________________
૧૧૪
આત્મબોધ વડે દામન્નકની ટચલી આંગળીનું ટેરવું કાપીને કહ્યું કે “તારે જીવવું હોય તો અહીંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી જા.” પંહને જોઈને હરણિયું દોડે તેમ આંખો મીંચીને દોડતો દોડતો તે આ જ સાગરપોત શ્રેષ્ઠિનું ગોકુલ હતું ત્યાં આવી પહોંચ્યો. ત્યાં નન્દ નામે રખેવાળ હતો. દામન્નકને જોઈને તેણે પુત્ર ન હોવાથી પોતાના પુત્ર તરીકે રાખી લીધો. ત્યાં તે ખાઈ પીને મોજ કરવા લાગ્યો, યુવાન થયો ને ગોકુળનું કામ સંભાળવા લાગ્યો.
પેલા ખગિલે દામન્નકની ટચલી આંગળીનું ટેરવું સાગરપાતને બતાવ્યું. તે જોઈને સાગર ખુશ થઈ ગયો. એકદા સાગર શેઠ પોતાના ગોકુલે ગયો. ત્યાં આ છોકરાને ધારીધારીને જોયો. ટચલી આંગળી જોઈને નિશ્ચય કર્યો કે નક્કી આ પેલો જ છોકરો છે. ખગિલે માર્યો નથી લાગતો. નન્દને પૂછ્યું કે આ છોકરો ક્યાંથી આવ્યો ? તેનું વૃત્તાન્ત નર્ચે બરાબર જેવું હતું તેવું કહ્યું. સાંભળીને વિચાર્યું મુનિનું વચન ખરે જ સત્ય લાગે છે. હવે શું થશે ! શોક કરવાની કાંઈ જરૂર નથી. ઉદ્યમથી ઈષ્ટ સિદ્ધિ થાય છે. એમ વિચારીને સાગર પોતાના ગામ ભણી ચાલવા લાગ્યો. ત્યારે નર્ચે પૂછ્યું કે “સ્વામી આપ આટલા ઉત્સુક કેમ થઈ ગયા ?” શેઠે કહ્યું કે, “મને એક કામ સાંભરી આવ્યું તેથી ઘરે જાઉં છું.” નન્ટે કહ્યું કે “વાંધો ના હોય તો આ છોકરાને મોકલીએ તે કામ કરી આવશે.”
તે સાંભળીને સાગરે એક લેખ દામન્નકને લખી આપ્યો ને જલ્દીથી જવા કહ્યું. લેખ લઈને દામન્નક રાજગૃહે પહોંચ્યો. નગરની બહાર એક ઉદ્યાન હતું. ત્યાં થાક લાગ્યો હોવાથી રોકાયો ને નિદ્રાધીન થઈ ગયો. તે સમયે સાગરશેઠની પુત્રી વિષા ત્યાં કામદેવની પૂજા કરવા આવી. તેણે આ કામદેવ જેવા