________________
જિનપૂજા
૮૩ બપૈયાને તો હર્ષ માતો નહોતો. દેવપાલ ગાય, ભેંશો ચરાવવા લઈ ગયો પણ ખૂબ વરસાદના કારણે પૃથ્વી પોચી પોચી થઈ ગઈ હતી તેથી એક ભેખડ પડી ગઈ ને ત્યાં દેવપાલે એક સુન્દર, પ્રશાન્ત ને તેજસ્વી મુખમુદ્રાવાળી અરિહન્ત પરમાત્માની અલૌકિક પ્રતિમા જોઈ. તે ખૂબ હર્ષઘેલો બની ગયો. તેને થયું કે આ શું છે ? થોડો વિચાર કરતાં સમજાયું કે, “મારા શેઠ જેની નિત્ય પૂજા કરે છે, શાંતિથી ધ્યાન ધરે છે, તે ભગવાનની મૂર્તિ છે.” પ્રતિમાજીને એક વૃક્ષની નીચે ઘાસની ઝૂંપડી બનાવીને તેમાં બિરાજમાન કર્યા. હવે આ ભગવાન તો મારા. હું પણ મારા શેઠની જેમ દરરોજ આ ભગવાનની પૂજા કરીશ, ને જે દિવસે પૂજા નહિ થાય તે દિવસે અન્ન પણ નહિં લઉં. એ પ્રમાણે સંકલ્પ કરીને તે ઘરે ગયો. પછી રોજ જંગલમાં જાય ને નદીનું શુદ્ધ જળ લાવી તેનાથી અભિષેક કરે. વનમાંથી સુન્દર સુગન્ધવાળાં પુષ્પો લાવીને પૂજા કરે. પરમાત્માની પૂજા-દર્શનાથી દેવપાલ પોતાના આત્મા ને ધન્યને કુતપુણ્ય માનવા લાગ્યો.
એકદા વરસાદ ખૂબ આવ્યો. રસ્તામાં આવતી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીને પાર કરીને પેલે પાર જવું અશક્ય બન્યું. એટલે સામે કાંઠે જવાયું નહિ ને પરમાત્માની પૂજા થઈ નહીં. તે ઘરે આવ્યો ને ભોજન કર્યું નહિ. તેના શેઠે કહ્યું કે- “ભોજન કરને, કેમ કરતો નથી ત્યારે તેણે- કહ્યું કે-“મારે નિયમ છે કે પરમાત્માની પૂજા કર્યા વગર અન્ન ન લેવું.” ત્યારે શેઠે કહ્યું કે“આપણા ગૃહચૈત્યમાં ભગવાન છે ત્યાં પૂજા કરી લે.” દેવપાલે પૂજા કરી પણ ભોજન કર્યું નહીં. આમ સાત દિવસ થયા ને દેવપાલને સાત ઉપવાસ થયા. વરસાદ શાંત થયો. નદીનાં પૂર