SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસેવા બીજો એકકે આરો નથી. તેથી તેણે એક મોટા પર્વતની ટોચે જઈ, નીચે પડીને પ્રાણનો અંત લાવવાનો નિર્ણય કર્યો ને તે પર્વત પર પહોંચ્યો. ત્યાં તેને સ્વજનનો સ્નેહ-સ્વર સંભળાયો. તે વેળા નજીકમાં કાયોત્સર્ગે રહેલા એક મુનિ મહારાજે તેને આમ કરતાં જોયો અને તેને આપઘાત કરતો અટકાવીને કારણ પૂછ્યું. 62 તેણે કહ્યું કે “ભગવન્ ! દુનિયાથી હું કંટાળ્યો છું. રાત દિ' મજુરી કરવા છતાં કોઈનેય મારી કદર નથી. જીવન અકારું અને અસહ્ય થઈ ગયું છે. જીવન અને દુનિયાથી છુટકારો મેળવવા માટે આ સિવાય બીજું હું શું કરું.” એ સાંભળીને મુનિરાજે તેને ઉપદેશ આપ્યો કે આપઘાતથી આત્માને મહાનિકાચિત કર્મ બંધાય છે. શરીરનો અંત આણવાથી દુઃખનો અંત આવતો નથી. દુઃખનું મૂળ કારણ તો કર્મ છે. કર્મના અંતથી દુઃખનો અંત આવે છે. અને કર્મનો અંત ચારિત્રની આરાધના કરવાથી થાય છે. માટે દુઃખ દૂર કરવું હોય તો સંયમ લઈને આરાધના કરવી જોઈએ. આ ઉપદેશે નંદિષણને નવું જીવન આપ્યું. તેના જીવનમાં ઉત્સાહ અને ચેતના પૂરાયાં. તેણે ચારિત્ર સ્વીકાર્યું. અને તેનું પાલન નિર્મળપણે કરવા માંડ્યું આમ નંદિષણ શ્રમરત ને સહનશીલ તો હતા જ, હવે છઠ્ઠને પારણે આયંબિલ ને ઉપર છઠ્ઠ એમ નિરંતર કરવા માંડ્યા. જેવા તપમાં આગળ વધ્યા તેથી યે બમણા વેગથી સેવામાં પણ પાવરધા બન્યા. પોતાના દેહની પરવા કર્યા વગર બીજાને સુખસગવડ ને શાંતિ આપવી એ એમનો જીવનમંત્ર. કોઈ પણ ગ્લાન સાધુની સેવા કરવી એ એમને મન આનંદની વાત. ખૂબ ઉત્સાહ ને ઉલ્લાસથી બધાયે સાધુની સેવા કરતા. કોઈદિ સેવાનો લાભ ન મળે તો મનમાં થાય કે આજ તો કાંઈ
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy