SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યવ્રત ૧૧૯ છે. એક જ અસત્ય કેટલી હદની તારાજી સર્જે છે ! ને સત્ય વચનથી પ્રારંભમાં તેની કસોટી થાય, સહન કરવું પડે. પણ પરિણામે તેની પ્રતિષ્ઠા એટલી બધી જામી જાય કે લોકો તેના વચન ઉપર પલ્સ પાથરવા તૈયાર થઈ Qય છે. એક જ અસત્યના આશ્રયથી વસુરાજા નરકે ગયો. ગમે તેટલા ભય બતાડવા છતાં અરે ! યાવત પ્રાણાન્તનો ડર દેખાડવા છતાં કાલકસૂરિ મહારાજ અડગ રહ્યા. સત્યને જ વળગી રહ્યા. તે રોચક વાત આ પ્રમાણે છે. તુરમણી નામની નગરીમાં કાલક નામે બ્રાહ્મણ રહેતો હતો. સ્વભાવે વિનીત હતો. તેને ભદ્રા નામની બહેન હતી. તેને દત્ત નામનો પુત્ર હતો. કાલકે ગુરુમહારાજના ઉપદેશ શ્રવણથી દીક્ષા લીધી. દત્ત ઊપર કોઈ છત્ર રહ્યું નહિ. કહેનાર ટોકનાર ન હોવાથી તે જેમ ફાવે તેમ સ્વછંદ રીતે વર્તવા લાગ્યો. ઊગતી વયમાં સારા માર્ગે દોરનાર ન મળે તો જીવન વિચિત્ર ને વિષમ થઈ જાય છે. દત્તનો મિત્ર પરિવાર સ્વૈરવિહારી હતો, એટલે દિનાનુદિન વ્યસની અને મનસ્વી જીવન બેકાબૂ વધતું ગયું. યોગાનુયોગ તે નગરના રાજા જિતશત્રુને ત્યાં સેવક તરીકે રહેવાનો યોગ દત્તને મળી ગયો. હોશિયારીથી આગળ વધતાં તે પ્રધાનપદ સુધી પહોંચી ગયો. કસ્માત્ તવ્યપર્વો નીવ: પ્રાયેળ, તુરૂદો મર્યાતિ / વાંદરો સ્વભાવે જ ચંચળ ને અળવીતરો તો હોય જ ને તેમાં સુરા-દારુ પીવે એટલે શું બાકી રહે તેમ દત્ત આમે અવિવેકીનો સરદાર તો હતો જ અને તેમાં સત્તા મળી એટલે શું બાકી રહે. રાજ્યના થોડા સૈનિકોને પૈસા આદિનાં પ્રલોભનો આપીને પોતાના કરી
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy