SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઘ્રાણેન્દ્રિયનિરોધ ૩૯ જાય છે. એટલામાં તો સવિતાનારાયણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયા. તેની પાછળ સાંજની સંધ્યા પણ ખીલીને ચાલી ગઈ. રાત્રિએ પોતાની સાડીથી સમસ્ત જગતને લપેટી લીધું. કમળ મીંચાઈ ગયું. ભ્રમર પુરાઈ ગયો. મોટા મોટા સઘન કાષ્ઠોમાં કાણું પાડનાર ભ્રમર અત્યંત સુકોમલ કમલની પાંદડીઓને કોતરીને બહાર નીકળવા માટે અસમર્થ નીવડ્યો !. આ એક અણઉકલી સમસ્યા છે. ! (હરિગીત) `પૂરી થશે આ રાત ને હસશે પ્રભાત સોહામણું, દિનકર ઉદયને પામશે ને ખીલશે વન કમળનું; એમ ચિત્તમાં જ્યાં ચિંતવે કોશે પૂરાયો ભ્રમર ત્યાં, રે ! રે ! અરેરે ! કમળને ગજરાજ ગળતો પલકમાં. એ પ્રમાણે મધુકર રાતના મનમાં મનોરથો પડતો હતો. ત્યાં તો સવારે એક હાથી આવ્યો ને તેનો કોળિયો કરી ગયો; ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ તેની પાછળ પડ્યો તો ભ્રમર કેવો મરણને શરણ થયો. ખરેખર વિષયાસક્ત ઇન્દ્રિયો દુઃખને જ દેનારી છે. સુગન્ધમાં આસક્ત જીવ છતી શક્તિએ ભાવના હોવા છતાં માંદા માણસોની સેવા કરી શકતો નથી. પોતે જેને પૂજ્ય માને છે, જેના અનેક ઉપકારોથી પોતે દબાયેલો છે, છતાં તેમની ભક્તિ કરવામાં તેનું મન આનાકાની કરતું હોય છે. કારણ કે એ માંદા માણસોની મલિનતા-દુર્ગન્ધ તેની નાસિકાને ૧. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । ફત્હ વિચિન્તયતિ જોશાતે જેિ, હા ! હા ! હા ! નલિની મન ઉન્નહાર્ II
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy