------------------------------------------------------------
________________
ધ્રાણેન્દ્રિયનિરોધ
૪૧
છે. તે કારણે તેનું શરીર અત્યંત સુગન્ધી થયું છે. ભવિષ્યમાં તે તારી રાણી થશે ને તારી પીઠ પર સવારી કરશે.' પછી રાજા નગરમાં પાછો ફર્યો. બાળાને બધાએ જોઈ, જ્યાં ખૂબ દુર્ગન્ધ આવતી હતી ત્યાંથી જ કમળ જેવી સુગન્ધ આવવા લાગી.
છે ને કર્મની વિચિત્રતા ! એક ગોવાળે આવી સુન્દર બાળાને જોઈને તે પોતાને ઘેર લઈ ગયો. ઉછેરીને મોટી કરી. શ્રેણિક રાજાએ તે જોઈ ને તેના પર મોહ જાગ્યો. તેની માંગણી કરી, લગ્ન કર્યાં ને રાણી બનાવી. એક વખત રાજા-રાણી બાજી રમતાં હતાં. તેમાં એવી શરત હતી કે જે હારે તેની પીઠ પર જીતનારે સવાર થવું. રાજા હાર્યો ને રાણી સવાર થઈ. તે સમયે રાજાને પ્રભુનાં વચન યાદ આવ્યાં. રાજા હસી પડ્યો. રાણીએ અકારણ હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ બનેલી બધી વાત કરી. રાણીને આ બધું સાંભળીને વૈરાગ્ય આવ્યો. દીક્ષા લીધી ને કલ્યાણ સાધ્યું. જો નાસિકાને પરવશ પડ્યા તો આવી અને તેથી પણ ભયંકર દશા ભોગવવી પડશે. માટે નાસિકાને કાબૂમાં રાખીને શ્રેયઃ સાધવું. ૧૦.
Page #51
--------------------------------------------------------------------------
________________
चक्षुरिन्द्रियनिरोध
(માલાન્તા) रम्यं रूपं नयननलिनं स्मेरयत् सूर्यरूपं, तस्मिन् जीवः पतति पतगः प्राणहारिप्रदीपे । यस्तद् दृष्ट्वा नियमयति हि स्वेन्द्रियं स्वात्मरूपे, संसाराब्धेर्भवति स परं पारगो निर्विकारः ॥११॥
ભાવાર્થચક્ષુરિન્દ્રિયનિરોધ
નયન-કમળને વિકસ્વર કરવામાં રૂપ સૂર્ય સમાન છે. પ્રાણહારી પ્રદીપ સમા રૂપમાં જીવરૂપ પતંગિયો પડે છે અને તેમાં ઝંપલાવી પંચત્વને પામે છે. તે જોઈને જે મનુષ્ય ચક્ષુરિન્દ્રિયને સ્વાત્મસ્વરૂપમાં નિયમિત રાખે છે તે નિર્વિકાર એવો સંસાર-સમુદ્રના સામે પાર પહોચે છે.
१. मन्दाक्रान्ता जलधिषडगैम्भौं नतौ तौ गुरू चेत् ।
Page #52
--------------------------------------------------------------------------
________________
ચક્ષુરિન્દ્રિયનિરોધ
૪૩
વિશદાર્થ -
જોવું, સારું જોવું એ આંખને-નેત્રને ગમે છે. સુંદર રળિયામણાં દશ્યો જોઈને જો તેમાં વિવેક રાખવામાં ન આવે તો મહા અનર્થ થાય છે. ઈન્દ્રિયોને પ્રણાલી કહી છે તે યથાર્થ છે, તે દ્વારા જ્ઞાન મનમાં પહોંચે છે. એમાં પણ વિશેષ બાહ્ય જગતનાં ચિત્રો મન દ્વારા ખેચાય છે, અને મનમાં તેની છાપ ઊપસે છે. તેમાં કેટલાંયે હિતકારી હોય છે અને કેટલાંયે ખૂબ જ અહિતકારી હોય છે. એટલે જોવામાં વિવેકની ખૂબ જરૂર છે.
પતંગને તો જાણો છો ને ? પતંગિયું તેનું મરણ કઈ સ્થિતિમાં શું પ્રાપ્ત કરતાં થાય છે? તેનું મરણ કદી જોયું છે ? તેમાંથી બોધ લીધો છે ? લેવા જેવો છે હો. તેને રૂપ અત્યંત પ્રિય છે. તે રૂપને સદા ખોળતું રહે છે. અત્યંત તેજસ્વી પદાર્થ છે પ્રદીપ, તે તેને જુએ છે અને તેને ઘણો આનંદ થાય છે. ત્યાં જ તે વિવેકને ગિરે મૂકીને ઝંપલાવે છે. દીવામાં તરત જ પંચત્વ (મૃત્યુ) પામે છે. અહીંયાં પતંગિયું દીવામાં પડતી વખતે વિચાર કરે કે મારું હિત શેમાં ? ઉજળું હોય પણ અહિતકારી હોય તો તે શા કામનું ? એમ આપણે પણ આપણા નેત્રથી સર્વ પદાર્થોને નિરખીએ છીએ. તેમાં બધા જ પદાર્થો કંઈ જોવા યોગ્ય હોતા નથી. ઈન્દ્રિય દ્વારા કઈ વસ્તુ અને ક્યા ભાવ, મનમાં જવા દેવા અને ક્યા ન જવા દેવા તે ખૂબ વિચાર કરવા જેવું છે. આખરે વિચાર ન કરવાથી પતંગિયું દીવામાં ઝંપલાવે છે, પંચત્વ પામે છે. આપણે પણ ચક્ષુરિન્દ્રિયના વિષયો જોતાં ખૂબ વિચાર કરવો કે આ જોવાથી આપણા આત્માનું આમાં કાંઈ અહિત તો થતું નથી ને ? એને બદલે પરમાત્માના પરમ પવિત્ર
Page #53
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
પરમાણુ પુંજ સ્વરૂપ પ્રતિમાના ધ્યાનમાં તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેથી આત્માને અપૂર્વ લાભ થાય છે.
૪૪
રૂપનાં આકર્ષણ એવાં વિરૂવાં છે કે જે સમર્થ આત્માઓને પણ હતા ન હતા કરી નાંખે છે. બિલ્વમંગળની વાત છે. ચિંતામણિ નામની વેશ્યાના રૂપે તેના ઉપર એવું તો કામણ કર્યું હતું કે ન પૂછો વાત. એ વેશ્યાના રૂપને જોયા વગર તેને ચેન પડતું ન હતું. ગમે તેમ થાય પણ દિવસમાં એક વખત તો એ વેશ્યાને નીરખવી જ. બીજું કાંઈ નહિં પણ વેશ્યાને જોવે એટલે બસ. એ જોવાનું દિવસો નહિં વર્ષો સુધી ચાલ્યું. વેશ્યાનો વાસ નગરની બહાર નદીને પેલે પાર હતો. એક સમય ચોમાસાનો સમય હતો. વરસાદ મન મૂકીને વરસતો હતો. નદીમાં પૂર ઉભરાયાં હતાં. દિવસ ચાલ્યો ગયો. રાત પડી પણ વરસાદ શાંત ન પડ્યો. આખું નગર નિરાંતે સૂઈ ગયું. પણ બિલ્વમંગળ ન સૂતો. તેને તો એક જ હતું ક્યારે ચિંતામણિ પાસે પહોંચું ને તેને જોઉં ! બિહામણી રાતે પણ તે ચાલ્યો. નદીપૂરમાં પડ્યો ને તરીને પેલે પાર પહોંચ્યો. વેશ્યાને ઘેર આવ્યો. બધાં બારણા બંધ હતાં. એક બારી ઉઘાડી હતી પણ તે માળ ઉપર હતી. ચડીને તેમાંથી અંદ૨ જવાનો વિચાર કર્યો. ત્યાં તો દોરડા જેવું કાંઈક લટકતું જોયું ને તેને પકડીને તે ઉપર ચડી ગયો ને બારી વાટે મકાનમાં ગયો. સૂતેલી વેશ્યાને જગાડીને જોઈ. વેશ્યાએ પૂછ્યું કે- “તમે કેવી રીતે આવ્યા ?” ત્યારે હસીને તેણે જવાબ આપ્યો કે- “લુચ્ચી ! તે દોરડું તો લટકાવી રાખ્યું હતું ને વળી પાછું પૂછે છે કે કેવી રીતે આવ્યા !' વેશ્યાએ કહ્યું કે- “મેં તો કાંઈ દોરડું લટકાવ્યું નથી.” દીવો લઈને બારીમાંથી જોયું તો ભયંકર કાળો નાગ લટકતો હતો. ઠંડીથી એ પણ ઠરી ગયો
Page #54
--------------------------------------------------------------------------
________________
ચક્ષુરિન્દ્રિયનિરોધ
૪૫ હતો. બિલ્વમંગળને વેશ્યાએ કહ્યું કે- “તમને મારા રૂપની જેવી ઘેલછા લાગી છે, તેવી પરમાત્મામાં લાગે તો શું ન થાય !” બસ તેનો જીવનરાહ બદલાઈ ગયો. રૂપ તરફ ખેચનારી આંખોમાં તેણે અંગારા ચાંપી દીધા. તે સુરદાસ બન્યો ને પરમાત્મામાં કૂપ બની ગયો. કહેવાય છે કે યમુનાને તીરે શ્રીકૃષ્ણ તેને દર્શન દીધાં હતાં તેને નેત્રો મળ્યાં હતાં પણ પ્રભુને જોયા પછી ફરીથી પણ તેણે નયનોને અંધ બનાવી દીધાં હતાં. તેને થયું કે જે આંખે ભગવાનને જોયા તે આંખે હવે બીજું જોવાનું શું ! ભલે આ વાત ઈતરોની રહી પણ તેમાં આંખની અવળચંડાઈ આબેહૂબ ઊપસી આવે છે. જો તેને વશ રાખી હોય તો તે અદ્ભુત દર્શન કરાવે છે. માટે નયનને વશ ન થતાં નયનને વશ રાખવી એ શ્રેયસ્કર છે. ૧૧.
Page #55
--------------------------------------------------------------------------
________________
(१२
श्रवणेन्द्रियनिरोध
( हरिणी' ) स्वरमधुरवं श्रावं श्रावं मनोभवमोहितो, हरिणमरणं प्राप्नोत्यात्मा विकारनिराकृतः । श्रवणमवन सच्छास्त्राणां करोति हितं च यः, स शिवमशिवं छित्वा सद्यो वृणोति सनातनम् ॥ १२॥
भावार्थ -
શ્રવણેન્દ્રિયનિરોધ
કામદેવના બાણથી વિંધાયેલો સંગીતના મધુર સ્વરોને સાંભળી સાંભળીને વિકારથી પીડાએલો હરણ જેવા મરણને પામે છે. અને જે મનુષ્ય પવિત્ર એવા શાસ્ત્રોનું હિતકારી-રક્ષણ સ્વરૂપ શ્રવણ કરે છે તે સર્વ અશિવને છેદીને શાશ્વત કલ્યાણને વરે છે. ૧૨.
१. रसयुगहयैन्सौ भ्रौ म्लौ गो यदा हरिणी तदा ।
Page #56
--------------------------------------------------------------------------
________________
४७
શ્રવણેન્દ્રિયનિરોધ વિશદાર્થ:
શ્રવણેન્દ્રિયને પરવશ પડીને કેવું દુઃખ આવી પડે છે એ સમજવા જેવું છે. આમ તો સુંદર સાંભળવું મનને ગમે છે પણ તેના દ્વારા કેટલી હાનિ થાય છે તે તો સંગીલુબ્ધક હરણિયાને જોયો હોય અથવા તેનું વર્ણન વાંચ્યું હોય તો ખ્યાલ આવે. તેને મારવા માટે તેનો શિકાર કરવા માટે શિકારી-પારાધિ સુંદર સંગીતના સ્વરો છે! છે. તેનાથી આકર્ષાઈને દોડી દોડીને હરણીઆઓ આવે છે. હરણને સંગીત ખૂબ જ ગમે છે. સંગીત સાંભળવામાં તે એવો લીન થઈ જાય છે કે તેને કાંઈપણ ભાન રહેતું નથી. આ સંગીત અહીં કોણ છેડે છે ? શા માટે છેડે છે ? આ સાંભળવાથી મને લાભ શો છે? ગેરલાભ શો છે ? તે બિચારા ભોળા હરણને ખબર નથી, તેને તો મૃત્યુનો દૂત પણ સુખની વધામણી દેનારો લાગે છે. આખરે તે ત્યાંથી ખસતો નથી અને તે પારધીની જાળમાં ફસાય છે. કાળ જેવા તેના હાથમાં ફસાયા પછી શું બાકી રહે ? આ પ્રસંગને એક કવિએ પોતાની સહજ સુંદર શૈલીમાં વર્ણવ્યો છે. મૃગ જ્યારે આ સંગીતના સ્વર સાંભળીને તે તરફ દોડે છે ત્યારે કવિ તેને કહે છે :
(મન્દાક્રાન્તા) ભોળા એ તો નહિ પ્રણયથી પૂર્ણ સંગીત કાંઈ, વ્યાધો- કેરી અબુધ મૃગના મૃત્યુની એ ભવાઈ, નો એ વ્હાલા ! રસિક કવિતા મૃત્યુનો સાદ એ છે, એ શબ્દોના સ્વર સકળમાં ઝેર પૂર વહે છે.”
(-બોટાદકર) કેવા સુંદર શબ્દોમાં સંગીતલુબ્ધક હરિણને તે યથાર્થ સ્વરૂપ સમજાવે છે ! બસ આવું જ છે, વિલાસી વિકારી શબ્દોનું,
Page #57
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
આપણા માટે પણ, સમજ્યાને ! તેથી તેનો ત્યાગ કરી જિનવચન સાંભળવા ઉત્કર્ણ થવું.
૪૮
બીજી ઇન્દ્રિયો બંધ કરી શકાય છે પણ શ્રવણેન્દ્રિય એવી છે કે જે સદાને માટે ખુલ્લી જ રહે છે. ગમતા અને ન ગમતા શબ્દો કાનમાં આવ્યા જ કરે છે. સારા શબ્દો સાંભળીને ડોલતા જીવો ભાન ભૂલી જાય છે. અને જીવનને બારબાદ કરી મૂકે છે. વર્તમાનકાળમાં જડ શબ્દોનું આકર્ષણ જીવોને એટલું વધ્યું છે કે જેથી જીવો કર્તવ્ય ચૂકીને આખો દિવસ રેડીઓ-રેકોર્ડ વગાડ્યા કરે છે ને સાંભળ્યા કરે છે. આવા શ્રવણથી મનની વિકૃતિ તો થાય જ છે પણ કાન પણ સુકાન વગરના બની જાય છે. કાનના વિચિત્ર રોગો સતત સંગીતથી જન્મે છે. ઉન્માદના વધતા વ્યાધિઓનું બીજ પણ આ બેકાબૂ શ્રવણેન્દ્રિયમાં રહેલું છે. સંગીતની લાલસાને લીધે જ સુકુમાલિકાએ પોતાના સ્વામીને પરહરીને પાંગળા સાથે પ્રીતિ કરી હતી. તે આ પ્રમાણે :—
ચંપા નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને સુકુમાલિકા નામે રાણી હતી. રાજા-રાણી બંને વિષયાસક્ત હતાં. મંત્રીઓ વગેરે રાજાની વાસનાથી ઉભગી ગયા હતા. રાજ્યતંત્રને સ્થિર કરવા માટે રાજા-રાણી બંનેને નશામાં ચકચૂર બનાવીને દૂર દૂર વનમાં મુકાવી દીધાં. નશો ઊતર્યો ત્યારે તે બંનેને થયું કે આપણે ક્યાં છીએ. દિશા સૂઝતી નથી ને વનમાં આગળ વધે છે. રાણીને તરસ લાગી ત્યારે ત્યાં પીવાને પાણી પણ મળતું નથી. છેવટે રાજા પોતાના બાહુમાંથી લોહી કાઢીને પડિયામાં ગંદું પાણી મળ્યું છે કહીને રાણીને પીવરાવે છે. થોડે દૂર ગયા નહિં ત્યા રાણીને ભૂખ લાગી ત્યારે પણ સાથળમાંથી માંસ કાઢી-રાંધીને પક્ષીનું માંસ મળ્યું છે એમ કહીને ખવરાવે છે. એમ ને એમ વન વટાવીને બંને એક
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૯
શ્રવણેન્દ્રિયનિરોધ નગરમાં આવ્યાં ને ત્યાં રાણીના ઘરેણાં વેચીને રાજા ધંધો કરવા લાગ્યો. એકદા રાણીએ કહ્યું કે મને એકલા ઘરમાં બીક લાગે છે. રાજાએ એક પાંગળાને શોધી કાઢ્યો ને ઘરે રાખ્યો. તે પાંગળાનો કંઠ અતિશય મધુર હતો. રાણી તેના કંઠ પર મોહી પડી. પછી તો ધીરે ધીરે પરિચય વધતાં રાજા તેને શલ્ય રૂપ લાગવા માંડ્યો. એકદા વસંત ઋતુમાં ખૂબ મદિરાપાન કરાવીને રાજાને તે બંનેએ નદીમાં હડસેલી મૂક્યો. ને પાંગળાને પતિ રૂપે રાખીને રાણી રહેવા લાગી. ખભે ઉપાડીને ફરે, પાંગળો ગાય-લોકો ખુશ થાય ને દાન આપે. એ પ્રમાણે જીવનનિર્વાહ તેઓ કરવા લાગ્યાં. બીજી બાજુ રાજા જિતશત્રુ નદીમાં તણાતો-તણાતો એક નગરને પાદરે કાંઠા પર આવ્યો. ત્યાંનો રાજા અપુત્રીયો અવસાન પામ્યો હતો. હાથણીએ આ જિતશત્રુ પર કળશ ઢોળ્યો ને તે ત્યાંનો રાજા થયો.
સુકુમાલિકા અને પાંગળો એક ગામથી બીજા ગામ ફરતાંફરતાં અનુક્રમે તે જ નગરમાં આવી પહોંચ્યાં. લોકો પૂછે ત્યારે સુકુમાલિકા કહેતી કે- “મારા મા-બાપે મને આની સાથે પરણાવી છે. હું તેને દેવ જેવો માનું છું.”ધીરે ધીરે ગામમાં પાંગળાના કંઠની અને સુકુમાલિકાના સતીપણાની પ્રસિદ્ધિ ખૂબ ખૂબ થઈ. રાજાના સાંભળવામાં આ વાત આવી ને તે બંનેને બોલાવ્યાં. બંનેને રાજાએ ઓળખ્યાં. રાજાએ પૂછ્યું ત્યારે તેને નહિં ઓળખતી સુકુમાલિકાએ બધાને દેતી હતી તે જ ઉત્તર આપ્યો. એટલે રાજાએ કહ્યું કે- “ધન્ય છે તને, પતિના બાહુનું લોહી પીનારી, સાથળનું માંસ ખાનારી અને પતિને નદીમાં વહેતો મૂકનારી ! તારા સતીપણાને ધન્ય છે.” સ્ત્રીને અવધ્ય જાણીને દેશપાર કરીને પોતે વિષયોના વિપાક કેવા બૂરા છે એ વિચારી સંયમ લઈ સ્વર્ગે ગયો. આવી છે શ્રવણેન્દ્રિય. માટે તેને બહેકાવવી નહિં. ૧૨.
Page #59
--------------------------------------------------------------------------
________________
ર
दानम्
(હૂર્તવિમ્બિત') भवभृतां हृदयोदयकारणं, वरविरोधकमूलनिवारणम् । वितरणं तरणं भववारिधेर्जयति धर्मचतुष्कपुरस्कृतम् ॥ १३॥
ભાવાર્થ -
દાનધર્મી
દાન એ પ્રાણીઓના હૃદયના ઉદયનું કારણ છે. મોટા મોટા વૈર-વિરોધનું મૂળ જે દ્વેષ તેને નિવારે છે. ભવસાગરને તરવા માટે વહાણ સમાન છે. ચારે ધર્મમાં અગ્રેસર છે, એવો દાનધર્મ જયવંત વર્તે છે.
૨. કુવિખ્યતમાદ ન મળે છે
Page #60
--------------------------------------------------------------------------
________________
દાનધર્મ
વિશદાર્થ :
-
૫૧
દાનધર્મ શ્રી પરમાત્માના અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાળબાધ્ય શાસનના પ્રત્યેક અનુષ્ઠાનોમાં દાનધર્મ એ પ્રધાન રહેતો આવ્યો છે. કોઈ કહેશે કે મારે દાન નથી દેવું, હું તો શિયળ પાળીશ, તપ કરીશ અને ભાવના ભાવીશ અને ભવપાર પામીશ, પણ તેનાં શીલ, તપ અને ભાવ પણ દાન વગર ટકી શકશે નહિં. દાન વગરનો એકે ધર્મ છે જ નહિં. દાન એ સૌ કોઈ મહાપુરુષના જીવનમાં મુખ્ય ભાગ ભજવતો આવ્યો છે.
શાલિભદ્રના દિવ્ય ભોગોના મૂલમાં આ દાન જ હતું ને ! શાલિભદ્રના પૂર્વભવમાં એટલે સંગમકના ભવમાં માસક્ષમણના પારણે મુનિરાજશ્રી પધાર્યા છે, પોતે કજિયો કરીને માતાની પાસેથી મેળવેલી ખીર, જેને મેળવવા પોતે કેટલાએ ધમપછાડા કર્યા હતા તે ખીર ભાણામાં (ભાજનમાં) તૈયાર કરી રાખી છે. હજુ જરાએ ચાખી પણ નથી, ત્યાં તો તપસ્વી પધાર્યા કે તરત જ એકદમ ઉલ્લાસપૂર્વક સાધુ મહારાજને પાત્રમાં તે સઘળી ખીર વ્હોરાવી દીધી. એ દાનના જ કોઈ અચિત્ત્વ પ્રભાવે તે અહિં મનુષ્યભવમાં વસવા છતાં પણ દેવોના ભોગોને ભોગવનાર શાલિભદ્ર થયો ને તરી ગયો.
દાન એટલે શું ? આપવું એટલું જ નહિં, આપવા માત્રને દાનની કોટિમાં મુકાતું હોય તો કોઈએ માંગ્યું કે મને ઝેર આપો, તો આપવું ? એમાં દાનનું શું ? દાનનો અર્થ આપવું એ તો છે જ પણ કેવળ આપવું અર્થ એ ખૂબ ટૂંકો છે. એનો વ્યાપક અર્થ-વિશાળ અર્થ કહો કે સૂક્ષ્મ અર્થ કહો તો તે એ છે કે મૂર્ચ્છત્યાગ તે જ દાન. દ્રવ્ય, ક્ષેત્ર, કાળને જોઈ તેનો ઉપયોગ અને તેનું પરિણામ પણ સંપૂર્ણ જોવું આવશ્યક છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પર.
આત્મબોધ નીતિકારોએ દાનને દુર્લભ નથી કહ્યું પણ પ્રિયવાણી સહિતનું દાન દુર્લભ છે. दानं प्रियवाक्सहितं, ज्ञानमगर्वं क्षमान्वितं शौर्यम् । वित्तं त्यागनियुक्तं, दुर्लभमेतत् चतुष्टयं लोके ॥
દાનનાં પારમાર્થિક કે પારલૌકિક અર્થો કે લાભો તો દૂર રહો પણ ઐહિક લાભોનો અનુભવ ક્યાં દૂર છે ? કહેવત છે ને કે શત્રુઓ પણ શત્રુતાને છોડી મિત્ર બને છે. મોટા મોટા વિરોધો પણ આ જ દાનથી દૂર થાય છે. “હાથ પોલો તો જગત ગોલો.” દાનનાં ક્ષેત્રમાં વિશેષ વિચાર કરીએ તો તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. તેના ભેદ-પ્રભેદ ઘણા છે. જ્ઞાનદાન, સુપાત્રદાન, અભયદાન, કીર્તિદાન, અનુકંપાદાન એમ પાંચ પ્રકારનાં દાન છે. સુપાત્રદાનના પ્રભાવો તો આપણને જગજાહેર છે. પત્થર પણ રત્ન બને એવો પ્રભાવ આ સુપાત્રદાનમાં છે. ગુણસારનું દૃષ્ટાંત શાસ્ત્રમાં આવે છે.
નાનું એવું ગામ છે, ત્યાં ગુણસાર નામનો વણિક વસે છે. ઘેર સારો પરિવાર છે. જ્ઞાની મુનિરાજના સમાગમમાં આવે છે. ધર્મ પામે છે અને એકાંતરે ઉપવાસ કરવાનો નિયમ લે છે. કોઈ ભાગ્યના અસહકારથી વ્યાપાર ચાલતો નથી. આવક સારી નથી. જેમ તેમ નિર્વાહ ચાલે છે. પોતાની પત્ની તેને આ માટે વારંવાર સૂચના કરતી અને કહેતી, કે મારા પિતાને ઘેર જાવ તો જરૂર આપણું દળદર ફીટી જાય. પણ પોતાના સાસરાને ઘેર વગર આમંત્રણે જવું ગુણસારને શરમભર્યું લાગે છે. પણ વારંવાર થતા પત્નીના આગ્રહને વશ થઈને એક દિવસ પોતાના સાસરાને ઘેર જવાનું નક્કી કર્યું. તે માટે સાથે રસ્તામાં પારણા માટે ભાથા તરીકે
Page #62
--------------------------------------------------------------------------
________________
દાનધર્મ
૫૩ સાથવો કરી આપ્યો તે લઈને ગુણસાર તે ભણી ચાલી નીકળ્યો. મનમાં ઘણા સંકલ્પ-વિકલ્પ થાય છે. ગામથી પ્રયાણ કર્યું તે દિવસે ઉપવાસ કર્યો ને બીજે દિવસે પારણું કરવા માટે નદીને કિનારે જગ્યાને જયણાપૂર્વક શુદ્ધ કરીને પારણું કરવાની તૈયારી કરતો હતો. મનમાં એવી ભાવના હતી કે આવા સમયે કોઈ તપસ્વી અતિથિ પધારે તો ઘણો લાભ થાય. જે વસ્તુ થવાની હોય છે તે જ વસ્તુની ઈચ્છા પુણ્યશાળી પુરુષને થાય છે. એ ન્યાયે મનમાં આ વિચાર ચાલે છે ત્યાં જ કોઈ માસક્ષમણના તપસ્વી મુનિરાજ આવતા દેખાય છે. ગુણસારે લાભ આપવા નમ્ર વિનંતિ કરી. વિના વાદળે વૃષ્ટિ થઈ, મારે આંગણે તો કલ્પવૃક્ષ ફલ્યો. એવું માનવા લાગ્યો. ઘણા જ ભાવોલ્લાસની ભરતી તેના ચિત્તસાગરમાં આવી. ઘણા જ આનંદ સાથે તેણે મુનિમહારાજને બધો સાથવો વહોરાવી દીધો. મનમાં જરાય ખેદ કે ગ્લાનિ ન આવી કે મારે ઉપવાસનું પારણું હતું, ને ક્યાં આ મુનિ મહારાજ પધાર્યા ! પણ તેને બદલે ખૂબ ઉત્સાહ હતો.
સાંજે સાસરાને ઘેર પહોંચ્યા ત્યાં તો મીજબાની ઊડતી હતી. તેને દૂરથી આવતો જોઈને તેના સાળાએ બારણાં બંધ કરી દીધાં. છતાં મનમાં દુઃખ નથી. બહાર બેઠા, થોડીવાર પછી વાતાવરણ શાંત થયું ત્યારે અંદર ગયા. તેઓએ સ્વસ્તિ વાચન સંભળાવવા માંડ્યું. કંઈ સમય જોઈને આવો છો કે એમને એમ. મનમાં આવ્યું ને આ હાલી નીકળ્યા ! વગેરે ઘણું કહ્યું. ગુણસારને મનમાં ઘણું લાગી આવ્યું. જ્યાં અહીંયાં આવી ચડ્યો ! હજુ તો આવ્યો ત્યાં તો આટલી બધી બાણવર્ષા થાય છે. એમાં જો વાસ્તવિક પરિસ્થિતિ કહીશ તો તો પૂરેપૂરું યુદ્ધમેદાન બની જશે. આ વિચારે તેણે વાજું બદલ્યું. કહ્યું કે ખાસ કાંઈ નહિ, ગામડે નીકળ્યો હતો તો થયું કે લાવને ગામમાં ઘર છે તો મળતો જાઉં, એટલે આવ્યો છું.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
આત્મબોધ આજે ઘરથી નીકળ્યા પછી ત્રીજો દિવસ હતો. આટલો બધો સાસરાને ત્યાંથી તિરસ્કાર મળ્યો હોવા છતાં મનમાં જરાયે ગ્લાનિ નથી. કોઈનો યે વાંક કાઢતા નથી. કેવળ પોતાનાં અશુભ કર્મોને જ નિંદે છે. હવે તો ઘેર જ પહોંચવું રહ્યું ખાલી હાથે. મનમાં એક વિચાર આવ્યો કે “જે ભૂમિ ઉપર માસક્ષમણના તપસ્વી મુનિમહારાજને સુપાત્રદાન કર્યું હતું તે પવિત્ર ભૂમિના તે પવિત્ર સુકૃતની યાદી રહેશે ને કાંઈક લાભ પણ થશે. એમ વિચાર કરી જે ઝોળી હતી. તેમાં તે ભૂમિના પાંચીકા ઝોળી ભરીને લઈ લીધા અને પત્નીને આપવા એમ વિચાર કર્યો. આ બાજુ પત્નીના મનમાં ઘણા મનોરથોના મહેલ બની ચૂક્યા હતા. મારા પિતાના ઘરેથી ઘણું ઘણું લાવશે. હવે આપણે વૈતરું નહીં કરવું પડે. આવા આવા તો ઘણાએ આશામહેલો બાંધ્યા હતા તેણે. આ બાજુ ગુણસાર તે પાંચીકાને ઝોળીમાં મૂકીને ઘર ભણી ચાલી નીકળ્યો. ઘર નજીક આવ્યું. સ્ત્રીએ દૂરથી સ્વામીને માથે પોટલી ઉપાડીને આવતા જોયા. તેને તો પોતે કલ્પેલા વિચારને પુષ્ટિ મળતી લાગી. મનમાં હર્ષ માતો ન હતો. હર્ષઘેલી તે બહાર આવી. પતિને આવતા જોયા. હાથમાં થેલી લઈ લીધી. ગુણસારને થતું હતું કે હું શું કહીશ ! તેની પત્નીએ તો બાજુમાંથી ઉછીનું પાછીનું લાવીને સુન્દર સુન્દર રસવંતી રસોઈ બનાવી. ગુણસાર આવ્યો. હાથપગ ધોઈને જમવા બેઠો. પત્નીએ એક પછી એક બધી વાત પૂછવા માંડી. મારા પિતાજીએ શું આપ્યું ? ત્યારે ગુણસારે કહ્યું : બહાર પોટલી મૂકી છે. પછીથી નિરાંતે જોઈશું. ઘણા આગ્રહ બાદ તેની ધીરજ ન રહી. આખરે તે થેલી તેણે જોવા લીધી. તેમાંથી તો ખરેખર રત્ન જ નીકળ્યાં. ત્યાં પત્ની બોલી, કે મેં
Page #64
--------------------------------------------------------------------------
________________
દાનધર્મ
૫૫ નો'તુ કહ્યું કે મારા પિતાને ત્યાં જાવ તો ઘણું ધન આપશે ! ગુણસારે વાત સાંભળી. તેના તો માન્યામાં જ નથી આવતું. તે તો જાણતો હતો કે મેં પોતે નદીકિનારે પાંચીકા થેલીમાં ભર્યા છે. રંગીન પાંચીકા હશે એટલે તેને રત્ન માનતી હશે ! પણ
જ્યારે પોતે સાક્ષાત્ જયારે જોયા ત્યારે ખરેખર આશ્ચર્ય-ઉદધિમાં ગરકાવ થઈ ગયો, અને મનોમન માનવા લાગ્યો કે, જરૂર આ તે મહાન તપસ્વી મુનિમહારાજને જે સુપાત્રદાન દીધું હતું તેનો જ આ પ્રભાવ છે ! તે તો ન્યાલ થઈ ગયો. તેનું દારિદ્રય ફીટી ગયું. ખરેખર અચિજ્ય છે ને સુપાત્રદાનનો પ્રભાવ !
એટલે અવશ્ય દાનધર્મ તો કરવો જ રહ્યો, જો સુખની અભિલાષા હોય તો. ૧૩.
Page #65
--------------------------------------------------------------------------
________________
१४
शीलम्
(શિવરી ) अहीनोऽहीनाङ्गः स्रजति सदनत्याशु विपिनं, विषं पीयूषत्याः ! मृगति च मृगाणामधिपतिः । ज्वलज्ज्वालो ज्वालो जलति जलधिर्गोष्पदति तं. विशुद्धं यः शीलं वहति सुहितं देवमहितम् ॥ १४॥
ભાવાર્થ -
શિયલ
દેવોને પણ પૂજ્ય એવા શીલધર્મનું જે સેવન કરે છે તેને મહાકાય સર્પ પુષ્પની માળા થઈ જાય છે. ઘોર જંગલ પણ ઘર થઈ જાય છે. વિષ અમૃત રૂપે પરિણમે છે. સિંહ હરણિયું બની જાય છે. અગ્નિ પાણી રૂપે થઈ જાય છે. સમુદ્ર ખાબોચિયું બની જાય છે. આવો અચિત્ત્વ પ્રભાવ શિયલનો છે.
१. रसै रुद्रैश्छिन्ना यमनसभला गः शिखरिणी
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૭
શિયલ વિશદાર્થ:
શિયલનો પ્રભાવ-મહિમા વચનાતીત છે. વિશ્વનાં સકળ મણિ મંત્ર ને ઔષધિમાં જે બળ જે પ્રભાવ ને જે ચમત્કાર છે તે સર્વ એક બાજુ હોય અને બીજી બાજુ નિર્મળ ત્રિકરણશુદ્ધ બ્રહ્મચર્ય હોય ત્યાં વગર મંત્ર, વગર વિદ્યાએ શિયલથી તેના કરતાંયે અધિક બળ ને પ્રભાવની પ્રતીતિ થાય છે.
શિયળનો મહિમા આર્યાવર્તની સઘળીયે સંસ્કૃતિઓએ ને સઘળાં દર્શનોએ-ધમોએ મુક્તકંઠે ને એકીઅવાજે ગાયો છે, માણ્યો છે. શિયળધારી પુરુષોમાં કોઈ અપૂર્વ દૈવીતત્ત્વનો સંચાર થાય છે. તેને વચનસિદ્ધિ સાંપડે છે. જીવનમાં એકબાજુ ત્રિકરણ શુદ્ધ શિયલ હોય ને બીજી બાજુ ઘણા યે સહજ દોષો હોય તોય તે કેવળ શિયળના જ પ્રભાવે ઐહિક સુખો મળે ને યાવત સિદ્ધિનાં શાશ્વત સુખો પણ મળે તેમાં સંશય નથી.
નારદ ઋષિ જ લો ને ! તેઓના જીવનમાં ખટપટનું તત્ત્વ ક્યાં ઓછું હોય છે. માનમાં પણ કચાશ નહિં. જગતભરમાં ઝગડો કરાવવો હોય, કોઈને પરસ્પર લડાવી મારવા હોય તો એકકા, વ્યવહારમાં એવા ગુણ(!)વાળા માણસને આપણે નારદ' કહીએ છીએ. એવા નારદજી પણ મોક્ષમાં ગયા તો કોના પ્રભાવે ? તો કહેવું પડશે કે બ્રહ્મચર્યવ્રતના જ અચિન્ય પ્રભાવે.
શાસ્ત્રમાં વિજયશેઠ ને વિજયા શેઠાણીનું વૃત્તાન્ત આવે છે. પૂર્વે ચંપા નગરીમાં એક ભક્તિવત્ત શ્રાવકને મુનિદાનની મહત્તા સાંભળીને ભાવ જાગ્યો અને તેણે નિયમ લીધો કે એકી સાથે ૮૪ હજાર મુનિઓને પડિલાભવા-વહોરાવવું. આવો અભિગ્રહ
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
આત્મબોધ શક્તિ હોય તો પણ પૂરો ક્યાંથી થાય? વિમળ કેવળી ભગવંતને તેણે પોતાની વાત જણાવી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે :
કચ્છમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી રહે છે. એક શુક્લ પક્ષમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે અને બીજા કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે. તેઓની સાધર્મિક ભક્તિ કરવાથી ૮૪000 સાધુઓને પડિલાવ્યા બરાબર લાભ મળશે.” આ પ્રમાણે સાંભળી શ્રાવક કચ્છમાં જઈ વિજય શેઠ ને વિજયા શેઠાણીની ભક્તિ કરે છે. તેઓ અસિધાર વ્રત પાલતા હતા ! જોયું ને ! શીલવ્રતનો કેવો પ્રભાવ છે !
આર્ય સ્થૂલભદ્રજીનું કેવું સ્ફટિકનિર્મળ બ્રહ્મચર્ય વ્રત હતું. કોશા વેશ્યા, પર્સ ભોજન ને નવરસ ભોગોમાં પણ જેઓ જરાયે ચળ્યા નહોતા. તેથી તો તેઓનું નામ ૮૪ ચોવીશી સુધી અમર રહેશે ખરું ને !
શિયલના લાભો આ ભવમાં ઘણા જ છે. પરભવમાં નીરોગી દેહ-દીર્ધાયુ ઈચ્છતા હો તો આ વ્રતપાલનથી પ્રાપ્ત થશે. બીજો કોઈ રસ્તો નથી ! સમજ્યા ! વીર્ય તો શરીરનો રાજા છે, તે શિયલપાલનથી વીર્યરક્ષણ અવશ્ય થાય છે. અરે ! તેના જ અપૂર્વ પ્રભાવથી સ્વનામધન્ય સુદર્શન શેઠની શૂળી સિંહાસન થઈ હતી. તે કથા આ પ્રમાણે છે.
ચંપા નામની નગરી છે. તેમાં ઋષભદત્ત નામના શેઠ વસે છે. તેઓને ઘરે શીલવતી યથાર્થ ગુણવાળી-અહદાસી નામની પત્ની છે. વૈભવ પણ ઘણો જ છે. ગાયો-ભેસો પણ સારા પ્રમાણમાં છે. તેને ચરાવવા માટે સુભગ નામનો એક નોકર છે. તે રોજ સવારે ખેતરમાં પશુઓ ચરાવવા જાય અને સાંજ પડતા
Page #68
--------------------------------------------------------------------------
________________
શિયલ
પ૯ ઘરે પાછો આવે. આ તેનો નિત્ય નિયમ. એકદા સાંજે પશુઓને જંગલમાં ચરાવી ઘર ભણી પાછો વળતો હતો ત્યારે રસ્તામાં એક મુનિ મહારાજને કાઉસ્સગ્નમાં ઊભેલા જોયા. બીજે દિવસે સવારે પાછો ખેતરમાં જતો હતો ત્યારે પણ તે મુનિને ત્યાં જ ઊભેલા જોયા. મનમાં તેમની અનુમોદના કરવા લાગ્યો. સુભગ તે મુનિશ્રીની પાસે જઈને બેઠો. થોડીવાર થઈ ને સૂર્યનો ઉદય થયો. મુનિ મહારાજ “નમો અરિહંતાણં' કહીને આકાશમાર્ગે પ્રયાણ કરી ગયા. આ સાંભળીને સુભગે માન્યું કે આ “નમો અરિહંતાણં” એ આકાશગામી વિદ્યાનો મંત્ર લાગે છે, તેમ માની તેણે તે પદ યાદ રાખ્યું. એક દિવસે ભગવાનની પાસે સુભગ આ પદનું ધ્યાન ધરતો હતો તે જોઈને તેના શેઠે પૂછ્યું કે “તું આ પદ ક્યાંથી શીખ્યો.' ત્યારે ભદ્રપરિણામી સુભગે કહ્યું “મુનિ મહારાજ પાસેથી.” પછી શેઠે આખો નવકાર મંત્ર શિખવાડ્યો. પછીથી રોજ સંપૂર્ણ નવકારનું તે ધ્યાન ધરવા લાગ્યો.
એકદા વર્ષાઋતુમાં મૂશળધાર વરસાદ વરસ્યો. પૃથ્વી ચારેકોર જળબંબાકાર થઈ ગઈ. ઘરે પાછા વળતાં રસ્તામાં એક મોટી નદી આવી. તે વખતે સુભગે આ નવકાર ગણીને મોટી નદીમાં પડતું મૂક્યું. તે વેળાએ માથામાં ખીલો વાગવાથી આયુષ્ય પૂર્ણ થતાં તે મરણ પામ્યો અને તે જ ઋષભદાસ શેઠને ત્યાં સુદર્શન તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવના પુણ્યોદયે રૂપ પણ સુન્દર રતિપતિ જેવું મળ્યું. પહેલેથી જ ધર્મ વિષે આસ્થા સુન્દર હતી એટલે યૌવન પામવા છતાં વયસુલભ વિકાર જરી પણ તેના ચિત્તને સતાવતા ન હતા. તેણે જીવન ઘણું ઉચ્ચ ને આદર્શરૂપ બનાવ્યું અને પોતાના નામને સાર્થક કર્યું. લોકો તેના ગુણસમૃદ્ધ જીવનને જોઈ એકી અવાજે કહેતા કે ભાઈ આ તો ખરેખર સુદર્શન જ છે. આનું મુખ જોવાથીય પાપ
Page #69
--------------------------------------------------------------------------
________________
€0
આત્મબોધ
જાય. યોગ્ય સમયે પિતાએ શીલમૂર્તિ મનોરમા સાથે સુદર્શનનું પાણિગ્રહણ કરાવ્યું. તેને દેવસમા રૂપવાળા છ પુત્રો થયા. સુદર્શનને રાજાના પુરોહિત કપિલ સાથે ગાઢ મૈત્રી હતી, દિવસમાં એકવાર તો કપિલ અવશ્ય મળે જ. તેને કપિલા નામની કપટમૂર્તિ ને કામાન્ય પત્ની હતી. કપિલની પાસેથી તે સુદર્શનનાં રૂપ-ગુણ વગેરેની પ્રશંસા સાંભળતી. કપિલાના મનમાં વિચાર આવ્યો કે તેની સાથે ક્રીડા કરવી. ક્યારે લાગ આવે ને આ કામ સાધું.
એક દિવસ તે એકાન્ત શોધીને સુદર્શનને ઘરે આવીને કહેવા લાગી “તમારા મિત્રની તબિયત ખૂબ નરમ છે. તમને યાદ કરે છે. માટે તમે ચાલો.” એમ કહ્યું ત્યારે સરળ મનના સુદર્શને તેની વાત માની લીધી અને તેની સાથે કપિલને ઘરે જવા ચાલી નીકળ્યો. નિર્લજ્જ કપિલા સુદર્શનને ગુપ્ત ગૃહમાં લઈ ગઈ ને ઘણા વખતથી સંઘરી રાખેલી વાસના પ્રકાશી. ભોગની ખુલ્લી માંગણી કરી. સુદર્શનને ચલિત ક૨વા ઘણું ઘણું કરવા છતાં ચલિત થયા વગર સ્વસ્થ મનવાળા સુદર્શને કહ્યું કે- “હું તો નપુંસક છું.” આવું સ્પષ્ટ સાંભળીને કપિલા અત્યંત છોભીલી પડી ગઈ અને આ પ્રસંગ કોઈને પણ ન કહેવાનું કહી સુદર્શનને છૂટો કર્યો.
થોડા કાળ પછી એક દિવસ નગરમાં વસંતોત્સવ હતો. રાજા પણ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા, તે વખતે સુદર્શન અને કપિલ પુરોહિત પણ સાથે હતા અને આ બાજુ રાજાની રાણી અભયા ને પુરોહિત પત્ની કપિલા પણ એક જ રથમાં હતાં. રસ્તામાં દેવના જેવા રૂપવાળા છ પુત્રોની સાથે ઉદ્યાનમાં જતી મનોરમાને જોઈને કપિલાએ રાણીને પૂછ્યું કે- ‘આ કોણ છે !' ત્યારે રાણી અભયાએ કહ્યું કે- ‘આને તું નથી ઓળખતી ? આ તો સુદર્શન શેઠની પત્ની છે અને તેના છ પુત્રો છે.' ત્યારે
Page #70
--------------------------------------------------------------------------
________________
શિયલ
૬૧
આશ્ચર્યચકિત થઈ કપિલાએ કહ્યું કે- ‘સુદર્શન તો નપુંસક છે' તેને વળી પુત્ર કેવા ! રાણીએ કહ્યું કે- ‘તને ક્યાંથી ખબર કે તે નપુંસક છે.' ત્યારે કપિલાએ પોતાની બધી વાત કહી. અભયાએ કહ્યું કે-‘તું મૂર્ખ છે. તને તે કપટ કરીને છેતરી ગયો.'
કપિલાએ કહ્યું કે- ‘તમે તો ચતુર છો ને ! જો તમે તેને ચળાવી શકો તો માનું કે તમારી ચતુરાઈનો પાર નથી.’ અભયાએ વાત કબૂલ કરી. પછી સુદર્શનને ફસાવવા માટે અભયા બહાનું કાઢીને મહેલમાં રહીને પંડિતા નામની એક દાસીને સુદર્શનને તેડી લાવવા માટે મોકલી. તે દિવસે પતિથિ હોઈ સુદર્શન શેઠ પૌષધ લઈ કાયોત્સર્ગ કરતા હતા. પંડિતા બળાત્કારે તેને ઉપાડીને રથમાં નાંખીને કામદેવની મૂર્તિના બહાને રાજમહેલમાં અભયારાણી પાસે લઈ આવી. એકાન્તમાં રાણીએ તેને હાવભાવથી વિકારની ચેષ્ટા કરી પણ સુદર્શન નિશ્ચેષ્ટ જ રહ્યો. પછી અભયાએ એક પછી એક તેને ચળાવવાના ઉપાયો હીરાને ભાંગવા માટે ચપ્પુ કે બરછીના ઘાની જેમ અજમાવવા માંડ્યા. પણ તેથી તે ગમે તેવા પવનથી પર્વત ડગે નહિં તેમ જરાયે ચળ્યો નહિં. અભયાનું એકે શસ્ત્ર કારગત ન નીવડ્યું. અભયા હારી. તેણે આખરે તેની ઉપર આળ ચઢાવ્યું. ચોકીદારો ભેળા થઈ ગયા. તે કહેવા લાગી કે, ‘સુદર્શન મારું શીલ લૂંટવા અહીં લાગ જોઈને આવ્યો છે.'
સિપાઈઓ આવ્યા. રાજાને વાત કરી. રાજાએ તેને પકડી મંગાવ્યો. ઘણું પૂછ્યું, પણ રાણી ઉપરની દયાથી સુદર્શને મૌન ધારણ કર્યું. ન બોલવાથી તેને જ ગુનેગાર માની રાજાએ સિપાઈઓને કહ્યું કે- “આને આખા નગરમાં ફેરવી શૂળી પર ચડાવી ઘો.” એટલે સિપાઈઓ તેને નગરમાં ફેરવવા લાગ્યા.
,,
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
આત્મબોધ
-
-
તે વેળા મનોરમા આ જોઈએ મારા પતિ પરનું કલંક ન ઊતરે
ત્યાં સુધી ઘરચૈત્યમાં રહી. નગરમાં ફેરવીને તેને શૂળી પર લઈ ગયા. જ્યાં સુદર્શનને શૂળી પર ચઢાવે છે. ત્યાં તો તેના શિયલના પ્રભાવે તે શૂળી શૂળી ન રહેતાં સોનાનું સિંહાસન થઈ ગયું. પછી સિપાઈઓએ તેના ગળા પર તરવારનો ઘા કર્યો ત્યાં તો તે સુવર્ણનો હાર થઈ ગયો. પછી કાન પર ઘા કર્યો ત્યાં કુંડલ થઈ ગયાં. અનુક્રમે જયાં ઘા કરે ત્યાં તે ઘા આભૂષણરૂપે પરિણમે. આ બધો સુદર્શનના ત્રિકરણશુદ્ધ શિયલનો પ્રભાવ હતો. તેનાથી પ્રભાવિત થયેલો એક સમીપમાં રહેલો દેવ આ બધું કરતો હતો. સિપાઈઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓએ તો આ સઘળો વૃત્તાન્ત રાજાને જણાવ્યો. રાજા પણ ખૂબ પ્રભાવિત થયો. તેને હાથી પર બેસાડીને નગરપ્રવેશ કરાવ્યો. આ વાત અભયાએ જાણી એટલે તે ભયની મારી આપઘાત કરીને મૃત્યુ પામી ને વ્યત્તરી થઈ. સુદર્શન પણ રાજા પાસે આવ્યો, રાજાએ આગ્રહપૂર્વક સત્ય વાત પૂછી ત્યારે રાણીને અભયદાન આપીને બધી વાત કહી.
અનુક્રમે સુદર્શને વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી તે વખતે વ્યત્તરી થયેલી અભયાએ અનુકૂળ ને પ્રતિકૂળ ઘણા ઉપસર્ગ કર્યા પણ તે જરાયે ડગ્યા નહિ ને શુક્લધ્યાન ધ્યાતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. જોયું ને કેવો પ્રભાવ છે બ્રહ્મચર્ય વ્રતનો ! તેના અડગ ને નિર્મળ પાલનથી કેવી આત્માની ઉન્નતિ સધાય છે ! તેના પ્રભાવે દેવો નિરન્તર સેવા કરે છે. તેથી સર્વ કામદાયક શિયલનું ત્રિકરણશુદ્ધ પાલન કરો. ૧૪.
Page #72
--------------------------------------------------------------------------
________________
तप
(વંશાસ્થમ્) यतः परं नास्ति विशुद्धमङ्गलं दुरन्तविघ्नानलनाशने जलम् । जिनेश्वरैरात्महिताय देशितं तपो विधत्तां तदहो दयोदयम् ॥ १५॥
ભાવાર્થ
તપ
જેનાથી બીજું કોઈ વિશુદ્ધ મંગળ નથી, દુરન્ત દુઃખે કરીને જે કરી શકાય એવા, વિદ્ધરૂપી અગ્નિને શાન્ત કરવા જે જળ છે, જે જિનેશ્વરોએ આત્મહિત માટે ઉપદેશ્ય છે અને જેનાથી દયાનો ઉદય થાય છે તે તપને અવશ્ય કરો.
૨. ગત તુ વંશસ્થમુદારિત કરે છે
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
આત્મબોધ વિશદાર્થ:
તપ એટલે જ મંગળ. મંગળ એ તપનો પર્યાયવાચક શબ્દ છે. અરે ! કહોને ! કે તપ ને મંગળ એ એક સિક્કાની બે બાજુ છે. મંગળ તો તપથી જ મલવાનું. વિશ્વનાં સઘળાંયે વિદ્ગોને દૂર કરવા માટે તપ જેવું એક સમર્થ સાધન બીજું નથી. જીવનમાં ક્યારેય વિદ્ગ કે અમંગલ ઉપસ્થિત થયું કે તરત તપ કરો, પછી વિઘ્ન ઊભું રહે છે ખરું? તપથી કદીયે કોઈનું એ અહિત થયું કે થતું જ નથી. અમૃત અસુખ કે અહિત કરે તો જ તપ અહિત કરે. સમસ્ત વિશ્વમાં અનાદિકાળથી તપની પ્રતિષ્ઠા અનુપમ ને સવોચ્ચ રહી છે અને રહેશે જ.
તપ વગર આત્મકલ્યાણ, કર્મક્ષય અને છેવટે વાવત મોક્ષસુખ કોઈને ય મળ્યું નથી. મળતું નથી ને મળશે પણ નહિં. ખુદ ત્રિલોકના નાથ પરમાત્માને પણ સકળ કર્મથી મુક્ત થવા માટે તપની આરાધના કરવી જ પડે છે. આપણા આસન્નઉપકારી ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીને પણ કર્મક્ષય માટે કેટલું તપ આચરવું પડ્યું હતું. ખબર છે ને ! સાડાબાર વર્ષ અખંડિત રીતે ઘોર તપ કર્યું ત્યારે જ સકલ કર્મના અંતથી કેવલજ્ઞાન પ્રગટ્યું હતું. કેવો અપ્રમત્તભાવ !
“સાડાબાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હો, ઘોર તપે કેવલ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા.
તપસ્યા કરતા....” ચક્રવતિ જેવાઓને પણ કે જેઓની ઋદ્ધિ-સિદ્ધિ ને સુખસમૃદ્ધિ આ મનુષ્યલોકની દષ્ટિએ અજોડ ને અનુપમ હોય છે તેઓને પણ તપ એટલે અક્રમની આરાધના વગર ક્યાં પખંડસિદ્ધિ સાંપડે છે ! તે સાધવા માટે તો બાર-બાર અટ્ટમ કરવા પડે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
તપ
તપના ઘણા પ્રકાર છે. મુખ્ય બે પ્રકાર :- બાહ્ય અને અભ્યત્તર. એમાં બાહ્ય તપના છે; ને અભ્યત્તર તપના છે; એમ બાર પ્રકાર થાય છે. બાહ્ય તપના છ પ્રકાર તે આ પ્રમાણે : ૧.અનશન, ૨. ઊનોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયક્લેશ, ૬. સંલીનતા. અત્યંતર તપના છ ભેદ આ પ્રમાણે – ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વેયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન. ને ૬. કાયોત્સર્ગ. શાસ્ત્રકારો તો આ તપ માટે એટલે સુધી કહે છે કેઃ- તવા નિઝાદ્યાખifપ તપથી નિકાચિત કર્મો પણ ક્ષય પામે છે તો પછી બીજાં કર્મોનું તો શું ગજું !
આ તપના જ કોઈ અભુત પ્રભાવે – “મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા મોઝાર, વીર નિણંદ વખાણિઓ, ધન ધન્નો અણગાર.”
આ ધન્ના અણગારને ઓળખો છો ! તેનું વૃત્તાન્ત આ પ્રમાણે છે.
કાકંદી નામની સુન્દર નગરી હતી. ત્યાં ભદ્રા નામની ભદ્ર પરિણામી સાર્થવાહી રહેતી હતી. તેને ધન્ય નામનો એક રૂપવાન પુત્ર હતો. અનુક્રમે તે યૌવન વય પામ્યો ત્યારે તેની માતાએ સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી બત્રીસ ઉચ્ચ કુળની કન્યા સાથે લગ્ન કરાવ્યાં હતાં, ને બત્રીસ-બત્રીસ તો રહેવાના મહેલ હતા. કહો ! કેટલી સુખ-સમૃદ્ધિ હશે તેઓના ઘરે ! પછી કાંઈ ભોગોપભોગમાં મણા રહે ખરી ! પણ આ તો હળુકર્મી આત્મા.
એક દિવસે કાકંદી નગરીમાં પરમાત્મા મહાવીરસ્વામી સમવસર્યા. તે પર્ષદામાં આ ધન્યકુમાર પ્રભુવાણી સાંભળવા ગયા. કાળી માટી પર પાણી પડે ને તે ભીંજાયા વગર ન રહે
Page #75
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ તેમ તે પ્રતિબોધ પામ્યા વગર ન રહ્યા. ભગવાનની સુધારસ મીઠી વાણીએ તેને ભોગોમાં ભોરીંગનું ભાન કરાવ્યું. તેને સંસાર દાવાનલ લાગ્યો. તેણે વિચાર કર્યો, કે ગામમાં જઈને માતા પાસે રજા લઈ ભગવાન પાસે દીક્ષા લેવી. એમ વિચાર કરીને તે ગામમાં ગયો. માતાને વાત કરી. માતાએ તેને સંસારની સારતા, સંયમની કઠિનતા ને તેની અસહ્યતા બતાવી ત્યારે ધન્યકુમારે તેની સામે સંયમથી માનવજીવનની સાર્થકતા, નારકના દુઃખનું અસહ્યપણું ને સાંસારિક ભોગોની નશ્વરતા કહેવાપૂર્વક સુન્દર જવાબ આપ્યા, ને માતાની અનુમતિ મેળવી.
માતાએ પુત્રની સંયમ લેવાની તીવ્ર ભાવના જાણી કાકંદીના રાજા શ્રી જિતશત્રુને વાત કરી ને રાજાએ ધન્યકુમારનો નિષ્ક્રમણદીક્ષા મહોત્સવ ખૂબ ઉલ્લાસને ઠાઠથી કરાવ્યો. ધન્યકુમારે પ્રજ્યા ગ્રહણ કરી. ધન્યકુમાર મટી ધન્નાઅણગાર બન્યા. સંયમ સ્વીકાર્યા બાદ તરત જ ભગવાન પાસે તેઓએ પોતાની ખૂબ સુન્દર ભાવના પ્રગટ કરી, કે- “મારે આજથી માંડી યાવજીવ સુધી ચોવિહારો છઠ્ઠ કરવો ને પારણે આયંબિલ કરવું.” ભગવાને પણ તેની ભાવના દઢ જાણી આજ્ઞા આપી. તે પ્રમાણે હરરોજ ચૌવિહારા છઠ્ઠને પારણે આયંબિલ એમ કરે છે. કમળ જેવી સુકોમળ કાયા પરથી મોહ ને મમત્વનો ત્યાગ કરી આત્માને અત્યંત ઉવલા બનાવતા તપ ને સંયમથી આત્માને ભાવિત કરતા વિચરે છે. એક છઠ્ઠ કરવો ને પારણે આયંબિલ અને તે આયંબિલ પણ કેવું ! કે જે અન્ન ઉપર માખી પણ બેસવાનું મન ન કરે તેવું નીરસ અa. ગામમાં ઘરોઘર ફરીને શુદ્ધ ગવેષણાપૂર્વક કોઈવાર એકવાર પાણી મળે તો કોઈવાર એકલો ભાત મળે તોયે મનના એક પ્રદેશમાંય જરીયે અસમાધિભાવ નહિં; કેવલ શરીરને સામાન્ય ટેકો આપવો એટલું જ. સર્પ જેમ પોતાના બિલ-દરમાં પેસી જાય, બાજુની
Page #76
--------------------------------------------------------------------------
________________
તપ
૬૭
જમીનને જરી પણ સ્પર્શ ન કરે તેમ જરાયે સ્વાદ લીધા વગર આહારને ઉદરમાં જવા દે. કહો ! કેટલી હદનો રસના-વિજય ! આવું હોય ત્યાં કઈ સિદ્ધિ બાકી રહે ? ન જ રહે.
એકવાર મગધસમ્રાટ શ્રેણિક પરમાત્મા મહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા ને વંદન કરી પ્રભુને પૂછ્યું કે- “ભગવન્ ! આપના આટલા બધા શિષ્યોમાં ઉત્કૃષ્ટ તપસ્વી કોણ છે!” ત્યારે ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામીએ પોતાના શ્રીમુખે કહ્યું કે- “હે શ્રેણિક ! આ ચૌદ હજાર મુનિઓમાં અતિ ઉત્કૃષ્ટ તપસ્વી ધન્નાઅણગાર છે.” એમ જ્યારે પરમાત્માએ પ્રકાશ્યું ત્યારે શ્રેણિક રાજાએ ધન્નાઅણગાર પાસે જઈ તેમને ત્રણ પ્રદક્ષિણા કરીને ખૂબ ભક્તિ ને સદ્ભાવના સહિત વંદના કરી વારંવાર અનુમોદના ને સ્તુતિ કરી.
ત્યારપછી થોડા કાળ પછી ખૂબ સમાધિભાવમાં કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થયા કે જ્યાંની આયુ:સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. ત્યાંથી એક મનુષ્યનો ભવ કરીને મુક્તિ મેળવશે. જોયું ને ! કેવળ નવ માસના જ સંયમપર્યાયમાં કેવું સાધી ગયા આ મહર્ષિ ! છે ને તપનું અપૂર્વ ને અજોડ માહાત્મ્ય ! આવું જાણીને આપણા કે કોઈ પણ ભવ્યના મુખમાં તરત જ ધન્ય છે આ તપસ્વીને” એવા શબ્દો સરી પડે છે.
દ્વારકા નગરીમાં પણ જ્યાં સુધી આયંબિલનું તપ થતું હતું ત્યાં સુધી દેવ જેવા સમર્થ પણ નગરીનું કાંઈ અહિત કરી શક્યા નહિં. એટલો તો મહિમા આ તપનો છે. દૃઢપ્રહારી જેવા જેણે ચાર-ચાર તો મહા હત્યા કરી હતી એવા ભારે કર્મી આત્મા પણ તે જ ભવમાં કેવળજ્ઞાનના સ્વામી બન્યા હોય તો એ રૂડો પ્રતાપ કોનો ! આ તપનો જ ને ! તે વાત આ પ્રમાણે છે ઃ
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
આત્મબોધ
બ5
વસંતપુર નામનું નગર છે. ત્યાં દુર્ધર નામનો બ્રાહ્મણ વસે છે. પોતાના બાપ-દાદાનું ધન તો ઘણું સારું હતું. પણ સાત વ્યસનોમાં ને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં તે સઘળુંયે ધન તેણે વેડફી નાખ્યું. આખરે ધન ખૂટ્યું એટલે શું કરે ! સોબત તેવી અસર, તે પ્રમાણે તે ચોરી કરવા લાગ્યો. ધીમે ધીમે ચોરીનું પ્રમાણ પણ વધતું ગયું. લોકોએ અને ખુદ તે ગામના રાજાએ પણ તેને સમજાવ્યો પણ તેને તો ચોરીની લત લાગી હતી. આખરે કોઈનું યે ન માન્યું એટલે રાજાએ તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તે ચોરોની પલ્લીમાં ભળી ગયો. ગામોગામ લોકોને ત્યાં ચોરી કરે, ધન લૂટે ને જીવન ગુજારે. થોડા જ સમયમાં તે તો ચોરની પલ્લીનો ધણી થઈ ગયો. જેના પર એ પ્રહાર કરે તેનું આવી જ બને એવો દઢ પ્રહાર કરતો એટલે તેનું નામ દઢપ્રહારી પડી ગયું. એકવાર તે કુશસ્થળ ગામે ચોરી કરવા ગયો. સાથે સાથીદારો પણ હતા. તે ગામમાં એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘણા છોકરા હતા. તે દિવસે કોઈ પર્વ હતું એટલે તે છોકરાઓએ હઠ પકડી કે અમારે આજે ખીર ખાવી છે, એટલે તે બ્રાહ્મણ કોઈ ગૃહસ્થને ત્યાંથી ચોખા-દૂધખાંડ-ઘી વગેરે માંગી લાવ્યો ને પોતાની સ્ત્રીને આપ્યું. કહ્યું કે
છોકરાઓ માટે ખીર બનાવ” એટલે સ્ત્રીએ ખીર બનાવી. બ્રાહ્મણે વિચાર કર્યો કે આજે ખીર વધુ થશે એટલે આપણે પણ ખાશું, એમ વિચાર કરી તે નદીએ ન્હાવા ગયો. આ બાજુ તે દઢપ્રહારી ચોરોને લઈને ગામમાં પેઠો. તેમાંથી કેટલાક ચોરો તે દરિદ્ર બ્રાહ્મણના ઘરમાં પેઠા, પણ ઘરમાં કાંઈ હાથ લાગ્યું નહીં. શોધ કરતાં ખીર ભરેલું વાસણ મળ્યું. તે ખાવાના કામમાં આવશે તેમ ધારીને લઈ લીધું. તે જોઈને છોકરાઓ ઊંચે સ્વરે રુદન કરવા લાગ્યા ને તે ચોરોની પાછળ દોડ્યા. તેવામાં
Page #78
--------------------------------------------------------------------------
________________
તપ
૬૯ નદીએથી સ્નાન કરીને પેલો બ્રાહ્મણ પણ આવી ચડ્યો. તે ક્ષણવારમાં સર્વ સ્વરૂપ પામી ગયો ને બારણાની સાંકળ હતી તે લઈને ચોરોને રાક્ષસની જેમ મારવા લાગ્યો. તેમ કરતાં તેના પ્રહારથી કેટલાક ચોર મરી ગયા. તે વાતની ખબર પડતાં દઢપ્રહારી તરત જ દોડતો ત્યાં આવ્યો ને પોતાના ચોરોને આ મારી નાંખે છે તેમ જાણી ક્રોધથી બ્રાહ્મણનું ખગથી મસ્તક કાપી નાંખ્યું. પછી બ્રાહ્મણના ઘરમાં પેસતાં ગાય આડી આવી એટલે ગાયને મારી નાંખી. આ બધું જોઈને બ્રાહ્મણની સ્ત્રી તેને પોકાર કરતી ગાળો દેવા લાગી કે- “અરે ! ક્રૂર-પાપી તું આ શું કરે છે !” તે સાંભળીને ગર્ભિણી એવી બ્રાહ્મણીને પણ એક જ ઝાટકે પૂરી કરી. ગર્ભમાં રહેલું બાળક પણ બે કકડા થઈને ખલાસ. એ પ્રમાણે બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા બાળક એમ ચારેને પોતે તત્કાળ મારી નાંખેલા જોઈને તથા “અરે બા ! અરે પિતા !!” એમ મોટેથી આજંદ કરતા કુમળા બાળકોને જોઈને દઢપ્રહારી વિચાર કરવા લાગ્યો કે આવું કરપીણ ને ક્રૂર દુષ્કૃત્ય કરનારને નરકમાં પણ સ્થાન નહિં મળે, મારા આત્માને ધિક્કાર થાઓ. આ મેં શું કર્યું ! આમાં મારા હાથમાં શું આવ્યું ! હવે આ બાળકોનું રક્ષણ કોણ કરશે ! મારું આ પાપ કેમ છૂટશે ! અગ્નિમાં પેલું કે ભૃગુપત કરું મારી આત્મશુદ્ધિ શાથી થશે એમ મનમાં ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. આવી ભાવનામાં તે ગામ બહાર નીકળ્યો. ત્યાં ઉદ્યાનમાં એક મહામુનિને જોયા. તેમને નમીને બોલ્યો કે- “ભગવાન્ ! આ પાપથી હું શી રીતે છૂટીશ !” ત્યારે મુનિમહારાજે કહ્યું કે- “ચારિત્ર ગ્રહણ કર” એટલે તરત જ આત્મશુદ્ધિની ઇચ્છાવાળા દઢપ્રહારીએ દીક્ષા લીધી. હવે તે ઘણો શાન્ત અને સંયમ ભાવના ભાવિત બન્યો હતો. તેણે એક આકરો અભિગ્રહ લીધો કે- “આ ગામમાં જ
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦
આત્મબોધ
રહેવું ને જયાં સુધી એક પણ માણસ મને દુષ્ટ કહે ત્યાં સુધી આહાર ગ્રહણ કરવો નહિ.” એવો દઢ અભિગ્રહ લઈને તે મુનિ ગૌચરી માટે ગામમાં રોજ જાય. બધે ફરે. તેને જોઈને લોકો બોલે કે- “આ પાપીએ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી ને બાળક એમ ચાર મહાહત્યાઓ કરી છે. આ તો ગામનો ભયંકર લૂંટારો છે.” એમ બોલીને મુનિની તર્જના કરે. લાકડીથી અને પત્થરોથી તે મુનિને મારે. પણ મુનિ તો અપૂર્વ સમભાવથી સર્વસાની જેમ સઘળુંયે સહન કરે. કાંઈએ અવળું વિચારે નહિ, ઊલટું પોતાના આત્માને નિંદે, ભારોભાર ઠપકો આપે કે- “લોકો શું ખોટું કહે છે. તે એવું કર્યું છે ને ! ક્યાં આંબા વાવ્યા છે ? બાવળ વાવીને આંબાની ઇચ્છા કેમ રાખી શકાય. લોકો તો સારા છે કે મને મારી નાંખતા નથી.” એ પ્રમાણે સમભાવથી લોકોનાં દુર્વચનોને સહન કરે. આ જ આભ્યન્તર-મહત્ત્વનું તપ છે. આનાથી જ ભયંકર કર્મો પણ ક્ષય પામે છે. આવી રીતે છ માસ સુધી સહન કરતાં અને અપૂર્વ સમતા સુધારસમાં ઝૂલતાં ઝૂલતાં ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા ને શુક્લધ્યાનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. જોયું ને! તપનો કેવો અપ્રતિમ પ્રભાવ છે. જીવને કઈ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં લાવી મૂકે છે, જે વેળા એ દઢપ્રહારીએ ચાર હત્યા કરી ત્યારે કોઈ પણ કહે ખરા કે આ આત્મા આ ભવમાં જે મોક્ષમાં જશે ? પણ તપના જ પ્રતાપે ન કલ્પી શકાય, ન માની શકાય એવું ઉત્તમ ફળ આવ્યું. તો આપણે પણ આવું સમજી-જાણી તપ આચરવામાં વિશેષ ઉદ્યમવન્ત થવું એ જ. આ સમજ્યા-જાણ્યાની સાર્થકતા છે. ૧૫.
Page #80
--------------------------------------------------------------------------
________________
AYAN
MOHANA
भाव
(इन्द्रवंशा') मैत्र्यादिसद्भावनया विशोधितः, संस्कारितो भावनपञ्चपञ्चकैः । भावः क्षणं चेत् क्षणदो भवेत्तदाऽनन्तं भवं नाशयते न संशयम् ॥ १६॥
भावार्थ -
ભાવ
મૈત્રાદિ ભાવનાથી વિશુદ્ધ અને પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવનાથી સંસ્કારિતઉત્સવકારી ભાવ જો ક્ષણવાર પણ આવી જાય તો અનન્ત ભવનો નાશ કરે છે તેમાં સંશય नथी.
१. स्यादिन्द्रवंशा ततजै रसयुता ।
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨
આત્મબોધ વિશદાર્થ:
ભાવ એ તો પ્રાણ છે. દાન-શિયલ-તપની આરાધના કરતા હો પણ ભાવ ન હોય તો તે યથાર્થ ફળ દેનારી થતી નથી. ભાવના એ મુખ્ય વસ્તુ છે. એકવાર એમ કહી શકાય કે આ બધું એટલે દાન-શિયલ-તપ ન કરતા હોય પણ હૃદયમાં ભાવનાની પ્રબળતા હોય, તો પણ ફળ મળે છે. અરે ! ભાવના ગુણ ગાતાં ત્યાં સુધી કહ્યું છે કે, “ભાવે કેવળજ્ઞાન” સમજયાને ભાવની કેટલી બધી મહત્તા છે.
- ભાવના એટલે શું ? આપણે કહીએ છીએ કે ભાવના સારી રાખો ! એનો અર્થ શો ? ભાવના એ તો અત્તરની વસ્તુ છે. કોઈપણ પ્રવૃત્તિમાં મનમાં જે વિચારણા ચાલે છે તે ભાવના છે. ભાવના બે પ્રકારની છે. એક શુભ અને બીજી અશુભ. બેમાંથી એક ભાવના તો મનમાં હોય જ એટલે જ કહ્યું છે કે :
'शुभाऽशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासनासरित् ।
पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ॥१॥' તાત્પર્ય એ જ કે મનને સદાને માટે સદ્ભાવનાથી ભાવિત રાખવું. અંતરની સંભાવના તો ઘણાં દુઃખોને દૂર કરનારી થાય છે.
ભાવના આમ તો બાર પ્રકારે છે. અનિત્યાદિ બાર ભાવના ભાવવાથી જીવને ઘણો આત્મલાભ થાય છે. એ બારે ભાવનાને પુષ્ટ કરનાર મૈત્રી આદિ ચાર ભાવના છે. મૈત્રીપ્રમોદ-કરુણા અને માધ્યથ્ય એ ચાર ભાવના શ્રેયોભિલાષી આત્માએ હંમેશાં સતત ભાવવી જોઈએ. તેનું સ્વરૂપ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે વૈરાગ્ય
Page #82
--------------------------------------------------------------------------
________________
ભાવ
૭૩
શતકમાં વર્ણવ્યું છે. તે ઘણું મનનીય ને કંઠે કરવા લાયક છે. તે ચાર સૂક્તો આ પ્રમાણે છે.
(સવૈયા)
(મૈત્રીભાવના)
હિતચિન્તનથી સર્વ સત્ત્વની સાથે ચેતન ! મૈત્રી જોડ, વૈર વિરોધ ખમાવી દઈને ઈર્ષ્યા અન્ધાપાને છોડ; માત-પિતાને બન્ધુ રૂપે, સર્વ જીવ સંસારે સંસારે હોય, દ્વેષ ભાવના વિણ આ જગમાં સબળો શત્રુ છે નહિં કોય. ૧
(પ્રમોદભાવના)
જિલ્લા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમે કરજે ગાન, અન્ય કીર્તિને સાંભળવાને સજ્જ થજો હે ! બંને કાન; પ્રૌઢ લક્ષ્મી બીજાની નિરખી નેત્રો તુમ નવ ધરજો રોષ, પ્રમોદ ભાવના ભાવિત થાશો તો મુજને તુમથી સંતોષ. ૨
(કરુણાભાવના)
જન્મ જરા મૃત્યુનાં દુઃખો અહોનિશ સહેતું વિશ્વ જણાય; તન ધન વનિતા વ્યાધિની ચિન્તામાં સારો જન્મ ગમાય; શ્રી વીતરાગ વચન પ્રવહણનો આશ્રય જો જનથી કરાય, તો દુ:ખસાગર પાર જઈને મુક્તિપુરીમાં સૌખ્ય પમાય. ૩.
(માધ્યસ્થ્યભાવના)
કર્મતણે અનુસારે જીવે સારાં નરસાં • કાર્ય કરાય, રાગ-દ્વેષ સ્તુતિ નિન્દા કરવી તેથી તે નવ યુક્ત ગણાય; બળાત્કારથી ધર્મપ્રેમ વીતરાગ પ્રભુથી પણ શું થાય, ઉદાસીનતા અમૃતરસનાં પાન થકી ભવભ્રાન્તિ જાય. ૪.
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪
આત્મબોધ જગતના જીવ માત્ર પાપ ન કરો, કોઈપણ જીવ ત્રાસભય-પરિતાપ કે દુઃખ ન પામો અને સઘળુંયે જગત આ દુ:ખથી મુક્ત થાઓ. એવી ભાવના મૈત્રી કહેવાય છે. તીર્થકર નામકર્મના મૂળમાં આ ભાવના મુખ્ય ભાગ ભજવે છે. ગુણવાનું પુરુષો કે જેઓના જીવનમાં પૂજય ને અનુકરણીય ગુણો હોય, એવા મહાપુરુષોના ગુણો સાંભળીને હૃદયમાં આનંદની ઊર્મિ આવે – હર્ષ થાય એ પ્રમોદ ભાવના છે. દીન હોય, પીડિત હોય, ધર્મ વિહોણા હોય એવા પ્રાણીઓ પ્રત્યે દયાની લાગણી થઈ આવે તે કારુણ્ય ભાવના છે અને દેવ-ગુરુ ને તારક જે ધર્મ તેની નિંદા કરનારા જીવોને સાચી વાત સમજાવવા છતાં ન સમજે ત્યારે તેના પ્રત્યે ઉપેક્ષા કરવી તે માધ્યશ્મ ભાવના છે. આ ચારે ભાવનાને નિત્ય ભાવવાથી જીવને ઘણો લાભ થાય છે.
ચક્રવર્તિ જેવા ચક્રવર્તિ. જે પખંડના અધિપતિ હતા એવા ભરત મહારાજા પણ આદર્શ ભવનમાં લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનના ધણી બન્યા તે આ ભાવનાના જ પ્રતાપે ! અરે ! નાચતાં નાચતાં જેણે કેવળ એક નટડી માટે પ્રાણપ્યારાં માતાપિતા ને સ્વજનોને છેહ દઈને ગામોગામ ફરવાનું હસતે મુખે કબૂલ્યું હતું તે ઈલાચીપુત્ર પણ ભાવનાની સોપાનશ્રેણિ ઉપર ચઢીને જ કેવલજ્ઞાની બન્યા હતા તે વાતનો ખ્યાલ છે ને ! તે વૃત્તાન્ત આ પ્રમાણે છે.
વસત્તપુર નામનું નગર હતું. ત્યાં અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રીતિમતી નામની સ્ત્રી હતી. તે દંપતી
१.मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखतिः । मुध्यतां जगदप्येषा, मंतिमैत्री निगद्यते ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાવ
૭૫
ધર્મમાં ખૂબ આસ્થાવાળું હતું. એકદા નગરમાં મુનિમહારાજ પધાર્યા ત્યારે આ દ્વિજ-દંપતી તે જ્ઞાની મુનિમહારાજની ધર્મદિશના સાંભળવા ગયું. વૈરાગ્યરસ ઝરતી દેશનાથી તેઓને સંસાર અસાર લાગ્યો. વ્રત ગ્રહણ કરવાની ભાવના તીવ્ર થઈ ને મુનિમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. સાધુસમુદાયમાં તો વિવિધ દેશના, વિવિધ જાતિના ઘણાયે સાધુઓ હોય, તે જાણીને આ અગ્નિશમાં મુનિને પોતાની બ્રાહ્મણ જાતિનું અભિમાન થયું. તે પોતાની જાતિને અન્ય કરતાં ઉચ્ચ માનવા લાગ્યા ને ત્યાં જાતિમદ કર્યો. અંતે જીવનભર ચારિત્રની આરાધના કરી તે જાતિના મદરૂપ દુષ્કૃતની આલોચના કર્યા વગર કાળધર્મ પામ્યા. ચારિત્રના પ્રભાવે તેઓ બંને વૈમાનિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને ઈલાવર્ધન નામના નગરમાં ધનદત્ત શેઠને ત્યાં ધારિણીદેવીની કુક્ષીએ અગ્નિશમ બ્રાહ્મણનો જીવ અવતર્યો. યોગ્ય સમયે ધારિણી દેવીએ રૂપરૂપના અંબાર જેવા પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર ઈલાદેવીના વરદાનથી થયો હોવાથી તેનું નામ ઈલાપુત્ર રાખ્યું. પુત્ર તો બીજના ચંદ્રમાની જેમ દિવસે દિવસે વધવા લાગ્યો. યોગ્યવયે કલાચાર્ય પાસે તે સઘળી કળાઓ શીખ્યો ને કામદેવના ભવનસમા યૌવનવયમાં આવ્યો.
એકદા ઈલાવર્ધન નગરમાં એક નટ પરિવાર આવ્યો. તેમાં મુખ્ય નટ વાંસ ઉપર ચડીને સુન્દર નૃત્ય કરતો હતો. ને નીચે જેનાં અંગે અંગ યૌવનથી ખીલ્યાં છે એવી એક નટકન્યા કોકિલશા કોમલ કંઠે ગીત ગાતી હતી. ઈલાપુત્રે તે જોયું. એને તો નટનું નૃત્ય જોવા કરતાં આ નટકન્યાનું ગીત સાંભળવું બહુ ગમતું. તેને જોતાવેત જાણે પોતાને કોઈ મેળ હોય એવો ભાવ
Page #85
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ તેનાં અન્તરમાં થયો. તેણે મનમાં સંકલ્પ કર્યો કે, “મારો વિવાહ થાય તો આ નટકન્યા સાથે જ, નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે ઘરે આવ્યો પણ મને તો નટડીમાં જ હતું.
માતા-પિતાએ યોગ્ય સમયે ઈલાપુત્રના વિવાહની વાત કાઢી ત્યારે તેણે પોતાની હકીકત જણાવી દીધી. માત-પિતાએ ખૂબ ખૂબ સમજાવ્યો પણ તેનું મન એકનું બે થયું નહિ અને તે ઘરને માત-પિતાને છોડીને નટપરિવાર પાસે પહોંચી ગયો.
ઈલાપુત્રે તો પોતાની મેળે જ શરમ રાખ્યા વગર તે નટોના મુખ્ય નટ પાસે જઈને પુષ્કળ ધન આપવા સાથે તે રૂપવતી કન્યાની માંગણી કરી. નટ તો આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. તેણે ઈલાપુત્રને કહ્યું કે- “આ નટકન્યા તો અમારું અક્ષય ધન છે. અમારા સર્વના જીવનનો આધાર એની ઉપર છે. તેનો સોદો કાંઈ પૈસાથી થાય નહિ.” “તો તમે કહો તેમ કરું એમ જયારે ઈલાચીએ કહ્યું ત્યારે નટે જણાવ્યું છે કે- ‘તમે જો નટવિદ્યામાં પારંગત બનો અને બેન્નાતટ નગરના રાજાની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ પારિતોષિક મેળવો તો નટકન્યા મળે.' સાંભળીને ઈલાચી તૈયાર થઈ ગયો ને નટવિદ્યાનું શિક્ષણ શરૂ કરી દીધું. સ્નેહને દુષ્કર કાંઈ નથી ને દૂર પણ કાંઈ નથી. તે સમયે બેન્નાતટનો રાજા આ વિદ્યાનો નિષ્ણાત ગણાતો હતો. દર વર્ષે તેની અધ્યક્ષતામાં નૃત્યકળાની પરીક્ષા લેવાતી હતી અને પારિતોષિકનું વિતરણ કરાતું હતું. એ રાજાની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઈનામ મેળવવું એ એક સૌભાગ્ય ગણાતું. એ મેળવનારની કીર્તિ દિગંત સુધી પ્રસરતી. એ પરીક્ષા આપવા માટે ભલભલા વર્ષો સુધી જહેમત કરતા હતા. ઈલાચી તો એક વર્ષમાં તૈયાર થઈ
Page #86
--------------------------------------------------------------------------
________________
ભાવ
કે નહિ ને વાંસનીટ જરાય બાર વંશ
ગયો ને મુકરર દિવસ અગાઉ બધા બેarટ નગરમાં આવી પહોંચ્યા. કસોટીના દિવસે ચાંદની ચોકમાં મોટું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો પ્રેક્ષકો એકઠા થયા હતા. પ્રમુખ સ્થાને મહારાજા વિરાજમાન થયા અને કાર્યક્રમ શરૂ થયો. નાનાં-મોટાં પરીક્ષણો પતી ગયા પછી નટવિદ્યાની ચરમસીમા સ્વરૂપ વંશ-નૃત્ય કરવાનો પ્રસંગ આવ્યો; ઈલાચી સિવાય બીજું કોઈ હતું નહિં. ગૂંથેલી જાળી અને વાંસની અટપટી રચના ઉપર નૃત્ય કરવું. તાલ તૂટે નહિ ને ખ્યાલ ચૂકે નહિ તો જ એ બને. સજ્જ થઈને ઈલાચીએ પગને સાબદા કર્યા અને નટકન્યાએ ઢોલક ઉપર કમલશા સુકોમલ કર વડે ટેકો માર્યો. બસ થઈ ગયું. દેવતાઓ પણ થંભી જાય એવું દશ્ય ખડું થઈ ગયું. લોકો અનિમેષ નયને ટગર ટગર જોઈ રહ્યા. પરીક્ષક રાજાને પણ લાગ્યું કે નૃત્યો તો ઘણાં નીરખ્યાં પણ આ તો કોઈ જુદું જ છે. રાજાની નજર નટકન્યા પર પડી. રસિક રાજાના મનમાં ભાવ જાગ્યો. ચંપાની ખીલેલી વેલ સમી નટકન્યા પ્રત્યે આકર્ષણ જનમ્યું. નૃત્ય કરતો નટ તેને વિજ્ઞરૂપ લાગ્યો. જરા પણ ચૂક વગર વંશનૃત્ય પૂરું થયું. લોકોએ તાળીના ગડગડાટ અને હર્ષનાદપૂર્વક નટને વધાવ્યો. પારિતોષિક માટે આવેલા ઈલાચીને રાજાએ કહ્યું કે- “મારું ધ્યાન ન હતું. ફરી ખેલ કરી બતાવો.” જીવના જોખમે ને શરીરના સખત શ્રમે ખેલાતો ખેલ ફરી શરૂ થયો ને એ જ પુનરાવર્તન. રાજાનો એ જ ઉત્તર. ત્રીજી વાર-ચોથી વાર. ઈલાચી એ કોઈ સાધારણ નથી. ખાનદાન કુળનો નબીરો છે. ચોથીવાર તો એના મનમાં આંદોલન શરૂ થઈ ગયું. એને થતું હતું કે આ જીવ સટોસટના ખેલ કોના માટે ! શું જીવનનું અંતિમ ધ્યેય આ જ છે. પ્રણયત્રિકોણમાં જીવ ફસાય છે ને ફના થાય છે. રાજા જેવો રાજા પણ ન્યાયાસનને બદલે માયાસન પર ચડી બેઠો છે. એ આ ત્રિકોણનો જ પ્રતાપ છે ને ! એમ ને એમ
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮
આત્મબોધ
વિચાર કરતો ઈલાચી ઠેઠ ઉપર ચડી ગયો. શુભ વિચાર શુભ દર્શનનું બીજ છે. ઉપર ચડેલા ઈલાચીએ અદ્ભુત દૃશ્ય જોયું. એક દેવભવન જેવા મહેલમાં એક સમભાવમાં ઝીલતા મુનિરાજ ઊભા છે. હાથમાં લાડુનો થાળ લઈને એક પદ્મિની સામે છે. નીરવ વાતાવરણ છે. એકેની આંખમાં મોહની રેખા પણ નથી. એ પણ એક જીવન છે. આ દશ્ય ઈલાચીના આત્મામાં રમી રહ્યું. તેને પોતાના ઉપર નફરત જાગી. ક્યાં વાસના અને ક્યાં ઉપાસના. ધ્યાનની શ્રેણી ઉપર એ ચડવા લાગ્યો. ભાવનાએ એના ભવનો ભુક્કો બોલાવી દીધો. મોહ નાસી છૂટ્યો. અજ્ઞાન-અદર્શન અને વિઘ્નોએ વિદાય લીધી. ઘાતીકર્મોનો ઘાત થયો. ઈલાચીને કેવલજ્ઞાન થયું. દેવોએ દુંદુભિ વગાડી. બગડતી બાજી સુધરી ગઈ. કમળ ઉપર વિરાજીને કેવળજ્ઞાની ઈલાચીકુમારે દેશના દીધી. ભવભ્રમણના ભાવો સમજાવ્યા. પૂર્વભવોની વાતો કરી. રાજારાણી નટકન્યા નટ વગેરે પ્રતિબોધ પામ્યા. સંયમ લીધું અને બધાએ ભવનો અંત કર્યો. ભાવનાનું એક કિરણ પણ સ્પર્શી જાય છે તો કાંઈ અસાધ્ય રહેતું નથી. આમ ભાવનાના જોરે ઘણા જીવો કામ કાઢી ગયા.
જીરણ શેઠની ભાવના જુઓ. કહેવાય છે કે દેવદુંદુભિનો અવાજ ન સાંભળ્યો હોત તો એ પણ કૈવલ્યને આંબી જાત. ભાવના શુદ્ધ કરવી એ જ કરણીય છે. બાકી દુર્ભાવનાને બોલાવવી પડતી નથી. એ તો ચીટકેલી જ રહે છે. તેને દૂર કરવી પડે છે. મહાવ્રતો લીધા પછી પણ તેને સ્થિર કરવા માટે સારી ભાવના રોજ ભાવવી જરૂરી છે. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે. એમ સર્વ મળી પચ્ચીશ ભાવનાઓ છે. ટૂંકમાં તે આ પ્રમાણે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
ભાવ
૭૯ ૧. મનોગુપ્તિ, ૨. ઈસમિતિ, ૩. એષણાસમિતિ, ૪. આદાનસમિતિ, અને ૫. દૃષ્ટાપાનગ્રહણસમિતિ- આ પાંચ ભાવનાથી પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત સ્થિર થાય છે.
૧. હાસ્ય રહિત, ૨. લોભ રહિત, ૩. ભય રહિત, ૪. ક્રોધ રહિત, ૫. ને વિચાર કરીને વચન બોલવાથી મૃષાવાદ વિરમણ મહાવ્રત સ્થિર થાય છે.
૧. આલોચ્ય અવગ્રહ, ૨. યાઆ અવગ્રહ, ૩. એતાવનાત્ર અવગ્રહ, ૪. સાધર્મિક અવગ્રહ, ૫. અનુજ્ઞાપિતાન્નપાનાશન એ પાંચ ભાવનાથી અદત્તાદાન વિરમણ મહાવ્રત સ્થિર થાય છે.
૧. સ્ત્રી, નપુંસક ને પશુ વિવર્જિત વસતિ, ૨.સરાગ સ્ત્રીકથાત્યાગ, ૩. પૂર્વની કામક્રીડા સ્મૃતિત્યાગ, ૪. સ્વાંગ સંસ્કારત્યાગ, ૫. અતિસ્નિગ્ધ પદાર્થોશનત્યાગ. આ પાંચ ભાવનાથી મૈથુન વિરમણ મહાવ્રત દઢ થાય છે.
૧. સ્પર્શ-રસ-ગન્ધ-રૂપ ને શબ્દ એ પાંચે ઈન્દ્રિયના અનુકૂળ વિષયોમાં આસક્તિત્યાગ ને આ વિષયો પ્રતિકૂળ મળે તો દ્વષત્યાગ-આ પાંચ ભાવનાથી પરિગ્રહ વિરમણ મહાવ્રત સ્થિર થાય છે. આમ સારા ભાવ કેળવીને ભવ્યતાના ભાજન બનનાર આત્મા ભવ તરી જાય છે.- ૧૬.
Page #89
--------------------------------------------------------------------------
________________
श्री जिनपूजा
(વસત્તતિન') लक्ष्मीः स्वयं-वरति तं सुभगं समुत्का, बुद्धिः परा स्फुरति तस्य समस्त कार्ये । कीर्तिः प्रसर्पति तरां शरदभ्र(ब्ज )शुभ्रा नित्यं जिनार्चनमनन्तफलं य ईष्टे ॥ १७॥
ભાવાર્થ - શ્રી જિનપૂજા
ત્રિલોકના નાથ પરમાત્માની જે નિત્યે પૂજા કરે છે, તે સૌભાગ્યશલીને લક્ષ્મી સ્વયં વરવા ઉત્સુક બનીને આવે છે. દરેક કાર્યોમાં તેની બુદ્ધિ ખૂબ સુંદર ચાલે છે અને શરઋતુના ચન્દ્રમા (વાદળ) જેવી ઉજ્જવળ કીર્તિ ચારે કોર પ્રસરે છે.
१. उक्ता वसन्ततिलका तभजा जगौ ग ।
Page #90
--------------------------------------------------------------------------
________________
જિનપૂજા વિશદાર્થ :
૮૧
પરમાત્માની પૂજા-અર્ચના એ સર્વ કોઈ જિનશાસન રાગી આત્માનું પ્રથમ કર્તવ્ય છે. જેના રૂડા પ્રતાપે આત્માને ત૨તારણ શ્રી જિનશાસન મળ્યું તે પરમાત્મા શ્રી અરિહન્નદેવની પૂજા તો કરવી જ જોઈએ. પરમાત્માની પૂજા, દ્રવ્યપૂજા કે ભાવપૂજા તેનાથી દર્શન-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયેલા સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. અરિહંત પરમાત્મા રાગ-દ્વેષ અને અજ્ઞાનથી સાવ પર છે, જ્યારે સમગ્ર સંસાર તેમાં ડૂબેલો છે. આપણે પણ પરમાત્માની પૂજા કરીએ તો તેઓની પૂજાના જ પ્રભાવે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત થઈ શકીશું. પરમાત્માના ગુણોના વિચારો સાથે તેમની સ્તુતિ-ભક્તિ ને પૂજા કરવી જોઈએ. કોઈ કહે કે પૂજાનું ફળ શું ? પરમાત્માની પૂજાથી શો લાભ ? પરમાત્માની પૂજાનું ફળ અને તેનો લાભ તો અનુપમ છે, જગતના દૈવી તત્ત્વો કરતાં અનન્ત ગણો છે. કોઈપણ દેવ કે દેવીની આરાધના-ઉપાસના કે પૂજા કરશો તો બહુ બહુ ભૌતિક સુખ સામગ્રીનો ઢગલો કરી દેશે, થોડાઘણાં કષ્ટો કે વિઘ્નોને તત્કાલ દૂર કરી દેશે પણ સકલ વિઘ્નોથી રહિત ને શાશ્વત સ્વાત્મસંપત્તિને સુખનું અદ્વિતીય સ્થાન મુક્તિ તો નહીં જ આપી શકે, હરગીઝ નહીં, ત્યારે એકવાર અતિ ઉમંગ ને એકાગ્રતાથી કરેલી પરમકૃપાલુ અરિહન્નદેવની પૂજા તે ભૌતિક સુખો તો વણમાંગ્યાં આપે જ ને યાવત્ મોક્ષ પણ આપે. તમે શુદ્ધ ભાવોલ્લાસથી પરમાત્માની પૂજા કરશો એટલે તેનું સર્વ પ્રથમ ફળ ચિત્તપ્રસન્નતા તો તરત જ પ્રાપ્ત થશે. શાસ્ત્રોમાં અરિહંત પરમાત્માની પૂજાના ઘણા પ્રકાર આવે છે. અષ્ટપ્રકારી પૂજા, સત્તર પ્રકારી પૂજા, એકવીશ પ્રકારી પૂજા અને યાવત્ ૧૦૮ પ્રકારી પૂજા પણ થાય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮ ૨
આત્મબોધ
- તેમાં અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે થાય છે. ૧. જલપૂજા, ૨. ચંદનપૂજા, ૩. પુષ્પપૂજા, ૪. ધૂપપૂજા, ૫. દીપકપૂછો , ૬. અક્ષતપૂજા, ૭. નૈવેદ્યપૂજા, ૮. ફળપૂજા,
જલપૂજાથી વિપ્રવધૂ સોમશ્રી અવિચલપદને પામી હતી. ચંદનપૂજાથી જયશૂર ને શુભમતિ સિદ્ધગતિને પામ્યાં હતાં, પુષ્પપૂજાથી લીલાવતી મોક્ષમાં ગઈ હતી અને આ ભવમાં પણ પરમાતું રાજા કુમારપાલે કેવળ પાંચ કોડીના પુષ્પથી પરમાત્માની (જયતાકના ભવમાં) પૂજા કરી હતી, તેના જ પ્રભાવે અઢાર દેશના રાજા બન્યા હતા. ધૂપપૂજાથી વિનયંધર રાજાએ અને દીપપૂજા કરવાથી જિનમતિ ને ધનશ્રીએ શિવસુખને મેળવ્યું હતું. અક્ષતપૂજાથી કીર-પોપટના યુગલે દેવભવને મેળવ્યો હતો. નૈવેદ્યપૂજાથી હલીરાજા સાતમે ભવે સિદ્ધિવધૂને વરશે, ફળપૂજાથી દુર્ગતાનારીએ અક્ષયપદ મેળવ્યું. એ રીતે પરમાત્માની પૂજા અચૂક ફળ દેનારી છે. પરમાત્માની ભાવપૂજાથી રાવણે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હતું. અરે ! દેવપાલ જેવાને પણ આ ભવમાં રાજય મળ્યું ને તે આગામી ભવે તીર્થંકર થશે તે આ અરિહન્ત પરમાત્માની પૂજા- અર્ચનાના જ પ્રભાવે. તે કથા આ પ્રમાણે છે.
અચલપુર નામનું એક નગર હતું. તેમાં જિનદત્ત નામના એક શેઠ રહેતા હતા. તે શેઠને ત્યાં દેવપાલ નામનો માણસ રહેતો હતો. તે કાયમ શેઠની ગાય ને ભેંશોને જંગલમાં ચરાવવા લઈ જતો ને સાંજે પાછો ઘરે આવી જતો. હંમેશ એ પ્રમાણે કરતો. એકદા વર્ષાઋતુમાં મેઘરાજાની કૃપાથી પૃથ્વી પાણી પાણી થઈ ગઈ, નદીઓ, નાળાં ને કૂવા છલોછલ ભરાઈ ગયાં. નદીઓમાં પૂર આવ્યાં, મયૂરો મત્ત થઈને કેકારવ કરવા લાગ્યા.
Page #92
--------------------------------------------------------------------------
________________
જિનપૂજા
૮૩ બપૈયાને તો હર્ષ માતો નહોતો. દેવપાલ ગાય, ભેંશો ચરાવવા લઈ ગયો પણ ખૂબ વરસાદના કારણે પૃથ્વી પોચી પોચી થઈ ગઈ હતી તેથી એક ભેખડ પડી ગઈ ને ત્યાં દેવપાલે એક સુન્દર, પ્રશાન્ત ને તેજસ્વી મુખમુદ્રાવાળી અરિહન્ત પરમાત્માની અલૌકિક પ્રતિમા જોઈ. તે ખૂબ હર્ષઘેલો બની ગયો. તેને થયું કે આ શું છે ? થોડો વિચાર કરતાં સમજાયું કે, “મારા શેઠ જેની નિત્ય પૂજા કરે છે, શાંતિથી ધ્યાન ધરે છે, તે ભગવાનની મૂર્તિ છે.” પ્રતિમાજીને એક વૃક્ષની નીચે ઘાસની ઝૂંપડી બનાવીને તેમાં બિરાજમાન કર્યા. હવે આ ભગવાન તો મારા. હું પણ મારા શેઠની જેમ દરરોજ આ ભગવાનની પૂજા કરીશ, ને જે દિવસે પૂજા નહિ થાય તે દિવસે અન્ન પણ નહિં લઉં. એ પ્રમાણે સંકલ્પ કરીને તે ઘરે ગયો. પછી રોજ જંગલમાં જાય ને નદીનું શુદ્ધ જળ લાવી તેનાથી અભિષેક કરે. વનમાંથી સુન્દર સુગન્ધવાળાં પુષ્પો લાવીને પૂજા કરે. પરમાત્માની પૂજા-દર્શનાથી દેવપાલ પોતાના આત્મા ને ધન્યને કુતપુણ્ય માનવા લાગ્યો.
એકદા વરસાદ ખૂબ આવ્યો. રસ્તામાં આવતી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીને પાર કરીને પેલે પાર જવું અશક્ય બન્યું. એટલે સામે કાંઠે જવાયું નહિ ને પરમાત્માની પૂજા થઈ નહીં. તે ઘરે આવ્યો ને ભોજન કર્યું નહિ. તેના શેઠે કહ્યું કે- “ભોજન કરને, કેમ કરતો નથી ત્યારે તેણે- કહ્યું કે-“મારે નિયમ છે કે પરમાત્માની પૂજા કર્યા વગર અન્ન ન લેવું.” ત્યારે શેઠે કહ્યું કે“આપણા ગૃહચૈત્યમાં ભગવાન છે ત્યાં પૂજા કરી લે.” દેવપાલે પૂજા કરી પણ ભોજન કર્યું નહીં. આમ સાત દિવસ થયા ને દેવપાલને સાત ઉપવાસ થયા. વરસાદ શાંત થયો. નદીનાં પૂર
Page #93
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
ઓસર્યા એટલે તેણે નદીની સામે પાર જઈને પરમાત્માનાં દર્શન ને પૂજન ખૂબ આનંદવિભોર થઈને કર્યાં. તેનું ચિત્ત તે પ્રતિમામાં તન્મય થઈ ગયું. તેની રોમરાજિ વિકસ્વર થઈ ગઈ. આત્માને અમૃત ક્રિયાનો આસ્વાદ આવ્યો.
૮૪
તદ્ભુત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન,
લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી. ૧-૭ (શ્રી રા. ખં.૪)
ભગવાનની સ્તુતિ કરતાં તે ગદ્દગદિત થઈ ગયો. તેના હૃદયમાં હર્ષ માતો ન હતો. આવું અત્યંત ભક્તિસભર તેનું હૈયું ને અપૂર્વ સત્ત્વ જોઈને પ્રસન્ન થયેલા કોઈ દેવે કહ્યું કે “હે ભદ્ર ! હું તારી પરમાત્મા પ્રત્યેની ભક્તિ જોઈને પ્રસન્ન થયો છું માટે તું વરદાન માગ.” દેવપાલે કહ્યું કે- “ત્રિલોકના નાથ પરમાત્મા મળ્યા પછી બીજું શું મારે માંગવાનું રહે.” દેવે કહ્યું કે- “કાંઈક તો માંગ.” ત્યારે દેવપાલે કહ્યું કે- “આ ગામનું રાજ્ય મને આપો.” ત્યારે દેવે કહ્યું કે- “આજથી સાતમે દિવસે તને અવશ્ય રાજ મળશે.” દેવ અદૃશ્ય થઈ ગયો. દેવપાલે પોતાના સ્થાને જઈ ભોજન કર્યું.
સાતમે દિવસે તે ગામનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો. પ્રધાન વગેરેએ પંચદિવ્ય પ્રગટાવ્યા. દિવ્ય તો ફરતા ફરતા જ્યાં દેવપાલ ઢોર ચારતો હતો ત્યાં આવ્યા. હાથણીએ દેવપાલ ઉપર કળશ ઢોળ્યો. પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કરીને ગાદીએ બેસાડ્યો. હવે તો દેવપાલ રાજા બની ગયા. પહેલાં પોતે આ જ ગામમાં ઢોર ચરાવનાર નોકર હતો તેથી તેની આજ્ઞા કોઈ
Page #94
--------------------------------------------------------------------------
________________
જિનપૂજા
માનતું નહિં. તેથી તે ખિન્ન થયો. તેણે આ રાજ્ય અપાવનાર દેવને યાદ કર્યો. દેવ હાજર થયો. તેને કહ્યું કે તમે મને રાજ્ય તો આપ્યું પણ અહીયાં મારી આજ્ઞા કોઈ માનતું જ નથી. આમ કેમ થાય છે ! દેવ બોલ્યો કે- “હું કહું તેમ કરો તો સર્વ પ્રજા તમારી આજ્ઞા માનશે. કુંભાર પાસે એક માટીનો મોટો હાથી કરાવો અને તેની ઉપર બેસીને તમે ગામમાં ફરો. પછી તમારી આજ્ઞા બધા માનશે.” દેવપાલ રાજાએ દેવના કહ્યા પ્રમાણે કુંભાર પાસે હાથી જેવડો મોટો માટીનો હાથી કરાવ્યો ને તેની ઉપર બેસી તે નગરમાં ફરવા લાગ્યો. દિવ્ય પ્રભાવ હતો તેથી ગંધહસ્તીની જેમ તે હાથી માર્ગે ચાલવા લાગ્યો. લોકોએ જોયું. તેમને થયું કે રાજા આમ સાવ સામાન્ય લાગે છે, પણ જરૂર દૈવીતત્ત્વ છે. ત્યારપછી બધી પ્રજા દેવપાલની આજ્ઞા માનવા લાગી. દેવપાલે પોતાના પૂર્વના શેઠને પ્રધાનપદ આપ્યું ને પોતે જે પરમાત્માની પૂજાના પ્રભાવે આ સ્થિતિએ પહોંચ્યો. તે અરિહન્ત પરમાત્માના બિમ્બનો મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવી એક નૂતન ભવ્ય પ્રાસાદમાં સ્થાપન કર્યા. પછી રાજા પરમાત્માની ત્રિકાળ પૂજા કરતો ને જિનશાસનની ભાવના પણ કરતો. દેવપાલ પરમાત્માની એકાગ્ર ચિત્તથી પૂજા કરતો હતો. તીર્થંકર નામ ઉપાર્જન કર્યું. પ્રાન્તે યોગ્ય જ્ઞાની ગુરુ મહારાજની દેશના સાંભળીને તેનું મન વૈરાગ્યરસભીનું થયું. તે સંસાર પ્રત્યે ઉદાસીન થયો. ભોગવિલાસનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરીને સુન્દર ચારિત્રની આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગમાં ગયો. જોયુંને પરમાત્માની પૂજાથી પારલૌકિક લાભો કેવા સુન્દર મળે છે. તેનાથી આત્માને સારી મતિ સૂઝે છે, કલ્યાણકારી પ્રેરણા મળે છે, તેથી આત્મસમાધિ ઇચ્છનારે
૮૫
Page #95
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
કરવી.
શ્રી
પરમાત્માની દ્રવ્ય ને ભાવપૂજા અવશ્ય સોમપ્રભાચાર્ય પણ સિન્દૂરપ્રકરણમાં કહે છે, “જિનેશ્વર પરમાત્માની પૂજા કરનાર જે ભવ્યાત્મા છે. રોગ ને ભય ક્રોધે ભરાયા ન હોય તેમ તેની સામે પણ જોતા નથી. ભયભીત થઇને દારિત્ર્ય સદાને માટે તેનાથી દૂરે નાસી જાય છે. રીસાયેલી રામાની જેમ દુર્ગતિ તેને ત્યજી દે છે અને મિત્રની માફક અભ્યુદય તેનો સંગ છોડતો નથી.” આ વાત જિનેશ્વર પ્રભુની પૂજા કરનારને સ્પષ્ટ જણાય છે. માટે પૂજામાં દૃઢ બનવું ને તે તે લાભ પ્રાપ્ત કરવા. ૧૭.
૮૬
१. कदाचिनातङ्कः कुपित ईव पश्यत्यभिमुखं, विदूरे दारिद्र्यं चकितमिव नश्यत्वमुदिनम् । विरका कामदेव त्वति कुगतिः समुद, न मुत्यभ्यर्ण सुहृदिव जिनाच रचयतः ॥
Page #96
--------------------------------------------------------------------------
________________
१८
सत्सङ्ग
( आर्या' )
किमपहरति मालिन्यं ? कुरुते किं सुजनजनगुणाधिक्यम् ? | । रक्षति पथि किं सततं ? सकलेहितकृत् सतां सङ्गः ॥ १८ ॥
भावार्थ -
સત્સંગ
મલિનતાને કોણ દૂર કરે છે ? સજ્જનોમાં પ્રશંસા કોણ કરાવે છે ? માર્ગમાં સતત કોણ રક્ષણ કરે છે ? આ ત્રણનો જવાબ એક જ છે. સકલ ઇચ્છિતને આપનાર સજ્જનોનો સંગ.
१. यस्याः प्रथमे पादे द्वादश मात्रास्तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये चतुर्थे पञ्चदश सार्या ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
८८
આત્મબોધ
વિશદાર્થ :
પ્રાણીમાત્રનું જીવન આમ તો શરૂઆતમાં કોરા ઘડા જેવું, જેવા સંસ્કારો આપવા હોય તેવા આપી શકાય એવું હોય છે. તે જીવનને જેવી સોબત, જેવો સંગ મળે છે તેવું ઘડતર થાય છે. એટલે જ કહેવાય છે કે સોબત તેવી અસર” અને “સંગ તેવો રંગ.”
કહ્યું કે :
सङ्गः सर्वात्मना त्याज्य; स चेत् त्यक्तुं न शक्यते । सद्भिः सहैव कर्तव्यः सतां सङ्गो हि भेषजम् ॥१॥
એ તો કહે છે કે કોઈનો પણ સંગ ન કરવો. કદાચિત્ એમ ન થાય તો સજ્જનોની સાથે જ સંગ કરવો. કારણ કે સજ્જનોનો સંગ-સહવાસ એ ખરેખર ઔષધ છે. સજ્જનો સાથે સંગ કરવાથી જીવન વિશુદ્ધ અને નિરામય બને છે.
જીવનને સુરક્ષિત ને સંસ્કારી રાખવું હોય તો જરૂર સારા પુરુષોનો સંગ કરવો. કારણકે સત્ પુરુષોનો સંગ અત્તરિયાની દુકાન જેવો છે. અત્તરિયાની દુકાને ઇચ્છાએ-અનિચ્છાએ પણ અત્તરની સુવાસ મળ્યા જ કરે છે. જ્યારે કુસંગ કોલસાની દુકાન જેવો છે. જાણે-અજાણે પણ ત્યાં કાળો ડાઘ લાગ્યા વગર રહેતો નથી.
પાણીનું એક નાનું બિંદુ - આમ તો તેની કાંઈ કિંમત જ નથી. તે એમને એમ નાશ પામી જાય છે. એક બિંદુ તો શું એવાં સેંકડો બિંદુઓ તપાવેલા લોઢા ઉપર પડતાની સાથે જ મરણને શરણ પહોંચી જાય છે. એનું નામનિશાન પણ રહેતું નથી. એવાં બિન્દુઓ મોતી જેવાં શોભે છે, એ વાત તમને સમજાય છે ? જોયું છે કોઈ વખત !
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૯
કુદરતી સૌન્દર્ય જોવાની તમને ટેવ હોય તો આવું દૃશ્ય તમારી નજરે ચડશે ને તમે નાચી ઊઠશો. કમળના પત્ર પર પડેલાં બિન્દુઓને જુઓ. દૂરથી જુઓ તમને લાગશે કે મોતીના સાથિયા પૂર્યા છે. પાણીનાં બિન્દુઓ તો એ જ છે. પણ તે મોતી જેવાં ચમકે છે. એ કોનો પ્રતાપ ! કમળના સંસર્ગનો. કમળ નિર્મળ છે-નિર્લેપ છે, સજ્જન છે. તેના સંગથી પવિત્ર પાણીનું બિંદુ ચમકી ઊઠ્યું. પણ તમને કોઈ પૂછે કે પાણીનું બિંદુ મોતી બની જાય ? તમે સહસા એમ કહેશો કે કેવી વાહિયાત વાત કરો છો. પણ સંગનો પ્રભાવ અદ્ભુત છે. ન માની શકાય એવી હકીકત બની જાય છે. સ્વાતિ નક્ષત્ર હોય અને છીપનો સંગ જ્યારે એ પાણીના બિંદુને થાય છે ત્યારે તે જ બિન્દુ મોતી બની જાય છે. આ સર્વ પ્રતાપ સારા સંગનો છે. આ જ વાત ભર્તૃહરિએ કહી છે.
સત્સંગ
संतप्तायसि सस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनी - पत्रस्थितं राजते । स्वातौ सागरशुक्तिमध्यपतितं तज्जायते मौक्तिकं, प्रायेणाधममध्यमोत्तमगुणः, संसर्गतो जायते ॥
સજ્જનોનો સંગ તો પારસમણિ કરતાંયે કેઈ ગુણ ચડિયાતો છે. પારસમણિનો સ્પર્શ લોઢાને થાય એટલે લોઢું સોનું થઈ જાય. પણ કાંઈ પારસમણિ ન બને. ત્યારે સજ્જનના સંગથી તો સજ્જન થવાય.
પ્રદેશી રાજાનું જીવન કેટલું અવળે રસ્તે ચઢી ગયું હતું. નાસ્તિક શિરોમણિ એ રાજા કેશીગણધરના સહવાસ ને સંપર્કથી કેટલો ઊંચો આવી ગયો. નરકે જવાની તૈયારી કરી ચૂકેલો તે
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦
આત્મબોધ
સ્વર્ગે ગયો ને મોક્ષે જશે. શાસ્ત્રમાં સત્સંગ અને કુસંગની અસર ઉપર કરયુગલનું સુન્દર ઉદાહરણ આવે છે. તે આ પ્રમાણે છે.
એક સુન્દર નગર હતું. તેનો રાજા પ્રમાણિક ને નીતિમાન હતો. રાજયનું શાસન સુન્દર રીતે ચલાવતો હતો. તે એકદા વનવિહાર કરવા પોતાના પરિવાર સાથે વનમાં ગયો. ત્યાં વનમાં એક ભિલોની પલ્લી હતી. ભિલ્લો એટલે જગંલમાં વસનારા, જંગલી પશુઓનો શિકાર કરીને જીવન ગુજારનારા, પશુઓની સાથે જીવનનો તાળો મેળવનારા, રસ્તે જતા મુસાફરોને લૂંટવા એમાં એનું જીવન કર્તવ્ય સમાતું. તેઓ પક્ષીઓને પાળતા. તેમાં મુખ્ય પોપટને પાળતા. પોપટ આમ શુકનવંતું પ્રાણી છે. તેની ભાષા તો સ્વભાવે મીઠી, મધુર ને કર્ણપ્રિય હોય છે, પણ આ તો સંગ તેવો રંગ. પલ્લિના ભિલોએ એક સુન્દર પોપટને પાળ્યો હતો. ભિલ્લોના નિત્ય પરિચયે તેના અવાજમાં કઠોરતા ને કર્ણકટુતા આવી ગઈ હતી. ભિલ્લો કોઈ વટેમાર્ગુને જોતા ને તરત જ કર્કશ સ્વરે બોલતા “એલા ! કોણ છે ! ઊભો રહે ! જે હોય તે મૂકી દે ! પછી વાત કર.” આવાં આવાં વાક્યોના નિત્યશ્રવણથી પોપટ પણ એવું જ બોલતાં શીખી ગયો. ભિલ્લો એટલે અસંસ્કારની મૂર્તિ, સંસ્કારનું નામનિશાન તેમના જીવનમાં ગોત્યું જડે નહીં. આવો બેસો કેમ છો ! એવા શબ્દો તો તેમના શબ્દકોષમાં જ ન મળે. શિકાર કરવો, મુસાફરોને લૂંટવા, પ્રાણીઓને રંજાડવા ને માંસ કાચાં ને કાચાં પશુપંખીનાં ખાઈ જવાં એ એમનું જીવન. આવા ભિલોનો નિત્ય સહવાસ બિચારા પોપટને સારું ક્યાંથી શીખવાડે. દુસંગ પ્રાણીના મૂળ સ્વભાવને પણ પલટી નાંખે છે, તેની અસર ખૂબ જલ્દી થાય છે. સારી સોબત ને સારા ગુણો જીવનમાં ખૂબ કષ્ટ આવે છે. તેથી જ સારા
Page #100
--------------------------------------------------------------------------
________________
સત્સંગ સંગને માટે પ્રયત્ન કરવો આવશ્યક છે. રાજાને આવતો જોઈને પોપટ અત્યંત કર્કશસ્વરે મોટેથી બોલવા લાગ્યો, “પકડો ! પકડો ! લાખ જાય છે, કરોડ જાય છે. આ શિકાર છે, લૂટો એને મારો, બહુ દિવસે તક મળી છે. એમ ને એમ કોરા ન જાય. દોડો દોડો.” આવી પુરુષવાણી પોપટને કોણે શીખવાડી ? આ સાંભળી રાજા દંગ થઈ ગયો. રાજા સાથે એના સૈનિક વગેરે હતા, તેથી ભિલ્લોનું કાંઈ ઊપજયું નહીં.
વનમાં આગળ વધતાં રાજા એક પવિત્ર ને તપસ્વી ઋષિના આશ્રમ પાસે આવ્યા. તે આશ્રમના આંગણે પણ પાંજરું લટકતું હતું, આર્યાવર્તના ઋષિ-મુનિઓ એટલે પવિત્રતાની મૂર્તિ, તેજના. ભંડાર ને સમતાના સાગર. એવા તપસ્વીના સહવાસથી પોપટમાં સંસ્કારિતા આવે એ સ્વાભાવિક છે. પોપટે રાજાને જોયા કે તરત જ કોમળ ને મધુર સ્વરે તે બોલવા લાગ્યો કે, ‘માધ્યતા પ્રાપ્યતા, આશ્રમમનક્રિયતામ્' આવા શ્રુતિ-મધુર ને કર્ણપ્રિય સ્વર સાંભળી રાજાને આનંદ ને આશ્ચર્ય થયું. તેણે પોપટને પૂછ્યું કે પેલા ભિલોને ત્યાં તારા જેવો એક પોપટ છે. તે તો ખૂબ કર્ણકટુ સ્વરો બોલે છે. અને હું આવું સુન્દર બોલે છે. આમ કેમ!
ત્યારે પોપટે કહ્યું કે રાજા વાત એમ છે કે - माताऽप्येका पिताऽप्येको, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः स च नीतो गवाशनैः ॥१॥ गवाशनानां स गिरं शृणोति, अहञ्च राजन् ! मुनिपुङ्गवानाम् । प्रत्यक्षमेतद् भवताऽपि दृष्टं, संसर्गजा दोषगुणा भवन्ति ॥२॥
મારી અને તે પોપટની માતા એક જ છે, પિતા પણ એક જ છે. હું મુનિઓ વડે આશ્રમમાં લવાયો ને ભિલ્લો તેને
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૨
આત્મબોધ પલ્લીમાં લઈ ગયા. તે કાયમ ભિલ્લોની વાણી સાંભળે છે. તેથી તે ભિલ્લો જેવી વાણી બોલે છે. હું મધુર ને પ્રિયભાષી મુનિઓની વાણી સાંભળું છું. તેથી હું સંસ્કારી વાણી બોલું છું. પ્રત્યક્ષ જ છે કે ગુણ અને દોષ સંસર્ગથી ઉત્પન્ન થાય છે.
જોયુંને પશુઓ ઉપર પણ સંસર્ગની કેવી ઘાટી અસર થાય છે. તો આપણા ઉપર થાય એમાં શું નવાઈ ? સજ્જનોનો સહવાસ જરૂર ઊંચે લઈ જાય છે. વાલીઆ લૂંટારાનું જીવન કેવું હતું. નારદના થોડા જ પરિચય ને સહવાસથી જીવન કેવું ઊર્ધ્વગામી બની ગયું. તેથી જો જીવન જાગ્રત ને વિશુદ્ધ રાખવું હોય તો સત્સંગ અવશ્ય કરવો. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સદાચારના રક્ષણ માટે ઉત્તમ આત્માઓનો સંગ કરવો. હલકા અને શિથિલોનો સંગ ન કરવો.
“હીણા તણો જે સંગ ન તજે તેહનો ગુણ નહિ રહે, જયું જલધિ જળમાં ભળ્યું ગંગા નીર લૂણપણું લહે.”
સત્સંગનું સામર્થ્ય એવું વિશિષ્ટ છે કે નાનો કીડો પણ પુષ્પના સત્સંગથી પરમાત્માના મસ્તકે ચડે છે. માટે ઉન્નતિ ઈચ્છનારે સત્સંગ સતત કરવો. ૧૮.
Page #102
--------------------------------------------------------------------------
________________
साधुसेवा
(प्रमाणिका') समस्तशास्त्रदर्शनादिदं सुनिश्चितं मया । सदा सदामता मता, हिता हि साधुसेवना ॥ १९ ॥
(भावार्थસાધુસેવા
સઘળા શાસ્ત્રના અભ્યાસ પછી મેં બરાબર નિશ્ચય કર્યો છે કે સજ્જનોને માન્ય એવી સાધુપુરુષની સેવા સદાને માટે ખરેખર હિતકારી
१. प्रमाणिका जरौ लगौ ।
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
આત્મબોધ
વિશદાર્થ :
સાધુ ભગવન્તની સેવા-વૈયાવચ્ચ-એ સમ્યક્ત્વના ત્રણ લિંગમાં એક લિંગ તરીકે આવે છે. કોઈને પણ સાધુ પુરુષની સેવા કરવી હશે તો વિદ્યાસાધકની જેમ સ્વાર્થ-સુખસગવડનો ત્યાગ કરવો જ પડશે. અપ્રમત્તતા ને અર્પણ ભાવના તો હોવી જ જોઈએ. પોતાનું જતું કરીને પણ બીજાનું કરવાની વૃત્તિ હોય તો સેવા થાય. સેવા કરવા માટે માન ને દુગંછાને તો દૂર કરવાં જ પડશે. તો જ સેવા થઈ શકશે. સેવા પણ જેવા તેવાની કરવાથી કાંઈ યથાર્થ ફળ નહીં આપે એટલે તે સીધી ન કહેતાં સાધુસેવા એમ કહ્યું. સાધુ પુરુષ એટલે કંચન-કામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી ને સંસારી આત્મા જે સુખવૈભવને મેળવવા માટે કેટકેટલાયે પ્રયત્નો કરે છે તેવા સુખવૈભવોને તરછોડીને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરનારા, નિર્પ્રન્થ મુનિવરો. આવા પવિત્ર પુરુષોની કરેલી સેવા તે યથાર્થ ફળવતી બને છે. ખરેખર સેવ્ય-સેવા કરવાયોગ્ય સાધુ મહારાજ છે. આજકાલ ‘માનવસેવા એ પ્રભુસેવા' એવાં વાક્યો સાંભળવા મળે છે પણ તેમાં લાભ કરતાં ગેરલાભ ઘણો છે. અનુકંપા-દયા દુ:ખીની કરાય ને સેવા તો પુજ્યની કરાય. માનવસેવાને નામે સ્વાર્થ સાધનારા વિશ્વમાં ખૂબ ગેરવ્યવસ્થા કરે છે. આવાં વચનો જીવને મિથ્યાત્વ તરફ ખેંચે છે.
સેવાનો માર્ગ તો ખૂબ કપરો અને કઠિન છે. સગવડપરાયણ ને અગવડભીરુ આત્મા કદીયે સેવા નહિં કરી શકે. નીતિકારો તો કહે છે કે सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ।
પરમ ગહન એવો સેવાધર્મ યોગીઓને પણ અગમ્ય હોય છે.
–
Page #104
--------------------------------------------------------------------------
________________
સાધુસેવા
૯૫
સેવા તો આમ ઘણાયે ઘણાની કરે છે, પણ બધાને સેવા ફળતી નથી. યોગ્ય ને સુપાત્રની શુદ્ધભાવે કરેલી સેવા અવશ્ય યથાર્થ ફળવતી બને છે. તેને એટલે સેવાને જીવનમાં તાણાવાણાની જેમ ગૂંથનાર સર્વને પ્રિય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સેવા એ તો વગર મંત્રનું કામણ છે, વશીકરણ છે, નહિ તો કદરૂપા અરે ! કદરૂપ તો કેવું તેના ઉપર કોઈ થૂંકવા પણ રાજી નહિં એવું. એવા નંદિષણનાં પણ ઇન્દ્રની સભામાં વખાણ થયાં. એ તો સેવાના જ પ્રભાવેને ! તેની કથા આ પ્રમાણે છે.
નંદિગ્રામ નામનું ગામ છે. ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ વસે છે, તેને સોમિલા નામની સ્ત્રી છે. તેને નંદિષણ નામનો પુત્ર છે. તેને પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુરૂપ-બેડોળ અંગોપાંગ મલ્યાં હતાં. પગથી માથા સુધીનું આખું શરીર અત્યંત કઢંગું હતું. જોતાંવેત લાગે કે બ્રહ્માએ ક્રોધ અને આવેશમાં તેનું શરીર ઘડ્યું હશે. પડતાને પાટું ને દાઝ્યા ઉપર ડામ એમ દૌર્ભાગ્યપૂર્ણ તો હતો જ ને તેમાં અધૂરામાં પૂરું તેનાં મા-બાપ તેને નાની વયમાં મૂકીને ચાલ્યાં ગયાં. મૃત્યુ પામ્યાં. નંદિષેણ એકલો અને અટૂલો, નિરાધાર બની ગયો. દૂરનો એક મામો આવી તેને પોતાના ઘરે લઈ ગયો, પણ ત્યાં એ કોણ એના પર વાત્સલ્ય કરે, શીળો હાથ ફેરવે. ઊલ્ટા તેઓ તેનાં મામા-મામી ને મામાની પુત્રીઓ તો તેનો તિરસ્કાર ને અપમાન કરતાં, છતાં પણ નંદિષણ ઘરનું બધુંયે નાનુંમોટું કામ કરતો. તેથી કામ પૂરતા તેને સાચવતાં. ડગલે ને પગલે થતો તિરસ્કાર તેનાથી સહેવાતો નહતો પણ થાય હું ! તે ઘણીવાર આવા દુઃખનું મૂળ શોધતો, પણ ભલભલા વિચારકો અને ચિન્તકો જ્યાં થાપ ખાય, ત્યાં આ અભણ અને બુદ્ધિશૂન્ય નંદિષણનું શું ગજું !
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬
આત્મબોધ | ગમે તેવા કુરૂપ અને અભણ માનવીમાં પણ કાંઈક વિશિષ્ટતા તો હોય છે. તે વિશિષ્ટતાના જ આધારે તેઓ જીવન જીવતા હોય છે. મંદિરની સેવાવૃત્તિ અને અથાગ પરિશ્રમશીલતા એ તેની વિશિષ્ટતા હતી. મામાનું સઘળુંયે કામ નંદિષેણ કરતો. મળસ્કેથી તે ઘરકામમાં પરોવાતો તે ઠેઠ રાત સુધી તેમાં રચ્યોપચ્યો રહેતો. તેના મામા પણ તેની ઉપર નહિ એટલા તેની સ્કૂર્તિ ને આળસ વગરની સેવા ઉપર પ્રસન્ન રહેતા.
આવા શ્રમજીવી નંદિષણને ઘેર જ રાખવો હોય તો એક છોકરી તેની સાથે પરણાવું તો તે અહીં કાયમ માટે ટકી રહેશે. એમ વિચારી પોતાની સાત પુત્રીઓને બોલાવીને વાત કહી, ત્યારે સાત પુત્રીઓ એકી અવાજે બોલી ઉઠી કે આ નંદિષેણ, જેનામાં રૂપ-બુદ્ધિ કે સંસ્કારનો છાંટો યે નથી તેની સાથે અમે કદીયે લગ્ન નહિં કરીયે. તેના કરતાં તો આપઘાત કરીને મરી જઈશું.
આ વાતની નંદિપેણને જયારે જાણ થઈ ત્યારે તેને મામાને ત્યાં પોતાની શું કિંમત છે તે સમજાયું. સ્વમાન અને ગૌરવને ઝંખતા નંદિષણને મામાનું ઘર કારાગાર જેવું લાગ્યું. જ્યાં હું કુરૂપ-જડ-મૂર્ખ-સંસ્કારહીન ગણાઉં છું ત્યાં રહેવાથી શું ! એવો વિચાર કરી રાતના એકલો કોઈને કહ્યા વગર તે ઘરમાંથી નીકળી ગયો. સવારે મામાએ જાણ્યું કે નંદિષેણ ઘરમાંથી ચાલી ગયો છે-છતાંયે તપાસ પણ ન કરી ને જે થયું તે સારું થયું એમ માની તેને ભૂલી ગયા. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય નંદિષેણને કોઈ આધાર કે આલંબન ન હતું. એમ ને એમ ધૂનમાં ને ધૂનમાં તે ચાલવા લાગ્યો. હવે તો આપઘાત સિવાય
Page #106
--------------------------------------------------------------------------
________________
સાધુસેવા
બીજો એકકે આરો નથી. તેથી તેણે એક મોટા પર્વતની ટોચે જઈ, નીચે પડીને પ્રાણનો અંત લાવવાનો નિર્ણય કર્યો ને તે પર્વત પર પહોંચ્યો. ત્યાં તેને સ્વજનનો સ્નેહ-સ્વર સંભળાયો. તે વેળા નજીકમાં કાયોત્સર્ગે રહેલા એક મુનિ મહારાજે તેને આમ કરતાં જોયો અને તેને આપઘાત કરતો અટકાવીને કારણ પૂછ્યું.
62
તેણે કહ્યું કે “ભગવન્ ! દુનિયાથી હું કંટાળ્યો છું. રાત દિ' મજુરી કરવા છતાં કોઈનેય મારી કદર નથી. જીવન અકારું અને અસહ્ય થઈ ગયું છે. જીવન અને દુનિયાથી છુટકારો મેળવવા માટે આ સિવાય બીજું હું શું કરું.” એ સાંભળીને મુનિરાજે તેને ઉપદેશ આપ્યો કે આપઘાતથી આત્માને મહાનિકાચિત કર્મ બંધાય છે. શરીરનો અંત આણવાથી દુઃખનો અંત આવતો નથી. દુઃખનું મૂળ કારણ તો કર્મ છે. કર્મના અંતથી દુઃખનો અંત આવે છે. અને કર્મનો અંત ચારિત્રની આરાધના કરવાથી થાય છે. માટે દુઃખ દૂર કરવું હોય તો સંયમ લઈને આરાધના કરવી જોઈએ. આ ઉપદેશે નંદિષણને નવું જીવન આપ્યું. તેના જીવનમાં ઉત્સાહ અને ચેતના પૂરાયાં. તેણે ચારિત્ર સ્વીકાર્યું. અને તેનું પાલન નિર્મળપણે કરવા માંડ્યું
આમ નંદિષણ શ્રમરત ને સહનશીલ તો હતા જ, હવે છઠ્ઠને પારણે આયંબિલ ને ઉપર છઠ્ઠ એમ નિરંતર કરવા માંડ્યા. જેવા તપમાં આગળ વધ્યા તેથી યે બમણા વેગથી સેવામાં પણ પાવરધા બન્યા. પોતાના દેહની પરવા કર્યા વગર બીજાને સુખસગવડ ને શાંતિ આપવી એ એમનો જીવનમંત્ર. કોઈ પણ ગ્લાન સાધુની સેવા કરવી એ એમને મન આનંદની વાત. ખૂબ ઉત્સાહ ને ઉલ્લાસથી બધાયે સાધુની સેવા કરતા. કોઈદિ સેવાનો લાભ ન મળે તો મનમાં થાય કે આજ તો કાંઈ
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
આત્મબોધ
લાભ ન મળ્યો. ધીમે ધીમે નંદિષેણની સેવાનાં શ્રમણ સંઘમાં ચારેકોર વખાણ થવા લાગ્યાં. નંદિષેણ એટલે મૂર્તિમંત મેવા. સોનાની કસોટી થાય. સત્યની પરીક્ષા થાય.
આ પ્રશંસા તો દેવલોકમાં પહોંચી ને સૌધર્મ સભામાં ઈન્દ્ર મહારાજે દેવો આગળ નંદિષેણની સ્વમુખે પ્રશંસા કરી. બે દેવને તેમાં વિશ્વાસ ન બેઠો ને પરીક્ષા કરવાનું મન થયું. પરીક્ષા પણ એવી કપરી કે કાચોપોચો તો નાસી જ જાય. પણ નંદિષેણ તો નંદિષેણ. પરીક્ષા કરનારની પરીક્ષા થઈ જાય. એવું એમણે કરી બતાવ્યું. - છઠ્ઠને પારણે ગૌચરી લાવી, પચ્ચખાણ પારીને વાપરવાની તૈયારી કરતા હતા ત્યાં એક મુનિ હાંફળા-ફાંફળા દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે “નગરની બહાર એક વૃદ્ધ સાધુ અતિસારના વ્યાધિથી પીડાય છે. અમે તમારું નામ સાંભળીને તો અહીં આવ્યા છીએ પણ નંદિષેણ દેખાય છે જ ક્યાં. લોકો કહે છે કે- “નંદિષેણ સેવાપરાયણ છે પણ આજે ખાત્રી થઈ કે આ તો દંભ છે. નહિ તો સાધુ રોગથી પીડાતો હોય અને ખરો સેવાભાવી આમ ખાવામાં સમય બગાડે ખરો !”
બસ. કોઈ સાધુ બીમાર છે એટલું સાંભળતાં જ નંદિષેણે ગોચરી આઘી મૂકી ને ગ્લાન સાધુ માટે પાણી લેવા ગામમાં ગયા. પણ દેવે બધા ઘરે પાણી ન ખપે એવું કરી દીધું. ઘણાં ઘરે ફર્યા પછી એક ઘરે ખપે એવું જલ મળ્યું, તે લઈને નગરની બહાર ગ્લાન મુનિ પાસે તેઓ આવી પહોંચ્યા. આવતાંની સાથે જ વૃદ્ધ અને રોગી મુનિએ નંદિષણને ઉઘડા લીધા, “ગ્લાન મુનિઓની માવજત કરનાર નંદિષેણ મુનિ તમે જ કે ! ક્યારનો ય તમારી
Page #108
--------------------------------------------------------------------------
________________
સાધુસેવા
૯૯ વાટ જોતો અહીં હેરાન થાઉં છું. આટલી બધી વાર હોય. આવો સેવાભાવ તે હોય ! તમને બોલાવવા પડે ખરા ! અને બોલાવવા મોકલ્યા પછી કેટલી બધી વારે મોઢું બતાવો છો ! આવો પ્લાન મુનિનો પુણ્યપ્રકોપ સાંભળતા છતાં નંદિષેણ એક અક્ષર પણ ન બોલ્યા. સેવા તો મૌન જ રહે !”
“થોડો વિલંબ થઈ ગયો મને ક્ષમા આપો” નંદિષેણે ઉત્તર વાળ્યો. મનમાં જરાયે ગ્લાનિભાવ ન આવ્યો. એ તો પેલા પ્રાસુક જલથી અતિસારથી પીડિત મુનિના અતિસારને લીધે ગંદા બનેલા અવયવોને સાફ કરવા લાગ્યા. શરીર શુદ્ધ થયા પછી નંદિપેણ મુનિને વિનંતિ કરી કે, “આપ ઉપાશ્રયે પધારો ત્યાં આપની સેવાશુશ્રુષા બરોબર થશે. જરાયે અશાતા નહિ થાય ને આપની સેવાનો લાભ મળશે.” આ સાંભળતાવેત પેલા વૃદ્ધ ને ગ્લાન મુનિ તાડૂક્યા. “નંદિષેણ ! તને મારી પરિસ્થિતિનું લગારે ભાન નથી લાગતું ! તું કોને કહે છે ! મારે ઘડીએ ધડીએ મળત્યાગ કરવો પડે છે. શરીર સાવ અશક્ત અને જીર્ણ થઈ ગયું છે ને એવાને તું ચલાવીને ઉપાશ્રયે લઈ જવાની વાત કરે છે. કાંઈ બુદ્ધિ છે કે નહિ.” તરત જ વિનીતભાવે નંદિષેણે મુનિને કહ્યું, “મારી ભૂલ થઈ. આપને વાંધો ન હોય તો મારે ખભે બેસી જાઓ, હું ઉપાશ્રયે લઈ જઈશ.” “તો મારી ના નથી” મુનિએ સંમતિ આપી.
છઠ્ઠનું પારણું પણ નથી કર્યું એવા નંદિષેણ, બીમાર ને બિસ્માર મુનિને પોતાની કાંધ ઉપર બેસાડીને ઉપાશ્રય તરફ ચાલ્યા. એક જગ્યાએ નંદિષેણનો પગ લથડ્યો. તરત બાણ છૂટ્યું.
“જરાક તો ભાન રાખ ! આવી રીતે રોગીને શા સારુ ત્રાસ આપે છે.”
Page #109
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
નંદિષણની ધીરજ જરીયે ખૂટતી નથી. થોડા વધુ સાવધ બનીને ગામની વચ્ચમાં આવ્યા ને ખભા પર બેઠેલા મુનિએ નંદિષેણ પર મળત્યાગ કર્યો. અતિસારનો વ્યાધિ, ચીકણોને દુર્ગંધ વછૂટતો મળ. નગરનો મધ્ય વિભાગ, આવું બધું હોવા છતાં નંદિષેણના મનમાં કંટાળો કે સૂગ આવતી નથી. આવા પ્રસંગે સગી મા પણ બાળક પર રોષ કરે, ગુસ્સે થઈ જાય, પણ
આ તો મનને સમભાવે સમજાવે છે કે બીમાર રોગીનો શો દોષ ? રોગ જ એવો છે ને તેમાં પણ અવસ્થા. આ મુનિને જલદી આરામ થઈ જાય એવું કરું. નંદિષેણે ખૂબ શાંતભાવે આ મળ પરીષહને સહન કર્યો. મૂળ પોતે બ્રાહ્મણ, શૌચપવિત્રતાને ખૂબ માનનારા, છતાં યે લેશમાત્ર ઘૃણા ન કરી. ઉપાશ્રયે પહોંચ્યા.
૧૦૦
વૈયાવચ્ચમાં ને સેવાભાવમાં નિશ્ચળ જાણી દેવો પ્રત્યક્ષ થયા. નંદિષણની સુરાચલ જેવી અડગ સેવાવૃત્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયા. બધી વાત કરી અને ઇન્દ્રે કરેલી પ્રશંસા યથાર્થ ને સત્ય છે એ કહ્યું. વંદના કરી ક્ષમા માગી, દેવો સ્વર્ગે ગયા. નંદિષેણ બાર હજાર વર્ષ ચારિત્ર પાળી સાતમા મહાશુક્ર દેવલોકમાં દેવ થયા. દેવલોકથી ચ્યવીને સૌરીપુરમાં અંધક વૃષ્ણી રાજાને ત્યાં સુભદ્રા નામની રાણીથી દશમા રૂપરૂપના અંબાર વસુદેવ થશે.
જોયુંને ! સેવા કેવી અદ્ભુત દેવી છે ! તેનો આશ્રય જે કરે છે તે કેવો જગત્માં ખ્યાતનામ થાય છે ને પરભવમાં સુંદર સુખોને મેળવે છે. માટે સાધુપુરુષોની સેવા-ભક્તિ અવશ્ય કરવી. ૧૯.
Page #110
--------------------------------------------------------------------------
________________
जिनेश्वरैर्गणीश्वरैर्मुनीश्वरैरपाकृता, रतीशरूपतुल्यरुपधारकैरियं रतिः । विरक्ततामुपास्य कर्ममर्म सन्निहत्य साध्वनन्तमन्तकान्तकृत् समन्ततोऽमृतं वृतम् ॥ २०॥
ભાવાર્થ -
(२०
विरतिरति
(પદ્મશ્ચરામરમ્)
વિરતિમાં રુચિ
કરનારા
કામદેવ સામન રૂપને ધારણ જિનેશ્વરો, ગણધરો, અને આચાર્યો રતિને દૂર કરીને કર્મના મર્મને મૂળમાંથી હણીને સર્વ પ્રકારે યમરાજના અંતને કરનાર એવા અનંત મોક્ષને સારી રીતે પામ્યા છે. એથી દરેક મોક્ષાભિલાષી પ્રાણીએ વિરતિની ઉપાસના કરવી જોઈએ.
१. प्रमाणिकापदद्वयं वदन्ति पञ्चचामरम् ।
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આત્મબોધ વિશદાર્થ:
અનાદિકાળથી વિષયો અને કષાયોમાં રચ્યાપચ્યા રહેતા આત્માને તેનાથી છોડાવી ધર્મ-તપ-ત્યાગને માર્ગે જોડવો તેનું નામ વિરતિ. જીવનમાં વિરતિ આવે એટલે પાપોને આવવાના રસ્તા બંધ થઈ જાય. નવું પાપ આવે નહિ અને જૂનું પાપ હોય તો વિરતિના બળે ક્ષીણ થઈ જાય; એટલે આપોઆપ મોક્ષ હાજર થાય. કેવો પ્રતાપ ને પ્રભાવ છે આ વિરતિનો. આમ તો સંસારના સઘળાયે પદાર્થોમાં વિરતિની પ્રેરણા ભરી છે. કોઈ દિવસ સાયંકાળે પશ્ચિમાકાશમાં ખીલેલી સંધ્યાને જોઈ છે ? તે સમયે રંગોની ઉજાણી કરવા વાદળો દોડધામ કરી રહ્યાં હોય છે, છૂટે હાથે વાપરો તોયે કદીયે ન ખૂટે એવા અનેકવિધ રંગોનાં કુંડા રેલાતાં હોય છે. તેમાંથી ભાતભાતનાં ચિત્રો જન્મે ને વિખરાય. આ દશ્ય એટલું બધું મનમોહક હોય છે કે આપણને થાય કે બસ, મટકું માર્યા વગર જોયા ને જોયા જ કરીએ. આંખને જરીયે તૃપ્તિ ન થાય એવાં દશ્યો ઊભરાતાં હોય છે. હવે એ જ દશ્ય વિરતિની આંખે જોશો તો એ રંગબેરંગી દશ્યોમાં અને સંસારના ભોગવિલાસમાં કાંઈ અંતર નહિં દેખાય. આપણી ચર્મચક્ષુથી જે કાંઈ દેખાય છે, તે બધું પેલા વાદળાના રંગ જેવું જ નશ્વર ને ક્ષણજીવી છે. કહ્યું છે કે
अनित्यं संसारे भवति सकलं यन्नयनगम् ।
પછી એ ઈન્દ્ર કે ચક્રવર્તીની ટોચની સુખ-સમૃદ્ધિ અને વિશાળ વૈભવ હોય કે રંકની ઝૂંપડી હોય બધુંયે ચમકદાર ચપલ વીજળી જેવું જ વિનશ્વર.
प्रसरति विषयेषु येषु रागः परिणमते विरतेषु तेषु शाकः । त्वयि रुचिरुचिता नितान्तकान्ते! रुचिपरिपाकशुचामगोचरोऽसि ॥१॥
Page #112
--------------------------------------------------------------------------
________________
વિરતિરતિ
૧૦૩ જે શબ્દાદિ વિષયોમાં રાગ થાય છે તે જ વિષયો જ્યારે દૂર થાય છે ત્યારે શોક થાય છે. એટલે વિષયોના રાગની સાથે શોક અવયંભાવી છે જ. એ જ રાગ પરમાત્માની સાથે કર્યો હોય તો કદીયે શોક આવે જ નહિ, કારણ કે પરમાત્મા શાશ્વત છે-શોક રહિત છે. પરમાત્મા સ્વરૂપ વિષયનો વિયોગ થવાનો જ નથી એટલે શોક પણ નહિં. વિષયોનો રાગ એકલા શોકને જ નથી આણતો, સાથે સાથે અનિષ્ટ ઉદાસીનતાને પણ લાવે છે. આ શોક ને ઉદાસીનતા ન જોઈતી હોય તો વિરતિનો આશ્રય કરો. વિરતિને ત્યાં શોકે નથી ને દુઃખે નથી. વિષયનો નાશ તો અવશ્ય થવાનો જ છે. હવે જો તમે વિષયોને નહિ છોડો તો વિષય તમને છોડી જશે અને તે તમને ભારે પડશે. તેના અભાવમાં પારાવાર શોક થશે. જો તમે તે વિષયોને જાતે જ છોડી દેશો તો ખૂબ સુખનો અનુભવ થશે. વૈરાગ્ય-વિરતિ નિર્ભયતાનું પરમ સ્થાન છે. જીવે તેનામાં-વિરતિમાં રતિ-રુચિ કરવી. અનંતા જિનેશ્વરો-ગણધરો પણ રતિને છેહ દઈ વિરતિનો સંગ કરી નિ:સંગ અવસ્થાને પામ્યા છે.
શિવકુમારને વિરતિમાં કેટલી તીવ્ર રતિ હતી. વિરતિ ન મળી તેથી માવજીવ સુધી છઠ્ઠને પારણે આયંબિલ કર્યા. તેનો વૃત્તાન્તઆ પ્રમાણે છે.
ચરમકવલી શ્રી જંબૂસ્વામિનો પૂર્વભવ વિદ્યુમ્માલીદેવ અને તેના પૂર્વભવમાં તેઓ શિવકુમાર હતા. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વીતશોકા નામની સુન્દર નગરી હતી. રાજા પદ્મરથ તે નગરીનું શાસન સુન્દર કરતો હતો. તેને વનમાલા નામની પટરાણી હતી. તેણે એક અતિ રૂપવાન પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શિવકુમાર એવું રાખ્યું. કલાચાર્યની પાસે તે સઘળીયે કલાઓ શીખ્યો. અનુક્રમે તે યૌવન વય
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આત્મબોધ પામ્યો. રાજાએ રાજકુળમાં ઉત્પન્ન થયેલી ઘણી કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. દોગંદક દેવની જેમ તે સુખમાં કાળ પસાર કરવા લાગ્યો. વર્ષો દિવસોની જેમ પસાર થવા માંડ્યા. સુખમાં-આનંદમાં સમય ખુબ વેગથી વીતે છે.
એકદા પોતાની પ્રાણપ્રિય પત્નીની સાથે ઝરુખામાં શિવકુમાર બેઠો હતો, તે વેળા સાગરદત્ત નામના એક મુનિમહારાજને તેણે જોયા. જેઓ શિવકુમારના પૂર્વભવમાં તેઓના વડીલબંધુ હતા. એટલે કે ભવદત્ત એ મોટાભાઈ અને ભવદેવ એ નાના ભાઈ. ભવદત્ત સ્વર્ગે ગયા ને ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણીનગરમાં વજદત્ત નામના ચક્રવર્તીને ત્યાં યશોધરા નામની રાણીની કુક્ષિએ સાગરદત્ત તરીકે ઉત્પન્ન થયા.
પૂર્વભવની આરાધનાના પ્રતાપે થોડા જ કાળમાં સઘળીયે કલા ને શાસ્ત્રમાં પારંગત થઈ ગયા. અનુક્રમે યૌવન પામ્યા. માતાપિતાએ રાજકન્યા સાથે પરણાવ્યા. એકદા સાયંકાલે આકાશમાં સુન્દર નયનરમ્ય મેઘમંડળ જોયું. તે પોતાનું રંગકૌશલ્ય બતાવવા માટે ગગનવિહારી વાદળોએ અસંખ્ય ચિત્રો આલેખ્યાં ને ચિતારો જેમ રાજાને રીઝવવા માટે એક પછી એક ચિત્ર દોરે તેમ દોરવા માંડ્યાં. ક્યાંય સુધી સાગરદત્ત આ વાદળોની રંગલીલા જોઈ રહ્યા. થોડી જ વારમાં એ રૂપાળાં ચિત્રો વિલાઈ ગયાં-વિખરાઈ ગયાં ને સાગરદત્તના મનમાં ચમકારો થયો.
આ ચિત્રો જેમ ક્ષણિક છે તેમ આ શરીરથી માંડીને સઘળુંયે અનિત્ય-અસ્થિર છે. એવા સુખ-વૈભવથી સર્યું. સંસારથી વિરક્ત થયેલા સાગરદત્ત પ્રવ્રજયા લેવાનો દઢ સંકલ્પ કર્યો. માતા-પિતાને
Page #114
--------------------------------------------------------------------------
________________
વિરતિરતિ
૧૦૫ વાત કરી. માતાપિતાએ કહ્યું: “યૌવનમાં તો ભોગો ભોગવો, પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજો.” પણ સાગરદત્તની દૃઢતા જાણીને માતાપિતાએ અનુમતિ આપી.
સાગરદત્તે સાગરાચાર્ય મહારાજ પાસે પ્રવ્રજ્યાને ગ્રહણ કરી. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને ગ્રહણ કરી સાગરદત્ત શ્રતના પારગામી થયા. ચૌદપૂર્વધર થયા. ખૂબ તપસ્યા કરતાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે વિહાર કરતા આ સાગરદત્ત મહર્ષિ વીતશોકા નગરીમાં પધાર્યા. માસક્ષમણને પારણે સાગરદત્તમુનિ કામસમૃદ્ધ નામના સાર્થવાહને ત્યાં લાભ આપવા પધાર્યા. સાર્થવાહે તપસ્વી મુનિને વહોરાવ્યું. સુપાત્રદાનના પ્રભાવે આકાશમાંથી વસુધારા થઈ. શિવકુમારે આ સાંભળ્યું ને તેને ઘણું આશ્ચર્ય થયું. તે તો તે મુનિ પાસે પહોંચી ગયો. મુનિરાજને વંદન કરી તેમની પાસે કમલની પાસે રાજહંસ બેસે તેમ બેસી ગયો. સાગરદત્ત મુનિએ ધર્મદશના સંભળાવી. સંસારની અસારતા પણ સમજાવી. દેશના સાંભળીને શિવકુમારના સ્ફટિક-નિર્મળ મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે સાગરદત્તમુનિને પૂછયું, કે- “આપને જોઈને મને હર્ષ ને સ્નેહ કેમ થાય છે, તેમાં શું શું કારણ છે?”
મુનિએ અવધિજ્ઞાનથી જોયું અને કહ્યું કે- “પૂર્વભવમાં તું મારો નાના ભાઈ હતો. તારી અનિચ્છાએ પણ મેં તને પરલોક સુધરે એ બુદ્ધિએ દીક્ષા અપાવી હતી. ત્યાંથી આપણ બંને દેવલોકમાં દેવ થયા હતા. ત્યાં પણ આપણ બંનેને પરસ્પર પ્રીતિ હતી. આ ભવમાં તું પદ્મરથ રાજાનો પુત્ર શિવ થયો ને હું વજદત્ત ચક્રીનો પુત્ર સાગરદત્ત થયો. એટલે પૂર્વભવના સંબંધને કારણે તને સ્નેહ અને હર્ષ થાય છે. શિવે કહ્યું કે પૂર્વભવમાં મારી અનિચ્છાએ પણ આપે પ્રવ્રજ્યા અપાવી હતી તો આ ભવમાં પણ મને લોકયહિતકારી દીક્ષા આપો, હું મારાં
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આત્મબોધ
માતાપિતાને પૂછીને આવું, ત્યાં સુધી મારી ઉપર કૃપા કરી આપ અહીં સ્થિરતા કરો.
શિવકુમારે ઘેર જઈને માતાપિતાને કહ્યું કે “આજે મેં સાગરદત્તમુનિની દેશના સાંભળી. તેમની કૃપાથી સંસારની અસારતા સમજાઈ. હું સંસારથી વિરક્ત થયો છું. સંસારમાં ચારેકોર-ચોપાસ આગ લાગી છે. સઘળોયે સંસાર વિષય કષાયની જવાળામાં ભડકે બળે છે. સંયમ જ શાંતિ ને સુખનો ઉપાય છે. મારું મન સંસારથી ઊતરી ગયું છે. તેથી આપ પ્રવ્રજ્યા લેવાની અનુમતિ આપો.”
માતાપિતાએ કહ્યું કે- “જો અમારી ઇચ્છાપૂર્વક તું કાર્ય કરવા ચાહતો હો તો અમે તને રજા આપતા નથી. તું વૈરાગ્યથી ભલે અમને પરાયા માને પણ અમે તો તને અમારો જ માનીએ છીએ.” શિવકુમારના મનમાં મંથન જાગ્યું. એકબાજુ માતપિતાની રુચિ અને બીજી બાજુ પોતાની તીવ્ર વૈરાગ્ય ભાવના. એ બંનેનો મેળ કોઈ રીતે ખાય એવું ન લાગ્યું. એટલે ભાવથી સાગરદત્ત મુનિના શિષ્ય તરીકે સંકલ્પ કરીને, કોઈપણ પ્રકારની સાવઘ પ્રવૃત્તિ ન કરવાનો નિશ્ચય કર્યો ને પોતાને આવાસે રહ્યા. ભોજન કરવાનો સમય થયો પણ શિવકુમારે ભોજન ન કર્યું. માતપિતાએ ખૂબ ખૂબ કાલાવાલા કર્યા પણ જરી પણ રીસ વગર શિવકુમારે કહ્યું કે- “મને ખાનપાનમાં રુચિ નથી.” સાંભળીને માતપિતા ઉદ્ગવિગ્ન ને ચિંતિત થઈ ગયાં. બસ અહીંયાં જ વિરતિ ને રતિનું યુદ્ધ જામે છે. એક બાજુ અપાર મમતા ને અગાધ વાત્સલ્ય વરસાવતાં માતપિતા, પોતને માટે પ્રાણ પાથરવા તૈયાર, રૂપમાં રતિને પણ શરમાવે એવી સ્ત્રીઓ, સંસારના કેટલાય આત્મા જે સુખવૈભવ મેળવવા માટે ઘોર તપ આચરે અને ભલભલાને પણ જે સુખસમૃદ્ધિ જોઈને
Page #116
--------------------------------------------------------------------------
________________
વિરતિરતિ
૧૦૭
નિયાણું કરવાનું મન થઈ જાય એવો રાજવૈભવ. તો બીજી બાજુ સાગરદત્ત મુનિની દેશના અને વિરતિ સ્વીકારવાની અદમ્ય ભાવના. કેટલી ધીરજ ને મક્કમતા રાખવી પડે. આવાં વિરતિ ને રતિનાં યુદ્ધો જયારે સંસારમાં જાગે છે ત્યારે વિજયશ્રી તો વિરતિને જ વરે છે. અન્તમાં વિરતિ જ જીતે છે. કોઈપણ હિસાબે શિવકુમાર ભોજન લેતા નથી ત્યારે પદ્મરથ રાજાએ દઢધર્મ નામના શ્રેષ્ઠિપુત્રને નગરમાંથી બોલાવ્યા અને કહ્યું કે- “મારો પુત્ર ભોજન કરતો નથી. તમે કોઈપણ રીતે તેને ભોજન કરાવો તો અમારી ઉપર મોટો ઉપકાર થશે.” દઢધર્મે તે વાત સ્વીકારી. ચકોર ને વિચક્ષણ એવો દઢધર્મા શિવકુમારની પાસે ગયો. નિસ્ટિહિ કહીને ઓરડામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ઈરિયાવહી કરી ભૂમિને ઉત્તરીય વસ્ત્ર વડે પ્રમાજીને શિવકુમારને દ્વાદશાવર્ત વંદન કર્યું. મારી પર કૃપા કરો એમ મોટેથી બોલીને તેની પાસે બેઠો. શિવકુમારે કહ્યું કે- “આ પ્રકારનો વિનય તો સાગરદત્ત મુનિની પાસે મેં જોયો હતો. તે વિનય મારી પાસે કેમ કરો છો ?” શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે“સમ્યગૃષ્ટિનો સમભાવ બધા પ્રકારના વિનયને યોગ્ય છે. જેનું ચિત્ત સમભાવથી ભાવિત હોય તે વંદનને યોગ્ય છે. તેમાં અત્યુક્તિ નથી. હું તો એ પૂછવા આવ્યો હતો કે આપ રસવરાતુરની જેમ ભોજન કેમ લેતા નથી?”
શિવકુમારે કહ્યું કે- ‘વ્રતને માટે માતાપિતાએ અનુમતિ ન આપી તેથી હું ભોજન કરતો નથી, ને ભાવયતિ થઈને ઘરે રહ્યો છું.” શ્રેષ્ઠિપુત્રે કહ્યું, કે “ધર્મઆરાધના દેહને આધીન છે ને દેહ આહારથી ચાલે છે માટે ધર્મની આરાધના કરવા માટે પણ આહારની આવશ્યક્તા છે. મહર્ષિઓ પણ નિરવદ્ય-આહારને ગ્રહણ કરે છે. કારણકે નિરાહાર દેહથી કર્મનિર્જરા શક્ય નથી.”
Page #117
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
શિવકુમારે કહ્યું કે- ‘નિરવઘ આહાર નથી મળતો તેથી ન ખાવું એ ઉત્તમ છે.' શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે- ‘હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ. હું તમને નિરવઘ આહાર લાવી આપીશ.'
૧૦૮
ત્યારે શિવકુમારે કહ્યું કે- ‘હું છટ્ઠ કરીશ ને પારણે આયંબિલ કરીશ.' શ્રેષ્ઠિપુત્ર શિવકુમારનો યોગ્ય વિનય કરે છે. એ પ્રમાણે બાર બાર વર્ષ વિરતિની તીવ્ર ભાવનામાં જ વ્યતીત થયાં પણ માતાપિતાએ અનુમતિ ન આપી. કઠોર તપથી ચારિત્ર મોહનીયકર્મ ક્ષીણપ્રાયઃ થઈ ગયું. આવો સુકોમળ દેહ કેટલું સહી શકે ! ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે શિવકુમાર બ્રહ્મલોકમાં મહાદ્યુતિવાળા વિન્માલીદેવ થયા. શિવકુમારના ભવમાં આરાધેલ ને આચરેલ તપસ્યાના પ્રભાવે જંબૂકુમાર થયા ને અખૂટ સુખ-સંપત્તિને ત્યાગીને દીક્ષા લીધી. તે જ ભવમાં સકલ કર્મનો અંત કરી લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ચરમકેવળી બની શિવપદના સ્વામી બન્યા. કેવો અદ્ભુત પ્રભાવ છે વિરતિનો !
અનાથી મુનિ પણ હજુ આપણને કોલ આપે છે કે વિરતિના સંકલ્પ માત્રથી મારા અસાધ્યને દુઃસાધ્ય રોગો પળવારમાં વિલીન થઈ ગયા. તો તેના ત્રિકરણશુદ્ધ આચરણથી શું ને શું ન થાય !
એ રીતે વિરતિમાં રતિ-રુચિ ધર્મઆરાધનાનો સાર છે. માટે સુખ ને શ્રેયોભિલાષી જીવે રોજ વૈરાગ્ય ધારણ કરવો.
૨૦.
Page #118
--------------------------------------------------------------------------
________________
O
अहिंसाव्रतम्
(तोटकम्) दयया सह यस्य परत्वमहोपरितः प्रणयो दुरितेन समम् । अहितस्य यतश्च हितं भवति, त्यज तं सततं किल जीववधम् ॥ २१॥
(भावार्थ -
અહિંસા વ્રત
દયાની સાથે જેને પરમ શત્રુતા છે અને પાપની સાથે જેને પરમ મૈત્રી છે વળી જેનાથી અહિતનું હિત થાય છે-અહિતને પોષણ મળે છે તે જીવવધનો તમે ત્યાગ કરો.
१. इह तोटकमम्बुधिसैः प्रथितम् ।
Page #119
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
૧૧૦
વિશદાર્થ :
અહિંસા સર્વ ધર્મનો પાયો છે. અહિંસા જે ધર્મમાં હોય તે જ ધર્મ ધર્મ છે. કહ્યું છે કે “યા ધર્મ ના મૂલ હૈ” એ તદ્દન સત્ય છે. થોડી સૂક્ષ્મ ને સ્વચ્છ દષ્ટિથી જોવામાં આવે તો વિશ્વના બીજા ધર્મો જે અહિંસા માને છે, પાળે છે તે; અને જૈન ધર્મ જે અહિંસા માને છે ને પાળે છે તેમાં રૂપિયો ને નવા પૈસા જેટલું આંતરું સ્પષ્ટ દેખાશે. ધર્મનું સ્વરૂપ જણાવતાં વિશેષણોમાં જણાવ્યું છે કે અહિંસા નવળસ્ય અહિંસા એ ધર્મનું લક્ષણ છે. શાસ્ત્રમાં અહિંસાનું સ્વરૂપ જ્યાં આવે છે ત્યાં ત્રસ હોય કે સ્થાવર, સૂક્ષ્મ હોય કે બાદર એમ કોઈ પણ જીવની હિંસા કરાય નહિં. પૂર્ણપણે અહિંસાનું પાલન કરનાર કાચા પાણીનો ઉપયોગ ન કરે, અગ્નિ ન સળગાવે, વાયરો ન ખાય. પાંદડું પણ ન તોડે, કોઈપણ જીવને ત્રાસ, ભય, દુ:ખ કે પરિતાપ ન આપે. મનમાં પણ વિચાર ન કરે કે આનું અહિત થાય. એવું વચન પણ ન બોલે કે બીજાનું દિલ દુઃખાય, કાયાને પણ એવી રીતે કેળવે કે જેથી બીજા જીવને જરી પણ ઈજા ન પહોંચે. આનું નામ અહિંસા. જેઓ અહિંસાનું સાચું સ્વરૂપ નથી સમજતા તેઓ હિંસા ઉપર અહિંસાનું લેબલ-પાટિયું લગાવી દે છે. હિંસા તો અગ્નિની બહેન છે. “હિંસા ભગિની અતિ બૂરી રે વૈશ્વાનરની જોય રે ભવિયા.” હિંસાથી કોઈને કદી યે સુખ નથી સાંપડ્યું. અહિંસાથી દીર્ઘાયુષ્ય અને નીરોગી દેહ તો મળે છે જ પણ ઉત્તરોત્તર ઉચ્ચગતિ પ્રાપ્ત થાય છે. છ ખંડના અધિપતિ સૂભૂમચક્રવર્તિને સાતમી નારકના અતિથિ બનાવનાર હિંસા જ છે. સામાન્ય સ્થિતિમાંથી દામન્નકને; દયા ન કલ્પી શકાય એવી સ્થિતિમાં લઈ ગઈ તે વાત આ પ્રમાણે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
અહિંસા વ્રત
૧૧૧
ગજપુર નામે નગરમાં સુનન્દ નામે એક ભદ્ર પરિણામી કુલપુત્ર સેવક રહેતો હતો. તેને જિનદાસ નામનો એક મિત્ર હતો. તે બંન્નેને પરસ્પર અતિગાઢ મૈત્રી હતી. તેઓ નગર બહાર આવેલા ઉદ્યાનમાં હંમેશાં ફરવા જતા. એકદા ઉદ્યાનમાં ગયા ત્યારે એક જ્ઞાની આચાર્ય મહારાજ પધાર્યા. બંને જણા ત્યાં ગયા ને વંદના કરીને બેઠા. આચાર્ય મહારાજે ઉપદેશ આપ્યો. “માંસ એ અત્યંત અપવિત્ર વસ્તુ છે. જે અહીં માંસ ખાય છે તેને નરકમાં પરમાધામીઓ પોતાનું માંસ ખવડાવે છે.” “માંસભક્ષણથી માનવીનું મન કૂર ને નિર્દય થઈ જાય છે અને માંસ ખાવાથી મહાહિંસાનું પાપ લાગે છે અને તેના કટવિપાકો પરલોકમાં ભોગવવા પડે છે. માટે માંસ ખાવું ન જોઈએ.” ઉપદેશ સાંભળીને સરળ મનના સુનત્યે કદી પણ માંસ નહિ ખાવાનો નિયમ લીધો. જગત માત્રના જીવોને દુઃખ અપ્રિય ને સુખ પ્રિય લાગે છે. મારો આત્મા છે એવો જ આત્મા જગતના જીવ માત્રનો છે. મને દુ:ખ નથી ગમતું તો બીજાને ક્યાંથી ગમે. આવા વિચાર ને વિવેકથી તે કદીપણ કોઈપણ જીવની હિંસા કરતો નહિ.
અનાદિકાળથી ચાલતા સંસારમાં કદીપણ કોઈની એકધારી સ્થિતિ રહી નથી. તે પ્રમાણે દેશકાળ પણ એકસરખા રહેતા નથી. રથના ચક્રની જેમ વિશ્વમાં સુકાળ ને દુકાળ અનુક્રમે આવ્યા કરે છે. ગજપુરનગરમાં મોટો દુષ્કાળ પડ્યો. ચારેબાજુ હાહાકાર મચી ગયો. અન્ન નહિ મળવાને કારણે લોકો માંસ અને માછલાં ખાઈને પ્રાણ ટકાવવા લાગ્યા.
જાણે છઠ્ઠો આરો આવ્યો ન હોય તેવું થઈ ગયું. સુનન્દ તો લીધેલી પ્રતિજ્ઞામાં દઢ હતો. એકદા બાળકને ભૂખે ટળવળતાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આત્મબોધ
જોઈને સુનંદની પત્નીએ કહ્યું, કે “તમે સરોવરમાંથી માછલીઓ લઈ આવો. આમ પાંગળાની જેમ બેસી રહેવાથી કેમ જીવાશે? ત્યારે સુનન્દ કહ્યું કે- “પુણ્યનો ક્ષય કરનારી ને પાપને વધારનારી હિંસા નહિ કરવાનો મારે નિયમ છે.” ત્યારે સ્ત્રીએ કહ્યું કે- “તમને કોઈ સાધુએ ઠગ્યા લાગે છે. પરિવાર દુઃખી થાય છે, મરવા પડ્યો છે છતાં તમે ભક્ષ્ય-ભોજન લાવતા નથી. ભૂખે કુટુંબ મરી જશે. ત્યારે લોકમાં શું મોઢું બતાવશો ?” એમ છતાં તે કાંઈ માન્યો નહિ ને દૃઢ રહ્યો. દેઢતા એ તો કાર્યસિદ્ધિની જન્મદાત્રી છે. તેની પત્નીએ પોતાનાથી ન સર્વે એટલે પોતાના ભાઈઓને કહ્યું. કે- “તમે એને કાંઈ કહો તો ખરા કે કુટુંબ સામે તો જોવે ?” સુનન્દના સાળાઓ આવ્યા ને પરાણે તેમને સરોવરને તીરે લઈ ગયા.
સુનન્ટ દેખાવ પૂરતી જાળ નાંખી ને તેમાં પુષ્કળ માછલાં આવ્યાં પણ તે બધાંને તરફડતાં જોઈને દયાપૂર્ણ તેનું હૈયું દ્રવી ઊડ્યું એટલે પાછાં પાણીમાં મૂકી દીધાં. સાંજ પડીને ખાલી જાળ લઈને તે ઘરે પાછો આવ્યો. બીજે દિવસે પણ એવું જ કર્યું. ત્રીજે દિવસે ગયો ત્યારે જાળ નાંખી તેમાં એક માછલું આવ્યું પણ તેની એક પાંખ જાળની દોરીથી કપાઈ ગઈ હતી, તે તરફડતું હતું. એ જોઈને તેનું અંતર કકળી ઊઠયું. ખાલી જાળ લઈને તે પોતાને ઘરે આવ્યો. બધાને સ્પષ્ટ કહી દીધું કે “હું કોઈપણ હિસાબે સ્વર્ગની સાંકળ ને નરકના દ્વાર સમી હિંસા નહિ કરું. તમને ફાવે તેમ કરો.” એમ કહીને તેણે અનશન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને તે રાજગૃહી નગરીમાં મણિકાર નામના શેઠને ત્યાં સુયશાની કુક્ષિએ અવતર્યો. તેનો જન્મમહોત્સવ ખૂબ ઉત્સાહ ને ઉલ્લાસપૂર્વક ઉજવાયો ને તેનું
Page #122
--------------------------------------------------------------------------
________________
અહિંસા વ્રત
૧૧૩
નામ દામજ્ઞક એવું રાખ્યું. દિવસે દિવસે તે મોટો થવા લાગ્યો. તે આઠ વર્ષનો થયો ત્યારે તેના ઘરમાં મનો ચેપી રોગ થયો. રાજાએ તેના ઘરની આગળ ભીંત ચણાવી દીધી કે જેથી ચેપ ફેલાય નહિં. એ મારિથી ઘરના બધા માણસો મરી ગયા. ફક્ત પુણ્યના પ્રભાવે દામન્નક બચી ગયો, ને કૂતરાએ કરેલી બખોલ વાટે તે બહાર નીકળી ગયો.
ભૂખ્યો થયેલો તે ફરતો ફરતો સાગરપોત નામના એક શેઠના ઘેર ગયો. ત્યાં બે મુનિઓ ગોચરી લેવા આવ્યા હતા. તેમાં મોટા મુનિરાજ સામુદ્રિક જ્ઞાનવાળા હતા. તેમણે દામજ્ઞકને જોઈને બીજા મુનિને કહ્યું કે- “આ છોકરો આ ઘરનો સ્વામી થશે.” ભીંત પાછળ રહેલા શેઠે આ વાત સાંભળીને જાણે વજ પડ્યું ન હોય એવો એ થઈ ગયો. મેં કેટલીયે મહેનત કરીને પ્રાણની પણ પરવા કર્યા વગર સમુદ્રની સફરો કરીને આ ધન એકઠું કર્યું છે. આ સર્વ ધનનો માલિક શું આ રૅક થશે ? બીજને જ બાળી નાંખીએ તો વૃક્ષ ક્યાંથી ઊગે ? એમ વિચારીને લાડવાની લાલચ આપીને તેને ચંડાળ પાસે લઈ ગયો. ત્યાં ખગિલ નામનો એક ચંડાળ રહેતો હતો, તેને આ બાળકનો વધ કરવાનું સોંપ્યું ને ચિહ્ન આપી જવા કહ્યું. સાગરે તો નિરાંતનો દમ ખેંચ્યો. મનમાં થયું કે હાશ ! કાંટો નીકળી ગયો. ખગિલે ભોળા હરણિયા જેવા દામન્નકને જોઈને દયાર્દ્ર થઈને વિચાર્યું કે આ બાળકે એવું શું દુષ્કૃત કર્યું હશે કે મને મારવા સોંપ્યો. મારા જેવો પરધન લાલચુ એવો કોણ હોય કે આવું ક્રૂર કૃત્ય કરવા તૈયાર થાય. મારી બુદ્ધિને ધિક્કાર થાઓ. આવા કુમળા બાળકના વધથી ને તેના પૈસાથી સર્યું. આ બાળક જીવતો હશે તો ઘણું ધન મળશે. એમ વિચાર કરી પોતાની છરી
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આત્મબોધ વડે દામન્નકની ટચલી આંગળીનું ટેરવું કાપીને કહ્યું કે “તારે જીવવું હોય તો અહીંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી જા.” પંહને જોઈને હરણિયું દોડે તેમ આંખો મીંચીને દોડતો દોડતો તે આ જ સાગરપોત શ્રેષ્ઠિનું ગોકુલ હતું ત્યાં આવી પહોંચ્યો. ત્યાં નન્દ નામે રખેવાળ હતો. દામન્નકને જોઈને તેણે પુત્ર ન હોવાથી પોતાના પુત્ર તરીકે રાખી લીધો. ત્યાં તે ખાઈ પીને મોજ કરવા લાગ્યો, યુવાન થયો ને ગોકુળનું કામ સંભાળવા લાગ્યો.
પેલા ખગિલે દામન્નકની ટચલી આંગળીનું ટેરવું સાગરપાતને બતાવ્યું. તે જોઈને સાગર ખુશ થઈ ગયો. એકદા સાગર શેઠ પોતાના ગોકુલે ગયો. ત્યાં આ છોકરાને ધારીધારીને જોયો. ટચલી આંગળી જોઈને નિશ્ચય કર્યો કે નક્કી આ પેલો જ છોકરો છે. ખગિલે માર્યો નથી લાગતો. નન્દને પૂછ્યું કે આ છોકરો ક્યાંથી આવ્યો ? તેનું વૃત્તાન્ત નર્ચે બરાબર જેવું હતું તેવું કહ્યું. સાંભળીને વિચાર્યું મુનિનું વચન ખરે જ સત્ય લાગે છે. હવે શું થશે ! શોક કરવાની કાંઈ જરૂર નથી. ઉદ્યમથી ઈષ્ટ સિદ્ધિ થાય છે. એમ વિચારીને સાગર પોતાના ગામ ભણી ચાલવા લાગ્યો. ત્યારે નર્ચે પૂછ્યું કે “સ્વામી આપ આટલા ઉત્સુક કેમ થઈ ગયા ?” શેઠે કહ્યું કે, “મને એક કામ સાંભરી આવ્યું તેથી ઘરે જાઉં છું.” નન્ટે કહ્યું કે “વાંધો ના હોય તો આ છોકરાને મોકલીએ તે કામ કરી આવશે.”
તે સાંભળીને સાગરે એક લેખ દામન્નકને લખી આપ્યો ને જલ્દીથી જવા કહ્યું. લેખ લઈને દામન્નક રાજગૃહે પહોંચ્યો. નગરની બહાર એક ઉદ્યાન હતું. ત્યાં થાક લાગ્યો હોવાથી રોકાયો ને નિદ્રાધીન થઈ ગયો. તે સમયે સાગરશેઠની પુત્રી વિષા ત્યાં કામદેવની પૂજા કરવા આવી. તેણે આ કામદેવ જેવા
Page #124
--------------------------------------------------------------------------
________________
અહિંસા વ્રત
૧૧૫ રૂપવાળા યુવાનને જોયો. તેની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો લેખ જોયો. ચાલાકીથી ધીરે રહીને તે લેખ લઈ લીધો ને વાંચવા લાગી. તેમાં લખ્યું હતું કે “આવનાર ભાઈને કાંઈપણ વિચાર્યા વગર જેમ બને તેમ જલ્દી વિષ આપી દેજો. હું કુશળ છું.” આ વાંચીને થંકથી આંખના કાજળ વડે વિષ હતું ત્યાં કાનો વધારી દીધો અને લેખ જ્યાં હતો ત્યાં હળવેથી હતો તેમ મૂકી દીધો ને પોતાને ઘેર ગઈ. દામન્નક પણ ઊઠીને સાગરને ઘરે ગયો ને તેના પુત્રને લેખ આપ્યો. સાગરના પુત્ર સમુદ્રદત્તે લેખ વાંચ્યો ને જોષીઓને બોલાવ્યા ને વિષાના લગ્ન માટે મુહૂર્ત પૂછવું. ટીપણું જોઈ જોષીઓએ કહ્યું કે, “આજ સાંજનું સારામાં સારું મુહૂર્ત છે પછી આખા વર્ષમાં આવું મુહૂર્ત નથી આવતું.” આનંદિત થયેલા સમુદ્રદત્તે ખૂબ ઉમંગથી દામન્નક અને વિષાના વિવાહ કર્યા.
આ બાજુ સાગર શેઠ ગોકુળથી પાછા વળ્યા ત્યારે રસ્તામાં સાંભળ્યું કે તમારી પુત્રીનો વિવાહ મહોત્સવ ખૂબ જ સુન્દર થયો. સાંભળીને સાગરને ખૂબ ખેદ થયો. મનમાં વિચાર્યું બીજું ને વિધિએ કર્યું બીજું. જમને ત્યાં મોકલવાનો હતો તે જમાઈ બની ગયો. પુણ્ય પાંસરું હોય ત્યાં અવળું પણ સવળું થાય છે. હજુ પણ ખગિલને કહીને તેનો વધ કરાવું. ભલે મારી પુત્રી દુઃખી થાય. સ્વાર્થ અને દ્વેષ શું શું પાપાચરણ નથી કરાવતા ! સાગર ખડુગિલને ત્યાં ગયો ને ક્રોધના આવેશથી કહેવા લાગ્યો કે તે પેલાને કેમ ન માર્યો, તું મને ઠગી ગયો. ખડુગિલે કહ્યું કે, “ક્યાં છે તે મને બતાવો. અત્યારે પણ તેનો વધ કરી તમારી ઈચ્છા પૂરી કરું.” શેઠે તેને મારવાનો સંકેત ને સ્થળ જણાવ્યું. શેઠ ઘરે આવીને નવાં વરવધૂને કહેવા લાગ્યો કે હજુ સુધી તમે માતાના મંદિરે દર્શન કરવા નથી ગયાં. જેના રૂડા પ્રતાપે તમારો વિવાહ થયો છે. લો આ પૂજાની પોટલી ને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આત્મબોધ જાવ માતાના મંદિરે.” આમ કહીને શેઠ ચાલ્યા ગયા. દામક ને વિષા તૈયાર થઈને માતાના મંદિરે જવા નીકળ્યાં. તે જોઈને શેઠના પુત્ર સમુદ્રદત્તને થયું કે રાત વધતી ચાલી છે. નવદંપતીને માટે પ્રદોષ સમયે બહાર જવું ઈષ્ટ નથી. તેમને બદલે હું જ દર્શન કરવા જઈ આવું. એમ વિચારી સમુદ્રદત્ત પૂજન સામગ્રી લઈ માતાના મંદિરે ગયો અને મંદિરના દરવાજામાં પેસતાં જ પૂર્વના સંકેત પ્રમાણે ખડુગિલે ખગ વડે સમુદ્રદત્તનો વધ કર્યો. આ વાતની સાગરપાતને જાણ થઈ કે તરત જ તેની છાતી ફાટી ગઈ અને તે મૃત્યુ પામ્યો. નિષ્ફળતાનો પ્રત્યાઘાત ઠેઠ મરણને નિમંત્રે છે. આ વેળાએ પણ દામન્નકનું પુણ્ય જાગતું હતું તેથી ત્રીજી વખતના કાવતરામાં પણ તે બચી ગયો. ખરેખર ક્ષત્તિ પુષ્યનિ પુરતિનિ તે નગરના નરવર્મ રાજાએ તેને સાગર શ્રેષ્ઠિની સઘળીયે સંપત્તિનો સ્વામી બનાવ્યો. દામન્નક પણ ખૂબ વિવેકી ને ગુણિયલ હતો. રાજાનું માન સારું જાળવતો તેથી રાજાએ તેને નગરશેઠ બનાવ્યો. ત્યાં અખૂટ સુખને ભોગવીને આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી દેવ થયો. ત્યાંથી મનુષ્યજન્મ પામી પારમેશ્વરી પ્રવ્રજયા સ્વીકારી મોક્ષમા જશે.
જોયું ને ! અહિંસાનાં ફળો કેવાં સુખદાયીને સુંદર આવે છે. જૈન ધર્મનાં સઘળાંયે અનુષ્ઠાનોની પાછળ અહિંસાનો જ સૂર મુખ્ય રહે છે. જૈનધર્મની ગળથુથીમાં જ દયા પડી છે. પગ નીચે કીડી આવે કે તરત નાનો છોકરો પણ બોલશે કે પાપ લાગે. આપણાથી કીડી ન મરાય. દયા સર્વ જીવો પર રાખવી જોઈએ. હિંસાનો ત્યાગ કરીને અને અહિંસાને સદા-સર્વદા સજીવન રાખવી એ જીવનનું પરમ કર્તવ્ય છે. ૨૧.
Page #126
--------------------------------------------------------------------------
________________
सत्यव्रतम्
(પુષ્પિતી) गदितुमनृतमिच्छतीह कामं, कुशलमवाप्तुमहो महाविमूढः । अमृतमपि विहाय जीवितेच्छुः, पिबति विषं विनिपातकृद्विपाकम् ॥ २२॥
ભાવાર્થ
સત્ય વ્રત
આશ્ચર્ય છે કે મૂર્ખશેખર મનુષ્ય સુખ મેળવવા માટે આ વિશ્વમાં અસત્ય બોલવાની ખૂબ ઈચ્છા રાખે છે. તે જીવવાની ઈચ્છાવાળો અમૃતનો ત્યાગ કરીને પરિણામે વિનાશ કરનાર ઝેરનું પાન કરે છે એટલે સત્ય અમૃત છે અને અસત્ય વિષ છે.
१. अयुजि नयुगरेफतो यकारो युजि च नजौ जरगाश्च पुष्पिताग्रा ।
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આત્મબોધ
વિશદાર્થ:
સત્ય વચન એ ઉચ્ચ અને આદર્શ જીવનનું પહેલું પગથિયું છે. જેના જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થાય છે તેને અવશ્ય વચનસિદ્ધિ સાંપડે છે. તમે સત્યને પૂરેપૂરા વળગી રહેશો, ગમે તેવા આકરા સંયોગોમાં કે કપરી કસોટીમાં પણ અસત્યનો આશરો નહિ લો તો તમારા જીવનમાં સત્યની ઝલક કોઈ ઓર રીતે ચમકશે. કદાચ તમને તત્કાલ પૂરતી અસત્યની જીત ને સત્યની હાર લાગશે પણ પરિણામે “સત્યમેવ જયતે' ની પ્રતીતિ થયા વગર નહિ રહે. અસત્ય તમને કદાચ થોડો ઘણો લાભ આપશે. પણ પરિણામે તે દુઃખરૂપ બનશે તે નિશ્ચિત છે. એકવાર સત્યને છોડી થોડા ક્ષણિક લોભથી પરવશ થઈને અસત્યનો આશ્રય કરનાર સદાને માટે સત્યથી દૂર હડસેલાઈ જાય છે.
એક અસત્યને સત્ય ઠરાવવા માટે બીજાં સો અસત્યો કરવાં પડશે. માટે બિલકુલ નીડર બનીને સત્ય જ બોલવું અને તેનો જ આગ્રહ રાખવો. સત્ય એટલે એકવાર બોલ્યા પછી ગમે તેટલી વાર બોલવાનો પ્રસંગ આવે તોય એકસરખું જ સ્વાભાવિક રીતે યાદ કર્યા વગર બોલાય તે સત્ય. અસત્ય જો બોલ્યા હશો ને થોડા સમય બાદ તે વાત પૂછે ત્યારે યાદ કરીને બોલવું પડશે. કારણ કે માયા થઈ તેની પાસે બે વાત થઈ, એક પોતાની વાસ્તવિક વાત અને બીજી બનાવટ કરીને કરી છે તે. એમ બે વાતમાં બનાવટવાળી વાતને યાદ કરવી પડે છે. લોકવ્યવહારમાં પણ તેની આબરૂ-કિંમત ખૂબ ઓછી થઈ જાય છે. બીજા વિશ્વાસ પણ મૂકતા નથી. પછી કોઈકવાર તે સત્ય બોલ્યો હોય તો પણ તેનું સત્ય માનવા કોઈ તૈયાર નથી થતું. એ રીતે જીવન જીવવામાં ઘણાં અપમાન ને અવહેલના સહન કરવો પડે
Page #128
--------------------------------------------------------------------------
________________
સત્યવ્રત
૧૧૯ છે. એક જ અસત્ય કેટલી હદની તારાજી સર્જે છે ! ને સત્ય વચનથી પ્રારંભમાં તેની કસોટી થાય, સહન કરવું પડે. પણ પરિણામે તેની પ્રતિષ્ઠા એટલી બધી જામી જાય કે લોકો તેના વચન ઉપર પલ્સ પાથરવા તૈયાર થઈ Qય છે. એક જ અસત્યના આશ્રયથી વસુરાજા નરકે ગયો. ગમે તેટલા ભય બતાડવા છતાં અરે ! યાવત પ્રાણાન્તનો ડર દેખાડવા છતાં કાલકસૂરિ મહારાજ અડગ રહ્યા. સત્યને જ વળગી રહ્યા.
તે રોચક વાત આ પ્રમાણે છે.
તુરમણી નામની નગરીમાં કાલક નામે બ્રાહ્મણ રહેતો હતો. સ્વભાવે વિનીત હતો. તેને ભદ્રા નામની બહેન હતી. તેને દત્ત નામનો પુત્ર હતો. કાલકે ગુરુમહારાજના ઉપદેશ શ્રવણથી દીક્ષા લીધી. દત્ત ઊપર કોઈ છત્ર રહ્યું નહિ. કહેનાર ટોકનાર ન હોવાથી તે જેમ ફાવે તેમ સ્વછંદ રીતે વર્તવા લાગ્યો. ઊગતી વયમાં સારા માર્ગે દોરનાર ન મળે તો જીવન વિચિત્ર ને વિષમ થઈ જાય છે. દત્તનો મિત્ર પરિવાર સ્વૈરવિહારી હતો, એટલે દિનાનુદિન વ્યસની અને મનસ્વી જીવન બેકાબૂ વધતું ગયું. યોગાનુયોગ તે નગરના રાજા જિતશત્રુને ત્યાં સેવક તરીકે રહેવાનો યોગ દત્તને મળી ગયો. હોશિયારીથી આગળ વધતાં તે પ્રધાનપદ સુધી પહોંચી ગયો.
કસ્માત્ તવ્યપર્વો નીવ: પ્રાયેળ, તુરૂદો મર્યાતિ / વાંદરો સ્વભાવે જ ચંચળ ને અળવીતરો તો હોય જ ને તેમાં સુરા-દારુ પીવે એટલે શું બાકી રહે તેમ દત્ત આમે અવિવેકીનો સરદાર તો હતો જ અને તેમાં સત્તા મળી એટલે શું બાકી રહે. રાજ્યના થોડા સૈનિકોને પૈસા આદિનાં પ્રલોભનો આપીને પોતાના કરી
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આત્મબોધ
લીધા અને જિતશત્રુ રાજાને રાજ્યપદથી ભ્રષ્ટ કરી પોતે રાજા થઈ ગયો. લોકો તેને ચાહતા નથી, સભ્યજનો વખોડે છે. છતાં સત્તાનાં સૂત્રો હાથમાં હોવાથી તે રાજય ચલાવે છે. | દત્ત હિસાપ્રિય હતો-બીજા જીવોને દુઃખ પડે, ત્રાસ પડે તે જોઈને તેને આનંદ આવતો. તેની હૃદયભેદી કિકિયારી સાંભળીને તેને સંગીતશ્રવણ જેવો આનંદ થતો. દત્તે કપટથી રાજ્ય લીધું હતું, તે સ્થિર કરવા માટે ધર્મ કરવાની તેને ભાવના જાગી. જેનું જેવું ઘડતર હોય તેવો જ ધર્મ તેને ગમે છે. અને તેવો ધર્મ કરાવનારા પણ તેને મળી આવે છે. દત્તને હિંસા તો ગમતી જ હતી. બ્રાહ્મણોએ તેને મોટા મોટા હિંસક યજ્ઞો કરાવવા જણાવ્યું. અશ્વમેધ અને નરમધ જેવા યજ્ઞો શરૂ થઈ ગયા. મહાહિંસાનું તાંડવ થવા લાગ્યું. હિંસાના એ નાચમાં અનેક મૂઢજીવો તાલ પુરાવવા લાગ્યા. પૂર્વના પુણ્ય સીધા પડતા પાસાને અજ્ઞાની જીવો પાપના પરિણામે પડે છે એમ સમજીને પાપમાં રચ્યાપચ્યા રહે છે. એનું નામ પાપનુબંધિ પુણ્ય. દત્તને પણ એવું જ થયું.
આ બાજુ સંયમધર્મ અને શ્રુત અભ્યાસમાં ખૂબ આગળ વધેલા ને આચાર્યપદ સુધી પહોંચેલા શ્રી કાલકસૂરિ મહારાજ અનુક્રમે વિહાર કરતા તુરમણિ નગરીએ પધાર્યા. પોતાના સંસારી મામા આવ્યા છે એમ જાણી દત્ત શ્રી કાલિકસૂરિ મહારાજ પાસે આવ્યો. કુશળ સમાચાર પૂછડ્યા પછી દત્ત આચાર્ય મહારાજ પાસે બેઠો. ધર્મની વાતો થઈ ને દત્તે પોતાની પ્રવૃત્તિ જણાવીને પૂછ્યું.
દત્ત - હું હાલમાં મોટો યજ્ઞ કરાવું છું તેનું ફળ શું ? આચાર્ય મહારાજ :- યજ્ઞમાં હિંસા થાય છે. હિંસા એ અધર્મ છે અને અધર્મનું ફળ દુર્ગતિ છે. હિંસક યજ્ઞનું ફળ નરક છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
સત્યવ્રત
૧૨૧
દત્ત :- હું યજ્ઞ કરાવું છું તો શું હું નરકે જઈશ ?
આચાર્ય મહારાજ :– જે હિંસા કરે, અધર્મ કરે તે નરકે જાય. તું અધર્મ કરે છે. હિંસા કરે છે માટે તું નરકે જઈશ. છો કે હું નરકે જઈશ ? આચાર્ય મહારાજ :- નરકે જવામાં આધારની શી જરૂર ?
દત્ત :– તમે કયા આધારે કહો
બે અને બે ચાર જેવી વાત છે. અધર્મ ઉચ્ચગતિ ન આપે. હિંસા એ અધર્મ છે એ દીવા જેવું છે. માટે હિંસા કરીને તું સાતમી નરકે જઈશ.
દત્ત :- તમે મરીને ક્યાં જશો ?
આચાર્ય મહારાજ :- હું ચારિત્રનું પાલન કરું છું ને તેથી સ્વર્ગે જઈશ.
દત્ત :— તમને ખબર છે હું શાસ્ત્રોના આધારે આ ધર્મમય યજ્ઞ કરાવું છું. તો ધર્મ મને લાભ જ આપશે. તમે મને મિથ્યા કહો છો. તેની હું તમને શિક્ષા કરીશ. હું રાજા છું.
લાલપીળા થઈ ગયેલા દત્તે નાગણ જેવી નાગી તલવાર ઉગામી.
આચાર્ય :- દત્ત ! અધર્મને ધર્મ માનવાથી એ ધર્મ થઈ જતો નથી. અજ્ઞાની બાળજીવો કાચને રત્ન માને એટલે એ કાંઈ રત્ન થઈ જાય નહિં. તું અવળે રસ્તે ચડી ગયો છે. ને તેનું પરિણામ તારે ભોગવવું જ પડશે. આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થવાનું છે. તારા મોઢામાં વિષ્ઠા પડશે. આચાર્ય મહારાજે ભય પામ્યા વગર સંપૂર્ણ સ્વસ્થતાથી જણાવ્યું.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આત્મબોધ
દત્ત વિલખો પડી ગયો. ક્રોધથી તેને થતું હતું કે એક ઘાએ આના બે કટકા કરી નાંખું, પણ એનું પરિણામ સારું નહિ આવે. એટલે સાતમે દિવસે જો આચાર્યનું વચન સાચું નહિં પડે તો તેના ઉપર આરોપ મૂકીને મારીશ. એટલે મારી પ્રતિષ્ઠા જળવાશે. એમ વિચારીને દત્ત મહેલમાં ગયો. ને સાત દિવસ સુધી બહાર નહિ નીકળવાનો નિર્ણય કર્યો. સાતમો દિવસ થયો ત્યારે દત્તને થયું કે આચાર્યની મુદત્ત પૂરી થઈ ને તેનું વચન ખોટું પડ્યું છે. એટલે હવે તેને મારી નાંખું. ક્રોધ જીવને વિકળ બનાવે છે ને વિકળતાવાળો વિવેક કરી શકતો નથી. દત્ત તૈયાર થઈને બહાર નીકળ્યો.
આ બાજુ એક માળી ફૂલોનો મોટો ટોપલો ભરીને વહેલી સવારે યજ્ઞમાં આપવા માટે ફૂલો લઈને રાજમહેલ તરફ જતો હતો તેને એકદમ હાજત લાગી ને રાજમાર્ગની વચ્ચે જ તે ઝાડે જવા બેસી ગયો. મળ ઉપર ફૂલો નાંખીને તે ચાલ્યો ગયો. એ જ રસ્તે થઈને દત્ત અશ્વ પર બેસીને પસાર થતો હતો. પેલા મળના ઢગલા ઉપર અશ્વના જોરથી પગ પડ્યો ને વિઝા ઊછળી. દત્તનાં બધાં વસ્ત્રો ખરડાઈ ગયાં ને તેનો અંશ તેના મુખમાં પણ પડ્યો. દત્ત ગભરાઈ ગયો અને વસ્ત્રો બદલાવવા માટે પાછો ફર્યો.
મહારાજા જિતશત્રુના સૈનિકો દત્તને મારી નાંખવાની તક જોતા જ હતા. દત્ત મહેલમાંથી નીકળ્યો ત્યારબાદ તે મહેલના પ્રવેશદ્વાર પર સૈનિકો ખુલ્લી તરવારે ખડા થઈ ગયા હતા. તેમની ગોઠવણ હતી કે દત્ત પાછો ફરે ત્યારે તેને પૂરો કરી નાંખવો. જેવો દત્ત આવ્યો કે તરત જ સૈનિકોની તલવાર ફરી વળી. મરીને તે સાતમી નરકે ગયો.
Page #132
--------------------------------------------------------------------------
________________
સત્યવ્રત
૧૨૩
પાપી સંકલ્પ પણ તુરત ફળે છે તો પાપનું આચરણ ફળે તેમાં શું નવાઈ. આચાર્ય મહારાજ શ્રી કાલકસૂરિજી મહારાજ વિશુદ્ધ ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા. સત્યનો જયજયકાર બોલાવ્યો.
ખરેખર શાસ્ત્રમાં કહ્યું છે કે – सच्चं जसस्स मूलं सच्चं विसासकारणं परमं । सच्चं सग्गद्दारं सच्वं सिद्धिइ सोपानं ॥
સત્ય એ કીર્તિનું મૂળ કારણ છે. સત્ય વચનથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. સત્ય એ સ્વર્ગનું દ્વાર છે ને યાવત્ સત્ય સિદ્ધિમહેલનું સોપાન છે. માટે સત્યના આગ્રહી બનવું. અસત્ય બોલનારને કદી પણ ઉત્તમ લાભ મળતો નથી. એક શેઠનો પુત્ર બધાં દૂષણોથી ઘેરાઈ ગયો હતો. એકદા તે તેના મિત્રો સાથે એક જ્ઞાની મુનિ પાસે જઈ ચડ્યો. મુનિરાજે તેને યોગ્ય ઉપદેશ આપ્યો. જાણે પોતાને તે ઉપદેશ બરાબર લાગી ગયો હોય તેમ તેણે મુનિરાજ પાસે બધાં વ્યસનો નહિ સેવવા વગેરે બાધાઓ લીધી. ફક્ત વિનંતિ કરીને કહ્યું કે- “હું એક અસત્ય નહિ બોલવાની બાધા લઈ શક્તો નથી.” મુનિરાજે બાધા આપી ને તે નીચે ઊતર્યો. ભાઈ તો હતા એવા ને એવા. ફરી જયારે મુનિરાજ પાસે તે ગયો ત્યારે તેને પૂજ્યશ્રીએ કહ્યું કે- “તે બાધાઓ લીધી હતી તે કેમ પાળી નહિં?” તે છોકરાએ કહ્યું કે “મેં બાધાઓ લીધી જ નથી.” મુનિએ કહ્યું કે- “જૂઠું બોલે છે.” ત્યારે તેણે કહ્યું કે- “મારે અસત્ય બોલવાની બાધા નથી.” આવું અસત્ય છે, માટે તેની છાયા પણ પડવા દેવી નહિં. ૨૨.
Page #133
--------------------------------------------------------------------------
________________
अचौर्यव्रतम्
(रथोद्धता') स्तेयमत्र निजशर्मणे जनो, दूरतोऽनिशमभीप्सति त्वरम् । बन्धनं निधनमाप्नुते परं, दूरतस्त्यज सदा तदाश्वदः ॥ २३॥
भावार्थ -
અચોર્યવ્રત.
દુષ્ટ પ્રવૃત્તિવાળો મનુષ્ય અહીં પોતાના સુખને માટે ચોરીને ઈચ્છે છે. પણ તે બંધન અને મૃત્યુને પામે છે. તેથી આવી અનર્થ આપનારી ચોરીનો દૂરથી જ ત્યાગ કરો.
१. रात्परैर्नरलगै रथोद्धता।
Page #134
--------------------------------------------------------------------------
________________
અચૌર્યવ્રત વિશદાર્થ :
૧૨૫
અદત્ત=નહીં આપેલું-તેનું-આદાન=ગ્રહણ તે અદત્તાદાન. તેનો ત્યાગ તે-અદત્તાદાન વિરમણ વ્રત, તેના પ્રકાર ચાર છે. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત ને ગુરુ અદત્ત. એમ ચારે પ્રકારનું અદત્ત ન ગ્રહણ કરવું તે મહાવ્રત કહેવાય. રાજા દંડે ને લોક નિંદે એવી ચોરી ન કરવી તે અણુવ્રત. ચોરી કરવી એ તો સામાન્ય રીતે પણ માનવ જીવનનું દૂષણ છે. પારકી વસ્તુ ઉપર આપણો શો અધિકાર ? બીજા કોઈની કોઈપણ વસ્તુ તેને પૂછ્યા વગર કેમ લેવાય ! આપણી પણ વસ્તુ આપણને પૂછ્યા વગર કોઈ લે તો આપણને કેવું લાગે છે ? ચોરી એ બહુ બૂરી ચીજ છે. ચોરીથી આ ભવમાં વધ, બંધન વગેરે ને પરભવમાં દુર્ગતિ મળે છે. ચોરેલું ધન કદીયે ટકતું નથી. તેની લત લાગે તો છૂટવી ભારે પડે છે ને જે જીવનમાંથી ચોરીને દૂર કરે છે તેને કદી કોઈથી ડરવાનું રહેતું નથી.
અત્રે પ્રાસંગિક અદત્તાદન વિરમણ મહાવ્રતના ચાર પ્રકારનું સ્વરૂપ સમજવા જેવું છે. ચાર પ્રકારના અદત્તમાં પહેલું સ્વામીઅદત્ત. પોતાના માલિકની વસ્તુને પૂછ્યા વગર, તેના આપ્યા વગર ગ્રહણ કરવી તે. સુવર્ણ-ધન-ધાન્ય વગેરે લોકમાં જેને ચોરી કહેવાય તે. જીવ-અદત્ત સચિત્ત-વનસ્પતિ-ફળ, ફૂલ, અનાજ વગેરે ગ્રહણ કરવું તે. કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે. તે જીવને પૂછ્યા વગર કે તેના આપ્યા વગર તમે ગ્રહણ કરો એ જીવ-અદત્ત કહેવાય. નિર્ગન્ધ મુનિવરો અચિત્તનો જ ઉપયોગ કરે છે. જેમાંથી જીવ ચાલ્યો ગયો હોય તેવા પાસુક અન્ન પાન વગેરેને ગ્રહણ કરે છે. તેની પાછળ આ સૂક્ષ્મ હેતુ રહેલો છે. આર્યાવર્તનો બીજો કોઈ ધર્મ આટલો ઊંડો ને સૂક્ષ્મ નથી. તીર્થંકર પરમાત્માની આજ્ઞા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આત્મબોધ વિરુદ્ધ આચરણ-નિર્ગસ્થ પ્રવચનમાં જેનો નિષેધ કહ્યો હોય તેની આચરણ કરવી તે તીર્થકર અદત્ત છે. જે કોઈ વસ્તુ સર્વ દોષ રહિત હોય છતાં ગુરુ મહારાજની આજ્ઞા વિના લે કે વાપરે તે ગુરુ-અદત્ત ગણાય. મહાવ્રતધારી મુનિરાજ આ ચારે પ્રકારના અદત્તને ટાળે છે. દાંત ખોતરવાની સળી પણ ગૃહસ્થ પાસે યાચ્યા-માંગ્યા વિના મુનિઓ ગ્રહણ કરતા નથી.
આવું સૂક્ષ્મ મહાવ્રત પાલન કરનાર તો ભવ તરી જાય છે. પણ સ્કૂલ-અચૌર્યવ્રત સ્વીકારીને તેનું અણિશુદ્ધ પાલન કરે છે તેને આ ભવમાં યશ-કીર્તિ મળે છે ને પરભવમાં સ્વર્ગાદિ સાંપડે છે. ગુણધર સાર્થવાહને એ વ્રત ફળ્યું તે કથા આ પ્રમાણે છે.
પૂર્વે મણિપુર નામનું નગર હતું ત્યાં ગુણધર નામનો સાર્થવાહ રહેતો હતો. સ્વભાવે તે ભદ્રપરિણામી હતો. તેને ધર્મ ઉપર ખૂબ જ આસ્થા હતી. એકદા મુનિમહારાજની દેશના સાંભળવા ગુણધર ગયો હતો. મુનિરાજે દેશનામાં કહ્યું કે
અદત્ત ગ્રહણ કરવાથી જીવને મહાહાનિ થાય છે. ચોરી એ તો પાપ આવવાનો રસ્તો છે. ચોરી કરનારનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી. ચોરને તો કાયમ ભૂખે જ મરવાનું હોય તે સુખે ખાઈ પણ શકતો નથી. તેને માથે ભય ભમ્યા કરે છે. માટે કોઈએ પણ બંને ભવમાં દુઃખદાયી ચોરી કરવી નહિ. તેનું વ્રત લેવું જોઈએ. તેનાથી આ ભવમાં સુખ-શાંતિ ને પરભવમાં પણ સુરભવ વગેરે સુખ મળે છે.” આ પ્રમાણે મુનિમહારાજની ધમદિશના સાંભળીને ગુણધરના મનમાં ચોરી કરવી નહિં એવી ભાવના જાગી. તેણે ગુરુમહારાજ પાસે ચોરી નહિ કરવાનો ને કોઈની પણ વસ્તુ તેને પૂછડ્યા વિના કે તેના આપ્યા વિના નહિં લેવાનો નિયમ લીધો, પ્રતિજ્ઞા કરી.
Page #136
--------------------------------------------------------------------------
________________
અચૌર્યવ્રત
૧૨૭
એકદા ગુણધર ધન કમાવા માટે મોટા સાર્થની સાથે દેશાન્તર ગયો. ત્યાં રસ્તામાં પોતાનો અશ્વ અશિક્ષિત ને વેગવાળો હોવાથી પોતે સાર્થથી વિખૂટો પડી ગયો. જંગલમાં એકાકી તે જતો હતો તેવામાં રસ્તા ઉપર એક મણિખચિત બહુમૂલ્ય હાર જોયો, પણ પોતે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે તેણે તે હારને તૃણતુલ્ય સમજીને ન લીધો અને અશ્વ આગળ ચલાવ્યો. થોડું આગળ ગયો ત્યાં ઘોડાની ખરીથી જમીનમાં ખાડો પડી ગયો ને ત્યાં સોનામહોરથી ભરેલો એક ઘડો જોયો. આજુબાજુ સાવ નિર્જન પ્રદેશ હતો, ક્યાંયે માનવનો પદરવ પણ સંભળાતો નહોતો. આવા સંયોગોમાં આવું અઢળક ધન તેને મળતું હતું પણ તે વ્રતપાલનમાં દૃઢ ને નિશ્ચળ રહ્યો. તેને પણ માટીનું ઢેફુ ગણીને આગળ વધ્યો.
બપોર થયા હતા. ઘોડાને સવારથી ચાલવાના કારણે ખૂબ થાક લાગ્યો હતો. તે અચાનક મૂર્છા ખાઈને જમીન ઉપર પડ્યો સાર્થવાહે વિચાર કર્યો કે અહીં જંગલમાં મારા ઘોડાને કોઈ સારો કરે તો તેને હું મારું સઘળું આપું. તેવામાં ગુણધરને ખૂબ તરસ લાગી. તે ચારે બાજુ જોવા લાગ્યો. પાણી શોધવા લાગ્યો. ત્યાં એક વૃક્ષને એક પાંજરું બાંધેલું હતું, ત્યાં ગયો તેમાં એક પોપટ હતો. તેની બાજુમાં પાણીથી ભરેલાં માટલાં પડ્યાં હતાં.
પોપટે કહ્યું કે આ માટલામાંથી તું પાણી પી. તેના સ્વામીને હું કહીશ નહિં. સાર્થવાહે કહ્યું કે, ‘હે પોપટ ! વધુ તૃષાને કારણે કદાચ પ્રાણ ચાલ્યા જાય તો પણ હું અદત્ત-નહિં આપેલું ગ્રહણ નહિં કરું.' પોપટે જોયું કે આ તો લીધેલા વ્રતને પાળવામાં અચળ અને અડગ છે. તેથી તે પ્રસન્ન બન્યો ને એકાએક પોતાનું સ્વરૂપ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આત્મબોધ પ્રકટ કરી દિવ્ય રૂપે તે બોલ્યો કે, “હું સૂર્ય નામનો વિદ્યાધર છું. તમે ગુરુ મહારાજ પાસે ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત લીધું ત્યારે હું ત્યાં હતો ને મને આશ્ચર્ય થયું તેથી મેં તમારી પરીક્ષા કરી પણ તમે તો તમારા વ્રતમાં દઢ રહ્યો છો. તેથી હું પ્રસન્ન થયો છું.” એમ કરીને તે વિદ્યાધરે ગુણધર પાસે ઘણું ધન મૂક્યું, પરંતુ ગુણધરે કહ્યું કે, “જે ધન મેં શુદ્ધ વ્યવહાર વડે-નીતિ વડે ઉપાર્જન કર્યું હોય તે જ ધન મને સુખ આપે ને તે જ મારે ખપે. આમાંનું કાંઈપણ મારે જોઈતું નથી, પણ તમે મારું ધન સ્વીકારો. કારણ કે મેં વિચાર કર્યો હતો કે મારા ઘોડાને જે સાજો કરે તેને મારું ધન આપવું. માટે તમે મારું ધન સ્વીકારો.” વિદ્યાધરે કહ્યું કે, “આ તો તમારી પરીક્ષા કાજે મેં માયા કરી હતી. તમે જે ધન આપવા ધાર્યું હતું તે ધન મારાથી કેમ લેવાય. તેથી આપણે બંને આ સઘળા યે ધનને શુભ માર્ગે વાપરીયે.” ગુણધરે કહ્યું: “તેવું શુભ સ્થાન તો ધર્મ જ છે. તેથી પરમાત્માના ચૈત્યના જીર્ણોદ્ધારમાં વાપરીને સદ્વ્યય કરીએ.” એ સઘળાયે ધનને જીર્ણોદ્ધારમાં ખરચ્યું. વિદ્યાધર ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે વ્યત્તર દેવ થયો ને અનુક્રમે ગુણધર સંયમ સ્વીકારી સુન્દર આરાધના કરીને હસ્તિનાગપુરમાં સુધર્મા નામના વણિકને ત્યાં ધન્યા નામની પત્નીની કુક્ષિએ જન્મ્યો. આમ તો સુધર્માને ત્યાં દારિત્ર્ય ખૂબ હતું, પણ જયારથી આ પુણ્યશાળી પુત્રનો જન્મ થયો ત્યારથી લક્ષ્મીના ઢગલા ને ઢગલા થવા માંડ્યા. તેથી પુત્રનું નામ પણ લક્ષ્મીપુંજ રાખ્યું. પૂર્વભવના પેલા દેવે તેનું ઘર સુવર્ણથી ભરી દીધું. લક્ષ્મીપુંજ ધીમે ધીમે મોટો થયો. યૌવનવય પામ્યો. માતાપિતાએ ઉત્તમ કુળની આઠ આઠ કન્યાઓ પરણાવી. કન્યાઓની સાથે લક્ષ્મીપુંજ ભૌતિક સુખો ભોગવે છે ને સુખે કાલ નિગમે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
અચૌર્યવ્રત
૧૨૯ એકદા આવી રીતે પોતાની પત્નીથી પરિવરેલો લક્ષ્મીપુંજ બેઠો હતો તે વેળાએ પૂર્વનો દેવ ત્યાં પ્રગટ થયો ને તેણે તેનો પૂર્વભવ કહી સંભળાવ્યો. ગુણધર સાર્થવાહ તે તું પોતે જ લક્ષ્મીપુંજ અને સૂર્ય વિદ્યાધર તે હું વ્યત્તર છું. આ બધું સુખ ને વૈભવ પેલા ભવમાં પાળેલા વ્રતના પ્રભાવે છે, લક્ષ્મીપુંજને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે તેણે દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી તે અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મનુષ્યપણું પ્રાપ્ત કરીને મોક્ષમાં જશે.
આ રીતે અદત્તાદાન વિરમણ વ્રતનો પ્રભાવ અભુત છે. જે વ્રત ગ્રહણ કરીને તેમાં દઢ રહેવું આવશ્યક છે. દઢ રહીએ તો જ યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. ચોરીની આદત એ ઘણી જ બૂરી છે. એ ટેવ પડી ગયા પછી આગળ વધવા છતાં ટેવ જતી નથી. આ ચોરીની શરૂઆત જીવનમાં નાની અને નજીવી ચીજોમાંથી થાય છે. પણ ખરેખર એ નાનું બીજ જયારે ફાલેફૂલે છે ત્યારે તેમાંથી કાંટા અને કડવાં ફળો પારાવાર મળે છે. જે ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. સંસ્કારી મા-બાપો બાળકમાં પ્રથમથી કોઈની પણ ચીજ ન લેવાના સંસ્કારો કેળવે છે. જ્યારે અવિવેકી અને અણસમજુ મા-બાપો બાળકને ચોરી કરતાં શીખવે છે, તેથી બાળકનું જીવન બરબાદ થઈ જાય છે. ચોરી અંગે સ્વાર્થી માણસોમાં એક ભયંકર ગેરસમજ એ હોય છે કે ભલે કોઈની ચીજ ન લેવાય પણ રસ્તામાં કે બીજે કાંઈ મળી જાય તો તે લેવામાં શો દોષ? કેટલાક તો આપણને આ ભાગ્યે મળ્યું, ભગવાને આપ્યું એમ કહીને લઈ લે છે. પણ એ પણ ચોરીનો જ એક પ્રકાર છે. જે પોતાનું નથી તે લેવું એ ચોરી છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આત્મબોધ એ છોડવાથી લાભ છે ને લેવાથી નુક્સાન છે. આવી શુદ્ધ સમજણ કેળવીને ચોરીથી દૂર રહેવું એ પરમ પદના પથમાં પગલાં ભરવા તુલ્ય છે. ૨૩.
Page #140
--------------------------------------------------------------------------
________________
२४
ब्रह्मचर्यव्रतम्
(વિયોનિની )
बलिनो गुणिनः स्थिराशया, वररूपाः परमे पथि स्थिताः ।
प्रभवन्ति जनाः सदादराद्, विमलब्रह्मगुणाश्रयाद् भुवि ॥ २४॥
ભાવાર્થ - બ્રહ્મચ
ઉત્તમ આત્માઓએ જેનો આદર કર્યો છે એવા વિમલ બ્રહ્મચર્યના આચરણથી પૃથ્વી પર મનુષ્યો બળવાળા ગુણી સ્થિર આશયવાળા ઉત્તમ રૂપસંપન્ન તે ઉત્તમ માર્ગમાં સ્થિર થાય છે. આવા ઉત્તમ ગુણના ભંડાર સ્વરૂપ બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરો.
१. अयुजोर्यदि सौ जगौ युजो:, सभराल्गौ-यदि सुन्दरी तदा ।
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
આત્મબોધ
વિશદાર્થ:
વિશ્વમાં તેજસ્વી પદાર્થ ત્રણ છે. શીલ, શ્રી અને સત્તા. એ ત્રણે પદાથોમાં પણ વધુ દીપ્તિમંત, તેજસ્વી શીલ, બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્ય વ્રતના પાલનથી આંતરિક સંપત્તિની સાથે સાથે બાહ્ય પ્રભાવ પણ વધે છે. લક્ષ્મીથી પ્રાણીની બાહ્ય સુખસગવડ-મોભો વધે છે. પણ તેનો સદ્વ્યય ન થાય, સદુપયોગ ન થાય, તો આંતરિક ગેરલાભ થાય. સત્તા પણ તેની બહેન છે. સત્તા આવતાની સાથે માનવ અદ્ધર ચાલતો થઈ જાય છે. તેમાં તેનું આત્મભાન ન રહે તો મહાહાનિ થાય છે. જયારે શીલબ્રહ્મચર્ય વ્રતમાં સત્તા કે શ્રી-લક્ષ્મી જેવો કાંઈ પણ અનર્થ નથી. એકાંત લાભનો વ્યાપાર છે. તેનો પ્રભાવ-મહિમા અનિર્વચનીય છે. અશક્યમાં અશક્ય વસ્તુ શક્ય કરનાર આ બ્રહ્મચર્યવ્રત છે. તેના આશ્રયથી-પાલનથી શુભ-શુદ્ધ વિચારો અને સાત્ત્વિક ભાવનાની સાથે બળવત્તા પણ મળે છે. શિયલ પાલન કરનાર મનુષ્ય ગુણવાન હશે. તેનામાં વ્યસનો સ્થાન લઈ નહિ શકે. તે સ્થિર ને દેઢ આશયવાળો હશે. તેનું સંકલ્પબળ મજબૂત અને સાબૂત હશે.
એવા અનેક ગુણો શિયલના પાલનથી પ્રગટ થાય છે, અને પરલોકમાં તો ઘણા જ સારા સ્થાને તે જીવ પહોચે છે. તેનું સાંનિધ્ય દેવો પણ કરે છે ને વિક્ત તો કદીયે ડોકિયું પણ કરતું નથી. કદાચ પૂર્વના અશુભ કર્મના ઉદયે દુઃખ આવે તો પણ તે ખૂબ હળવું થઈ જાય છે. શૂળીનું સોયે પતે છે.
| વિપત્તિનાં ઘનઘોર વાદળોને શિયલસમીર એક જ ઝપાટામાં વીખેરી નાંખે છે. સતીશિરોમણિ સીતાજીને ધગધગતા
Page #142
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યવ્રત
૧૩૩ અંગારા પણ શિયલના પ્રતાપે શીતલ થઈ ગયા. શિયલનો પ્રભાવ વર્ણવવા બેસીએ તો પાર ન આવે એટલો છે. તેના પ્રભાવે લાભ થયાનાં દષ્ટાંતો પણ અગણિત છે. તેમાં સતી કલાવતીની વાત ખૂબ જ રોચક અને ભાવવર્ધક છે. ત્રિકરણશુદ્ધ શિયલના પ્રભાવે તેને કપાયેલાં કાંડાં પુનઃ મળ્યાં તે વાત આ પ્રમાણે છે.
મંગળા નામના દેશમાં શંખપુર નામનું નગર હતું. ત્યાં શંખ નામના રાજા રાજય કરતા હતા. તેના રાજ્યમાં સુખસમૃદ્ધિનો કોઈ પાર નહોતો. તેના રાજ્યમાં ગજ નામના અતિ ધનવાનું એક શેઠ રહેતા હતા. તેઓને રાજય ને રાજા સાથે સારો સંબંધ હતો. તેને દત્ત નામે પુત્ર હતો. તે દેશ-પરદેશ વ્યાપારાર્થે જતો. એકદા ઘણા દેશો ફરીને તે આવ્યો અને રાજાને મળવા ગયો. રાજા સભા ભરીને બેઠા હતા. દત્તે રાજા પાસે જઈ ભટણું ધર્યું. ક્ષેમકુશળ પૂછડ્યા. રાજાએ પૂછ્યું. પરદેશમાં તે કાંઈ નવીન કે અભુત જોયું ? દત્તે વાત કરતાં પહેલાં રાજાની સામે એક ચિત્ર ધર્યું. રાજા તો તે ચિત્ર જોઈને છક થઈ ગયો. તેને એકીટશે જોવા લાગ્યો. પછી પૂછ્યું કે, “આ કોનું ચિત્ર છે ?” દત્તે માંડીને વાત કહી, દેવશાલા નામની નગરી છે. ત્યાં વિજયસેન નામે રાજા છે, તેને શ્રીમતી નામે રાણી છે, તેને સાક્ષાત દેવાંગના જેવી કળાવતી નામે પુત્રી છે. તેનું આ ચિત્ર છે. રાજા તેનાં વિવાહની ચિંતા કરે છે. પુત્રીએ રાજાને કહ્યું કે, “મારા ચાર પ્રશ્નોનો સંતોષકારક જવાબ જે આપશે તે મારા સ્વામી થશે.” રાજપુત્રી કલાવતીનો સ્વયંવરદિન ચૈત્ર શુદિ અગ્યારસનો છે. તે પ્રસંગે આપ ત્યાં પધારો. પ્રશ્નના ઉત્તર માટે સરસ્વતીદેવીની આરાધના કરવાથી
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આત્મબોધ
બધું થઈ જશે.” રાજાએ કૌતુકપૂર્ણ વાત સાંભળીને ભગવતી ભારતીદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું. એકાગ્ર મનની આરાધનાથી સરસ્વતી દેવી પ્રસન્ન થઈ. રાજાને પૂછ્યું: “તારે શું ઈષ્ટ જોઈએ છે ?' રાજાએ કહ્યું કે, “કલાવતીના ચાર પ્રશ્નોના ઉત્તર શા છે ? સરસ્વતીદેવીએ કહ્યું: “સ્વયંવરમંડપમાં એક પૂતળી છે. તેની ઉપર હાથ મૂકજે એટલે તે તને પૂછેલા પ્રશ્નોના જવાબ કહેશે.” એમ કહીને દેવી અન્તર્ધાન થયાં. | સ્વયંવરનો મુકરર થયેલો દિવસ નજીક આવ્યો. રાજા તો બરાબર ચૈત્ર શુદિ અગ્યારસને દિવસે દેવશાલા નગરીમાં પહોંચ્યો. રાજા વિજયસેને શંખરાજાનું સ્વાગત ને સત્કાર કર્યો સ્વયંવરમાં દેશ-વિદેશથી ઘણા રાજા ને રાજપુત્રો આવ્યા હતા. રાજપુત્રી કલાવતી સભામાં આવી તે પહેલાં જ સભામંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
નિશ્ચિત સમયે અનેક સખીઓથી પરિવરેલી કલાવતી સભામંડપમાં આવી.
તેની મુખ્ય સખી પ્રિયંવદાએ રાજપુત્રીના ચાર પ્રશ્નો સભાને સંભળાવ્યા. તે આ પ્રમાણે ૧. દેવ કોણ છે ?, ૨. ગુરુ કોણ છે ?, ૩. તત્ત્વ શું છે ?, ૪. સત્ત્વ શું છે ? જે આ ચારે પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપશે તેને કલાવતી વરમાળા પહેરાવશે.
દરેક જુદા જુદા ઉત્તરો આપવા લાગ્યા. સૌ સૌની બુદ્ધિ પ્રમાણે સર્વેએ કહ્યું, પણ કલાવતીને એ કોઈ ઉત્તર રુચ્યો નહિ. શંખરાજાએ મંડપની પૂતળી ઉપર હાથ મૂક્યો ને પૂતળી બોલી.
Page #144
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યવ્રત
૧૩૫
वीतरागः परो देवो, महाव्रतधरो गुरुः ।। तत्त्वं जीवदया ज्ञेया, सत्त्वमिन्द्रियनिग्रहः ॥
૧. વીતરાગ અરિહંત દેવ છે. ૨. મહાવ્રત ધારણ કરનાર ગુરુ છે. ૩. જીવ આદિ તત્ત્વ છે. ૪. ઈન્દ્રિય ઉપર કાબૂ મેળવવો એ સત્ત્વ છે.
આ ઉત્તરોથી રાજકન્યા કળાવતીને સંતોષ થયો. તેણે પ્રસન્નમને રાજા શંખના કંઠમાં વરમાળા આરોપી. ખૂબ ઠાઠથી લગ્નમહોત્સવ થયો. રાજા વિજયસેને બંનેને શંખનગરી તરફ પ્રયાણ કરાવ્યું. શંખરાજા ને કલાવતીના દિવસો ખૂબ સુખમાં પસાર થાય છે. બંનેના જીવનમાં પૂર્ણ પ્રેમ છે, ઉત્સાહ ને ચેતના છે. એકદા રાત્રિને વિષે કલાવતીએ સ્વપમાં અમૃત ભરેલા કળશને જોયો. તેને ખૂબ આનંદ થયો. સવારે શંખરાજાને સ્વમ જણાવ્યું. રાજાએ કહ્યું કે, સુન્દર પુત્રનો લાભ થશે. અનુક્રમે કલાવતી રાણીને ગર્ભ રહ્યો. તે ગર્ભનું પાલન સારી રીતે કરવા લાગી.
આમ ને આમ સારી રીતે આઠ માસ વીત્યા. પ્રથમ પ્રસૂતિ પિતાને ઘરે કરવાના લૌકિક વ્યવહાર પ્રમાણે રાજા વિજયસેને કળાવતીને બોલાવી લાવવા માટે યોગ્ય માણસને મોકલ્યો અને તેની સાથે કળાવતી રાણીના ભાઈ જયસેને બહેન ઉપરના ઉત્તમ સ્નેહના પ્રતીકરૂપ સુવર્ણનાં બે કંકણ ને સુન્દર વસ્ત્રો ભેટ મોકલ્યાં. વિજયસેનના માણસે શંખરાજાને વાત કહી, પણ રાજા શંખે ત્યાં મોકલવાની ના પાડી. માણસ કંકણ ને વસ્ત્રો કળાવતીને ભેટ આપી પાછો ફર્યો. કળાવતીએ ભાઈએ મોકલાવેલાં કંકણ પહેર્યા. અને સાંજરે સખીઓ સાથે પોતાના
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
આત્મબોધ
ભાઈનો તેની ઉપર સ્નેહ કેવો છે તે સંબંધની વાતો કરવા લાગી. તે જ સમયે શંખરાજા ત્યાં આવ્યો ને રાણીને સ્નેહભરી વાતો કરતી સાંભળી. રાજાના મનમાં શંકાએ સ્થાન લીધું. ભાઈએ મોકલાવેલી બેબી રાજાને ખબર નથી એટલે અદ્ધર અદ્ધર વાત સાંભળી રાજા શંકા કુશંકા કરવા લાગ્યો. કળાવતીના ચારિત્ર ઉપર તેને શંકા ગઈ. વહેમ ગયો. રાતે ને રાતે ચંડાળોને બોલાવ્યા ને કહ્યું કે, “કળાવતીને જંગલમાં દૂર ને દૂર બંને કાંડાં કાપીને મૂકી આવો. આવો શંખરાજાનો હુકમ થતાવેત ચંડાળો કળાવતીને વનમાં દૂર સુદૂર લઈ ગયા. કાંડાં કાપીને ત્યાં જ નિર્જન વનમાં તજી દીધી. પૂર્વના કર્મે કેવી જબરી આપત્તિઓ આવે છે. આવા સમયે વૈર્ય ને ક્ષમાની કસોટી થાય છે. કળાવતીએ ત્યાં પુત્રને જન્મ આપ્યો. પોતાના અવયવો પખાળવા તે નદીએ ગઈ. નદીમાં પૂર આવ્યું. ચારેબાજુથી આપત્તિ ઉભરાવા લાગી. એટલે કળાવતીએ નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યું. નદીની પાસે જઈને બોલી કે, “જો મેં ત્રિકરણશુદ્ધ શિયળ પાળ્યું હોય તો નદીનું પૂર શમી જાવ ને મારાં કાંડાં પાછાં મળો.” તત્કાળ શાસનદેવીએ નદીનું પૂર શમાવી દીધું અને કલાવતીને હાથે નવાં કાંડાં આપ્યાં. એટલામાં ત્યાં એક તાપસ આવ્યા અને કળાવતીને પુત્ર સાથે પોતાના આશ્રમમાં લઈ ગયા.
ચાંડાળોએ આવીને કાંડાં રાજાને આપ્યાં. તેમાં કડાં પણ હતાં જ. તેના ઉપરનું નામ વાંચતાં રાજાના મનમાં કાંઈનું કાંઈ થવા માંડ્યું. તે સૂનમૂન થઈ ગયો. ભાન પણ જતું રહ્યું. મૂચ્છ આવી ગઈ. શીતોપચારથી સ્વસ્થ થયો. રાજાએ દત્તને બોલાવ્યો ને કડાં બતાવ્યાં. દત્તે કહ્યું કે આ તો કળાવતીના ભાઈ જયસેને
Page #146
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યવ્રત
૧૩૭
કળાવતીને ભેટ મોકલ્યાં છે. રાજાને ઘણો પસ્તાવો થયો. તે તો પ્રાણનો અંત લાવવા તૈયાર થયો. ચંદનની ચિતા તૈયાર કરવા આદેશ આપ્યો. બુદ્ધિમાન મંત્રીએ ઘણું સમજાવ્યું. ગજશેઠે પણ કહ્યું. દત્તને તપાસ કરવા મોકલીએ. દત્ત તપાસ કરવા ગયો ચારે બાજુ તપાસ કરતાં તાપસના આશ્રમમાંથી કળાવતીની ભાળ મળી. દત્ત રાણી અને પુત્રને સારી રીતે નગરમાં લઈ આવ્યો. રાજાએ વગર વિચારે દુ:ખ દેવા બદલ રાણીની માફી માંગી. પુત્રનો જન્મોત્સવ ખૂબ ઉલ્લાસ ને ઉત્સાહથી ઉજવ્યો. પુત્રનું નામ પુષ્પકળશ રાખ્યું. પુત્ર દિવસે દિવસે મોટો થવા લાગ્યો. રાજા, રાણીને પુત્ર ત્રણેના દિવસો ખૂબ આનંદ પ્રમોદમાં પસાર થવા લાગ્યા.
.
એકદા શંખપુર નગરમાં અમિતતેજ મુનિરાજ પધાર્યા. તેઓ ખૂબ જ્ઞાની હતા. રાજા શંખને સમાચાર મળ્યા. સપરિવાર રાજા શંખ ઉઘાનમાં જ્ઞાની મુનિને વંદન કરવા ગયા. મુનિની સંવેગભાવ ઝરતી દેશના સાંભળી. દેશના સાંભળ્યા બાદ મુનિવરને પૂછ્યું કે ક્યા કર્મના ઉદયે મેં રાણીનાં કાંડાં કપાવ્યાં અને તેનાં કપાયાં. જ્ઞાની મુનિરાજે કહ્યું કે
પૂર્વે મહાવિદેહમાં મહેન્દ્રપુર નામનું નગર હતું. તેનો રાજા નરવિક્રમ હતો. તેને લીલાવતી નામની રાણી હતી ને તે બંનેને સુલોચના નામની પ્રિયપાત્ર પુત્રી હતી. તે યોગ્ય વયની થઈ ત્યારે પરદેશી સાર્થવાહે આવી રાજા નરવિક્રમને સુન્દર પોપટ ભેટ આપ્યો. પોપટે મીઠું મીઠું બોલીને બધાનાં મન જીતી લીધાં. રાજાએ તે પોપટ સુલોચનાને આપ્યો. તે સોનાના પાંજરામાં રાખી તેને સાચવવા લાગી. એકદા પોપટને લઈને સુલોચના ઉપવનમાં ગઈ. ત્યાં શ્રી સીમંધર સ્વામીના મંદિરમાં
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આત્મબોધ
દર્શન કર્યા. પરમાત્માને જોઈને પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મમાં હું મુનિ હતો. શાસ્ત્રોનું અધ્યયન કરવાનો ખૂબ રસ હતો. તે રસમાં ક્રિયાકાંડમાં શિથિલ થઈ ગયો. એમ ને એમ શુષ્ક અધ્યયન કરી કાળધર્મ પામી વ્રતવિરાધનાના કારણે પોપટ થયો છું.
આ સર્વ તેને યાદ આવ્યું ને તેણે પરમાત્માનાં દર્શન કર્યા વગર નહિં વાપરવાનો અભિગ્રહ લીધો. બીજે દિવસે રાજપુત્રી પોપટને બહાર કાઢી હાથમાં રાખી ખવરાવવા લાગી ત્યારે તેને નિયમ સાંભર્યો ને દર્શન કરવા માટે ઊડ્યો. માણસો પાસે પોપટને રાજપુત્રીએ પકડી મંગાવ્યો. ક્રોધે ભરાઈને પોપટની બંને પાંખો કાપી નાંખી અને કાષ્ઠના પાંજરામાં પૂર્યો. પોપટે નિયમને કારણે કાંઈ વાપર્યું નહિં અને અનશન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો. સુલોચના પણ પોપટની પાછળ અનશન કરી તેની દેવી થઈ. ત્યાંથી ચ્યવીને પોપટ તે તું શંખરાજા થયો અને સુલોચના રાજપુત્રી તે તારી પત્ની કલાવતી થઈ. પાંખો છેદવાના કર્મને લીધે તેનાં કાંડાં કપાયાં. મુનિરાજની વાત સાંભળી શંખ-કલાવતીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પુત્ર પુષ્પકલશને રાજ્ય ભળાવી રાજારાણીએ સંયમ લીધું. સુન્દર આરાધના કરી બંને સ્વર્ગમાં ગયાં. પ્રાન્તે મનુષ્યભવ પામી મોક્ષે જશે. શિયલનો કેવો અદ્વિતીય પ્રભાવ છે. તેમાં સ્થિર નહિં રહેનારનો શતધા વિનિપાત પણ નિશ્ચિત છે, માટે શિયલનું સેવન અવશ્ય કરવું હિતાવહ છે. ૨૪.
Page #148
--------------------------------------------------------------------------
________________
अपरिग्रहव्रतम्
(પૃથ્વી) सुवक्रगमनाऽस्थिराद्विषमचारदुर्दर्शनाद्, ग्रहान्ननु परिग्रहानवमराशिनित्यस्थितेः । सदा सुहितमानसो हतलसन्महालालसो, बिभेति न कदाचन, श्रुतजिनागमः सत्तमः ॥ २५॥
ભાવાર્થ - અપરિગ્રહવ્રત
સજ્જનપુરુષોમાં શ્રેષ્ઠ અને જેણે જિનેશ્વરોએ પ્રરૂપેલા આગમનું શ્રવણ કર્યું છે, જેનું મન સદા તૃપ્તિવાળું છે, જેણે મોટી લાલસાઓ દૂર કરી છે, હણી નાખી છે, તે વક્રગમનવાળા, અસ્થિર, વિષમચારી અને દુર્દર્શનવાળા અને કાયમ નવમી રાશિ ધનમાં રહેનારા પરિગ્રહ ગ્રહથી ભય પામતો નથી.
१. जसौ जसयला वसुग्रहयतिश्च पृथ्वी गुरुः ।
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આત્મબોધ વિશદાર્થ :
સમુદ્રને પાર કરવા માટે નૌકાનો સહારો લેવો પડે છે. અને નૌકાના સહારાથી ઈષ્ટ સ્થળે પહોંચાય છે. પણ વહાણમાં ભાર વધી જાય, નૌકા ભારે થઈ જાય તો અધવચ્ચે ડુબાડે, તેમ આત્મા પરિગ્રહના ભારથી ભારે હોય તો ભવસમુદ્રનો પાર પામી શકે નહિ. પરિગ્રહ-મમતા એ તો ભાર છે. મમતા જ પરિગ્રહ છે, વસ્તુ નહિ. પણ નાની વસ્તુ ઉપરની જે મમતા છે તે જ પરિગ્રહ. મૂચ્છથી જીવને ઘણી જ હાનિ થાય છે. જરૂરિયાત કરતાં વધુ વસ્તુ રાખવી અને તેની ઉપરની મૂચ્છ, મમત્વ તે જીવને મારે છે. જે વસ્તુ-પદાર્થ આપણો નથી અને આપણો માન્યો તે મમત્વ. વસ્તુ આપણી નથી એટલે આપણી પાસે રહેશે તો નહિ જ. કાં તો આપણે તેને મૂકીને ચાલ્યા જશું અથવા તે આપણને મૂકીને ચાલી જશે. તે બંને પ્રસંગે દુ:ખ થવાનું. તે દુઃખ કોણે કરાવ્યું? મમતાએ જ ને ! અને તે વસ્તુ ઉપર આપણે મમત્વબુદ્ધિ ન રાખી હોત તો દુઃખ થાત ? ન જ થાત.
શાસ્ત્રકારોએ તો નરકનાં ચાર કારણોમાં મહાપરિગ્રહને પણ એક કારણ કહ્યું છે. મહારંભ, મહાપરિગ્રહ, માંસભક્ષણ ને પંચેન્દ્રિય જીવનો વધ. આ ચાર કારણે જીવ નરકમાં જાય. જીવને સંસારના આધિ-વ્યાધિ ને ઉપાધિના તાપથી મુક્ત થવું હોય, સંસારસાગરને પાર કરી શિવનગરમાં જવું હોય તો સર્વ પ્રથમ પરિગ્રહ-મમતાનો ત્યાગ કરવો જ પડશે. પરિગ્રહ એટલે ધનનો સંગ્રહ એમ નહિં પણ તેના નવ પ્રકાર છે. ૧. ધનલક્ષ્મી, પૈસા વગેરે, ૨. ધાન્ય-અનાજ ખાદ્યસામગ્રી, ૩. ક્ષેત્રખેતર, જમીન વગેરે, ૪. વાસ્તુ-ઘર, દુકાન વગેરે, ૫. રૂધ્યચાંદી વગેરે, ૬. સુવર્ણ-સોનું વગેરે, ૭. કુષ્ય-સોના ચાંદી
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૧
અપરિગ્રહવ્રત સિવાયના, ત્રાંબુ, પિત્તળ, કાંસુ વગેરે ધાતુનાં પાત્ર-વાસણો આદિ, ૮. દ્વિપદ-દાસ દાસી વગેરે, ૯, ચતુષ્પદ-ગાય, ભેંસ, ઘોડા, બળદ વગેરે.
આ સર્વ પરિગ્રહ છે. પરિગ્રહ સુખ-શાંતિમાં પણ વિધ્વરૂપ છે. પરિગ્રહ બહુ હોય તો આરંભ પણ બહુ કરવો પડે. આરંભ વધે એટલે ચિંતા વધે ને ચિંતાથી દુઃખ વધે. એ રીતે પરિગ્રહથી સંતોષમૂલક સુખશાન્તિ દૂર રહે છે. પરિગ્રહ આવે એટલે ઈચ્છા વધે, તૃપ્તિ રહે નહિં. ને ઈચ્છા એ એવો માર્ગ છે કે તેનો છેડો કદી આવતો જ નથી. સર્વથા પરિગ્રહનો ત્યાગ ન થાય એમ હોય તો તેનું પરિમાણ તો અવશ્ય કરવું જોઈએ. તેનાથી પણ ઘણા જ લાભ થાય છે.
વિદ્યાપતિએ પરિગ્રહનું પરિમાણ કર્યું ને તેમાં દૃઢ રહ્યા તો કેટલો જલ્દી ભવનો અંત આવ્યો. તે કથા આ પ્રમાણે છે.
પોતનપુર નામનું નગર હતું. ત્યાં સૂર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં વિદ્યાપતિ નામના એક શેઠ રહેતા હતા. તેઓને શૃંગારમંજરી નામની ધર્મપરાયણ પત્ની હતી. તેઓ ખૂબ ધનાઢ્ય હતા. પ્રકૃતિથી પણ ખૂબ ઉદાર હતા. કોઈપણ યાચક તેમના આંગણેથી ખાલી હાથે પાછો ફરતો નહિ. જૈન ધર્મમાં પણ પોતે ખૂબ આસ્થાવાળા હતા. વ્યાપાર-ધંધો પણ ધમધોકાર ચાલતો. પુણ્ય પાંસરું હતું. બધી વાતે સુખ હતું.
એકદા રાત્રિને વિષે વિદ્યાપતિ શેઠ નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને નિદ્રાધીન થયા. નિદ્રામાં સ્વમ આવ્યું. સ્વપ્રમાં લક્ષ્મીદેવી આવ્યાં, અને કહ્યું કે “આજથી દશમે દિવસે તારા ઘરમાંથી ચાલી જઈશ.” વિદ્યાપતિ તરત જ જાગી ગયા. મનમાં ચિંતા
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આત્મબોધ થવા લાગી. ધન ચાલ્યું જશે, યાચક વર્ગ મારે આંગણેથી ખાલી હાથે પાછો જશે. કોઈપણ માનવીને ધન જાય એ સારું ન લાગે એ સ્વાભાવિક છે. પતિને આમ ચિંતિત મનવાળા જોઈને શૃંગારમંજરીએ પૂછ્યું કે “પતિદેવ! આપ આટલા ઉદ્વિગ્ન ને ચિંતિત કેમ છો !” વિદ્યાપતિએ ગત રાત્રિએ આવેલા સ્વપ્રની વાત કહી ને તે કારણે ચિંતા થાય છે એમ કહ્યું.
શૃંગારમંજરીએ કહ્યું કે “સ્વામી ! આપ શા સારુ આવો ખેદ કરો છો. લક્ષ્મી ધર્મ વડે જ સ્થિર થાય છે. જેટલી લક્ષ્મી સુકૃતમાં વાપરીએ તેટલી જ લક્ષ્મીની સાર્થકતા. બાકી તો લક્ષ્મી સ્વભાવે જ ચંચળ ને ચપળ છે. તે કોઈની થઈ નથી ને થતી નથી. તેનાથી જેટલો લાભ લીધો તેટલો આપણો. અને જ્યાં સુધી પાંચમું પરિગ્રહ વિરમણ વ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણે જગતની લક્ષ્મીના પરિગ્રહથી જે પાપ થાય છે તે અવિરતિ વડે લાગ્યા કરે છે.” આવા પત્નીના સુન્દર, બોધક ને પ્રેરક વચનથી વિદ્યાપતિએ પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકાર કર્યું ને સઘળી લક્ષ્મીને સાત ક્ષેત્રમાં વાપરવા માંડી. આઠ દિવસ થયા ને સઘળુંયે ધન સુકૃતમાં વાપરી નાંખ્યું. રાત્રે સૂતી વખતે વિચાર આવ્યો, કે કાલે સવારે વાચકોને હું શું મોઢું બતાવીશ. આવા વિચારમાં તે સૂઈ ગયો. રાત્રે સ્વધામાં પોતાનું આખું ઘર લક્ષ્મીથી ભરેલું જોયું. સવારે ઘરમાં લક્ષ્મીને પ્રત્યક્ષ જોઈ. યાચકોને ખૂબ મોં માગ્યું દાન આપ્યું ને પોતે ચતુર્વિધ
શ્રી સંઘ સાથે શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. નવમે દિવસે વિચાર કર્યો, કે આવતી કાલે દશમો દિવસ છે. તેથી લક્ષ્મીને જવું હોય તો ભલે સુખેથી જાય. આવા વિચારોમાં વિદ્યાપતિ નિદ્રાધીન થયા. સ્વરમાં લક્ષ્મીએ આવીને કહ્યું : કે “હું તારા પુણ્યથી વિશેષ વૃદ્ધિ પામીને તારા ઘરમાં સ્થિર થઈ છું.”
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૩
અપરિગ્રહવ્રત
અતિશય પુણ્યનું ફળ ખૂબ જલ્દીથી મળે છે. સવારે વિદ્યાપતિએ પોતાની પત્નીને વાત જણાવી, અને કહ્યું કે તેમ કરવામાં આપણે લીધેલા પરિગ્રહ પરિમાણ વ્રતમાં ખામી આવે તેમ હોય તો આપણે અહીંથી અન્યત્ર ચાલ્યાં જઈએ. શૃંગારમંજરી તેમાં સંમત થઈ. બીજે દિવસે સવારે તે દંપતી ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યું. સામે ગામ પહોંચ્યાં ત્યાં તો પંચદિવ્ય પ્રગટ્યા ને હાથણીએ વિદ્યાપતિશેઠ પર કળશ કર્યો. મંત્રી વગેરે આવ્યા ને પ્રાર્થના કરીને વિદ્યાપતિને રાજમહેલમાં લઈ ગયા. લીધેલા વ્રતમાં નિશ્ચળ એવા વિદ્યાપતિએ વ્રતભંગના ભયથી રાજ્યાભિષેક કરવાની ના પાડી, તેવામાં આકાશવાણી થઈ.
“અરે ! ભાગ્યશાળી ! હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે. તેથી લક્ષ્મીનું ફળ ગ્રહણ કર.” આ સાંભળ્યું એટલે તેણે રાજ્યસિંહાસન ઉપર પરમાત્મા શ્રી વીતરાગદેવની પ્રતિમા સ્થાપન કરી. મંત્રીઓને રાજ્યકારભાર સોપી દીધો અને ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તેને જિનનામથી અંકિત કરવા માંડ્યું અને સાતક્ષેત્રોમાં ખૂબ ઔદાર્ય ભાવે સદ્વ્યય કર્યો. એક વખત નગરમાં જ્ઞાની ગુરુ મહારાજ પધાર્યા. વિદ્યાપતિ ત્યાં વંદન કરવા ગયા. ગુરુ મહારાજની વૈરાગ્ય રસ ભરપૂર દેશના સાંભળીને તીવ્ર વૈરાગ્ય આવ્યો ને વિદ્યાપતિ શેઠ ને શૃંગારમંજરીએ પુત્રને રાજ્યગાદી પર બેસાડીને પ્રવ્રજ્યા સ્વીકારી સુંદર આરાધના કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી પાંચ ભવ કરી, મોક્ષના અનંત અવ્યાબાધ અખંડ સુખને ભોગવનારા થશે. આ પ્રમાણે પરિગ્રહ પરિમાણ વ્રતને સ્વીકારી વિદ્યાપતિ જેમ ભારથી હળવા બની ભવનો પાર કરી ગયા તેવી રીતે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. ૨૫.
Page #153
--------------------------------------------------------------------------
________________
(२६
प्रशस्ति
(शिखरिणी' )
इदं पायं पयं सरसममृतं पुण्यमयनं, सदात्मानं बोधं नयतु नयशोधं विनयतः । जनः श्रेयस्कामः प्रशमशमसद्धर्मदधुरंन्धरस्याद्वादार्थं स्वहितचरितार्थं विदधतात् ॥ २६ ॥
भावार्थ -
ઉપસંહાર
આ આત્મબોધરસાયન સરસ છે. અમૃત સ્વરૂપ છે. પવિત્ર ગમનરૂપ છે. તેનું પાન કરી કરીને સદા કલ્યાણની ઈચ્છાવાળા ભવ્યો આત્માને વિનયપૂર્વક નયથી વિશુદ્ધ એવા બોધને પ્રાપ્ત કરાવો અને પ્રશમ અને શમથી ભરેલા શ્રેષ્ઠ સત્ય ધર્મમય સ્યાદ્વાદ પદાર્થોને પોતાના હિતમાં ચરિતાર્થ કરો. ૨૬
॥ इति श्री आत्मबोधरसायनम् ॥
१. रसै रुद्रैश्छिन्ना यमनसभला गः शिखरिणी ॥
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
વિશદાર્થ :
૧૪૫
સંસાર એ મહાવ્યાધિ છે. સંસારમાં સર્વવ્યાધિઓ મળશે. એ વ્યાધિથી-રોગથી આત્મા અનાદિકાળથી પીડાય છે. રોગોએ આત્મામાં ઘર બાંધ્યાં છે. ઔષધ કરવાને બદલે જીવ કુપથ્ય કરે છે ને રોગ ઉબળે છે, વધે છે. જીવ શરીરની ચળ શમાવવા માટે કુવેચ ઘસે છે. અગ્નિને શાંત કરવા માટે ઘી હોમે છે. પરિણામ વિપરીત આવે છે, જીવ મૂંઝાય છે. વ્યાધિ શાંત થતો નથી, વેદના શમતી નથી, આરોગ્ય મળતું નથી, એવી સ્થિતિમાં આ આત્મબોધ એ આત્માને થયેલા રાગ-દ્વેષના હઠીલા રોગ ઉપર અકસીર અસર કરે એમ છે. આત્માને વળગેલા રાગ-દ્વેષ-અજ્ઞાન-મોહ વગેરે રોગોને દૂર કરવા માટે સંસારના મૂળ જેવા કષાયો તેનો ત્યાગ, પાંચે ઈન્દ્રિયો ઉપર વિજય, પંચમહાવ્રતનું પાલન, જિનપૂજા, સત્સંગ, સાધુસેવા ને વિરતિતિ એ રામબાણ ઈલાજ છે. રસાયનનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. તો તેની અસર થાય ને વ્યાધિ મટે. વેદના બંધ થાય તેને માટે જીવને વૈરાગ્યનો રાગી બનાવવો જોઈએ. ભવાભિનંદીપણું જીવને રઝળપાટ કરાવે છે. સમકિતનાં પાંચ લક્ષણોમાં પણ સંવેગ આવે છે. આત્મા જ્યાં સુધી સંસારાભિમુખ છે ત્યાં સુધી રોગો શાંત ન થાય. આત્માભિમુખ બનવું જોઈએ. રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત વીતરાગ પરમાત્મા એ જ મારા દેવ છે, કંચન-કામિનીના ત્યાગી પંચ-મહાવ્રતધારી ગુરુ ભગવંત એ જ મારા ગુરુ મહારાજ છે. ને કેલિ ભગવંતે ભાખેલો શુદ્ધ દયામય ધર્મ તે જ મારો ધર્મ છે. એવી નિશ્ચળ શ્રદ્ધા હૃદયમાં રાખવી જોઈએ. જીવને આનાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી સંસારની મર્યાદા બંધાઈ જાય છે. અમૃત સ્વરૂપ રસાયનનું પાન નિરંતર કરવાથી જીવને ભાવ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આત્મબોધ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ ચરમ-છેલ્લો શ્લોક દો આ ગ્રન્થનો. તેમા કર્તાએ ઉપસંહારની સાથે પોતાના પૂજ પ્રવર આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પરમોપકારી સંસારી અવસ્થાના પિતા ને સંયમ અવસ્થાના ગુરુ પૂજય પંન્યાસ શ્રી પુણ્યવિજયજી મહારાજનું પણ નામ સાંકળ્યું છે ને છેવટે પોતાનું નામ પણ ગૂંથી લીધું છે. આ શ્લોકે આ ગ્રન્થ પૂર્ણ થાય છે. વારંવાર આ ગ્રન્થના વાચન મનન ને ચિંતનથી ઘણો જ લાભ થશે. તેથી દરેક શાશ્વત સુખાભિલાષી આત્માએ તેનુંરસાયનનું વાચન-પાન-નિરન્તર કરવું ને મોક્ષસુખ મેળવવા વડભાગી બનવું.
| | તિ શ્રી આત્મબોધ |
પ્ર.શ.તિ.
(વિશદાર્થ લેખકની) જેથી સમસ્ત ભવરોગ વિલીન થાય,
આત્મા વિશુદ્ધ થઈ સ્વસ્થ રહે સદાય; એ આત્મબોધક રસાયન ભવ્ય કાજે,
ઘૂંટ્યું ભિષગવર ધુરન્ધર સૂરિરાજે. ૧. તે પૂજયવર્ય તણી લેશ કૃપા બળે મેં,
અત્યલ્પ બુદ્ધિ શુભ ભાજનમાં ભર્યું છે; તેમાં યદિ કલુષ કસ્તર મેં જણાય,
તે ગાળી પાન કરજો ગદ જેમ જાય. ૨.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૭.
પ્રશસ્તિ આચાર્યવર્ય વિજયામૃતસૂરિરાયે,
શ્રી દેવસૂરિવર સેવન હેમચંદ્ર; સદ્ગૌરવોલસિત હૈ નિજબોધ અંગે,
પ્રદ્યુમ્ન નામ મુનિએ વિરચ્યું ઉમંગે. ૩. ચોરાણું ચાર શત બે સહસે સુવર્ષે,
શ્રી સિદ્ધશૈલ તણી સન્નિધિ પામી હર્ષે ચોમાસું યોગયુત સાધી વિશિષ્ટભાવે,
અભ્યાસ સાધન તણો પણ લાભ થાવ. ૪. નવ્વાણુંના વિશદ સંગ બન્યા અનેરા,
ટળે ભવતણા ભ્રમ ભવ્ય કેરા; હોજો વિવેક મનમાં શુભ એક અંતે,
આ ગ્રન્થથી વિમલભાવ વધો અનજો. ૫.
Page #157
--------------------------------------------------------------------------
________________
ॐ ह्रीं अर्हं नमः
श्री आत्मबोध
(मूलमात्रम्)
,
श्रेयः श्रीवरविभ्रमाद्भुतरसं, धीरं गभीरं, परं, देवेन्द्रार्चितपादपद्मयमलं, हृत्कोमलं, निर्मलम् । वाञ्छापूरणकल्पकल्पमकलं विघ्नानलाम्भोधरं, श्रीशङ्खेश्वरपार्श्वनाथमनिशं संस्तौमि सन्मङ्गलम् ॥ १ ॥
,
अवाप्य मानुष्यमिदं नु भूयो, दृष्टांतदिग्दुर्लभमेव यूयम् । धृत्वा धृतिं स्वात्महित प्रकामं, रसायनं ही पिबताविरामम् ॥ २ ॥
क्रोधादीनां समन्ताद्विषयविषभृतां चेन्द्रियाणां निरोधो, दानं शीलं तपस्या सुविहितचरिता भावना श्रीजिनाच । सत्सङ्गः साधुसेवा विरतिरतितरां पञ्चकं सद्यमानां, स्वान्ते कान्ते मुमुक्षा यदिह तव तदैतद्विधेयं विधेयम् ॥३॥
दुर्वारदुर्गत्यनलामलाज्यं, निर्बाधसंवर्धितमोहराज्यम् ।
Page #158
--------------------------------------------------------------------------
________________
મૂલમાત્રમ્
सर्वेष्टसम्बन्धसुगन्धपूर्ति, क्रोधं विरोधं त्यजतादभूतिम् ॥४॥
यन्माहात्म्यादुद्धतत्वं विदूरे नम्रीभावः सद्विनीतत्वमिष्टम् । विद्याप्राप्तिः क्लेशसंक्लेशनाशो मानत्यागं तं कुरुध्वं कुरुध्वम् ॥ ५॥
अनेककोटीकनकीयदानं, सुरेन्द्रशंसात्मविलासि शीलम् । तपः सुतप्तं च फलाय नालं, निराकृता चेन्निकृतिर्न चित्तात् ॥ ६ ॥
लोभश्चेद हृदयेऽस्तोभो,
दूषणैरितरैरलम् । नो चेलोभस्य संक्षोभो, भूषणैरितरैरलम् ॥ ७॥
आर्द्रकुमारमुखाः समभूवन्, संयमतो विमुखास्त्वचि सक्ताः । बन्धनमावृणुते च करीन्द्रः, स्पर्शवशत्वमितीह नचेष्टम् ॥ ८॥
क्षणं बुध्यतां जिह्वया यत् कृतं तत्, तया दुष्ट्या दुर्गतो मगुसूरिः । तथा शैलकाचार्यवर्योऽथ मीनस्ततो रक्षणीया स्वजिह्वावशेऽसौ ॥ ९ ॥
૧૪૯
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આત્મબોધ
अतिसुरभिपदाथै- सिकां प्रीणयन्तः मधुकरभवमाप्य भ्रान्तिमासादयन्ति । असुरभिसुरभिभ्यां ये विकारं न यन्ति श्वसनकरणदोषादुज्झितास्ते जयन्ति ॥ १०॥ रम्यं रूपं नयननलिनं स्मेरयत् सूर्यरूपं, तस्मिन् जीवः पतति पतगः प्राणहारिप्रदीपे । यस्तद् दृष्ट्वा नियमयति हि स्वेन्द्रियं स्वात्मरूपे, संसाराब्धेर्भवति स परं पारगो निर्विकारः ॥११॥ स्वरमधुरवं श्रावं श्रावं मनोभवमोहितो, हरिणमरणं प्राप्नोत्यात्मा विकारनिराकृतः । श्रवणमवन सच्छास्त्राणां करोति हितं च यः, स शिवमशिवं छित्वा सद्यो वृणोति सनातनम् ॥१२॥ भवभृतां हृदयोदयकारणं, वरविरोधकमूलनिवारणम् । वितरणं तरणं भववारिधेर्जयति धर्मचतुष्कपुरस्कृतम् ॥ १३॥ अहीनोऽहीनाङ्गः स्त्रजति संदनत्याशु विपिनं, विषं पीयूषत्याः ! मृगति च मृगाणामधिपतिः । ज्वलज्ज्वालो ज्वालो जलति जलधिर्गोष्पदति तं, विशुद्धं यः शीलं वहति सुहितं देवमहितम् ॥ १४॥ यतः परं नास्ति विशुद्धमङ्गलं दुरन्तविजानलनाशने जलम् । जिनेश्वरैरात्महिताय देशितं तपो विधत्तां तदहो दयोदयम् ॥ १५॥
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૧
મૂલમાત્રમ્ मैत्र्यादिसद्भावनया विशोधितः, संस्कारितो भावनपञ्चपञ्चकैः । भावः क्षणं चेत् क्षणदो भवेत्तदाऽनन्तं भवं नाशयते न संशयम् ॥ १६॥ लक्ष्मीः स्वयं-वरति तं सुभगं समुत्का, बुद्धिः परा स्फुरति तस्य समस्त कार्ये । कीर्तिः प्रसर्पति तरां शरदभ्र(ब्ज )शुभ्रा नित्यं जिनार्चनमनन्तफलं य ईष्टे ॥ १७॥ किमपहरति मालिन्यं ? कुरुते किं सुजनजनगुणाधिक्यम् ? । रक्षति पथि किं सततं ? सकलेहितकृत् सतां सङ्गः ॥१८॥ समस्तशास्त्रदर्शनादिदं सुनिश्चितं मया । सदा सदामता मता, हिता हि साधुसेवना ॥ १९ ॥ जिनेश्वरैर्गणीश्वरैर्मुनीश्वरैरपाकृता, रतीशरूपतुल्यरुपधारकैरियं रतिः । विरक्ततामुपास्य कर्ममर्म सन्निहत्य साध्वनन्तमन्तकान्तकृत् समन्ततोऽमृतं वृतम् ॥ २०॥ दयया सह यस्य परत्वमहोपरितः प्रणयो दुरितेन समम् । अहितस्य यतश्च हितं भवति, त्यज तं सततं किल जीववधम् ॥ २१॥
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫ર
આત્મબોધ
गदितुमनृतमिच्छतीह कामं, कुशलमवाप्तुमहो महाविमूढः । अमृतमपि विहाय जीवितेच्छुः, पिबति विषं विनिपातकृद्विपाकम् ॥ २२॥ स्तेयमत्र निजशर्मणे जनो, दरतोऽनिशमभीप्सति त्वरम् । बन्धनं निधनमाप्नुते परं, दूरतस्त्यज सदा तदाश्वदः ॥ २३॥ बलिनो गुणिनः स्थिराशया, वररूपाः परमे पथि स्थिताः । प्रभवन्ति जनाः सदादराद्, विमलब्रह्मगुणाश्रयाद् भुवि ॥ २४॥ सुवक्रगमनाऽस्थिराद्विषमचारदुर्दर्शनाद्, ग्रहान्ननु परिग्रहानवमराशिनित्यस्थितेः । सदा सुहितमानसो हतलसन्महालालसो, बिभेति न कदाचन, श्रुतजिनागमः सत्तमः ॥ २५॥ इदं पायं पयं सरसममृतं पुण्यमयनं, सदात्मानं बोधं नयतु नयशोधं विनयतः। जनः श्रेयस्कामः प्रशमशमसद्धर्मदधुरं- .. न्धरस्याद्वादार्थं स्वहितचरितार्थं विदधतात् ॥ २६ ॥
Page #162
--------------------------------------------------------------------------
________________ સજજનોનો સંગ તો પારસમણિ કરતાંયે કઈ ગુણ ચડિયાતો છે. પારસમણિનો સ્પર્શ લોઢાને થાય એટલે લોઢું સોનું થઈ જાય. પણ કાંઈ પારસમણિ ન બને. ત્યારે સજ્જનના સંગથી તો સજ્જન થવાય. KIRIT GRAPHICS 9 8 9 8 4 9 0 0 9 1