SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વિરતિરતિ ૧૦૩ જે શબ્દાદિ વિષયોમાં રાગ થાય છે તે જ વિષયો જ્યારે દૂર થાય છે ત્યારે શોક થાય છે. એટલે વિષયોના રાગની સાથે શોક અવયંભાવી છે જ. એ જ રાગ પરમાત્માની સાથે કર્યો હોય તો કદીયે શોક આવે જ નહિ, કારણ કે પરમાત્મા શાશ્વત છે-શોક રહિત છે. પરમાત્મા સ્વરૂપ વિષયનો વિયોગ થવાનો જ નથી એટલે શોક પણ નહિં. વિષયોનો રાગ એકલા શોકને જ નથી આણતો, સાથે સાથે અનિષ્ટ ઉદાસીનતાને પણ લાવે છે. આ શોક ને ઉદાસીનતા ન જોઈતી હોય તો વિરતિનો આશ્રય કરો. વિરતિને ત્યાં શોકે નથી ને દુઃખે નથી. વિષયનો નાશ તો અવશ્ય થવાનો જ છે. હવે જો તમે વિષયોને નહિ છોડો તો વિષય તમને છોડી જશે અને તે તમને ભારે પડશે. તેના અભાવમાં પારાવાર શોક થશે. જો તમે તે વિષયોને જાતે જ છોડી દેશો તો ખૂબ સુખનો અનુભવ થશે. વૈરાગ્ય-વિરતિ નિર્ભયતાનું પરમ સ્થાન છે. જીવે તેનામાં-વિરતિમાં રતિ-રુચિ કરવી. અનંતા જિનેશ્વરો-ગણધરો પણ રતિને છેહ દઈ વિરતિનો સંગ કરી નિ:સંગ અવસ્થાને પામ્યા છે. શિવકુમારને વિરતિમાં કેટલી તીવ્ર રતિ હતી. વિરતિ ન મળી તેથી માવજીવ સુધી છઠ્ઠને પારણે આયંબિલ કર્યા. તેનો વૃત્તાન્તઆ પ્રમાણે છે. ચરમકવલી શ્રી જંબૂસ્વામિનો પૂર્વભવ વિદ્યુમ્માલીદેવ અને તેના પૂર્વભવમાં તેઓ શિવકુમાર હતા. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વીતશોકા નામની સુન્દર નગરી હતી. રાજા પદ્મરથ તે નગરીનું શાસન સુન્દર કરતો હતો. તેને વનમાલા નામની પટરાણી હતી. તેણે એક અતિ રૂપવાન પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શિવકુમાર એવું રાખ્યું. કલાચાર્યની પાસે તે સઘળીયે કલાઓ શીખ્યો. અનુક્રમે તે યૌવન વય
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy