________________
શિયલ
પ૯ ઘરે પાછો આવે. આ તેનો નિત્ય નિયમ. એકદા સાંજે પશુઓને જંગલમાં ચરાવી ઘર ભણી પાછો વળતો હતો ત્યારે રસ્તામાં એક મુનિ મહારાજને કાઉસ્સગ્નમાં ઊભેલા જોયા. બીજે દિવસે સવારે પાછો ખેતરમાં જતો હતો ત્યારે પણ તે મુનિને ત્યાં જ ઊભેલા જોયા. મનમાં તેમની અનુમોદના કરવા લાગ્યો. સુભગ તે મુનિશ્રીની પાસે જઈને બેઠો. થોડીવાર થઈ ને સૂર્યનો ઉદય થયો. મુનિ મહારાજ “નમો અરિહંતાણં' કહીને આકાશમાર્ગે પ્રયાણ કરી ગયા. આ સાંભળીને સુભગે માન્યું કે આ “નમો અરિહંતાણં” એ આકાશગામી વિદ્યાનો મંત્ર લાગે છે, તેમ માની તેણે તે પદ યાદ રાખ્યું. એક દિવસે ભગવાનની પાસે સુભગ આ પદનું ધ્યાન ધરતો હતો તે જોઈને તેના શેઠે પૂછ્યું કે “તું આ પદ ક્યાંથી શીખ્યો.' ત્યારે ભદ્રપરિણામી સુભગે કહ્યું “મુનિ મહારાજ પાસેથી.” પછી શેઠે આખો નવકાર મંત્ર શિખવાડ્યો. પછીથી રોજ સંપૂર્ણ નવકારનું તે ધ્યાન ધરવા લાગ્યો.
એકદા વર્ષાઋતુમાં મૂશળધાર વરસાદ વરસ્યો. પૃથ્વી ચારેકોર જળબંબાકાર થઈ ગઈ. ઘરે પાછા વળતાં રસ્તામાં એક મોટી નદી આવી. તે વખતે સુભગે આ નવકાર ગણીને મોટી નદીમાં પડતું મૂક્યું. તે વેળાએ માથામાં ખીલો વાગવાથી આયુષ્ય પૂર્ણ થતાં તે મરણ પામ્યો અને તે જ ઋષભદાસ શેઠને ત્યાં સુદર્શન તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવના પુણ્યોદયે રૂપ પણ સુન્દર રતિપતિ જેવું મળ્યું. પહેલેથી જ ધર્મ વિષે આસ્થા સુન્દર હતી એટલે યૌવન પામવા છતાં વયસુલભ વિકાર જરી પણ તેના ચિત્તને સતાવતા ન હતા. તેણે જીવન ઘણું ઉચ્ચ ને આદર્શરૂપ બનાવ્યું અને પોતાના નામને સાર્થક કર્યું. લોકો તેના ગુણસમૃદ્ધ જીવનને જોઈ એકી અવાજે કહેતા કે ભાઈ આ તો ખરેખર સુદર્શન જ છે. આનું મુખ જોવાથીય પાપ