________________
૨૨
આત્મબોધ વિશદાર્થ :
આપણે લોભી માનવોનાં જીવન જોઈએ તો માલુમ પડે છે કે આ લોભી માનવને કેટલો લોભ છે ? પણ ! આપણે એ લોભનો ત્યાગ કરી ક્ષણવાર જીવને તપાસીએ તો એમ જ લાગશે કે જીવનમાં કેટલો બધો ફેર પડી ગયો. દૃષ્ટાંતરૂપે લઈએ તો એક મમ્મણ શેઠ! કે એના જીવનને પણ લોભે કેવું ધૂળધાણી કરી મૂક્યું, પણ મમ્મણ શેઠના લોભની બાદબાકી કરીએ તો તેને સુખસમૃદ્ધિને આપનારી શાન્તિ સાંપડી હોત કે નહિં ! કેમ લાગે છે !
લોભને લાભની આવશ્યકતા, લાભથી લોભને તૃપ્તિ થાય છે. કદાચ અસત્ કલ્પનાએ માનો કે વિશ્વના સમસ્ત લાભોનો અત્ત આવે પણ લોભનો હરગીઝ અન્ન આવે જ નહિં. ઉદર માટે પણ કોઈએ કહ્યું છે કે- સવાસો મણ કોઠી ભરાય પણ સવાશેરની કોઠી (પેટ) કદીપણ ભરાતી નથી. લાભ અને લોભમાં આટલું આંતરું છે. - લોભની આશા તે દાસી ! તેને દિશા કે કાળનાં બંધન નથી હોતાં, તેને કોઈ પ્રદેશ અ-ગમ્ય નથી. કોઈ વખત તો આશા બિચારી ગરીબડી ગાય જેવી લાગે છે. આપણને એમ લાગે છે કે,
આ આશાને સંતોષીએ તો સદાને માટે તૃપ્ત થઈ જશે પણ ક્યારેય : એને તૃપ્તિ થતી જ નથી. એ તો લગ્ને લગ્ને કુંવારી જ છે.
હવે થોડા માઈલ ચાલીશું એટલે ક્ષિતિજ આવી જશે. એવી અબૂઝ કલ્પનાવાળા માણસને તેટલા માઈલ ચાલ્યા પછી જે પરિસ્થિતિ થાય છે તેવી જ રીતે આપણે આ પ્રાપ્ત કરીએ એટલે બસ, પણ એ પ્રાપ્ત થયા પછી પણ આશારૂપી ક્ષિતિજ આપણાથી એટલી ને એટલી દૂર જ રહે છે ખરું ને ? સંસ્કૃતમાં દિશાના પર્યાયવાચક