________________
ભાવ
૭૩
શતકમાં વર્ણવ્યું છે. તે ઘણું મનનીય ને કંઠે કરવા લાયક છે. તે ચાર સૂક્તો આ પ્રમાણે છે.
(સવૈયા)
(મૈત્રીભાવના)
હિતચિન્તનથી સર્વ સત્ત્વની સાથે ચેતન ! મૈત્રી જોડ, વૈર વિરોધ ખમાવી દઈને ઈર્ષ્યા અન્ધાપાને છોડ; માત-પિતાને બન્ધુ રૂપે, સર્વ જીવ સંસારે સંસારે હોય, દ્વેષ ભાવના વિણ આ જગમાં સબળો શત્રુ છે નહિં કોય. ૧
(પ્રમોદભાવના)
જિલ્લા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમે કરજે ગાન, અન્ય કીર્તિને સાંભળવાને સજ્જ થજો હે ! બંને કાન; પ્રૌઢ લક્ષ્મી બીજાની નિરખી નેત્રો તુમ નવ ધરજો રોષ, પ્રમોદ ભાવના ભાવિત થાશો તો મુજને તુમથી સંતોષ. ૨
(કરુણાભાવના)
જન્મ જરા મૃત્યુનાં દુઃખો અહોનિશ સહેતું વિશ્વ જણાય; તન ધન વનિતા વ્યાધિની ચિન્તામાં સારો જન્મ ગમાય; શ્રી વીતરાગ વચન પ્રવહણનો આશ્રય જો જનથી કરાય, તો દુ:ખસાગર પાર જઈને મુક્તિપુરીમાં સૌખ્ય પમાય. ૩.
(માધ્યસ્થ્યભાવના)
કર્મતણે અનુસારે જીવે સારાં નરસાં • કાર્ય કરાય, રાગ-દ્વેષ સ્તુતિ નિન્દા કરવી તેથી તે નવ યુક્ત ગણાય; બળાત્કારથી ધર્મપ્રેમ વીતરાગ પ્રભુથી પણ શું થાય, ઉદાસીનતા અમૃતરસનાં પાન થકી ભવભ્રાન્તિ જાય. ૪.