SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા વ્રત ૧૧૧ ગજપુર નામે નગરમાં સુનન્દ નામે એક ભદ્ર પરિણામી કુલપુત્ર સેવક રહેતો હતો. તેને જિનદાસ નામનો એક મિત્ર હતો. તે બંન્નેને પરસ્પર અતિગાઢ મૈત્રી હતી. તેઓ નગર બહાર આવેલા ઉદ્યાનમાં હંમેશાં ફરવા જતા. એકદા ઉદ્યાનમાં ગયા ત્યારે એક જ્ઞાની આચાર્ય મહારાજ પધાર્યા. બંને જણા ત્યાં ગયા ને વંદના કરીને બેઠા. આચાર્ય મહારાજે ઉપદેશ આપ્યો. “માંસ એ અત્યંત અપવિત્ર વસ્તુ છે. જે અહીં માંસ ખાય છે તેને નરકમાં પરમાધામીઓ પોતાનું માંસ ખવડાવે છે.” “માંસભક્ષણથી માનવીનું મન કૂર ને નિર્દય થઈ જાય છે અને માંસ ખાવાથી મહાહિંસાનું પાપ લાગે છે અને તેના કટવિપાકો પરલોકમાં ભોગવવા પડે છે. માટે માંસ ખાવું ન જોઈએ.” ઉપદેશ સાંભળીને સરળ મનના સુનત્યે કદી પણ માંસ નહિ ખાવાનો નિયમ લીધો. જગત માત્રના જીવોને દુઃખ અપ્રિય ને સુખ પ્રિય લાગે છે. મારો આત્મા છે એવો જ આત્મા જગતના જીવ માત્રનો છે. મને દુ:ખ નથી ગમતું તો બીજાને ક્યાંથી ગમે. આવા વિચાર ને વિવેકથી તે કદીપણ કોઈપણ જીવની હિંસા કરતો નહિ. અનાદિકાળથી ચાલતા સંસારમાં કદીપણ કોઈની એકધારી સ્થિતિ રહી નથી. તે પ્રમાણે દેશકાળ પણ એકસરખા રહેતા નથી. રથના ચક્રની જેમ વિશ્વમાં સુકાળ ને દુકાળ અનુક્રમે આવ્યા કરે છે. ગજપુરનગરમાં મોટો દુષ્કાળ પડ્યો. ચારેબાજુ હાહાકાર મચી ગયો. અન્ન નહિ મળવાને કારણે લોકો માંસ અને માછલાં ખાઈને પ્રાણ ટકાવવા લાગ્યા. જાણે છઠ્ઠો આરો આવ્યો ન હોય તેવું થઈ ગયું. સુનન્દ તો લીધેલી પ્રતિજ્ઞામાં દઢ હતો. એકદા બાળકને ભૂખે ટળવળતાં
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy