SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૨ આત્મબોધ - તેમાં અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે થાય છે. ૧. જલપૂજા, ૨. ચંદનપૂજા, ૩. પુષ્પપૂજા, ૪. ધૂપપૂજા, ૫. દીપકપૂછો , ૬. અક્ષતપૂજા, ૭. નૈવેદ્યપૂજા, ૮. ફળપૂજા, જલપૂજાથી વિપ્રવધૂ સોમશ્રી અવિચલપદને પામી હતી. ચંદનપૂજાથી જયશૂર ને શુભમતિ સિદ્ધગતિને પામ્યાં હતાં, પુષ્પપૂજાથી લીલાવતી મોક્ષમાં ગઈ હતી અને આ ભવમાં પણ પરમાતું રાજા કુમારપાલે કેવળ પાંચ કોડીના પુષ્પથી પરમાત્માની (જયતાકના ભવમાં) પૂજા કરી હતી, તેના જ પ્રભાવે અઢાર દેશના રાજા બન્યા હતા. ધૂપપૂજાથી વિનયંધર રાજાએ અને દીપપૂજા કરવાથી જિનમતિ ને ધનશ્રીએ શિવસુખને મેળવ્યું હતું. અક્ષતપૂજાથી કીર-પોપટના યુગલે દેવભવને મેળવ્યો હતો. નૈવેદ્યપૂજાથી હલીરાજા સાતમે ભવે સિદ્ધિવધૂને વરશે, ફળપૂજાથી દુર્ગતાનારીએ અક્ષયપદ મેળવ્યું. એ રીતે પરમાત્માની પૂજા અચૂક ફળ દેનારી છે. પરમાત્માની ભાવપૂજાથી રાવણે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હતું. અરે ! દેવપાલ જેવાને પણ આ ભવમાં રાજય મળ્યું ને તે આગામી ભવે તીર્થંકર થશે તે આ અરિહન્ત પરમાત્માની પૂજા- અર્ચનાના જ પ્રભાવે. તે કથા આ પ્રમાણે છે. અચલપુર નામનું એક નગર હતું. તેમાં જિનદત્ત નામના એક શેઠ રહેતા હતા. તે શેઠને ત્યાં દેવપાલ નામનો માણસ રહેતો હતો. તે કાયમ શેઠની ગાય ને ભેંશોને જંગલમાં ચરાવવા લઈ જતો ને સાંજે પાછો ઘરે આવી જતો. હંમેશ એ પ્રમાણે કરતો. એકદા વર્ષાઋતુમાં મેઘરાજાની કૃપાથી પૃથ્વી પાણી પાણી થઈ ગઈ, નદીઓ, નાળાં ને કૂવા છલોછલ ભરાઈ ગયાં. નદીઓમાં પૂર આવ્યાં, મયૂરો મત્ત થઈને કેકારવ કરવા લાગ્યા.
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy